________________
jain
157
૧૬. ચારે તીર્થના ગુણગ્રામ કરે, અન્યતીર્થના ગુણગ્રામ કરે નહીં. ૧૭. સૂત્ર–સિદ્ધાંત સાંભળે પરંતુ પ્રમાદ કરે નહીં. ૧૮. કોઈ નવો માણસ ધર્મ પામ્યો હોય તેને યોગ્ય સહાય કરે, જ્ઞાન શીખવે. ૧૯. ઉભય સંધ્યા કાલ પ્રતિક્રમણ કરે, પ્રમાદ કરે નહીં.
૨૦. સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ રાખે, વૈર–વિરોધ કોઈથી રાખે નહીં.
૨૧. શક્તિ પ્રમાણે તપસ્યા અવશ્ય કરે અને જ્ઞાન શીખવામાં પરિશ્રમ કરે.
તૃતીય પ્રકારે : ૨૧ લક્ષણ :
૧. અલ્પ ઇચ્છા- ઇચ્છા-તૃષ્ણાને ઓછી કરવાવાળો હોય.૨. અલ્પ આરંભી– હિંસાકારી પ્રવૃત્તિઓને ઓછી કરવાવાળો હોય. ૩. અલ્પ પરિગ્રહી– પરિગ્રહને ઓછો કરવાવાળો હોય.૪. સુશીલ– આચારવિચારની શુદ્ધતા રાખવાવાળો શીલવાન હોય. ૫. સુવ્રતી– ગ્રહણ કરેલા વ્રતોનું શુદ્ધતાપૂર્વક પાલન કરવાવાળો હોય. ૬. ધર્મનિષ્ઠ– ધર્મ કાર્યોમાં નિષ્ઠા રાખવાવાળો હોય. ૭. ધર્મપ્રવૃત્તિ– મન વચન કાયાથી ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરવાવાળો હોય.
૮. કલ્પ ઉગ્રવિહારી– ઉપસર્ગ આવવા પર પણ મર્યાદાની વિરુદ્ધ કાર્ય ન કરવાવાળો હોય.
૯. મહાસંવેગ– નિવૃત્તિ માર્ગમાં લીન રહેવાવાળો હોય. ૧૦. ઉદાસીન– સંસારની પ્રવૃત્તિઓ પ્રત્યે ઉદાસીનતા રાખવાવાળો હોય. ૧૧. વૈરાગ્યવાન– આરંભ–પરિગ્રહને છોડવાની ઈચ્છા રાખવાવાળો હોય.૧૨. એકાંતઆર્ય– નિષ્કપટી, સરળ સ્વભાવી હોય. ૧૩. સમ્યગમાર્ગી– સભ્યજ્ઞાન–દર્શન–ચારિત્રના માર્ગપર ચાલવાવાળો હોય. ૧૪. સુસાધુ- આત્મસાધના કરવાવાળો હોય. ૧૫. સુપાત્ર- સદ્ગુણ તેમજ સમ્યગ્ જ્ઞાનને સુરક્ષિત રાખવાવાળો હોય.
૧૬. ઉત્તમ– સદ્ગુણોથી યુક્ત તેમજ સદ્ગુણાનુરાગી હોય.
૧૭. ક્રિયાવાદી– શુદ્ધ ક્રિયા કરવાવાળો હોય.૧૮. આસ્તિક– દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન આસ્થાવાન હોય. ૧૯. આરાધક– જિનાજ્ઞા અનુસાર ધર્મની આરાધના કરવાવાળો હોય.૨૦. પ્રભાવક– જિન શાસનની પ્રભાવના કરવાવાળો હોય. ૨૧. અરિહંત શિષ્ય– અરિહંત ભગવાન પ્રત્યે શ્રદ્ધા ભક્તિ કરવાવાળો તેમજ તેમણે બતાવેલા માર્ગ પર ચાલવાવાળો હોય.
ચતુર્થ પ્રકારે : ૨૧ ગુણો :
૧. અશુદ્ર– ગંભીર સ્વભાવી હોય. ૨. રૂપવાન– સુંદર, તેજસ્વી અને સશક્ત શરીરવાળો હોય. ૩. પ્રકૃતિ સૌમ્ય– શાંત, દાંત, ક્ષમાવાન અને શીતલ સ્વભાવી હોય.
૪. લોકપ્રિય– ઇહલોક પરલોકના વિરુદ્ધ કાર્ય કરવાવાળો ન હોય.૫. અક્રૂર- ક્રૂરતા રહિત, સરળ તેમજ ગુણગ્રાહી હોય. ૬. ભીરુ— લોક અપવાદ, પાપકર્મ તેમજ અનીતિથી ડરવાવાળો હોય.૭. અશઠ– ચતુર તેમજ વિવેકવાન હોય. ૮. સુદક્ષિણ– વિચક્ષણ તેમજ અવસરનો જાણકાર હોય.૯. લજ્જાળુ– કુકર્મો પ્રત્યે લજ્જાશીલ હોય. ૧૦. દયાળુ– પરોપકારી તેમજ બધા જીવો પ્રત્યે દયાશીલ હોય.
૧૧. મધ્યસ્થ− અનુકૂળતા, પ્રતિકૂળતામાં સમભાવ રાખવાવાળો હોય.૧૨. સુદષ્ટિ- પવિત્ર દષ્ટિવાળો હોય. ૧૩. ગુણાનુરાગી— ગુણોનો પ્રેમી તેમજ પ્રશંસક હોય.૧૪. સુપક્ષયુક્ત– ન્યાય અને ન્યાયીનો પક્ષ લેવાવાળો હોય. ૧૫. સુદીર્ઘદષ્ટિ- દૂરગામી દષ્ટિવાળો હોય. ૧૬. વિશેષજ્ઞ– જીવાદિ તત્ત્વોનો તેમજ હિત અહિતનો શાતા હોય. ૧૭. વૃદ્ધાનુગ– ગુણવૃદ્ધ તેમજ વયોવૃદ્ધનો આશાપાલક હોય.૧૮. વિનીત– ગુણીજનો, ગુરુજનો પ્રત્યે વિનમ્ર હોય. ૧૯. કૃતજ્ઞ– ઉપકારને ભૂલવાવાળો ન હોય. ૨૦. પરહિત કર્તા– મન, વચન, કાયાથી બીજાઓનું હિત કરવાવાળો હોય. ૨૧. લબ્ધલક્ષ્ય- લક્ષ્ય પ્રાપ્તિને માટે અધિકાધિક શાસ્ત્રોનું જ્ઞાન કરવાવાળો હોય.
નોટ અલગ–અલગ અપેક્ષાથી ભિન્નભિન્ન પ્રકારે ૨૧ ગુણોનું સંકલન કર્યું છે.
ઔષધ ઉપચારમાં વિવેક
કથાસાર
રોગનાં ઉદયમાં,અશાતામાં શ્રાવકોએ ભયભીત અને આત્યંત ન થતાં, પૂર્વ કર્મનો ઉદય જાણી ઉપચારમાં પણ અહિંસક રહેવું જોઈએ. કોડ લીવર ઓઈલ(માછલીનું તેલ), લસણ, ઘઉંનાં જવારાનો રસ .બીટ,ગાજર.જેવા અતિ પાપમય ઉપચારો ન કરવા જોઈએ. અને પોતાનો અનુકંપાનો ભાવ કાયમ રાખવો જોઈએ.
મોટી ઉમરેં તો પોતાના ત્રીજા મનોરથનો અવસર જાણી એ દિશામાં આગળ વધવુ જોઈએ.
॥ શ્રાવકાચાર સંબંધી પરિશિષ્ટો સંપૂર્ણ નિગ્રંથ સ્વરૂપઃ ૬ નિયંઠા
[ભગવતી સૂત્ર : શતક–૨૫, ઉદ્દેશક–૬] સંક્ષિપ્ત પરિચય :
આ ઉદ્દેશકમાં છ પ્રકારના નિગ્રંથોનું સ્વરૂપ ૩૬ દ્વારના માધ્યમથી કર્યું છે.
નિગ્રંથ :- રાગ દ્વેષાદિ ગ્રંથિથી જે રહિત હોય, તે ગ્રંથિનો નાશ કરવા માટે જે પુરુષાર્થશીલ હોય, તે નિગ્રંથ કહેવાય છે, તે સર્વવિરતિ સાધુ હોય છે. તેની વિવિધ અવસ્થાઓના આધારે શાસ્ત્રકારે તેના છ પ્રકાર કહ્યા છે.
(૧) પુલાક : પુલાક નામની લબ્ધિના પ્રયોગથી મૂળગુણ અને ઉત્તરગુણમાં દોષ સેવન કરીને જે પોતાના ચારિત્રને શાળના પૂળાની જેમ નિઃસાર બનાવી દે છે, તેને પુલાક કહે છે. તે નિગ્રંથ સંઘ કે શાસન પર કોઈ આપત્તિ આવે ત્યારે લબ્ધિના પ્રયોગથી ચક્રવર્તીને પણ શિક્ષા આપી શકે છે, દંડિત કરી શકે છે અને તે નિગ્રંથ, પુલાક લબ્ધિના પ્રયોગ દ્વારા અંતર્મુહૂર્તમાં આપત્તિનું નિવારણ કરી શકે છે. તે નિગ્રંથનું ગુણ સ્વરૂપ પાણીથી ભરેલી મશકનું મુખ ખોલી નાખવા સમાન છે. જે રીતે મશકનું મુખ ખોલતાની સાથે જ પાણી શીઘ્રતાથી બહાર નીકળી જાય છે, તે જ રીતે પુલાક લબ્ધિ પ્રયોગના સમયે તેના સંયમપર્યવોનો શીઘ્રતાથી હ્રાસ થાય છે. જો