________________
આગમ-કથાઓ
130.
ઉદાયનરાજાના કેશિકુમાર નામના એક ભાણેજ હતા. તે એમની પાસે જ રહેતા હતા. તે પણ ગુણ સંપન્ન અને રાજ્ય કાર્ય કરવાને યોગ્ય હતા.
એક દિવસ પૌષધશાળામાં પૌષધ લઈને ધર્મ જાગરણ કરતા ઉદાયન- રાજાને એ સંકલ્પ થયો કે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી જે ક્ષેત્રમાં વિચરણ કરે છે અને ધર્મપ્રેમી સજ્જનો એમની સેવા-દર્શન વગેરેનો લાભ લઈ રહ્યા છે, તેને ધન્ય છે. જો વિચરણ કરતાં ભગવાન અહીંયા વીતભયનગરમાં પધારે તો હું પણ યથાયોગ્ય સેવા પયૂપાસના કરું. ઉદાયનને વૈરાગ્ય :- ભગવાન એ સમયે ચંપાનગરીમાં વિચરણ કરી રહ્યા હતા. શ્રમણોપાસક ઉદાયનની મનોભાવના જાણીને વિતભય નગરની દિશામાં વિહાર કર્યો. વિચરણ કરતાં કરતાં ભગવાન નગરની બહાર મૃગવન બગીચામાં પધાર્યા. નાગરિકજનો દર્શન કરવા જવા લાગ્યા. રાજા પણ પોતાની સમૃદ્ધિ સહિત દર્શન કરવા ગયા, વંદના કરીને પર્યાપાસના કરતાં કરતાં ભગવાનની સેવામાં બેસી ગયા. રાજા સહિત સમસ્ત પરિષદને ભગવાને ધર્મોપદેશ આપ્યો. ઉપદેશ સભાળીને રાજા અત્યંત હર્ષિત થયા. નિર્ગસ્થપ્રવચન (ભગવાનના વચનો)ની હાર્દિક પ્રશંસા કરતા એણે નિવેદન કર્યું- હે ભંતે! હું પુત્રને રાજ્ય સોપીને આપની પાસે દીક્ષા લેવા ઈચ્છું છું. ભગવાને પોતાના(અહાસુહ દેવાણુપ્પિયા) શબ્દોમાં એને સ્વીકૃતિ આપી. ભાણેજને રાજ્ય :- નગરીમાં જતા સમયે રાજાના વિચારોમાં પરિવર્તન થયું કે મારો પુત્ર અભિચિકુમાર મને અત્યંત પ્રિયવલ્લભ છે. એ રાજ્ય મેળવીને એમાં આસક્ત બનશે તો દુર્ગતિનો ભાગીદાર બનશે. આથી રાજ્ય મારે મારા ભાણેજ કેશીકુમારને આપવું જોઈએ. રાજાનો નવો વિચાર નિર્ણિત રહ્યો અને રાજ્ય કેશીકુમારને આપી દીધું. અભિચિકુમાર અત્યંત નમ્ર, વિનીત, ગુણ સંપન્ન કુમાર હતા. અમનોજ્ઞ વ્યવહાર હોવા છતાં પણ તે કાંઈપણ ન બોલી શક્યો. પછી યોગ્ય સમયે ઉદાયનરાજાએ દીક્ષા અંગીકાર કરી. મહોત્સવ વગેરે વિસ્તૃત વર્ણન જમાલીના વર્ણન સમાન છે. કેલિરાજા અને પ્રભાવતી રાણી વગેરેએ દીક્ષાની આજ્ઞા આપી. ઉદાયનરાજાએ સંયમ તપનું યોગ્ય વિધિએ પાલન કર્યું. અંતમાં સંપૂર્ણ કર્મક્ષય કરી સમસ્ત દુખોનો અંત કરી દીધો. અભીચિકુમારનું ચંપામાં જવાનું – અભિચિકુમારને કોઈ સમય રાત્રિમાં ચિંતન કરતાં રાજ્ય સંબંધી ધટિત ધટનાની સ્મૃતિ થઈ. માનસિક વેદના વધી અને પિતા ઉદાયનરાજા માટે અત્યંત અપ્રીતિકારક વિચાર ઉત્પન્ન થયો કે હું ઉદાયનનો પુત્ર અને પ્રભાવતીનો આત્મજ છું. મને છોડીને ભાણેજને રાજ્ય આપ્યું. આ મારી સાથે અત્યંત અનુચિત કર્તવ્ય કર્યું. વગેરે સંકલ્પોથી એનું મન ત્યાંથી રાજ્ય છોડીને અન્યત્ર ચાલ્યા જવા માટે થઈ ગયું અને પિતા ઉદાયનના માટે વૈરભાવ પ્રબળ થઈ ગયો.
સંપૂર્ણ તૈયારી કરીને પોતાના પરિવાર અને ધન સામગ્રી સહીત તે ગ્રામાનુ– ગ્રામ થતા ચંપાનગરીમાં રાજા કોણિકની પાસે પહોંચી ગયા અને સુખ– પૂર્વક રહેવા લાગ્યા. અભીચિ શ્રમણોપાસક – સંયોગવશ ત્યાં એને ધાર્મિક સંયોગ પણ મળ્યો. કેમકે કોણિક રાજા પણ ભગવાનના પરમ ભક્ત હતા. અનુક્રમથી અભીચિકુમાર પણ વ્રતધારી જીવાજીવ વગેરે તત્વોના જ્ઞાતા શ્રમણોપાસક બની ગયા. પરંતુ ઉદાયનરાજા પ્રતિ જે વૈરભાવનો સંકલ્પ હતો તેનું પરિમાર્જન ન કર્યું. વિરાધક ગતિ:- શ્રાવકવ્રતોના પૂર્ણ શુદ્ધ-પાલન કરતા અંતિમ સમયમાં એણે સંથારો ગ્રહણ કર્યો. ૧૫ દિવસ ચોવિહારો સંથારો પણ ચાલ્યો. બાહ્ય વિધિ આલોચના શુદ્ધિ આદિ પણ કરી. પરંતુ અંતરમનમાં પિતાના કર્તવ્ય પ્રતિ જે ખટકો હતો વૈરભાવના કણ હતા એનું શુદ્ધિકરણ એ સમયે પણ ન કર્યું. આ કારણે વ્રત પાલન અને વ્રત શુદ્ધિ બધુ નિષ્ફળ ગયું. અસુરકાયના આતાપ જાતિના દેવસ્થાનનું આયુબંધ થયો અને વિરાધક થઈને અસુરકુમાર જાતિમાં દેવરુપમાં ઉત્પન્ન થયા. વિરાધક કેમ ? :- અંતર મનમાં દ:ખ અને ખટક માત્રથી વિરાધક થયા, પરંતુ હિંસા અનબંધી કોઈ સંકલ્પ, રૌદ્રધ્યાન અથવા નિંદા. કદાગ્રહ ન હતા. આ કારણ સંસાર વૃદ્ધિ અને નરક, તિર્યંચ વગેરે ગતિમાં ન ગયા પરંતુ શ્રાવકવ્રત વગેરેના આચરણ પ્રકૃતિ ભદ્રતા, વિનીતતા વગેરે કારણોથી દેવ બન્યા. ભાવોની પૂર્ણ શદ્ધિ પવિત્રતા ન હોવાથી તે ધર્મના વિરાધક બન્યા.
ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સંયમ અંગીકાર કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થશે. શિક્ષા - (૧) રાજા હો અથવા દીક્ષાર્થી હો કેવળ એકપક્ષીય ચિંતનથી નિર્ણય ન લેવો જોઈએ. એના પ્રતિપક્ષી બીજા પાસાનો | વિચાર અવશ્ય કરવો જોઈએ. સાથે આવા ગંભીર વિષયોમાં કોઈ સાથે સલાહ વિચારણા પણ અવશ્ય કરવી જોઈએ. કારણકે હિત
ઈચ્છવા છતાં પણ કોઈનું અહિત થવાનો પ્રસંગ ન બને. | (૨) બીજાની ગમે તેવી ભૂલ અને વ્યવહાર હોય પરંતુ હાર્દિક શુદ્ધિપૂર્વક માફ કરીને શાંત પવિત્ર બની જવું જોઈએ. નહીંતર આપણી બધી સાધનાઓ નિષ્ફળ થઈને વિરાધકપણું અવશ્ય પ્રાપ્ત થાય છે. સામેવાળાનું કાંઈપણ નુકસાન નથી થતું એટલા માટે બાહ્ય વ્યવહારમાં સંથારો, ક્ષમાપના અને વ્રત પાલન હોવા છતાં પણ ભાવોની શાંતિ સમાધિ અને પવિત્રતા નિર્મળતા હોવી આરાધના માટેનું પરમ આવશ્યક અંગ સમજવું જોઈએ. જીવનના સંકલ્પિત ભાવોને અંતિમ સમયે પણ યાદ રાખીને કાઢવા અને માનસિક શુદ્ધિ કરવાનું ક્યારે પણ નહીં ભૂલવું જોઈએ અને ઉપેક્ષા પણ કરવી જોઈએ નહીં.
કેટલાય સાધુ અથવા શ્રાવક દેવસિક, પાક્ષિક, સાંવત્સરિક, ક્ષમાપના વ્યવહારથી તો કરી જ લે છે. પરંતુ કેટકેટલા પ્રતિ એમને મનદુઃખ, ખટકો, નિંદા, તિરસ્કારનો ભાવ, મેલી દષ્ટિ, અશુદ્ધવ્યવહાર, એલર્જી, ચિડ વગેરે ભરેલા હોય છે. તે બધી અયોગ્ય અવસ્થાઓ, સ્થિતિઓ છે. એનાથી સાધનાના પ્રાણ નષ્ટ થાય છે. આવી સ્થિતિમાં તપોનિષ્ટ અને ક્રિયાનિષ્ટપણે નિષ્ફળ જાય છે.
અભીચિકમારના આ કથાનકથી સાધકોને સદા પ્રતિસમય ભાવ શદ્ધિ અને વિચારોની પવિત્રતા માટે જાગૃત રહેવાની કાળજી રાખવી જોઈએ. ત્યારે સાધના– ઓનો સાચો જીવંત આનંદ પ્રાપ્ત થઈ શકે છે.