________________
આગમ-કથાઓ
16 શ્રમણોપાસક હતા. એક દિવસનો પ્રસંગ હતો. રાજાએ અન્ય અનેક પ્રતિષ્ઠિત જનોની સાથે ભોજન કર્યું. સંયોગવશ તે દિવસે ભોજન ખૂબ સ્વાદિષ્ટ બન્યું. ભોજન કર્યા બાદ ભોજનના સ્વાદિષ્ટપણાથી વિસ્મિત રાજાએ ભોજનની ખૂબ પ્રશંસા કરી. અન્ય લોકોએ તેને ટેકો આપ્યો. સુબુદ્ધિ પ્રધાન તે વખતે હાજર હતા છતાં તેમણે મૌન સેવ્યું. સુબુદ્ધિનું મૌન જાણી રાજાએ વારંવાર ભોજનની પ્રશંસા કરી તેથી સુબુદ્ધિને બોલવું પડ્યું – 'સ્વામિનું! એમાં આશ્ચર્ય જેવું નથી. પુદ્ગલોના પરિણમનના અનેક પ્રકાર હોય છે. શુભ પુદ્ગલ અશુભમાં પરિણમી જાય છે, તેમજ અશુભ પુદ્ગલ શુભમાં પણ પરિણમે. અંતે તો પદગલ જ છે. મને તેમાં આશ્ચર્ય જેવું કંઈ નથી લાગતું.' સબદ્ધિના આ કથનનો રાજાએ આદર ન કર્યો પણ ચુપ રહી ગયા. ચંપા નગરીની બહાર એક ખાઈ હતી. તેમાં અત્યંત અશુચિ દુર્ગન્ધયુકત અને સડેલા મૃત કલેવરોથી વ્યાપ્ત ગંદુ પાણી ભરેલું રહેતું. રાજા જિતશત્રુ પ્રધાનની સાથે ફરવા નીકળતાં આ ખાઈ પાસેથી પસાર થયા. પાણીની દુર્ગધથી તે અકળાઈ ગયા. તેણે વસ્ત્રથી નાક-મુખ ઢાંકી દીધા. તે સમયે રાજાએ પાણીની અમનોજ્ઞતાનું વર્ણન કર્યું. સાથીઓએ તેમાં સૂર પૂરાવ્યો. પરંતુ સુબુદ્ધિ મૌન રહ્યો તે જોઈ રાજાએ વારંવાર ખાઈના દુર્ગન્ધયુકત પાણી માટે કહ્યું ત્યારે સુબુદ્ધિએ પુલના સ્વભાવનું પૂર્વ પ્રમાણે જ વર્ણન કર્યું. રાજાથી તે ન સંભળાયું. તેમણે કહ્યું – સુબુદ્ધિ! તમે કદાગ્રહના શિકાર બન્યા છો અને બીજાને જ નહી પોતાને પણ ભ્રમમાં નાખો છો. સુબુદ્ધિ તે સમયે મૌન રહ્યા અને વિચાર્યું રાજાને સત્ય વચન ઉપર શ્રદ્ધા નથી. તેને કોઈપણ ઉપાયે સન્માર્ગ પર લાવવા જોઈએ. આમ વિચારી તેમણે પૂર્વોકત ખાઈનું પાણી મંગાવ્યું અને વિશિષ્ટ વિધિથી ૪૯ દિવસમાં તેને અત્યંત શુદ્ધ અને સ્વાદિષ્ટ બનાવ્યું. તે સ્વાદિષ્ટ પાણી જ્યારે રાજાને મોકલવામાં આવ્યું અને તેને પીધું. તો તે આસકત બન્યા. પ્રધાનજીએ પાણી મોકલાવ્યું છે તે જાણ્યું ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે કયા કૂવાનું પાણી છે? પ્રધાનજીએ નિવેદન કર્યું કે, 'સ્વામિનું! આ તે જ ખાઈનું પાણી છે જે આપને અત્યંત અમનોજ્ઞ પ્રતીત થયું હતું.' રાજાએ સ્વયં પ્રયોગ કર્યો. સુબુદ્ધિનું કથન સત્ય સિદ્ધ થયું. ત્યારે રાજાએ સુબુદ્ધિને પૂછયું, "સુબુદ્ધિ! તમારી વાત સત્ય છે પણ બતાવો તો ખરા કે આ સત્ય, કથનનું યથાર્થ તત્વ કેવી રીતે જાણ્યું? તમને કોણે બતાવ્યું?" સુબુદ્ધિએ ઉત્તર આપ્યો- સ્વામિનું આ સત્યનું પરિજ્ઞાન મને જિન ભગવાનના વચનોથી થયું છે. વીતરાગવાણીથી જ આ સત્ય તત્વને ઉપલબ્ધ કરી શકયો છું. રાજાએ જિનવાણી શ્રવણ કરવાની અભિલાષા પ્રગટ કરી. સુબુદ્ધિએ તેને ચાતુર્યામ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. રાજા પણ શ્રમણોપાસક બની ગયા. એકદા સ્થવિર મુનિઓનું ચંપામાં પદાર્પણ થયું. ધર્મોપદેશ સાંભળ્યો. સુબુદ્ધિ પ્રધાને દીક્ષા અંગીકાર કરવા અનુજ્ઞા માંગી. રાજાએ થોડો સમય સંસારમાં રહેવા ને પછી સાથે દિક્ષા લેવાનું કહ્યું. સુબુદ્ધિ પ્રધાને તે કથનનો સ્વીકાર કર્યો. બાર વર્ષ પછી બંને સંયમ અંગીકાર કરી અંતે જન્મ-મરણની વ્યથાઓથી મુકત થઈ ગયા. પ્રેરણા- શિક્ષા - પ્રસ્તુત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરૂષ કોઈપણ વસ્તુને ફકત બાહ્ય દષ્ટિથી વિચારતા નથી પણ આત્યંતર તાત્વિક દષ્ટિથી અવલોકન કરે છે. તેની દષ્ટિ તત્વસ્પર્શી હોય છે; તેથી જ તે આત્મામાં રાગદ્વેષની સંભાવના નષ્ટપ્રાય થઈ જાય છે. જ્યારે મિથ્યાદષ્ટિ જીવ ઈષ્ટ–અનિષ્ટ મનોજ્ઞ–અમનોજ્ઞ ઈત્યાદિ વિકલ્પ કરે છે અને સંકલ્પ-વિકલ્પ દ્વારા રાગ-દ્વેષને વશીભૂત થઈ કર્મબંધનો ભાગી બને છે. આ ઉપદેશને અત્યંત સરલ કથાનક દ્વારા વર્ણવવામાં આવ્યો છે. સુબુદ્ધિ અમાત્ય સમ્યગુદષ્ટિ, તત્વજ્ઞ શ્રાવક હતા તેથી અન્યની અપેક્ષાએ તેની દષ્ટિ જુદી જ હતી. સમ્યગુદષ્ટિ આત્મા કોઈપણ વસ્તુના ઉપભોગથી ન તો આશ્ચર્યચકિત થાય કે ન તો શોકમગ્ન થાય. તે પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણી સ્વભાવમાં સ્થિર રહે છે. આ તેનો આદર્શ ગુણ છે. અમુક કુળમાં ઉત્પન્ન થવા માત્રથી શ્રાવકપણું નથી આવતું. આ જાતિગત વિશેષતા નથી. શ્રાવક થવા માટે સૌ પ્રથમ વિતરાગ પ્રરૂપિત તત્વ સ્વરૂપ ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. શ્રધ્ધા સાથે શ્રાવકજીવન સ્વીકાર કર્યા બાદ તેના આત્યંતર તથા બાહ્ય જીવનમાં પરિવર્તન આવી જાય છે. તેની રહેણી કરણી વચન વ્યવહાર આહાર વિહાર સર્વ વ્યવહારોમાં પરિવર્તન આવી જાય છે. આ અનુભવ સુબુદ્ધિપ્રધાન શ્રમણોપાસકના જીવનથી જાણી શકાય છે. આ સૂત્રથી પ્રાચિનકાલમાં રાજા અને તેના મંત્રી વચ્ચે કેવો સંબંધ રહેતો હતો અથવા હોવો જોઈએ તે પણ જાણવા મળે છે.
અધ્યયન – ૧૩ "નન્દ મણિયાર" રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીરનું પદાર્પણ થતાં દુર્દરાવતંસક વિમાનવાસી દુર્દર નામનો દેવ ત્યાં આવ્યો. રાયપરોણીય સૂત્રમાં વર્ણવ્યા અનુસાર સૂર્યાભદેવની જેમ નાટયવિધિ બતાવી પાછો ગયો. ત્યારે ગૌતમસ્વામીએ પ્રશ્ન પૂછયો તેના સંદર્ભમાં ભગવાને તેનો ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં જન્મનો પરિચય આપ્યો, તે નીચે પ્રમાણે છે – રાજગૃહી નગરીમાં નંદ નામનો મણિયાર હતો. ભગવાનનો ઉપદેશ સાંભળી શ્રમણોપાસક બન્યો. કાલાંતરે સાધુ સમાગમ ન થવાથી તેમજ મિથ્યાષ્ટિનો પરિચય વધવાથી તે મિથ્યાત્વી થયો, છતાં તપશ્ચર્યાદિ બાહ્ય ક્રિયાઓ પૂર્વવત્ કરતો હતો. એકદા ગ્રીષ્મઋતુમાં અષ્ટમભકતની તપશ્ચર્યા કરી, પૌષધશાળામાં રહી પૌષધની ક્રિયા કરી. તે દરમ્યાન સખત ભૂખ અને તરસ લાગતાં પૌષધ અવસ્થામાં જ વાવડી–બગીચા આદિનું નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો. બીજે દિવસે વ્રતમાંથી મુકત થયા બાદ રાજા પાસે પહોંચ્યો. રાજાની આજ્ઞા મેળવીને સુંદર વાવડી બનાવાઈ તેની આજુબાજુ બગીચા, ચિત્રશાળા, ભોજનશાળા, ચિકિત્સાલય તથા અલંકારશાળા આદિનું નિર્માણ કરાવ્યું. બહુધા લોકો તેનો ઉપયોગ કરવા લાગ્યા અને નંદમણિયારની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળી નંદ ખૂબ હર્ષિત થયો. વાવડી પ્રત્યે તેની આસકિત અધિકાધિક વધવા લાગી. આગળ જતાં નંદના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. રોગ મુકત કરનાર ચિકિત્સકોને યોગ્ય પુરસ્કાર આપવાની ઘોષણા કરાવી.