________________
12
jain
કથાસાર નથી. (૫) વ્યાખ્યાન સાંભળીને પછી પોત-પોતાના ઘરે જઈ આવશ્યક નિર્દેશ કરી ફરી એક જગ્યાએ એકત્રિત થવામાં એક પ્રહરથી વધારે સમય પણ લાગી શકે છે. (૬) ખાતાં-પીતાં સામુહિક પૌષધની વાત ન હોત તો તે શ્રાવક તે દિવસે પલ્મી હોવાને કારણે ઘરે જઈને પૌષધ તો કરવાના જ હતા, પરંતુ કેવો પૌષધ કરતા અને કયારે કરતા એ નિર્ણય તે સમય સુધી લેવાયો ન હતો. તેથી ઘરે જઈને કોઈ ખાતાં-પીતાં પૌષધ કરતા, કોઈ ઉપવાસ સાથે પણ કરતા અને કોઈ ઘેર જઈને તરત જ પૌષધ કરતા, કોઈ થોડા સમય પછી પણ કરતા. તેથી પ્રતિપૂર્ણ પૌષધ- વ્રતધારી શ્રાવકો માટે પણ આઠ પ્રહરના સમયનો અથવા ચૌવીહાર ત્યાગનો(ચારે ય આહાર ન કરવાનો) આગ્રહ ન હતો. આ બધા ફલિતાર્થોમાં સ્વયં ભગવતી સૂત્ર, ૬ પ્રતિપૂર્ણ પૌષધ વ્રતધારી પ્રમુખ શ્રાવક અને ભગવાન મહાવીર સ્વામી
હાવીર સ્વામી સાક્ષીરપ અને પ્રમાણ૩પ છે. આવો ચોખ્ખો પાઠ હોવા છતા વ્યક્તિગત કે પરંપરાઓના આગ્રહમાં કોઈ દ્વારા આ સૂત્ર ફલિતાર્થોનો અસ્વીકાર કરવો ખરેખર નાસમજ અને દુરાગ્રહ છે. અનેકાંતિક વ્યવહાર વૃત્તિવાળાઓને આ જિન શાસનમાં અનાગમિક એકાંત આગ્રહ ન કરવા જોઈએ.
જયંતી શ્રમણોપાસિકા:
કૌશામ્બી નામની નગરીમાં ઉદાયન રાજા રાજય કરતા હતા. એની માતા મૃગાવતી ચેડા રાજાની પુત્રી હતી અને એની ફોઈ જયંતી શ્રમણોપાસિકા હતી. તે ભગવાનના સાધુઓની પ્રથમ શય્યાતરી-મકાન આપનારી હતી. ઉદાયન રાજાના પિતા શતાનીક અને દાદા સહસત્રાનીક હતા. મૃગાવતી પણ ગુણ સંપન્ન શ્રમણોપાસિકા હતી.
એક વખત ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતાં કરતાં કૌશામ્બી નગરીમાં પધાર્યા. ઉદાયન રાજા, કોણિક રાજાની જેમ ભગવાનના દર્શન કરવા ગયા. મૃગાવતી અને જયંતિ શ્રમણોપાસિકા પણ સાથે દર્શન કરવા ગઈ. ભગવાને ઉદાયન, મૃગાવતી અને જયંતિ પ્રમુખ ઉપસ્થિત આખી પરિષદને ધર્મોપદેશ આપ્યો. પરિષદ વિસર્જિત થઈ. ઉદાયન રાજા અને મૃગાવતી દેવી પણ ચાલ્યા ગયા. પંદર પ્રશ્નોત્તર :જયંતિ શ્રમણોપાસિકાએ વંદન-નમસ્કાર કરી ભગવાનને અનેક પ્રશ્ન કર્યા. એ પ્રશ્નોના ઉત્તર આ પ્રમાણે છે.૧–૪.અઢાર પાપોના સેવનથી જીવ ભારે થાય છે. સંસાર વધારે છે, કર્મોની સ્થિતિ વધારે છે અને સંસાર સાગરમાં પરિભ્રમણ
અઢાર પાપોનો ત્યાગ કરવાથી જીવ હલકો થાય છે. સંસાર ઘટે છે. કર્મોની સ્થિતિ ઘટાડે છે અને સંસાર સાગરથી તરે છે. ૫. ભવી જીવ સ્વભાવથી અનાદિથી હોય છે અર્થાત્ નવા પરિણમન થઈને કોઈ ભવી નથી બનતાં.
-૭. બધા ભવસિદ્ધિક જીવ સિદ્ધ થાય છે. સ્વભાવની અપેક્ષાએ જ આ કથન છે. તેથી ભવ સિદ્ધિક જીવોથી આ સંસાર કયારેય ખાલી નહીં થાય. એનું કારણ એ છે કે એ જીવોની સંખ્યા ખૂબ જ વિશાળ છે. યથા આકાશની એક શ્રેણીમાં અનંત પ્રદેશ છે. એને કોઈ કાઢે તો તે એક શ્રેણી પણ કયારેય ખાલી થઈ શકતી નથી તો આકાશની અનંત શ્રેણીઓની ખાલી થવાની વાત જ થઈ શકતી નથી, એ જ રીતે નિગોદમાં અનંતાનંત જીવ છે. તેમાંથી એક નિગોદ જેટલા ભવી જીવ પણ કયારે ખાલી નહી થાય તો આ આખો સંસાર ભવી જીવોથી ખાલી થવાનો પ્રશ્ન જ થતો નથી. અર્થાત્ આ સંસાર અને જીવોનું મોક્ષ જવું એ બને આજ સુધી અનાદિથી ચાલે છે અને ચાલતા રહેશે. જે રીતે ભવિષ્યકાળ પણ અનાદિથી ચાલ્યો આવે છે અને અનંત કાલ સુધી ચાલુ રહેશે તે જ રીતે જીવ પણ સિદ્ધ થતા રહેશે અને સંસાર પણ ચાલતો રહેશે. ૮-૧૦. જીવ સુતા પણ સારા અને જાગતા પણ સારા. જે ધર્મ જીવો છે તે જાગતાં સારા છે, કેમ કે તે ધર્મની વૃદ્ધિ કરશે. જે પાપી જીવો છે તે સૂતેલા સારા છે, કેમ કે પાપ કૃત્ય ઓછું થશે. આ પ્રકારે જીવ નબળા પણ સારા અને બલવાન પણ સારા. આળસુ પણ સારા અને ઉદ્યમી પણ સારા. ૧૧-૧૫. પાંચ ઈન્દ્રિયોના શબ્દ, ૪૫, ગંધ, રસ, સ્પર્શ આદિ વિષયોમાં આસક્ત રહેનારા જીવ સાત કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશોની વૃદ્ધિ કરે છે; અશાતા વેદનીયનો વારંવાર બંધ કરે છે અને ચતુર્ગતિક સંસારમાં પરિભ્રમણ કરે છે. આયુષ્ય કર્મ તો જીવનમાં એકવાર બંધાય છે. અતઃ સાત કર્મ કહેવાયા છે. - જયંતી શ્રમણોપાસિકાએ સંયમ ગ્રહણ કર્યો અને સંપૂર્ણ કર્મોનો અંત કરીને એજ ભવમાં સિદ્ધ થઈ. વિશેષ – જયંતી શ્રમણોપાસિકાના પતિ અને પુત્રોનું કથન નથી. દીક્ષા પણ એણે સમવસરણમાં એજ સમયે લઈ લીધી હતી. માટે તે સંપન્ન અને સ્વતંત્ર જીવનવાળી શ્રાવિકા હતી અને એનું મકાન સદા સાધુ-સાધ્વીઓને રહેવાના ઉપયોગમાં આવતું હતું. એટલા માટે તેના પરિચય વર્ણનમાં શ્રમણોને મકાન દેવાવાળી પ્રથમ શય્યાતરી કહી છે.
ઉદાયન રાજા :
| સિંધુ અને સોવીર વગેરે સોળ દેશના અધિપતિ ઉદાયન રાજા વીતભય નામના નગરમાં રહેતા હતા. એનું રાજ્યક્ષેત્ર અત્યંત વિશાળ હતું. ૩૬૩ નગર અને ખાણો એના રાજ્યમાં હતી. મકાસેના પ્રમુખ ૧૦ મુકુટબંધ રાજા અને અન્ય ઘણા બધા રાજા વગેરે પર પણ એનું આધિપત્ય હતું. આટલો રાજ્ય સંબંધ હોવા છતાં પણ તે ભગવાન મહાવીર સ્વામીના પરમ ભક્ત અને વ્રતધારી જીવાજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા(જાણકાર) શ્રમણોપાસક હતા. અભીચિકુમાર :- ઉદાયન રાજાને પ્રભાવતી નામની રાણી હતી. જે સુકોમળ અને સ્ત્રીના લક્ષણો–ગુણોથી પરિપૂર્ણ હતી. એ પ્રભાવતી રાણીનો આત્મજ અભીચિકુમાર નામનો રાજકુમાર હતો. ઉદાયનરાજાનો તે એક જ પુત્ર હતો. બાલ્યકાળ એનો પુરો થઈ ગયો હતો. રાજ્યકાર્યમાં દેખરેખ કરવા લાગ્યો હતો.