________________
181
jain
કથાસાર (૨) સહસાકાર:- વૃષ્ટિ થવાથી, દહીં આદિ મંથન કરતા, ગાય આદિ દોહતા, મોઢામાં ટીપાં-છાંટા પડી જાય તો આગાર. (૩) પ્રચ્છન્નકાળ – સઘન વાદળ આદિના કારણે પોરસિ આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તેનો આગાર. (૪) દિશા મોહ:- દિશા ભ્રમના કારણે પોરસી આદિનો બરાબર નિર્ણય ન થવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો તેનો આગાર. (૫) સાધુ વચન - પોરસી આદિનો સમય પૂર્ણ થઈ ગયો’ – આ પ્રકારે કોઈ સાધુ (સભ્ય પુરુષ)ના કહેવાથી સમય મર્યાદામાં ભૂલ થઈ જાય તો આગાર. (૬) સર્વ સમાધિ પ્રત્યયાગાર – સંપૂર્ણ સમાધિ ભંગ થઈ જાય અર્થાત્ આકસ્મિક રોગાતંક થઈ જાય તો તેનો આગાર. (૭) મહત્તરાગાર:– ગુરુ આદિની આજ્ઞાનો આગાર. વધેલો આહાર પરઠવો પડે એવી સ્થીતિમાં ગુરુની આજ્ઞા થવાથી. (૮) સાગારિકાગાર:- ગૃહસ્થના આવી જવાથી સાધુને સ્થાન પરિવર્તન કરવાનો આગાર(એકાસણામાં) (૯) આકંચન પ્રસારણ :- હાથ-પગ આદિ ફેલાવવાનો અથવા સંકચિત કરવાનો આગાર(એકાસણામાં) (૧૦) ગુર્વભુત્થાન – ગુરુ આદિના વિનય માટે ઊભા થવાનો આગાર. (૧૧) પારિષ્ઠાપનિકાગાર:- વધેલ આહાર પરઠવો પડે તેમ હોય તો તેને ખાવાનો આગાર. વિવેક રાખવા છતાં પણ ગોચરીમાં આહાર અધિક આવી જાય, આહાર વાપર્યા પછી પણ શેષ રહી જાય તો ગૃહસ્થ આદિને દેવો કે રાત્રે રાખવો એ સંયમ વિધિ નથી, તેથી એવો આહાર પરઠવા યોગ્ય હોય છે. તે ખાવાનો અનેક પ્રત્યાખ્યાનમાં સાધુને આગાર રહે છે. ગૃહસ્થને આ આગાર હોતો નથી (૧૨) લેપાલેપ:- શાક, ઘી આદિથી લિપ્ત વાસણમાં રાખેલો કે તેવા પદાર્થને સ્પર્શેલો ગૃહસ્થ વહોરાવે, તેનો આગાર. (૧૩) ઉક્લિપ્ત વિવેક – રૂક્ષ આહાર ઉપર રાખેલા સુકા ગોળ આદિને ઉઠાવીને દે તો તે લેવાનો આગાર. (૧૪) ગૃહસ્થ સંસ્કૃષ્ટ – દાતાના હાથે, આંગળી આદિએ લાગેલ ગોળ-ઘી આદિનો લેપ માત્ર રૂક્ષ આહારમાં લાગી જાય તેનો આગાર. (૧૫) પ્રતીય પ્રક્ષિત :- કોઈ કારણો અથવા રિવાજથી કિંચિત અંશ માત્ર વિગય લગાવવામાં આવે તો તેનો આગાર. જેમ કે બાંધેલા લોટ પર ઘી લગાવવામાં આવે છે, પાપડ કરતી વખતે તેલ ચોપડવામાં આવે છે. દૂધ કે દહીંના વાસણ ધોયેલ ધોવણ પાણી ઇત્યાદિ આ પદાર્થોનો નિવમાં આગાર હોય છે. નોંધ:- કયા પ્રત્યાખ્યાનમાં કયા કયા આગાર છે તે મૂળ પાઠ જોઈને જાણવાનો પ્રયત્ન કરવો, તેની સંખ્યા આ પ્રકારે છે– ક્રમ તપનામ
આગાર ક્રમ | તપનામ આગાર ૧ | નવકારસીમાં
૬ | નિવામાં ૨ | પોરસીમાં ૬ | ૭ | આયંબિલમાં | ૮ ૩ | પૂર્વાર્ધ-પુરિમડૂઢમાં ૭ | ૮ | ઉપવાસમાં | ૫ | ૪ | એકાસણામાં | ૮ | ૯ | દિવસ ચરિમમાં ૪
૫ | એકલઠાણામાં ૭ / ૧૦ અભિગ્રહમાં [૪ સંકેત નવકારશીમાં સર્વસમાધિ પ્રત્યધિક આગાર હોતો નથી, બાકી બધામાં હોય છે. પરિઠાવણિયાગાર પાંચમાં હોય છે, પાંચમાં ન હોય. (૧) એકાસણુ (૨) એકલઠાણ (૩) નીવી (૪) આયંબિલ (૫) ઉપવાસમાં હોય છે. મહત્તરાગાર બેમાં હોતા નથી–નવકારસી અને પોરસીમાં, બાકીના આઠમાં હોય છે. પ્રતીત્ય પ્રક્ષિત આગાર માત્ર નીવીમાં જ હોય છે. લેપાલેપ, ઉસ્લિપ્તવિવેક, ગૃહસ્થ-સંસ્કૃષ્ટ આ ત્રણ આગાર આયંબિલ અને નવી આ બે પ્રત્યાખ્યાનોમાં જ હોય છે. અણાભોગ અને સહસાગાર આ બે આગાર બધા જ પ્રત્યાખ્યાનોમાં હોય છે. અંતિમ મંગલ – ઉપસંહાર–સિદ્ધ સ્તુતિ સૂત્ર(સ્તવ સ્તુતિ મંગલ સૂત્ર):(૧) આ સૂત્રમાં પ્રથમ શબ્દ નમોત્થણે છે, આ કારણે આ સૂત્રને ‘નમોત્થણનો પાઠ' પણ કહેવામાં આવે છે. (૨) શકેન્દ્ર આદિ ઈન્દ્ર દેવલોકમાં પણ તીર્થકરોને તથા સિદ્ધોને આ સૂત્રથી સ્તુતિ સાથે નમસ્કાર કરે છે. આ કારણે આ સૂત્રનું નામ “ શકસ્તવ” પણ છે. (૩) આ પાઠમાં કેટલાક સ્તુતિ શબ્દ અરિહંતને માટે લાગુ પડે છે, કેટલાક શબ્દ સિદ્ધોને માટે અને કેટલાક શબ્દ બંનેને માટે છે તથા કેટલાક શબ્દ અપેક્ષાથી બંનેમાં ઘટિત કરવામાં આવે છે. (૪) આ સૂત્રના અંતમાં ઠાણે સંપાવિહેકામાર્ણ પાઠ બોલવાથી સૂત્રોક્ત બધાં જ ગુણો તીર્થકરોમાં ઘટિત થઈ જાય છે.
ઠાણે સંપત્તાણું કહેવાથી થોડાક ગુણ સિદ્ધોમાં ઘટિત થઈ જાય છે, બાકી બધાં ગુણોને અપેક્ષાથી કલ્પિત કરીને સિદ્ધોમાં ઘટિત કરી શકાય છે.
અરિહંતાણે, ભગવંતાણંથી શરૂ કરી સર્વજ્ઞ સર્વદર્શી સુધીના બધા ગુણ સ્વાભાવિક રૂપે તીર્થકર અરિહંત ભગવંતોમાં ઘટિત થાય છે. સાર એ છે કે સિદ્ધોના ગુણ તીર્થકરોમાં ભાવિનયની અપેક્ષા અને અરિહંતોના ગુણ તીર્થકર સિદ્ધોમાં ભૂતનયની અપેક્ષા અધ્યાહાર કરીને સ્વીકાર કરવામાં આવ્યા છે. સ્તુતિગત ગુણ - ધર્મની આદિ કરવાવાળા, સ્વયં સંબુદ્ધ, પુરુષોત્તમ, ઉત્તમ સિંહ, કમળ તેમજ ગંધ હસ્તિની ઉપમાવાળા, લોકના નાથ, લોકમાં જ્ઞાન પ્રકાશ કરવાવાળા, જીવોને શરણ, બોધિ અને ધર્મ દેવાવાળા, ધર્મના ચક્રવર્તી, વીતરાગી શ્રેષ્ઠ જ્ઞાન દર્શનના ધારક, સર્વજ્ઞ-સર્વદર્શી, સ્વયં તરવાવાળા અને બીજાને બોધ દઈને તારનાર, અવ્યાબાધ સુખના સ્થાનરૂપ મોક્ષ ગતિને પ્રાપ્ત કરેલ અથવા કરનાર ઇત્યાદિ.
આ ગુણોનો નિર્દેશ કરવાની સાથે જ સૂત્રના પ્રારંભમાં અને અંતમાં જિનેશ્વર ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે.