________________
jain
15
કથાસાર
પ્રભા, સૌમ્યતા, સ્નિગ્ધતા આદિની દષ્ટિએ અધિક હોય છે અને દિન પ્રતિદિન વૃદ્ધિ પામતો જાય છે. પૂર્ણિમાના દિવસે પોતાની સમગ્ર કલાઓથી ઉદિત થાય છે. મંડળથી પણ પરિપૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એવી જ રીતે જે સાધુ પ્રવ્રજયા અંગીકાર કરી ક્ષમા, શાંતિ, સંતોષ, સરલતા, લઘુતા, બ્રહ્મચર્ય આદિ ગુણોનો ક્રમથી વિકાસ કરે છે તે અંતે પૂર્ણિમાના ચંદ્રની જેમ સંપૂર્ણ પ્રકાશમય બની જાય છે. તેની અનંત આત્મ જ્યોતિ, જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. પ્રેરણા – શિક્ષા:- અધ્યયન સંક્ષિપ્ત છે પણ તેના ભાવ ગૂઢ છે. માનવજીવનનું ઉત્થાન અને પતન તેના ગુણો અને અવગુણો ઉપર અવલંબિત છે. કોઈપણ અવગુણ પ્રારંભે અલ્પ હોય છે. તેની જો ઉપેક્ષા કરવામાં આવે તો અવગુણ ચરમ સીમાએ પહોંચી જાય છે. અંતે જીવનને પૂર્ણ અંધકારમય બનાવી દે છે. તેનાથી ઉર્દુ, મનુષ્ય જો સદ્ગણોની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરે તો અંતે તે ગુણોમાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે. એટલે કે અવગુણને ઉત્પન્ન થતાની સાથે જ ડામી દેવા જોઈએ અને સગુણોના વિકાસ માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ અધ્યયનથી એ જાણવા મળે છે કે દીક્ષા ગ્રહણ કરતાં મુનિ શુકલપક્ષની દ્વિતીયાનો ચંદ્રમા બને છે. પૂર્ણિમાના ચંદ્ર બનવા માટે નિરંતર સાધુના ગુણોનો વિકાસ કરતા રહેવું જોઈએ.આધ્યાત્મિક ગુણોના વિકાસમાં અંતરંગ, બહિરંગ આદિ અનેક પ્રકારના | નિમિત્ત કારણ હોય છે, ગુણોના વિકાસ માટે સગુરુનો સમાગમ બહિરંગ નિમિત્ત કારણ છે તો ચારિત્રાવરણકર્મનો ક્ષયોપશમ અને અપ્રમાદવૃત્તિ અંતરંગ નિમિત્ત કારણ છે. બન્ને પ્રકારના નિમિત્ત કારણોના સંયોગ થી આત્મગુણોના વિકાસમાં સફળતા મળે છે.
અધ્યયન – ૧૧ દાવદ્રવ વૃક્ષ (દષ્ટાંત) MANGROV (ચેરીયા) સમુદ્રના કિનારે સુંદર મનોહર દાવદ્રવ નામના વૃક્ષ હોય છે તે જ્યારે (૧) દ્વીપનો વાયુ વાય છે ત્યારે કોઈ વૃક્ષ અધિક ખીલે છે અને થોડા કરમાઈ જાય છે. (૨) સમદ્રનો વાય વાય છે ત્યારે ઘણા કરમાઈ જાય છે અને થોડા ખીલે છે. (૩) જ્યારે કોઈપણ વાયુ નથી વાતો ત્યારે બધા કરમાઈ જાય છે. (૪) જ્યારે બન્ને વાયુ વાય છે ત્યારે બધા ખીલી ઉઠે છે, સુશોભિત થાય છે.
દાવદ્રવ વૃક્ષની જેમ સહનશીલતાની અપેક્ષાએ સાધુના પણ ચાર પ્રકાર છે. (૧) સ્વતીર્થિક સાધુ-સાધ્વી આદિના પ્રતિકૂળ વચન આદિને સમ્યક્ રીતે સહન કરે પરંતુ અન્યતીર્થિક કે
ગૃહસ્થના પ્રતિકૂળ વચનોને સહન ન કરે. (૨) અન્યતીર્થિકના દુર્વચનોને સમ્યફ પ્રકારે સહન કરે પરંતુ સ્વતીર્થિકોના દુર્વચનને સહન ન કરે (૩) કોઈના પણ દુર્વચનોને સહન ન કરે. (૪) બધાના દુર્વચનોને સમ્યક્ પ્રકારે સહન કરવાવાળા.
સર્વ વિરાધક બધાથી નિમ્ન કક્ષાના શ્રમણ છે.
તેનાથી દેશ આરાધક શ્રેષ્ઠ છે. (૩) તેનાથી દેશ વિરાધક શ્રેષ્ઠ છે.
સર્વ આરાધક બધાથી શ્રેષ્ઠ છે.
(૧) પ્રથમ વિભાગવાળા દેશ વિરાધક છે (૨) દ્વિતીય વિભાગવાળા દેશ આરાધક છે (૩) તૃતીય વિભાગવાળા સર્વ વિરાધક છે. (૪) ચતુર્થ વિભાગવાળા સર્વ આરાધક છે.
દષ્ટાંત દેવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સાધનાને માટે ઉદ્યત બધા સાધકોએ ચોથા વિભાગવાળા દાવદ્રવોની સમાન બની સર્વ આરાધક બનવું જોઈએ. પ્રેરણા - શિક્ષા:
આ અધ્યયનમાં કહેવાયેલ દાવદ્રવ વૃક્ષની સમાન સાધુ છે. દ્વીપના વાયુની સમાન સ્વપક્ષી સાધુ આદિના વચન છે, સમુદ્રના વાયુની સમાન અન્ય તીર્થિકોના વચન છે અને પુષ્પ–કલ આદિની સમાન મોક્ષમાર્ગની આરાધના છે. તેમ સમજવું. જેમ દ્વીપના વાયુના સંસર્ગથી વૃક્ષની સમૃદ્ધિ બતાવી છે તે પ્રકારે સાધર્મિકના દુર્વચન સહેવાથી મોક્ષમાર્ગની આરાધના અને અન્ય તીર્થિકના દુર્વચન ન સહેવાથી વિરાધના સમજવી જોઈએ. અન્ય તીર્થિકોના દુર્વચન ન સહેવાથી મોક્ષમાર્ગની અલ્પ વિરાધના થાય છે. જે પ્રકારે સમૃદ્ધી વાયુના સંસર્ગથી પુષ્પ આદિની થોડી સમૃદ્ધિ અને બહુ અસમૃદ્ધિ બતાવી, તે પ્રકારે પરતીર્થિકોના દુર્વચન સહન કરવા અને સ્વપક્ષના સહન ન કરવાથી થોડી આરાધના અને બહુ વિરાધના હોય છે. બન્નેના દુર્વચન સહન ન કરવાથી, ક્રોધાદિ કરવાથી સર્વથા વિરાધના અને સહન કરવાથી સર્વથા આરાધના થાય છે. તેથી સાધુએ પણ બધા જ દુર્વચન ક્ષમાભાવથી સહન કરવા જોઈએ. તાત્પર્ય એ છે કે દુર્વચન સાંભળીને જેનું ચિત્ત કલુષિત થતું નથી તે હકીકતમાં સહનશીલ કહેવાય છે અને તે આરાધક થાય છે. આ રીતે આરાધક બનવા માટે ક્ષમા, સહિષ્ણુતા, વિવેક, ઉદારતા આદિ અનેક ગુણોની પણ આવશ્યકતા હોય છે. તેથી દુર્વચન સહન કરવા એ મુનિની અનિવાર્ય ફરજ બને છે.
અધ્યયન – ૧૨. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાન (રૂપક કથા). ચંપા નગરીના રાજા જિતશત્રુના સુબુદ્ધિ નામના પ્રધાન હતા. રાજા જિતશત્રુ જિનમતથી અનભિજ્ઞ હતા જ્યારે સુબુદ્ધિ અમાત્ય