________________
8
આગમ-કથાઓ કોણ જાણે આ ઈંડુ ઉત્પન્ન થશે કે નહિ? આ પ્રકારે શંકા, કંખા, વિચિકિત્સાથી ઘેરાયેલા સાગરદત્તે ઈડાને ઉલટસુલટ કરવા માંડ્યું. કાન પાસે લાવી તેને વગાડવા લાગ્યો. વારંવાર આમ કરવાથી ઈડુ નિર્જીવ બની ગયું. તેમાંથી બચ્યું ન નીકળ્યું. જિનદત્ત શ્રદ્ધાસંપન્ન હતો. તેણે વિશ્વાસ રાખ્યો. યથાસમયે ઇંડામાંથી બચ્યું નીકળ્યું. જિનદત્ત આ જોઈ ખૂબ હર્ષિત થયો. આ છે શ્રદ્ધા અને અશ્રદ્ધાનું પરિણામ. જે સાધક મહાવ્રતમાં, છ કાયમાં શ્રદ્ધાવાન થઈ સાધનામાં પ્રવૃત્ત થાય છે તેને આ ભવમાં માન-સન્માન અને પરભવમાં મુકિત મળે છે. તેનાથી વિપરીત અશ્રદ્ધાળુ સાધક આ ભવમાં નિંદા-ગહૉ અને પરભવમાં અનેક પ્રકારના સંકટો, દુઃખો, પીડાઓ અને વ્યથાઓને પ્રાપ્ત કરે છે. પ્રેરણા - શિક્ષા:ત્રીજા અધ્યયનો મુખ્ય સાર છે 'જિન પ્રવચનમાં શંકા, કંખા કે વિચિકિત્સા ન કરવી. ('તમેવ સર્ચો નીસંક જં જિPહિં પવેઈયં')અર્થાત્ વીતરાગ અને સર્વશે જે તત્વ પ્રતિપાદિત કર્યા છે તે સત્ય છે, તેમાં શંકાને અવકાશ નથી. કષાય અજ્ઞાનને કારણે જ જૂઠું બોલાય છે. આ બે દોષ જેનામાં નથી તેના વચન અસત્ય હોતા નથી. આ પ્રકારની સુદઢ શ્રદ્ધા સહિત સાધનાના પથ પર અગ્રેસર થવાવાળા સાધક જ પોતાની સાધનામાં પૂર્ણ સફળતા મેળવી શકે છે. તેની શ્રદ્ધા જ તેને અપૂર્વ શકિત પ્રદાન કરે છે અને બધાજ વિદ્ગો પર વિજય પ્રાપ્ત કરાવે છે. આથી જ સમ્યગુ દર્શનનું પ્રથમ અંગ અથવા લક્ષણ "નિઃશંકિતતા" કહયું છે. આનાથી ઉલટું જેના અંત:કરણમાં પોતાના લક્ષ્ય કે લક્ષ્ય પ્રાપ્તિના સાધનોમાં વિશ્વાસ નથી, ડામાડોળ ચિત્ત હોય છે, જેની મનોવૃત્તિ ઢચુપચુ હોય છે તેને પ્રથમ તો આંતરિક બળ પ્રાપ્ત નથી થતું. અને કદાચ થાય તો તે તેનો પૂર્ણરૂપે ઉપયોગ નથી કરી શકતો. લૌકિક કે લોકોત્તર કોઈપણ કાર્ય હોય, સર્વત્ર પૂર્ણ શ્રદ્ધા, સમગ્ર ઉત્સાહ અને પરિપૂર્ણ મનોયોગને તેમાં જોડી દેવું આવશ્યક છે. સંપૂર્ણ સફળતાની પ્રાપ્તિ માટે આ અનિવાર્ય શરત છે. પ્રસ્તુત ઉદાહરણમાં બે પાત્ર દ્વારા શ્રદ્ધાનું સુફળ અને અશ્રદ્ધાનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે.
અધ્યયન - ૪ કાચબાનું (કથા) આ અધ્યયનમાં આત્મસાધનાના પથિકો માટે ઇન્દ્રિયગોપનની આવશ્યકતા બે કાચબાના ઉદાહરણ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવી છે. વારાણસી નગરીમાં ગંગા નદીથી ઉત્તરપૂર્વમાં એક વિશાળ તળાવ હતું. નિર્મળ, શીતળ જળથી પરિપૂર્ણ અને વિવિધ જાતિઓનાં કમળોથી આચ્છાદિત તે તળાવમાં અનેક પ્રકારના મચ્છ, કચ્છ, મગર, ગ્રાહ આદિ જળચર પ્રાણી ક્રીડા કરતા હતા. તળાવને લોકો “મૃતગંગાતી રહૃદ” કહેતા હતા. એક વખત સંધ્યાના સમય પછી. લોકોને આવાગમન નહિવત થઈ ગયું ત્યારે તે તળાવમાંથી બે કાચબા આહારની શોધ અર્થે નીકળ્યા. તળાવની આસપાસ ફરવા લાગ્યા. તે સમયે ત્યાં બે શિયાળ આવ્યા. તે પણ આહારની શોધ માટે ભટકી રહયા હતા. શિયાળોને જોઈ કાચબા ગભરાઈ ગયા. આહારની શોધ માટે નીકળતા પોતેજ શિયાળનો આહાર બની જશે તેવી શંકા ઉત્પન્ન થઈ. કાચબામાં એક વિશેષતા હોય છે કે તે પોતાના હાથ, પગ તથા મુખ પોતાના શરીરમાંજ ગોપવી દે છે. તેની પીઠ ઉપર ઢાલ જેવું કઠણ કવચ હોય છે, તેને કોઈ ભેદી શકતું નથી. જેથી તે સુરક્ષિત રહી શકે છે. કાચબાઓએ તેમ જ કર્યું. શિયાળો તેઓને જોઈ તૂટી પડયા. છેદન-ભેદન કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. પ્રાણીઓમાં સૌથી વધુ ચાલાક શિયાળ હોય છે. તેમણે જોયું કે જયાં સુધી કાચબાઓ પોતાના અંગોપાંગ ગોપવીને બેઠા છે ત્યાં સુધી અમારો કોઈપણ પ્રયત્ન સફળ નહિ થાય. તેથી ચાલાકીથી કામ લેવું પડશે. એવું વિચારી બંને શિયાળ કાચબા પાસેથી ખસી ગીચ જાડીમાં ચૂપકીદીથી સંતાઈ ગયા. બે કાચબામાંથી જે ચંચળ પ્રકૃત્તિનો હતો. તે પોતાના અંગોપાંગને લાંબો સમય સુધી ગોપવી ન શકયો. તેણે પગ બહાર કાઢયો. જોતાંની સાથે જ શીઘ્રતાથી શિયાળે એક જાપટ નાખી અને પગ ખાઈ ગયો; કાચબાએ ગર્દન બહાર કાઢી, શિયાળોએ તેને ખાઈ પ્રાણહીન બનાવી દીધો. આ પ્રમાણે પોતાના અંગોનું ગોપન ન કરી શકવાના કારણે કાચબાના જીવનનો કરૂણ અંત આવ્યો. બીજો કાચબો ચંચળ નહોતો તેણે પોતાના અંગો ઉપર નિયંત્રણ રાખ્યું. લાંબા સમય સુધી પોતાના અંગોપાંગનું ગોપન કરી રાખ્યું અને
જ્યારે શિયાળ ચાલ્યા ગયા એમ જાણ્યું ત્યાર પછી ચારે પગને એક સાથે જ બહાર કાઢી શીઘ્રતાપૂર્વક તળાવમાં સુરક્ષિત પહોંચી ગયો. જે સાધક જિનઆશા રુપી ઢાલ નીચે પોતાની ઈન્દ્રીયોને, સંયમને સુરક્ષિત ન રાખતાં, આરંભ પરિગ્રહમાં પ્રવૃતિ કરે છે. તેને મોહ રૂપી શિયાળો એક એક ઈન્દ્રીયો કરી ખાઈ જાય છે. અને તેના સંયમની ધાત કરે છે. પ્રેરણા – શિક્ષા – શાસ્ત્રકાર કહે છે કે જે સાધુ-સાધ્વી દીક્ષા ગ્રહણ કર્યા બાદ પોતાની ઇન્દ્રિયોનું ગોપન નથી કરતા તેની દશા પ્રથમ કાચબા જેવી થાય છે. તે આ ભવ પરભવમાં અનેક પ્રકારના કષ્ટો પામે છે, સંયમ જીવનથી પતિત થઈ જાય છે અને નિંદાગહના પાત્ર બની જાય છે. તેનાથી ઉર્દુ, જે સાધુ-સાધ્વી ઇન્દ્રિયોનું ગોપન કરે છે તે આ ભવમાં જ બધાના વંદનીય, પૂજનીય, અર્ચનીય બને છે અને સંસાર અટવીને પાર કરી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે સાધુ અથવા સાધ્વી, તેમણે પોતાની ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવું જ જોઈએ. ઇન્દ્રિય ગોપનનો અર્થ છે કે ઇન્દ્રિયોને પોતાના વિષયમાં પ્રવૃત્ત ન થવા દેવી. સાધુ-સાધ્વી પોતાની ઇન્દ્રિયોને બંધ કરી રાખે નહિ પણ ઇન્દ્રિય દ્વારા ગૃહિત વિષયમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થવા ન દેવો તેનું નામ ઇન્દ્રિય ગોપન, ઇન્દ્રિય દમન અથવા ઇન્દ્રિય સંયમ છે. આ સાધના માટે મનને સમભાવનો અભ્યાસી બનાવવાનો સદૈવ પ્રયત્ન કરતા રહેવું અનિવાર્ય છે.
અધ્યયન – ૫. શૈલક રાજર્ષિ દ્વારિકા નગરીમાં બાવીસમા તીર્થકર ભગવાન અરિષ્ટનેમિનું પદાર્પણ થયું. કૃષ્ણવાસુદેવ પોતાના વિશાળ પરિવાર સાથે ભગવાનની ઉપાસના કરવા તથા ધર્મદેશના સાંભળવા ગયા. આ દ્વારિકા નગરીમાં થાવચ્ચ નામની એક સંપન ગૃહસ્થ મહિલા રહેતી હતી.