________________
આગમ-કથાઓ
180 [નોંધ :- અતિચાર ચિંતનના પાઠો અને ક્ષમાપના ચિંતનનો પાઠ સૂત્રમાં છે પરંતુ તપ ચિંતનનો પાઠ સૂત્રમાં નથી. તેનાં ચિંતન માટે આવશ્યક સૂત્રના પરિશિષ્ટ વિભાગ માં જુઓ. પાના નં ૧૬૯.] છો આવશ્યક(અધ્યયન) દસ પચ્ચખાણ સૂત્ર:(૧) પ્રતિક્રમણ અને વિશુદ્ધિકરણ પછી તપ રૂપી પ્રાયશ્ચિત્ત સ્વીકારવું એ પણ આત્મા માટે પુષ્ટિકારક થાય છે. તપથી વિશેષ કર્મોની નિર્જરા થાય છે, તેથી આ છઠ્ઠા આવશ્યકમાં ઈ–રિક(થોડા કાળનું) અનશન પરૂપ ૧૦ પ્રત્યાખ્યાનના પાઠ કહેવામાં આવેલ છે. તેમાં સંકેત પ્રત્યાખ્યાન પણ છે અને અદ્ધા(સમય આધારિત) પ્રત્યાખ્યાન પણ છે. નમસ્કાર સહિતં(નવકારસી) પ્રારંભના પ્રથમ પ્રત્યાખ્યાનના પાઠમાં “સહિયં” શબ્દનો પ્રયોગ થયો છે, જે “ગંઠી સહિયં’, ‘મુષ્ટિ સહિયં”ના પ્રત્યાખ્યાન જેવો છે. તેથી સહિત શબ્દની અપેક્ષાએ આ સંકેત પ્રત્યાખ્યાન થાય છે.
સંકેત પ્રત્યાખ્યાનોમાં કાળની નિશ્ચિત મર્યાદા હોતી નથી, તે સંકેતમાં નિર્દિષ્ટ વિધિએ ગમે ત્યારે પૂર્ણ કરી લેવામાં આવે છે.
કાળ મર્યાદા ન હોવાથી સંકેત પ્રત્યાખ્યાનોમાં સર્વ સમાધિ પ્રત્યયિક આગાર હોતો નથી, કારણ કે પૂર્ણ સમાધિ ભંગ થવાની અવસ્થા પહેલાં જ સંકેત પચ્ચકખાણ ગમે ત્યારે પાળી શકાય છે.
તળુસાર નવકારસીના પાઠમાં પણ આ આગાર કહેવામાં આવેલ નથી અને નમસ્કાર સહિત શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે. તેથી આ અદ્ધા પ્રત્યાખ્યાન નથી પરંત સંકેત પ્રત્યાખ્યાન છે અર્થાતુ તેમાં સમયની કોઈ પણ મર્યાદા હોતી નથી, સૂર્યોદય પછી ગમે ત્યારે નવકાર મંત્ર ગણી આ પ્રત્યાખ્યાન પૂર્ણ કરવામાં આવે છે. બાકી બધા (૯) અદ્ધા પ્રત્યાખ્યાન છે.
નવકારસી પ્રખ્યાખ્યાનમાં ચારે ય આહારનો ત્યાગ હોય છે, તેમજ બે આગાર હોય છે, (૧) ભૂલથી ખાઈ લેવાય (૨) અચાનક પોતાની જાતે મોઢામાં ચાલ્યું જાય, છાંટો ઉડે વગેરેથી તો આગાર. [નોધ - વર્તમાન પરંપરાઓમાં નવકારસીને અદ્ધાપ્રત્યાખ્યાન માનવામાં આવે છે જેમાં તેનો સમય ૪૮ મિનિટનો નિશ્ચિત કરેલ છે. માટે વર્તમાન રૂઢ પ્રત્યાખ્યાનની અપેક્ષાએ તે પાઠના પ્રારંભમાં મુક્કાર સહિયંના સ્થાને નમુક્કારસીયં બોલવું યોગ્ય થાય છે અને આગાર બેના સ્થળે ત્રણ બોલવો જોઈએ. અર્થાત તેમાં સવ સમાહિ-વત્તિયાગારેણં આગાર વધારે બોલવું જોઈએ.].
આ રીતે ૪૮ મિનિટની નવકારસીને પરંપરા સત્ય કે રૂઢ સત્ય સમજી શકાય.
આ સૂત્રનું આગમોચિત અને વ્યવહારોચિત નામ છૂટીને રૂઢ નામ પ્રચલિત છે. યથા– (૧) આગમિક નામ નમસ્કાર સહિત (૨) વ્યવહારોચિત નામ ણમુક્કારસી અને (૩) રૂઢનામ- નવકારસી. પોરસી:- દિવસના ચોથા ભાગને એક પોરસી કહે છે, સૂર્યોદયથી લઈ પા દિવસ વીતે ત્યાં સુધી ચારેય આહારનો ત્યાગ કરવાને “ પોરસી પ્રત્યાખ્યાન' કહે છે. પોરસી આદિ ૯ પ્રત્યાખ્યાનોમાં હીનાધિક વિવિધ આગાર છે. પૂવાદ્ધ(પુરિમટ્ટ) – બે પોરસી, તેમાં સૂર્યોદયથી અડધા દિવસ સુધી ચારેય આહારનો ત્યાગ હોય છે. એકાસણું - તેમાં એક સ્થાને બેસી એક વખત ભોજન કરવામાં આવે છે, તે સિવાયના સમયમાં ત્રણેય આહારનો ત્યાગ હોય છે. માત્ર અચેત પાણી લઈ શકાય છે. એક સ્થાન (એકલ ઠાણા) - તેમાં એક વાર એક સ્થાને ભોજન કરવા સિવાય બાકીના સમયે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, અર્થાત્ આહાર–પાણી એક સાથે જ લેવામાં આવે છે. નવીઃ તેમાં એકવાર રૂક્ષ(વિગય રહિત) આહાર કરવામાં આવે છે, પાંચેય વિગયોનો અને મહાવિગયનો ત્યાગ હોય છે. એકવારના ભોજન સિવાય ત્રણેય આહારનો ત્યાગ હોય છે. અચેત પાણી દિવસે પી શકાય છે. ખાદિમ-સ્વાદિમનો આ તપમાં સર્વથા ત્યાગ
હોય છે.
આયંબિલ – તેમાં એક વાર ભોજન કરવામાં આવે છે, જેમાં એક જ રૂક્ષ પદાર્થને અચેત પાણીમાં ડુબાડી–ભીંજાવી નીરસ બનાવી ખાઈ તથા પી શકાય છે. અન્ય કાંઈપણ ખાઈ શકાતું નથી. એક વારના ભોજન સિવાય દિવસમાં જરૂરિયાત અનુસાર અચેત પાણી લઈ શકાય છે. ઉપવાસ: તેમાં સૂર્યોદયથી લઈ બીજા દિવસના સૂર્યોદય સુધી ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે. પરંપરાથી દિવસમાં અચેત પાણી પીવાય છે. તેમાં આગલા દિવસે સૂર્યાસ્તથી ચોવિહાર કરવું આવશ્યક છે. આના ત્રેવીહાર(પાણી આગાર) તથા ચોવિહાર ઉપવાસ એમ બે પ્રકાર છે. દિવસ ચરિમ:- ભોજનપછી ચોથા પ્રહરમાં જ્યારે ચારેય આહારનો ત્યાગ કરવામાં આવે છે, તેને દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાન સૂર્યાસ્ત પહેલાં ગમે ત્યારે લઈ શકાય છે. આ પ્રત્યાખ્યાન હંમેશા કરી શકાય છે અર્થાત્ આહારના દિવસે તથા આયંબિલ, નીવી તેમજ તિવિહાર ઉપવાસમાં પણ આ દિવસ ચરિમ પ્રત્યાખ્યાન કરવું આવશ્યક જ છે.(રાત્રીભોજન ત્યાગ તેનું બીજુ નામ છે.)
તેમાં સૂર્યાસ્ત સુધીનો અવશેષ સમય તેમજ પૂર્ણ રાત્રિનો કાળ નિશ્ચિત હોય છે, તેથી આ પણ અદ્ધા પ્રત્યાખ્યાન છે. તેથી આ પ્રત્યાખ્યાન પાઠમાં ‘સર્વ સમાધિ પ્રત્યયિક’ આગાર કહેવામાં આવે છે. અભિગ્રહ:- આગમ નિર્દિષ્ટ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સંબંધી વિશિષ્ટ નિયમ અભિગ્રહ કરવા અને અભિગ્રહ સફળ ન થતાં તપસ્યા કરવી. આવા અભિગ્રહ મનમાં ધારણ કરવામાં આવે છે, પ્રગટ કરવામાં આવતા નથી. સમય પૂર્ણ થયા પછી આવશ્યક હોય તો જ કહેવામાં આવે છે.
આ દશ પ્રત્યાખ્યાનોમાંથી કોઈપણ પ્રત્યાખ્યાન કરવાથી આ છઠ્ઠો પ્રત્યાખ્યાન આવશ્યક પૂર્ણ થાય છે. દસ પ્રત્યાખ્યાનના ૧૫ આગારોના અર્થ :(૧) અણાભોગ-પ્રત્યાખ્યાનની વિસ્મૃતિથી અર્થાત્ ભૂલથી અશનાદિ ચાખવા અથવા ખાવા-પીવાનું થઈ જાય તો આગાર.