________________
jain
કથાસાર તેનો એકજ પુત્ર જે થાવચ્ચપુત્ર નામથી ઓળખાતો હતો. તે પણ ભગવાનની દેશના શ્રવણ કરવા પહોંચ્યો. દેશના સાંભળી વૈરાગ્યવાસિત બન્યો. માતાએ ખૂબ સમજાવ્યો, આજીજી કરી, કાકલૂદી કરી પણ થાવચ્ચપુત્ર પોતાના નિશ્ચય ઉપર અડગ રહયા. અંતે લાચાર બનીને માતાએ દીક્ષા મહોત્સવ ઉજવવાનું વિચાર્યું. જેને થાવચ્ચપુત્રે મૌનભાવે સ્વીકાર્યું. થાવચ્ચ છત્ર, ચામર આદિ માંગવા શ્રીકૃષ્ણ મહારાજા પાસે ગઈ. શ્રી કૃષ્ણ સ્વયં દીક્ષા મહોત્સવ ઉજવવાનો પ્રસ્તાવ મૂકયો. થાવચ્ચપુત્રની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ જાતેજ તેના ઘરે પહોંચ્યા. સોળ હજાર રાજાઓ અને અર્ધભરતક્ષેત્રના અધિપતિ શ્રીકૃષ્ણનું થાવસ્યના ઘરે આવવું એ તેમની અસાધારણ મહાનત્તા અને નિરઅહંકારિતાનું દ્યોતક છે. થાવચ્ચપુત્રની પરીક્ષા બાદ જ્યારે વિશ્વાસ બેઠો કે આંતરિક વૈરાગ્ય છે ત્યારે શ્રી કૃષ્ણ નગરીમાં ઘોષણા કરાવી કે ભગવાન અરિષ્ટનેમિ પાસે દીક્ષિત થવાવાળાના આશ્રિતજનોનું પાલન પોષણ કરવાની જવાબદારી શ્રી કૃષ્ણ વાસુદેવ વહન કરશે. માટે જેને દીક્ષા લેવી હોય તે નિશ્ચિત પણે લઈ શકે છે. ઘોષણા સાંભળી હજાર જેટલા પુરૂષ થાવસ્યપુત્રની સાથે પ્રવર્જિત થયા. કાલાંતરમાં થાવચ્ચપુત્ર અણગાર, ભગવાન અરિષ્ટનેમિની અનુમતિ લઈ પોતાના સાથી મુનિઓની સાથે દેશ, દેશાંતરમાં વિચરવા લાગ્યા. વિચરતા વિચરતા થાવચ્ચપુત્ર સૌગંધિકા નગરીમાં પધાર્યા. ત્યાંના નગરશેઠ સુદર્શન સાંખ્યધર્મના અનુયાયી અને શુક્ર પરિવ્રાજકના શિષ્ય હતા, છતાં પણ થાવત્સ્યપુત્રની દેશના સાંભળવા ગયા. થાવચ્ચપુત્ર અને સુદર્શન શ્રેષ્ઠીની વચ્ચે ધર્મના આધારે ચર્ચા થઈ. વાર્તાલાપથી સંતુષ્ટ થઈ સુદર્શને જૈનધર્મ અંગીકાર કર્યો. શુક્ર પરિવ્રાજકની જૈન દીક્ષા – શુક્ર પરિવ્રાજકને જયારે આ બનાવની જાણ થઈ ત્યારે તેઓ સુદર્શનને પુનઃ પોતાનો અનુયાયી બનાવવાના વિચારે સૌગન્ધિકા નગરીમાં પધાર્યા. સુદર્શન ડગ્યો નહિ. બને ધર્માચાર્ય (શુક્ર તથા થાવચ્ચપુત્ર) વચ્ચે ધર્મચર્ચા થઈ. શુક્ર પોતાના શિષ્યોની સાથે થાવચ્ચપુત્રની સમીપે ગયા. શુ થાવચ્ચપુત્રને વાકચાતુર્યથી ફસાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ થાવત્સ્યપુત્રે તેનો ગૂઢ અભિપ્રાય સમજી અત્યંત કુશળતા પૂર્વક પ્રત્યુત્તર આપ્યા. અંતે શુક્ર પોતાના શિષ્યોની સાથે થાવચ્ચપુત્રના | શિષ્ય બની ગયા.– દીક્ષિત થયા. શૈલક રાજર્ષિની દીક્ષા :- એક વખત શુક્ર અણગાર શેલકપુર પધાર્યા. ત્યાંના રાજા શૈલકે પહેલેથી જ થાવચ્ચપુત્રના ઉપદેશથી શ્રમણોપાસક ધર્મ સ્વીકાર્યો હતો. આ વખતે તે પોતાના પાંચસો મંત્રીઓની સાથે દીક્ષિત થયા. તેના પુત્ર મંડુકને રાજગાદી ઉપર બેસાડયો. (અહિં પાંચસો કે હજારની સંખ્યાનો અર્થ લગભગ પાંચસો જેટલા તથા હજારની આસપાસની સંખ્યા જેટલા એમ સમજવું, ગણીને પુરા હજાર એમ નહિં. જેમકે કોઈ પ્રસંગથી આવીએ અને કોઈ પૂછે તો આપણે કહીએ કે ૨000 માણસો હતાં). સાધુચર્યા અનુસાર શેલકમુનિ દેશ દેશાંતરમાં વિચરવા લાગ્યા. તેના ગુરૂ શુક્ર મુનિ વિદ્યમાન નહોતા. સિદ્ધગતિ મેળવી ચૂકયા હતા. શૈલકનું સુકોમળ શરીર સાધુ જીવનની કઠોરતા સહી ન શકયું. શરીરમાં દાદ–ખુજલી થઈ ગઈ. પિત્તજવર રહેવા લાગ્યો. જેથી તીવ્ર વેદના થવા લાગી. ભ્રમણ કરતાં શૈલકપુર પધાર્યા. મંડુક દર્શનાર્થે આવ્યો. શૈલક રાજાનું રોગિષ્ટ શરીર જોઈ ચિકિત્સા કરાવવાની | વિનંતિ કરી. શૈલકે સ્વીકૃતિ આપી. ચિકિત્સા થવા લાગી. સ્વાથ્ય સુધરવા લાગ્યું. પરંતુ રાજર્ષિ સરસ આહાર અને
૫. વિહાર કરવાનો વિચાર સરખોય ન આવ્યો. ત્યારે તેના શિષ્યોએ એકત્ર થઈ પંથકને તેમની સેવામાં રાખી બાકી બધાએ વિહાર કરવાનો નિર્ણય કર્યો. રાજર્ષિ ત્યાંજ રહી ગયા, પંથકમુનિ તેમની સેવામાં રહ્યાં બાકી બધા જ શિષ્યો વિહાર કરી ગયા. કાર્તિક સુદ પૂનમનો દિવસ આવ્યો. શૈલક રાજર્ષિ આહાર-પાણી આરોગી નિશ્ચિત બની સૂતા હતા. આવશ્યક - પ્રતિક્રમણ કરવાનું યાદે ય ન આવ્યું. પંથક મુનિ દેવસિક પ્રતિક્રમણ કરી ચાતુર્માસિક પ્રતિક્રમણ કરવા તૈયાર થયા. શૈલક રાજર્ષિને વંદન કરી ચરણ સ્પર્શ કરવા મસ્તક નમાવ્યું. શૈલકમુનિની નિદ્રામાં ભંગ પડતાં ભડકી ઉઠયા. પંથકને કડવા વચનો કહેવા લાગ્યા. પંથકમુનિએ ક્ષમા માગતાં કાર્તિકી ચૌમાસીની યાદી દેવડાવી. રાજર્ષિની ધર્મચેતના જાગૃત થઈ. તેમણે વિચાર્યું – '
રાજ્ય આદિનો પરિત્યાગ કરી મેં સાધુપણું સ્વીકાર્યું અને હવે હું આવો | શિથિલાચારી થઈ ગયો? સાધુને માટે આ શોભતું નથી.' બીજે જ દિવસે શૈલકપુર છોડી પંથકમુનિની સાથે વિહાર કર્યો. આ સમાચાર અન્ય શિષ્યોને મળતાં બધાજ શિષ્યો સાથે મળી આવ્યા. અંતિમ સમયમાં બધા જ મુનિઓને સિદ્ધગતિની પ્રાપ્તિ થઈ. પ્રેરણા - શિક્ષા:(૧) થાવચ્ચ સ્ત્રીનું કૃષ્ણ પાસે જવું અને કૃષ્ણવાસુદેવનું થાવચ્ચપુત્રને ઘરે આવવું એક અસાધારણ ઘટના છે. સંયમની વાત
સાંભળી ઉત્સાહિત થવું, વૈરાગ્યની પરીક્ષા કરવી, શહેરમાં ઢંઢેરો પીટવાવો તેમજ એક હજાર પુરૂષોની સાથે દીક્ષા મહોત્સવ ઉજવવો ઇત્યાદિક બાબતો ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવની અનન્ય ધર્મશ્રદ્ધા અને વિવેક પ્રગટ કરે છે.આ વિવેક
બધાએ અપનાવવા જેવો છે અર્થાત્ દીક્ષા લેનાર પ્રત્યે કેવો વ્યવહાર રાખવો જોઈએ તે આ ઘટના દ્વારા શીખવા મળે છે. (૨) સાંખ્ય મતાનુયાયી સુદર્શને જૈન મુનિ સાથે ચર્ચા કરી શ્રાવકધર્મ સ્વીકાર્યો અને તેના ગુરૂ શુક્ર સન્યાસીએ ચર્ચા કરી સંયમ
સ્વીકાયો. 2જુ અને પ્રજ્ઞ જીવોના આ ઉદાહરણથી જાણવા મળે છે કે માન કષાયથી અભિભૂત થયેલા હોવા છતાં તે આત્માઓ દુરાગ્રહી નહોતા. સત્ય સમજાતાં પોતેજ સર્વસ્વ પરિવર્તન કરી લેતા. આપણે પણ સ્વાભિમાનની સાથે સરલ અને નમ્ર બની દુરાગ્રહોથી દૂર રહેવું જોઈએ અર્થાત્ સત્યને સ્વીકારવામાં હિચકિચાટ કરવો ન જોઈએ, પછી ચાહે તે
પરંપરા હોય કે સિદ્ધાંત. (૩) કયારેક શિષ્ય પણ ગુરૂનું કર્તવ્ય અદા કરે છે. પંથક શિષ્યના વિનય, ભકિત, સેવા, સત્યનિષ્ઠાથી શૈલક રાજર્ષિનું અધઃપતન
અટકી ગયું. (૪) સંયમથી પતિત થતા સાધકનો તિરસ્કાર ન કરતાં તેની યોગ્ય સંભાળ રાખવાથી તેનું ઉત્થાન થઈ શકે છે. તેથી ગુરુ હોય કે
શિષ્ય હોય, વિવેક સભર નિર્ણય કરવો જોઈએ. તિરસ્કાર વૃત્તિ તો હેય છે, એટલે કે અનાચરણીય છે.