________________
- 17
jain
કથાસાર અનેક ચિકિત્સકો આવ્યા, અનેકાનેક ઉપચારો કર્યા છતાં સફળતા ન મળી. અંતે નંદ મણિયાર આર્તધ્યાનવશ થઈ મૃત્યુ પામી વાવડીની આસકિતને કારણે ત્યાંજ દેડકાની યોનિમાં ઉત્પન્ન થયો. ત્યાં પણ વારંવાર લોકોના મુખેથી નંદની પ્રશંસા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વભવના મિથ્યાત્વ સંબંધી પાપનો પશ્ચાતાપ કરી આત્મ સાક્ષીએ પુનઃ શ્રાવકવ્રત અંગીકાર કર્યા. ભગવાન મહાવીર રાજગૃહી નગરીમાં સમોસર્યા. દેડકાને તે સમાચાર જાણવા મળતાં તે પણ ભગવાનના દર્શન કરવા ઉત્કંઠિત થયો. રસ્તામાં જ શ્રેણિકરાજાના સૈન્યના એક ઘોડાના પગ નીચે તે દબાઈ ગયો. જીવનનો અંત નજીક જાણી અંતિમ સમયની વિશિષ્ટ આરાધના કરી મૃત્યુ પામી દેવપર્યાયમાં ઉત્પન થયો. ઉત્પન્ન થતાં જ અવધિજ્ઞાનથી જાણી તુરંત ભગવાનના સમોસરણમાં આવ્યો. દેવગતિનું આયુષ્ય પૂરું કરી મહાવિદેહક્ષેત્રમાં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી, ચારિત્ર અંગીકાર કરી મુકિતપદને મેળવશે. પ્રેરણા – શિક્ષા – પ્રસ્તુત અધ્યયનમાંથી બે શિક્ષા પ્રાપ્ત થાય છે. (૧) સગુરુના સમાગમથી આત્મિક ગુણોની વૃદ્ધિ થાય છે. તેથી સંત સમાગમ કરતા રહેવું જોઈએ. (૨) આસકિત અધ:પતનનું કારણ છે; તેથી સદાય વિરકત ભાવ કેળવવો જાઈએ. વસ્તુ કે વ્યકિતમાં કયારે રાગ-દ્વેષ કે આસકિત પરિણામ ન કરવા.(૩) સંજ્ઞિ ત્રિપંચને જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે છે તથા તે શ્રાવકપણું પણ આદરી શકે છે.(૪) ચારિત્રની ધાત થતાં દર્શનની પણ હાની થાય છે. (૫) પ્રીતી ત્યાં ઉત્પતીનાં ન્યાયે આસકતિમાં ઉતપતી થાય છે.(૬) તિર્થંકરને દુરથી વંદવાથી પણ સુગતિ થાય છે. સમ્યકત્વની ચાર શ્રદ્ધાનું મહત્વ આ અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે. (૧) જિનભાષિત તત્વજ્ઞાનની વૃદ્ધિ કરવી. (૨) તત્વજ્ઞાની સંતોનો સંપર્ક કરવો. (૩) અન્યધર્મીઓની સંગતિનો ત્યાગ કરવો. (૪) સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ ગયેલાનો પરિચય વર્જવો. આ ચાર બોલથી વિપરીત વર્તતા નંદ મણિયાર શ્રાવક ધર્મથી પતિત થઈ ગયા.(કુણીક પણ સાધુ સમાગમ ન થવાથી ધર્મથી ભ્રષ્ટ થયા માટે યથા શકિત નીયમીત સંતોની ઉપાસના તથા જીનવાણીનું શ્રવણ કરવું.) તિર્યંચ ભવમાં પણ જાતે જ શ્રાવક વ્રત ધારણ કરી શકાય તેમજ અંતિમ સમયે આજીવન અનશન પણ જાતે જ કરી શકાય છે, તે આ અધ્યયન દ્વારા ફલિત થાય છે.(શે કંઠસ્થ જ્ઞાન જરૂરી છે? આ પ્રશ્નનો ઉતર અહિં મળે છે. કેવલી ભગવાનનાં જ્ઞાનમાં લોકનાં જે ભાવ દેખાયા તે પરથી જીવ ગતિથી કર્મસંયોગે જો આવી કોઈ પરિસ્થીતીમાં પડી જાય તો ફકત કંઠસ્થ જ્ઞાનનું જ અવલંબન રહે છે. આવું જાણી ભવ્ય જીવોનાં હિતને માટે જ્ઞાન કંઠસ્થ કરવાની પ્રભુની હિતાવહ આજ્ઞા છે.અઢિ દીપની બહાર ચૌદપૂર્વ ધારી ત્રિપંચ શ્રાવકો પણ છે અને કરણી કરી એકભવતારી પણ થાય છે.) શ્રાવક વ્રતમાં સ્થૂલ પાપોનો ત્યાગ છે અને સંથારામાં સર્વથા પાપોનો ત્યાગ હોય છે, તો પણ સંથારામાં તે સાધુ નથી કહેવાતો. બાહ્ય વિધિ, વેષ, વ્યવસ્થા એવં ભાવોમાં સાધુ અને શ્રાવકની વચ્ચે અંતર હોય છે. તેથી સંથારામાં પાપોનો સર્વથા ત્યાગ હોવા છતાં શ્રાવક, શ્રાવક જ કહેવાય છે. સાધુ નહિ.
અધ્યયન – ૧૪ તેટલીપુત્ર પ્રધાન અને પોટીલા તેરમા અધ્યયનમાં બતાવવામાં આવ્યું કે સદગુરુનો સમાગમ પ્રાપ્ત ન થતાં વિદ્યમાન સગુણોનો હ્રાસ થાય છે. જ્યારે આ અધ્યયનમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે સ નિમિત્ત મળતાં અવિદ્યમાન સગુણ પણ વિકસિત થાય છે. તેથી ગુણાનુરાગી આત્માએ તેવા નિમિત્તોને મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેથી પ્રાપ્ત ગુણોનો વિકાસ અને અવિદ્યમાન ગુણોની પ્રાપ્તિ થતી રહે. તેતલપુર નગરના રાજા કનકરથના પ્રધાનનું નામ તેટલીપુત્ર હતું. તે જ નગરમાં મૂષિકાદારક નામનો સોની રહેતો હતો. એક વખત તેટલીપુત્રે તે સોનીની સુપુત્રી પોટીલાને ક્રીડા કરતાં જોઈ, જોતાંજ તે તેમાં આસકત બન્યો. પત્નીના રૂપે માંગણી કરી. શુભ મુહૂર્ત બન્નેના લગ્ન થઈ ગયા. ઘણા સમય સુધી બન્ને પરસ્પર અનુરાગી રહ્યા પણ કાલાંતરે સ્નેહ ઘટવા માંડયો. એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કે તેટલીપુત્રને પોટીલાના નામથી ધૃણા થવા લાગી. પોટીલા ઉદાસ અને ખિન રહેવા લાગી. તેનો નિરંતર ખેદ જાણી તેટલીપુત્રે કહ્યું – તું ઉદાસીનતા છોડી દે. આપણી ભોજનશાળામાં પ્રભૂત ભોજન-પાણી, ફળ મેવા મુખવાસ અને સ્વાદિમ તૈયાર કરાવી શ્રમણ, માહણ, અતિથિ અને ભિખારીઓને દાન આપી પુણ્ય ઉપાર્જન કરો."પોટીલાએ તે પ્રમાણે કર્યું. સંયોગોવશાત્ એક વખત તેતલપુરમાં સુવ્રતા આર્યાનું આગમન થયું. ગોચરી અર્થે તેતલપુત્રના ઘરે પધાર્યા. પોટીલાએ આહારાદિ
9ઓને વિનંતિ કરી કે – "હું તેટલીપુત્રને પહેલાં ઇષ્ટ હતી, હવે અનિષ્ટ થઈ ગઈ છે. તમે તો ખૂબ ભ્રમણ કરો છો. તમારો અનુભવ પણ બહોળો હોય છે, તો કોઈ કામણ ચૂર્ણ કે વશીકરણ મંત્ર બતાવો જેથી હું તેટલીપુત્રને પૂર્વવત્ આકૃષ્ટ કરી
સાધ્વીજીઓને આ વાતોથી શો ફાયદો? પોટીલાનું કથન સાંભળતાં જ બન્ને કાનને હાથથી દબાવી દીધા અને કહ્યું કે હે "દેવાનુપ્રિયા અમે બ્રહ્મચારીણી છીએ. અમને આ વાતો સાંભળવી પણ કલ્પતી નથી તમે ઇચ્છો તો તમને સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ સંભળાવીએ." પોટીલાએ ધર્મોપદેશ સાંભળી શ્રાવિકાધર્મ સ્વીકાર્યો. તેનાથી તેને નૂતન જીવન મળ્યું. તેનો સંતાપ શમ્યો. ધર્મ પ્રત્યે રુચિ થઈ. ત્યારબાદ સંયમ લેવાનો સંકલ્પ કર્યો. તેટલીપુત્ર પાસે અભિલાષા વ્યકત કરી. ત્યારે તેતલપુત્રે કહ્યું – “તમે સંયમ પાળી આગામી ભવમાં અવશ્ય દેવલોકમાં જશો. ત્યાંથી મને પ્રતિબોધવા આવજો. આ વચન સ્વીકારો તો અવશ્ય અનુમતિ આપીશ." પોટ્ટીલાએ શરતનો સ્વીકાર કર્યો. તે દીક્ષિત થઈ ગઈ. સંયમ પાળી આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકમાં ઉત્પન્ન થઈ. તેતલપુરનો રાજા રાજ્યમાં અત્યંત વૃદ્ધ અને સત્તા લોલુપ હતો. તેનો દીકરો યુવાન થતાં તેનું રાજ્ય ઝૂંટવી ન લે તેથી જન્મતાં જ બાળકોને વિકલાંગ કરી નાખતો. તેની આ ક્રૂરતા રાણી પદ્માવતીથી સહન ન થઈ. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે ગુપ્ત રીતે તેટલીપુત્રને અંતઃપુરમાં બોલાવી, ભવિષ્યમાં થવાવાળા સંતાનની સુરક્ષા માટે મંત્રણા કરી. અંતે નક્કી કરવામાં આવ્યું કે જો પુત્ર હોય તો રાજાની નજર ચૂકવી તેટલીપુત્રના ઘરે જ પાલન પોષણ કરવામાં આવશે. સંયોગવશ જે દિવસે રાણી પદ્માવતીએ પુત્રને જન્મ આપ્યો તે સમયે તેટલીપુત્રની બીજી પત્નીએ મૃત કન્યાને જન્મ આપ્યો. પૂર્વકૃત