SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ jain 159 કથાસાર યથાસૂક્ષ્મ પુલાક :– અન્ય વિવિધ કારણોથી, સંઘ અથવા સાધુ, શ્રાવક, દીક્ષાર્થી આદિ કોઈ વ્યક્તિ પર આવેલી વિકટ પરિસ્થિતિના નિવારણ માટે પુલાક લબ્ધિનો પ્રયોગ ક૨ે તે યથાસૂક્ષ્મ પુલાક કહેવાય છે. ‘પુલાક’ નામ જ પુલાક લબ્ધિપ્રયોગને સૂચિત કરે છે. તેના પ્રત્યેક ભેદમાં પુલાકલબ્ધિનો પ્રયોગ અવશ્ય થાય છે. તેમજ તેની લેશ્યા, સ્થિતિ, ગતિ, ભવ, આકર્ષ, અંતર, પ્રતિસેવના, લિંગ, સંયમપર્યવો, સમુદ્દાત આદિ દ્વારના વર્ણનથી સ્પષ્ટ છે કે પુલાક નિગ્રંથ લબ્ધિ પ્રયોગના સમયે જ હોય છે. મૂળપાઠમાં પણ પુલાકના પાંચ ભેદ પુલાક લબ્ધિથી સંબંધિત છે. (૨) બકુશ :– બકુશ અર્થાત્ શબલ-કાબર ચિતરું—ચિત્રવિચિત્ર. જેનું ચારિત્ર, દોષસેવન રૂપ અશુદ્ધિથી મિશ્રિત હોય તેને બકુશ નિગ્રંથ કહે છે. દોષસેવનના નિમિત્તથી તેના બે ભેદ છે. શરીરબકુશ અને ઉપકરણ બકુશ. = ૧. શરીર બકુશ :– શરીરની શોભા વિભૂષાને માટે હાથ, પગ, મુખ આદિ સાફ કરે, આંખ, કાન, નાક આદિનો મેલ દૂર કરે, નખ, કેશ આદિ અવયવોને સુસજ્જિત કરે, દાંત આદિને રંગે, ઇત્યાદિ પ્રવૃત્તિના સેવનથી જે શ્રમણ કાયગુપ્તિથી રહિત હોય, તે શરીર બકુશ છે. ૨. ઉપકરણ બકુશ :– સંયમી જીવનના આવશ્યક ઉપકરણોની આસક્તિથી તેની શોભા વિભૂષામાં પ્રવૃત્તિશીલ બને, અકાલમાં વસ્ત્ર, પાત્રાદિ વારંવાર એ રંગે, નિષ્કારણ પાત્રાદિ પર રોગાન લગાવે, અવનવી ડીઝાઈનો કરે, ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરે, તેને ઉપકરણ બકુશ કહે છે. આ બંને પ્રકારના બકુશ ઋદ્ધિ અને યશના કામી હોય છે. તે સતત શાતાની જ કામના કરે છે, તેથી તે સાધુ જીવનના કર્તવ્ય અનુષ્ઠાનોમાં પૂર્ણ સાવધાન રહી શકતા નથી. તે નિગ્રંથો મૂળગુણમાં દોષનું સેવન કરતા નથી. તેની દોષની પ્રવૃત્તિ, ઉત્તર ગુણની સીમા પર્યંતની જ હોય છે અને તે શિથિલ માનસિક વૃત્તિથી જન્મેલી હોય છે. જો દોષનું સેવન ક્રમશઃ વધતું જાય અને મૂળગુણની વિરાધના કરે તો પ્રતિસેવના કુશીલ અથવા અસંયમભાવને પ્રાપ્ત કરે છે. જો દોષની શુદ્ધિ કરી લે તો કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. અથવા સૂક્ષ્મદોષોની પ્રવૃત્તિ ચાલુ રાખે અને સંયમ આરાધનામાં તત્પર બની જાય તો જીવનપર્યંત બકુશપણે રહી શકે છે. બંને પ્રકારના બકુશના પાંચ પ્રકાર છે— આભોગ બકુશ :– સંયમ વિધિ, શાસ્ત્રાજ્ઞા તેમજ દોષ પ્રવૃત્તિઓના પરિણામને જાણવા છતાં શિથિલવૃત્તિથી અને બેદરકારીથી દોષસેવન કરે તે આભોગ બકુશ છે. અનાભોગ બકુશ :– જે સંયમ વિધિ કે શાસ્ત્રાજ્ઞાને જાણ્યા વિના, પોતાની પ્રવૃત્તિના સારાસારનો વિચાર કર્યા વિના અનુકરણવૃત્તિથી, દેખાદેખીથી તથાપ્રકારના સંગથી દોષનું સેવન કરે છે તે અનાભોગ બકુશ છે. સંવૃત્ત બકુશ :– ગુપ્ત રીતે દોષ સેવન કરે કે કોઈ પણ બકુશ પ્રવૃત્તિ કરે, તે સંવૃત્ત બકુશ છે. અસંવૃત્ત બકુશ :– દુઃસાહસથી, શરમ કે સંકોચ વિના પ્રગટ રૂપે દોષ સેવન કરે, તે અસંવૃત્ત બકુશ છે. યથાસૂક્ષ્મ બકુશ :- જે આળસ, નિદ્રા, પ્રમાદાદિના કારણે સાધુ સમાચારીના પાલનમાં ઉત્સાહ રહિત, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત, અનાવશ્યક પદાર્થોનું સેવન કરનાર ઇત્યાદિ અનેક રીતે દોષ સેવન કરે, તે યથાસૂક્ષ્મબકુશ છે. સંક્ષેપમાં જે પ્રવૃત્તિઓથી વિનય, વૈરાગ્ય, ઇન્દ્રિય દમન, ઇચ્છાનિરોધ, જ્ઞાન, તપ આદિ સંયમ ગુણોમાં અવરોધ થાય તેવી પ્રવૃત્તિઓ કરનાર યથાસૂક્ષ્મ બકુશ કહેવાય છે. કુશીલ । : મૂળ અથવા ઉત્તરગુણોમાં દોષ લગાડવાથી તથા સંજ્વલન કષાયથી જેનું ચારિત્ર દૂષિત હોય, તેને કુશીલ કહે છે. તેના બે ભેદ છે– પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ. (૩) પ્રતિસેવના કુશીલ :- સકારણ મૂળગુણ અથવા ઉત્તરગુણમાં અમુક મર્યાદા સુધીનું દોષસેવન કરનાર પ્રતિસેવના કુશીલ કહેવાય છે. આ પ્રકારના નિગ્રંથમાં કોઈ પ્રકારની લાચારી, અસહ્ય સ્થિતિ અથવા ક્યારેક પ્રમાદ, કુતૂહલ, અભિમાન, અધૂરી સમજણ આદિ દોષસેવનનું કારણ હોય છે અથવા જ્ઞાન આદિ પાંચના નિમિત્તે દોષસેવન થાય છે. આ પ્રકારના નિગ્રંથનું દોષસેવન બકુશના દોષો કરતા અધિક પણ હોય છે. બકુશના દોષસેવનનું કારણ મુખ્યત્વે શિથિલવૃત્તિ અને આસક્તિ છે. જ્યારે પ્રતિસેવના કુશીલમાં દોષની માત્રા અધિક હોવા છતાં મુખ્યત્વે તેનું કારણ અસહ્ય પરિસ્થિતિ કે ક્ષેત્ર કાલની વિશેષ પરિસ્થિતિ હોય છે. તેથી તેના ઉત્કૃષ્ટ સંયમ પર્યવો બકુશથી અધિક હોય છે. બકુશ લાગેલા દોષની શુદ્ધિ કરે, તો તે કષાયકુશીલ નિગ્રંથપણાને પ્રાપ્ત કરે છે. જો દોષસેવનની પ્રવૃત્તિ ચાલુ હોય અને તેની સાથે સંયમ આરાધનામાં તત્પર હોય, તો આ નિગ્રંથ જીવનપર્યંત પણ રહી શકે છે પરંતુ જો દોષનું પ્રમાણ ક્રમશઃ વધતુ જાય અને તેની શુદ્ધિ ન કરે તો અસંયમભાવને પ્રાપ્ત કરે છે. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ આ ત્રણે નિયંઠામાં ત્રણ શુભ લેશ્યા જ હોય છે. તેમાં અશુભ લેશ્યાના પરિણામો ક્ષમ્ય નથી. દોષસેવન સાથે જો પરિણામો અશુભ થઈ જાય તો તે નિગ્રંથપણાના ભાવથી ચ્યુત થઈ અસંયમભાવને પ્રાપ્ત કરે છે. પ્રતિસેવનાકુશીલના પણ પાંચ પ્રકાર છે— જ્ઞાન પ્રતિસેવના કુશીલ :– જ્ઞાન ભણતાં, ભણાવતાં કે પ્રચારાદિ કરવા માટે મૂળગુણમાં કે ઉત્તરગુણમાં દોષસેવન કરે, યથા— પુસ્તકો ખરીદવા, છપાવવા વગેરે. જ્ઞાનાદિથી આજીવિકા ચલાવે તે પણ જ્ઞાન પ્રતિસેવના કુશીલ કહેવાય છે. દર્શન પ્રતિસેવના કુશીલ :– શુદ્ધ શ્રદ્ધાની પ્રાપ્તિ માટે, તેના પ્રચારાદિ માટે દોષસેવન કરે તે દર્શનપ્રતિસેવનાકુશીલ છે. = = ચારિત્ર પ્રતિસેવના કુશીલ :– ચારિત્રની પ્રવૃત્તિઓનું પાલન કરવા કે કરાવવા માટે દોષસેવન કરે, યથા– ચારિત્રપાલનનું સાધન શરીર છે, શરીર સશક્ત હશે તો ચારિત્રપાલન વિશેષ થશે તે દૃષ્ટિકોણથી શરીર માટે દોષસેવન કરે તે ચારિત્ર પ્રતિસેવનાકુશીલ છે. લિંગ પ્રતિસેવના કુશીલ :- લિંગના વિષયમાં અર્થાત્ સાધુની વેશભૂષાના નિમિત્તે તથા સાધુલિંગના આવશ્યક ઉપકરણ, વસ્ત્ર, પાત્ર, રજોહરણ આદિના નિમિત્તે દોષસેવન કરે તે લિંગ પ્રતિસેવના કુશીલ છે.
SR No.009130
Book TitleKathasar
Original Sutra AuthorN/A
AuthorJain Yuth Foram
PublisherJain Yuth Foram
Publication Year2013
Total Pages305
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy