________________
આગમ-કથાઓ
242 આ આરાના તૃતીયાંશ ભાગ સુધી ઉક્ત વ્યવસ્થામાં ક્રમિક હાનિ થતી હોવાનું વર્ણન સમજવું. પરંતુ પાછળના એક તૃતીયાંશ(૧/૩) ભાગમાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહે ત્યારે અક્રમિક હાનિ વૃદ્ધિનો મિશ્રણ કાળ ચાલે છે. દસ વિશિષ્ટ વૃક્ષોની સંખ્યા ઓછી થવા લાગે છે. યુગલ વ્યવસ્થામાં પણ પાછું અંતર આવવા લાગે છે. આ રીતે મિશ્રણ કાળ ચાલતાં-ચાલતાં ૮૪ લાખ પૂર્વ જેટલો સમય આ આરાનો રહે છે, ત્યારે લગભગ પૂર્ણ પરિવર્તન થઈ જાય છે. અર્થાત્ યુગલકાલથી કર્મ ભૂમિકાળ આવી જાય છે. ત્યારે ખાવાપીવા, રહેણી કરણી, કાર્ય-કલાપ, સંતાનોત્પત્તિ, શાંતિ, સ્વભાવ, પરલોકગમન વગેરેમાં અંતર આવી જાય છે. ચારે ગતિ અને મોક્ષગતિ ચાલુ થઈ જાય છે. શરીરની અવગાહના અને ઉમરનો પણ કોઈ ધ્રુવ કાયદો રહેતો નથી સંહનન સંસ્થાન બધા(છએ) પ્રકારના થઈ જાય છે. કુલકર વ્યવસ્થા:- પાછળના ૧/૩ ભાગમાં અને પૂર્ણ કર્મભૂમિ કાળના થોડા વર્ષ પૂર્વ વૃક્ષોની કમી વગેરેને કારણે અને કાળ પ્રભાવના કારણે ક્યારેક કયાંક પરસ્પર વિવાદ કલહ પેદા થવા લાગે છે. ત્યારે આ યુગલ પુરુષોમાં કોઈ ન્યાય કરવા– વાળું પંચ કાયમ કરી દેવાય છે. તેમને કુલકર કહ્યા છે. આ કુલકરોની વ્યવસ્થા ૫-૭–૧૦–૧૫ પેઢી લગભગ ચાલે છે. ત્યાં સુધીમાં તો પ્રથમ તીર્થકર ઉત્પન્ન થઈ જાય છે. કુલકરોને કઠોર દંડ નીતિ નહોતી ચલાવવી પડતી. સામાન્ય ઉપાલંભ માત્રથી અથવા અલ્પ સમજાવટથી એમની સમસ્યા હલ થઈ જતી. આ કુલકરોની ત્રણ નીતિ કહેલ છે. હકાર, મકાર, ધિક્કારે આવા શબ્દોના પ્રયોગથી આ યુગલ મનુષ્ય લજ્જિત ભયભીત અને વિનયવાન થઈને શાંત થઈ જાય છે. આ વર્તમાન અવસર્પિણી કાળના ત્રીજા આરામાં થયેલા ૧૪ કુલકરોના નામ છે. (૧) સુમતિ, (૨) પ્રતિકૃતિ (૩) સીમંકર (૪) સીમંધર (૫) ક્ષેમકર (૬) ક્ષેમંધર (૭) વિમલવાહન (૮) ચક્ષુષ્માન (૯) યશોવાન (૧૦) અભિચંદ્ર (૧૧) ચન્દ્રાભ (૧૨) પ્રસેન– જીત (૧૩) મરૂદેવ (૧૪) નાભિ.
ત્યાર પછી પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન પણ થોડો સમય કુલકર અવસ્થામાં રહ્યા. તેઓ ૮૩ લાખ પૂર્વ સંસાર અવસ્થામાં રહ્યા. આ પ્રકારે પ્રત્યેક અવસર્પિણીના ત્રીજા આરાની મિશ્ર કાળની અવસ્થા તેમજ વ્યવસ્થા સમજવી જોઈએ. પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ :- નાભી અને મરૂદેવી પણ યગલ પરુષ અને સ્ત્રી હતા. પરંત મિશ્રણ કાલ હોવાથી એમના અનેક વર્ષોની ઉમર અવશેષ રહેવા છતાં ભગવાન ઋષભ દેવનો ઈશ્વાકુ ભૂમિમાં જન્મ થયો હતો. તે સમય સુધી નગર આદિનું નિર્માણ નહોતું થયું. ૬૪ ઇન્દ્ર આદિ આવ્યા અને યથાવિધિ જન્માભિષેક કર્યો. બાલ્યકાળ બાદ ભગવાને યૌવન અવસ્થામાં પ્રવેશ કર્યો, કુલકર બન્યા પછી રાજા બન્યા. વીસ લાખ પૂર્વની વયે રાજા બન્યા. ૬૩ લાખ પૂર્વ સુધી રાજા રૂપમાં રહ્યા. કુલ ૮૩ લાખ પૂર્વ સંસારાવસ્થામાં રહ્યા. તેમણે લોકોને કર્મ ભૂમિની યોગ્યતાના અનેક કર્તવ્યો, કાર્યકલાપોનો બોધ દીધો. પ્રભુએ પુરુષોની ૭૨ કળા, સ્ત્રીઓની ૬૪ કળા, શિલ્પ, વ્યાપાર, રાજનીતિ આદિની વિવિધ નૈતિક સામાજિક વ્યવસ્થાઓ અને સંસાર વ્યવહારોના જ્ઞાન-વિજ્ઞાન પ્રદાન કર્યા. શક્રેન્દ્રએ વૈશ્રમણ દેવ દ્વારા દક્ષિણ ભારતના મધ્ય સ્થાનમાં વિનિતા નગરીનું નિર્માણ કરાવ્યું અને ભગવાનનો રાજ્યાભિષેક કર્યો. અન્ય પણ ગામ નગરોનું નિર્માણ થયું. રાજ્યોના વિભાજન થયા. ભગવાન ઋષભ દેવના ૧૦૦ પુત્ર થયા. એ બધાને અલગ-અલગ ૧૦૦ રાજ્ય આપી રાજા બનાવી દીધા. ભગવાનને બે પુત્રીઓ થઈ, બ્રાહ્મી અને સુંદરી. જેમનો ભરત અને બાહુબલીની સાથે યુગલરૂપમાં જન્મ થયો હતો.
ભગવાન 2ષભદેવની વિવાહ વિધિનું વર્ણન સૂત્રમાં નથી. વ્યાખ્યા ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે મિશ્રણ કાલના કારણે સુનંદા અને સુમંગલા નામક બે કુંવારી કન્યાઓના સાથે યુગલરૂપમાં ઉત્પન્ન બાળકોનું મૃત્યુ થવાથી તે કન્યાઓને કુલકર નાભિના સંરક્ષણમાં પહોંચાડવામાં આવી. તે બન્ને ઋષભદેવ ભગવાનની સાથે સંચરણ કરતી હતી. યોગ્ય વય થતાં શક્રેન્દ્ર પોતાનો જીતાચાર જાણીને કે “અવસર્પિણીના પ્રથમ તીર્થકરનું પાણિગ્રહણ કરાવવું મારું કર્તવ્ય છે.” ભરત– ક્ષેત્રમાં આવીને દેવ દેવીઓના સહ્યોગથી સુમંગલા અને સુનંદા નામની કુંવારી કન્યાઓની સાથે ભગવાનની વિવાહ વિધિ સમ્પન્ન કરી.(તીર્થકરોના જન્મ વિશિષ્ટ હોય છે એની સાથે કોઈ બાલિકા ગર્ભમાં કે જન્મમાં હોય તેમ થતું નથી. તેઓના જન્મ મહોત્સવના વર્ણનમાં પણ બીજી બાલિકાનું વર્ણન નથી.) ભગવાન ઋષભદેવની દીક્ષા :- ૮૩ લાખ પૂર્વ (૨૦૧૬૩) કુમારાવસ્થા અને રાજ્યકાલના વ્યતીત થતાં ગ્રીષ્મ ઋતુના પહેલા મહિનાના પહેલા પક્ષમાં ચૈત્ર વદી નવમીના દિવસે ભગવાને વિનીતા નગરીની બહાર સિદ્ધાર્થવન નામક ઉદ્યાનમાં દીક્ષા અંગીકાર કરી. દીક્ષા મહોત્સવ ૬૪ ઇન્દ્રોએ કર્યો. તેની સાથે ૪૦૦૦ વ્યક્તિઓએ પણ સંયમ અંગીકાર કર્યો. એક વર્ષ પર્યત ભગવાને દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું, ખભા પર રાખ્યું. એક વર્ષ સુધી મૌન અને તપ અભિગ્રહ ધારણ કર્યો. પ્રથમ પારણું એક વર્ષે રાજા શ્રેયાંસકુમારના હાથે થયું. ૧૦૦૦ વર્ષ સુધી તપ સંયમથી આત્માને ભાવિત કરતા ભગવાને વિચરણ કર્યું. ૧૦૦૦ વર્ષ વ્યતીત થતાં પરિમતાલ નગરીની બહાર શકટમખ ઉદ્યાનમાં ધ્યાનાવસ્થામાં અક્રમની તપસ્યામાં ફાગણ વદી ૧૧ એ ક8ષભદેવ ભગવાનને કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉત્પન્ન થયું.
ભગવાને ઉપદેશ આપવાનું શરૂ કર્યું; ચાર તીર્થની સ્થાપના કરી; ૮૪ ગણ, ૮૪ ગણધર, ઋષભસેન પ્રમુખ ૮૪૦૦૦ શ્રમણ, બ્રાહ્મી સુંદરી પ્રમુખ ૩ લાખ શ્રમણીઓ, શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ પાંચ હજાર શ્રાવક અને સુભદ્રા પ્રમુખ પાંચ લાખ ૬૪ હજાર શ્રાવિકાઓ થઈ. ભગવાનની અસંખ્ય પાટ સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત થતું રહ્યું; તેને યુગાન્તરકૃત ભૂમિ કહેવાય છે. અને ભગવાનના કેવલ જ્ઞાન ઉત્પત્તિના અંતર્મુહૂર્ત બાદ મોક્ષ જવાનો પ્રારંભ થયો તેને પર્યાયાન્તર કૃત ભૂમિ કહેવાય છે.
આ પ્રકારે ભગવાન ઋષભદેવ આ અવસર્પિણી કાળના પ્રથમ રાજા, પ્રથમ શ્રમણ, પ્રથમ તીર્થકર, પ્રથમ કેવલી થયા. પાંચ સો ધનુષનું એમનું શરીરમાન હતું. એક લાખ પૂર્વ સંયમ પર્યાય, ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થ જીવન એમ ૮૪ લાખ પૂર્વ વર્ષ નું આયુષ્ય પૂર્ણ કરી માઘવદી ૧૩ ના દિવસે ૧૦ હજાર સાધુઓની સાથે દિવસની તપસ્યામાં અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવે પરમ નિર્વાણને પ્રાપ્ત કર્યું. દેવોએ ભગવાન તથા શ્રમણોના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો. એ દિવસથી ત્રીજા આરા ના ૮૯ પક્ષ (૩ વર્ષ ૮.૫ મહીના) અવશેષ હતા. આ રીતે ઋષભદેવ ભગવાનનું વર્ણન કહેવામાં આવ્યું છે. બધા અવસર્પિણીના ત્રીજા આરાના અંતિમ