________________
આગમ-કથાઓ
158
અંતર્મુહૂર્તમાં જ તેની આલોચના વગેરે કરીને શુદ્ધ થઈ જાય તો કષાયકુશીલ નિગ્રંથપણું પામે છે, અન્યથા ખાલી મશકની જેમ તે અસંયમ અવસ્થાને પામે છે.
(૨) બકુશ :– સંયમ સ્વીકાર્યા પછી માનસિક શિથિલતાથી, અસહનશીલતાથી કે શરીરની આસક્તિથી ચારિત્ર પાલનમાં પ્રમાદનું સેવન કરતાં ઉત્તરગુણમાં દોષોનું સેવન કરીને જે સાધુ પોતાના ચારિત્રને શબલ એટલે કાબર ચિતરું બનાવી દે છે તેને બકુશ કહે છે. તે સાધુ પોતાના શરીરની કે ઉપકરણોની વિભૂષા કરવા અનેક પ્રકારે દોષોનું સેવન કરે છે.
બકુશ નિગ્રંથનું સ્વરૂપ પાણીની ટાંકીમાં તિરાડોની સમાન છે. ટાંકીમાં ઉપરથી પાણી ભરાઈ રહ્યું હોય અને નાની નાની તિરાડમાંથી પાણી બહાર વહી રહ્યું હોય, તે સમયે તિરાડ નાની નાની હોવાથી પાણી ભરવાનું ચાલુ હોવાથી પાણીનું સંરક્ષણ અને વિતરણ બંને કાર્યવાહી ચાલે છે. વ્યક્તિ જો તેની ઉપેક્ષા કરે, તિરાડ મોટી થઈ જાય અને પાણીની જાવક વધી જાય તો કાર્ય અટકી જાય છે. તે જ રીતે બકુશ નિગ્રંથ ઉત્તરગુણમાં દોષસેવન કરે છે છતાં જ્ઞાનાદિની આરાધના ચાલુ હોવાથી તેના સંયમ પર્યાવો જળવાઈ રહે છે અને જીવનપર્યંત પણ આ પરિસ્થિતિ ટકી શકે છે પરંતુ મોટી તિરાડની જેમ જો દોષસેવનની માત્રા વધી જાય, અશુભલેશ્યાના પરિણામો આવી જાય તો તે અસંયમભાવને પામે છે.
=
કુશીલ :– મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવનથી અથવા સંજ્વલન કષાયના ઉદયથી જેનું ચારિત્ર દૂષિત થયું હોય તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ.
(૩) પ્રતિસેવનાકુશીલ :– પ્રમાદ આદિના નિમિત્તથી મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષનાં સેવનથી જે પોતાના ચારિત્રને દૂષિત બનાવે, તેને પ્રતિસેવનાકુશીલ કહે છે.
તે પાણીની ટાંકીમાં છિદ્ર પડવા સમાન છે. જે રીતે છિદ્રને ટૂંક સમયમાં પૂરી દેવામાં આવે, તો કાર્યવાહી યથાવત્ ચાલતી રહી શકે પરંતુ બેદરકારીથી છિદ્ર મોટું થઈ જાય, તો પાણી શીઘ્ર ખાલી થઈ જાય છે. તે જ રીતે આ નિગ્રંથ પણ દોષસેવનની મર્યાદામાં રહે, યથાસમય દોષ શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય રાખે ત્યાં સુધી તેનો સંયમભાવ રહે છે અન્યથા દોષસેવનની મર્યાદાનું ઉલ્લંઘન કરે, શુદ્ધિનું કે પ્રાયશ્ચિત્તનું લક્ષ્ય ન રાખે અથવા અશુભ લેશ્યાના પરિણામો આવી જાય તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. (૪) કષાયકુશીલ -- તે સાધુ મૂળગુણ કે ઉત્તરગુણમાં દોષ સેવન કરતા નથી. તે મહાવ્રત, સમિતિ, ગુપ્તિનું યથાર્થ પાલન કરે છે. તેમ છતાં માત્ર સંજ્વલન કષાયના ઉદયના કારણે જેનું ચારિત્ર કંઈક અંશે દૂષિત થાય છે તેને કષાયકુશીલ કહે છે. (૫) નિગ્રંથ :– રાગ દ્વેષની ગ્રંથીનો સર્વથા ઉપશમ અથવા ક્ષય થયો હોય તેવા છદ્મસ્થ વીતરાગી સાધકને નિગ્રંથ કહે છે. તેમાં અગિયારમું અને બારમું બે ગુણસ્થાન હોય છે. અગિયારમા ગુણસ્થાને ઉપશાંત વીતરાગ અને બારમા ગુણસ્થાને ક્ષીણ વીતરાગ હોય છે.
(૬) સ્નાતક :– · જેનું ચારિત્ર અખંડ છે, જે ચાર ઘાતિકર્મથી રહિત છે, તેવા કેવળી ભગવાનને સ્નાતક કહે છે. તેમાં તેરમું અને ચૌદમું બે ગુણસ્થાન હોય છે.
આ રીતે છ પ્રકારના નિગ્રંથો ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામી હોય છે. સૂત્રકારે તેના ભેદ–પ્રભેદ વગેરેનું ૩૬ દ્વારથી વિસ્તૃત વર્ણન કર્યું છે.
પ્રત્યેક નિગ્રંથના પાંચ-પાંચ ભેદ :
નિગ્રંથ :મિથ્યાત્વાદિ આપ્યંતર ગ્રંથી અને ધન-ધાન્યાદિ બાહ્ય ગ્રંથિથી રહિત સર્વ વિરત શ્રમણોને નિગ્રંથ કહે છે. ચારિત્ર મોહનીયકર્મના ક્ષયોપશમની વિચિત્રતાના કારણે છ ભેદોમાં તેનું વર્ણન આ પ્રમાણે છે–
(૧) પુલાક :– શાળ—ચોખાના પૂળામાં સારભાગ અલ્પ અને ઘાસ, માટી આદિ નિઃસાર ભાગ અધિક હોય, તેમ જેના ચારિત્રમાં સાર ભાગ અલ્પ અને નિઃસાર ભાગ અધિક હોય તેને પુલાક કહે છે. સંયમ પ્રાપ્તિના સમયે સાધક, કષાય કુશીલ નિયંઠાને પ્રાપ્ત થાય છે. તેની સંયમ સાધનાથી સંયમ પર્યાયોની વૃદ્ધિ થાય અને નવ પૂર્વના જ્ઞાનની પ્રાપ્તિ થાય, ત્યાર પછી નિર્દોષ ચારિત્રનું પાલન કરનાર કેટલાક સાધકોને પુલાક નામની લબ્ધિ પ્રગટ થાય છે. તે સાધુ કોઈ આવશ્યક પ્રસંગે અથવા જ્ઞાન, દર્શનાદિ પ્રયોજનથી તે લબ્ધિનો પ્રયોગ કરે છે. લબ્ધિપ્રયોગ અવસ્થામાં અંતર્મુહૂર્ત માટે તેને પુલાક નિગ્રંથ કહે છે.
આ નિગ્રંથ, ચતુર્વિધ સંઘ આદિ પર આવેલી આપત્તિને દૂર કરવા માટે અન્ય કોઈ માર્ગ ન હોય, ત્યારે અનિવાર્ય સંયોગોમાં લબ્ધિ પ્રયોગ દ્વારા ચક્રવર્તી, રાજા આદિને પણ ભયભીત કરી શકે છે, દંડ આપી શકે છે. તેના સંયમમાં મૂળગુણ પ્રતિસેવના અને ક્યારેક ઉત્તરગુણ પ્રતિસેવના પણ થાય છે. લબ્ધિ પ્રયોગ સમયે આવેશ, અક્ષમાભાવ વગેરે અનેક નાના—મોટા દોષ સેવનથી તેનું ચારિત્ર નિઃસાર થઈ જાય છે.
લબ્ધિ પ્રયોગના અંતર્મુહૂર્તમાં જો તે સાધુ લબ્ધિથી નિવૃત્ત થઈ જાય તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે અને જો નિવૃત્ત ન થાય તો અસંયમ અવસ્થાને પ્રાપ્ત કરે છે. લબ્ધિપ્રયોગના પ્રયોજનોના આધારે પુલાકના પાંચ પ્રકાર છે. જ્ઞાનપુલાક :– જ્ઞાન− અધ્યયનના વિષયમાં કોઈ દ્વારા કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, યથા- રાજ્યમાં રાજા આદિ જ્ઞાનપ્રાપ્તિમાં બાધક બનતા હોય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે પુલાક લબ્ધિનો પ્રયોગ કરે, તેને જ્ઞાનપુલાક કહે છે. દર્શનપુલાક :– દર્શન અર્થાત્ શ્રદ્ધા, પ્રરૂપણાના વિષયમાં કોઈ દ્વારા, કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, તે પરિસ્થિતિને દૂર કરવા માટે લબ્ધિ પ્રયોગ કરે છે, તેને ‘દર્શનપુલાક’ કહે છે.
=
=
રાજાદિ ચારિત્રપાલનમાં વિક્ષેપ કરે, કોઈ ઉપદ્રવાદિ કરે, ત્યારે તે પરિસ્થિતિમાં પુલાકલબ્ધિનો પ્રયોગ કરે તેને
ચારિત્રપુલાક ચારિત્ર પુલાક કહે છે.
લિંગ પુલાક :– જૈન શ્રમણની આવશ્યક વેશભૂષા અને ઉપધિના વિષયમાં કોઈ પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય, ત્યારે તે વિકટ પરિસ્થિતિના નિવારણ માટે લબ્ધિ પ્રયોગ કરે, તેને લિંગપુલાક કહે છે.