________________
કથાસાર
jain
131.
ગોશાલક વર્ણન આ ભરત ક્ષેત્રમાં શરવણ નામનું સન્નિવેશ–નગર હતું. એ સન્નિવેશમાં ગોબહુલ બ્રાહ્મણ રહેતો હતો. જે વેદ વગેરેનો જાણકાર હતો. એને એક બહુ જ મોટી ગોશાલા હતી. એકવાર મખલિ નામનો મંખ ભિક્ષાચર પોતાની ભદ્રા પત્ની સાથે ચાલતાં ચાલતાં એ શરવણ નગરીમાં આવ્યો તે ચિત્રફલક(ફોટો- તસ્વીર) હાથમાં રાખીને ભિક્ષા માંગતો હતો. ચાતુર્માસ રહેવાને માટે એણે શોધ કર્યા પછી પણ કોઈ જગ્યા ન મળી. તો એણે ગોબહુલ બ્રાહ્મણની ગોશાલામાં જ ચાર્તુમાસ કર્યું. એની ભદ્રા પત્ની ગર્ભવતી હતી. ત્યાં જ એણે બાળકને જન્મ દીધો બારમા દિવસે એનું અર્થ સંપન્ન નામ રાખ્યું 'ગોશાલક- (ગોશાલામાં જન્મ લેનાર). યુવાન અવસ્થામાં તે ગૌશાલક પણ પિતાની જેમ તસ્વીર હાથમાં લઈને આજીવિકા કરવા લાગ્યો. ભગવાન મહાવીર:- એ કાળમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ માતા- પિતાના દિગંવત થયા પછી પોતાની ગર્ભગત પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી એકલા પોતે જ દીક્ષા અંગીકાર કરી, વિચરણ કરતા પહેલા ચાતુર્માસ અસ્થિક ગ્રામમાં કર્યું. એ વર્ષે ભગવાને નિરંતર ૧૫-૧૫ ઉપવાસની તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો હતો. બીજા વર્ષે ભગવાને મહિના–મહિનાના ઉપવાસની તપસ્યા શરૂ કરી અને બીજું ચોમાસું રાજગૃહી નગરીમાં નાલંદા પાડાની બહાર તંતુવાય શાળાના એક રૂમમાં કર્યું. ગોશાલક અને ભગવાનનો સંયોગ – સંયોગવશ મંખલિ પુત્ર ગોશાલક પણ ફરતાં-ફરતાં એ નગરીમાં એ પાડામાં પહોંચી ગયો. ક્યાં ય પણ રહેવાનું સ્થાન ન મળતાં તે પણ એજ તંતવાય શાળામાં આવીને કોઈ રૂમમાં રહી ગયો.
ભગવાનનું પ્રથમ માસખમણ પૂરું થયું. પારણાં માટે રાજગૃહી નગરીમાં ગયા. ગોચરીમાં ભ્રમણ કરતાં એમણે વિજય શેઠના ઘરમાં પ્રવેશ કર્યો, વિજય શેઠે ભગવાનને આવતાં જોયા, ઉઠીને સામે ગયા અને આદર-સત્કાર વિનય વંદનની સાથે ભગવાનને ભોજનગૃહમાં લઈ ગયા અને શુદ્ધ ભાવોથી પારણા કરાવ્યા. ત્રણે યોગોથી શુદ્ધ નિર્દોષ સુપાત્ર દાન દઈને હર્ષિત થયો. એ સમય એ પરિણામોમાં એણે દેવાયુનો બંધ કર્યો અને સંસાર પરિત કર્યો. એના ઘરમાં પાંચ દિવ્ય વૃષ્ટિ થઈ, જેમાં ધનના(સોનૈયાંના) ઢગલા થઈ ગયા. દેવદુંદુભી વાગી.
નગરમાં વાત ફેલાઈ ગઈ. ગોશાલક પણ સાંભળીને તત્કાલ ત્યાં જોવા આવ્યો. એણે સારી રીતે તે દશ્ય આખોથી જોયું. ગોશાલક અત્યંત પ્રસન્ન અને આનંદિત થયો. ભગવાનને વંદન-નમસ્કાર કરીને બોલ્યો કે હું આજથી આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્ય છો. ભગવાને એનો સ્વીકાર ન કર્યો, નગરમાંથી ચાલતાં પોતાના સ્થાન પર આવીને માસખમણ શરૂ કરી દીધુ, ધ્યાનમાં લીન બની ગયા.
બીજા માસખમણના પારણા આનંદ શેઠના ઘરે થયા. ત્રીજા પારણા સુનંદ શેઠના ઘરે કર્યા. ચોથું પારણું ચોમાસુ સમાપ્ત થવા પર ત્યાંથી વિહાર કરીને કોલ્લાક સન્નિવેશમાં બકલ બ્રાહ્મણના ઘરે કર્યું. બધાં પારણાનાં સ્થાન પર પંચ દિવ્ય વષ્ટિ થઈ. શિષ્યત્વ ગ્રહણ :- ગોશાલકે ભગવાનને ત્યાં ન જોયા તેથી નગરીમાં બહુ જ શોધ્યા પણ ક્યાં ય પત્તો ન લાગ્યો. ત્યારે એણે તંતુવાયશાલામાં આવીને કપડાં, ચંપલ વગેરે બ્રાહ્મણોને આપીને દાઢી-મૂંછ સહિત મસ્તકનું મુંડન કરાવ્યું, પૂર્ણ મુંડીત થઈને ભગવાનની શોધમાં નીકળ્યો અને સીધો કોલાક સન્નિવેશમાં પહોંચ્યો. ત્યાં એણે લોકોના મુખે ભગવાનના પારણા પર પંચદિવ્યવૃષ્ટિની વાર્તા સાંભળી. તે સમજી ગયો કે ભગવાન અહીં જ છે, શોધતાં–શોધતાં તે એ નગરીની બહાર માર્ગમાં જતાં ભગવાનની પાસે પહોંચી ગયો. તેણે પુનઃ વિનય વંદન કરીને ભગવાનને નિવેદન કર્યું કે હું આપનો શિષ્ય છું, આપ મારા ધર્માચાર્ય છો. અત્યંત આગ્રહ લગની અને તેનો દ્રવ્ય પરિવેશ જોઈ ભગવાને એને શિષ્ય રૂપમાં સ્વીકાર કરી લીધો. બંને સાથે સાથે વિચરણ કરતાં સમય વીતવા લાગ્યો. તલનો છોડ – એક વખત થોડોક વરસાદ થયા બાદ સાથે વિહાર કરતાં તે સિદ્ધાર્થ ગ્રામથી કુર્મગ્રામ જઈ રહ્યા હતા. માર્ગમાં ફૂલોથી યુક્ત એક તલનો છોડ જોઈ ગોશાલકે પૂછ્યું કે હે ભગવન્! આ છોડના આ સાત ફૂલના જીવ મરીને ક્યા જાશે? ભગવાને ઉત્તર આપ્યો કે આ છોડની એક ફળીમાં સાત તલ રૂપમાં ઉત્પન્ન થશે. ગોશાલકને આ ઉત્તર રુચિકર ન લાગ્યો અને એને અસત્ય કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. તે કપટ પૂર્વક ભગવાનથી પાછળ રહી ગયો અને છોડને જડ અને માટીથી ઉખાડીને ફેંકી દીધો અને જલ્દી ચાલીને ભગવાનની સાથે થઈ ગયો. થોડીવારમાં જ મૂશળધાર વર્ષા થઈ માટીમાં તે છોડ ફરીથી જામી ગયો અને તે સાત ફૂલના જીવ મરીને એક ફળીમાં સાત તલના રૂપમાં ઉત્પન્ન થઈ ગયા. વૈશ્યાયન તપસ્વીઃ- ભગવાન કૂર્મ ગ્રામની બહાર પહોંચ્યા ત્યાં વૈશ્યાયન બાળ તપસ્વી છઠને પારણે છઠ કરતાં રહેતા હતાં.
એના મસ્તકમાં બહુ જ જૂ પડી ગઈ હતી. તે તાપના કારણે અહીં-તહીં પડતી તો તે તપસ્વી ફરી તેને મસ્તક પર નાખી દેતો હતો. ગોશાલકને તે જોઈને કૂતહલ ઉત્પન્ન થયું. ભગવાનથી નજર ચૂકાવીને તે એની પાસે પહોંચ્યો અને વારંવાર એમ કહીને ચિડાવવા લાગ્યો કે "તું સાધુ છો કે જૂનું ઘર છો" વારંવાર કહેતાં તે તપસ્વીની શાંતિ ભંગ થઈ. એણે ગોશાલક પર તેજોવેશ્યા ફેંકી. એ વેશ્યા ગોશાલકની પાસે પહોંચતા પહેલાં જ ભગવાને શીત લેશ્યાથી એને પ્રતિહત કરી દીધી. ત્યારે તપસ્વીએ તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી અને એણે ભગવાનને જોઈ લીધા અને કહ્યું કે હું જાણી ગયો આ આપનો પ્રભાવ છે. આપે જ મારી વેશ્યાને પ્રતિહત કરી છે. પછી ગોશાલકે ભગવાનને પૂછ્યું કે ભગવન્ આ જૂનું ઘર આપને શું કહી રહ્યો છે? ત્યારે ભગવાને તેજલેશ્યાની વાત સ્પષ્ટ કરી કે હે ગોશાલક! તારી અનુકંપા માટે મેં શીત લેશ્યાથી એની તેજોલેશ્યાને પ્રતિહત કરી. જેનાથી તને કંઈ નુકસાન ન થયું, નહીંતર હમણાં રાખનો ઢગલો થઈ જાત. ગોશાલક સાંભળીને ભયભીત થયો. વંદન નમસ્કાર કરી એણે ભગવાનને પૂછ્યું કે આ તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત થાય છે. ભગવાને તેને છઠ-છઠનાં પારણાં કરીને આતાપના લેવી આદિ સંપૂર્ણ વિધિ બતાવી. ગોશાલકનું પૃથ્થકરણ – થોડો સમય કૂર્મ ગ્રામમાં રહીને ભગવાન અને ગોશાલકે ફરીથી સિદ્ધાર્થ ગ્રામની તરફ વિહાર કર્યો. માર્ગમાં તે તલના છોડનું સ્થાન આવ્યું. ગોશાલકે ભગવાનને પૂર્વની વાત યાદ કરાવીને કહ્યું કે તમે જે કહ્યું હતું તે તો મિથ્યા થઈ ગયું. અહીં તલનો છોડ જ નથી. ઉત્તર દેતાં ભગવાને સ્પષ્ટ કર્યું કે હે ગોશાલક! તે મારા કથન પર શ્રદ્ધા ન રાખતાં પાછળ રહીને તેને ઉખાડીને ફેંકી દીધો હતો. આ સારી ઘટના સંભળાવી અને થોડે જ દૂર ઉભેલ તલના છોડનો નિર્દેશ કરતાં બતાવ્યું કે આ તે જ છોડ