________________
આગમ-કથાઓ
218
ધ્યાનની આગળની અવસ્થા કેવલજ્ઞાન પ્રાપ્તિના સમયે અને કેવળજ્ઞાન થયા પછી જ હોય છે. તે મોક્ષ પ્રાપ્તિની અમુક ક્ષણો પહેલા હોય છે. તે યોગ નિરોધ અવસ્થા અંતિમ ધ્યાનસ્વરૂપ છે. છવસ્થ અને કેવલીના ધ્યાનનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે. બે પ્રકારે ધ્યાન-માત્ર અંતર્મુહૂર્ત માટે કોઈ પણ એક વસ્તુના વિચારમાં ચિત્ત સ્થિર થઈ જાય તે છઘસ્થોનું ધ્યાન છે. યોગ નિરોધ કરતી વખતે અને યોગ નિરોધ થઈ ગયા બાદ જે આત્મ–અવસ્થા હોય છે તે કેવલીઓનું ધ્યાન છે. અંતર્મુહૂર્ત બાદ છઘ0ોમાં વિચાર યા ધ્યાન બદલી જાય છે. વિચલિત થઈ જાય છે. ઘણી વસ્તુઓના આલંબનની અપેક્ષાએ વિષયાંતરની અપેક્ષાએ ધ્યાન લાંબા સમય સુધી પણ રહી શકે છે. ધ્યાન શતક, ગાથા-૪)
છવસ્થોનું ધ્યાન શુભ-અશુભ બંને પ્રકારનું હોઈ શકે છે અને અધ્યાન અવસ્થા પણ ઘણા સમય સુધી રહે છે. કેવલીઓની યોગ નિરોધ અવસ્થામાં શુક્લ ધ્યાન હોય છે. બાકી લાંબી ઉમર સુધી અધ્યાન અવસ્થા હોય.
આ પ્રકારે ધ્યાનને સમજીને આત્માને અશુભમાંથી શુભ ધ્યાનમાં તલ્લીન, સ્થિર કરવાથી ધર્મ ધ્યાનની સાધના કરી શકાય છે. આત્માને ધર્મ ધ્યાનમાં તલ્લીન-સ્થિર કરવા માટે આલંબન ભૂત વિષય આ પ્રમાણે સમજવા- ૧. આત્મ સ્વરૂપ, ૨. કર્મ સ્વરૂપ, ૩. ભવ ભ્રમણ સ્વરૂપ, ૪. કષાય સ્વરૂપ, ૫. સિદ્ધ સ્વરૂપ, ૬. સ્વદોષ દર્શન, ૭. પરગુણ દર્શન, ૮. સ્વદષ્ટિ પોષણ, ૯. પરદષ્ટિ ત્યાગ, ૧૦. પુદ્ગલાસક્તિ ત્યાગ, ૧૧. એકલાપણાનું ચિંતન- એકત્વાનુપ્રેક્ષા, તે સિવાય અનિત્યત્વ, અશરણત્વ, અન્યત્વ આદિ ચિંતન તથા જિનભાષિત કોઈ પણ તત્ત્વનું સ્વરૂપ કે જિનાજ્ઞા સ્વરૂપનું ચિંતન.
વિષયની પસંદગીમાં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં શારીરિક, ઈહલૌકિક, સુખસંયોગ, દુઃખવિયોગ, પરના અહિતરૂપ વગેરે અશુભ વિષયો ન હોવા જોઈએ. સાર:- ૧. શુભ ધ્યાન આત્મા માટે હિતકર છે મહાન કર્મ નિર્જરાનું કારણ છે. ૨. અશુભ ધ્યાન કર્મબંધનો હેતુ છે. ૩. ચિત્તની ચંચળ અવસ્થારૂપ "અધ્યાન" પણ અનેક કર્મોની વૃદ્ધિ કરનાર છે. ૪. મનની શાંત-સુખ કે અવ્યક્ત અવસ્થા પણ અધ્યાનરૂપ છે, તેમાં આશ્રવ ઓછો થવા સાથે નિર્જરા પણ ઓછી થાય છે.
આ ચારે અવસ્થાઓમાં પહેલી અવસ્થા આત્મોન્નતિમાં વધારે ઉપયોગી છે. એમ સમજીને મહાન નિર્જરાના હેતુરૂપ શુભધ્યાન અર્થાત્ ધર્મધ્યાનમાં આત્માને જોડવાની સાધના કરવી જોઈએ.
વર્તમાનમાં પ્રચલિત અનેક પ્રણાલિકાઓથી પ્રાપ્ત અવસ્થાઓ વાસ્તવમાં અધ્યાન રૂપ આત્મ-અવસ્થાઓ છે, એમ ઉપરોકત પ્રમાણ અને વિવેચનથી સમજી શકાય છે. તે ઉપરોકત ચોથી દશા અવસ્થા અર્થાત્ અધ્યાન અવસ્થા છે. તેથી મોક્ષ પ્રાપ્તિની સાધનામાં તે વિશેષ ગતિપ્રદ સાધના બની શકતી નથી. ધ્યાનની સાથે સાચી શ્રદ્ધા – જૈન ધર્મની દષ્ટિએ ધર્મ ધ્યાનની સાધના કરનાર મુમુક્ષુ સમ્યગ્રજ્ઞાન અને સમ્યમ્ શ્રદ્ધાથી યુક્ત હોવા જોઈએ. તેના વિના સંપૂર્ણ સંયમ અને તપ રાખ ઉપર લીંપણ સમાન થાય છે.
જિનવાણી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા સહિત યથાશક્તિ જિનાજ્ઞાનુસાર શ્રાવકના બાર વ્રતરૂપ દેશવિરતિ ધર્મમાં અથવા સંયમ–ચારિત્ર રૂપ સર્વવિરતિ ધર્મમાં તેમનો પુરુષાર્થ હોવો જોઈએ. આ બંને પ્રકારના ધર્મ પ્રત્યે શ્રદ્ધા–નિષ્ઠા હોવી જોઈએ. પરંતુ “આ તો | ક્રિયાકાંડ છે” આવા શબ્દો કે ભાવોથી આત્મામાં ઉપેક્ષાવૃત્તિ ન હોવી જોઈએ.
શ્રાવકોના આગમિક વિશેષણોમાં સર્વ પ્રથમ વિશેષણ “જીવાદિ પદાર્થોના જ્ઞાતા હોવું બતાવેલ છે. સમ્યકત્વના સ્વરૂપમાં પણ જીવાદિ પદાર્થોનું જ્ઞાન અને શ્રદ્ધા આવશ્યક અંગ કહ્યા છે.
ધ્યાન એ તપ છે તેની પહેલાં સમ્યગ્રજ્ઞાન, સમ્યશ્રદ્ધાન અને યથાશક્તિ દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્ર આવશ્યક છે. આ ત્રણની ઉપસ્થિતિમાં જ તપ અને ધ્યાન આદિ આત્મસાધનાના અંગરૂપે બનીને વિકાસ કરાવી શકે છે. તેથી તપ કે ધ્યાનની સાધનામાં અગ્રેસર થનાર સાધકોએ પોતાની સમ્યજ્ઞાન, સમ્યમ્ શ્રદ્ધા અને સમ્યક ચારિત્રની ભૂમિકાને સુરક્ષિત રાખીને આગળ વધવું જોઈએ.
સામાન્ય જ્ઞાનવાળા છદ્મસ્થ સાધકોની અપેક્ષા વિશિષ્ટ જ્ઞાનવાળા છઘસ્થ જ્ઞાનીઓની વાત વિશેષ પ્રમાણભૂત માનવી જોઈએ. વિશિષ્ટ જ્ઞાની છદ્મસ્થોની અપેક્ષા સર્વજ્ઞ ભગવંતોની વાત વિશેષ મહત્ત્વની માનવી-સ્વીકારવી જોઈએ. આ નિર્ણય બુદ્ધિ રાખીને શુદ્ધ શ્રદ્ધાની સાથે જ શુદ્ધ આચરણ કરવું જોઈએ.
ચારે ધ્યાનના જે લક્ષણ છે, જે આલંબન છે, જે અનુપ્રેક્ષા છે તેમાં વર્તતા જ્યારે સ્થિર અવસ્થા આવે, ત્યારે તે ધ્યાન કહેવાય છે. તેની પૂર્વે સાધક તે ધ્યાનના આલંબનાદિ રૂપ અવસ્થામાં રહે છે.
જ્યારે આવી સ્થિર અવસ્થા આવે છે ત્યારે જ તે શુભ યા અશુભ ધ્યાન થાય છે. તેથી શુભ ધ્યાન અવસ્થા પ્રાપ્ત કરવા માટે તેના આલંબન આદિમાં સ્થિર પરિણામ રાખવાનો અભ્યાસ કરવો, તે જ ધર્મ ધ્યાનની સાધના છે.
શાસ્ત્રોક્ત આલંબન રહિત માત્ર શરીરના અંગ કે શ્વાસના આલંબનની સાધના કેવલ અસ્થિર ચિત્તની અસ્થિરતા ઓછી કરવાનો ઉપાય માત્ર છે. તેનાથી આગળ વધીને ધર્મ તત્ત્વાનુપ્રેક્ષામાં એટલે કે અધ્યવસાયોને અને ચિત્તને સ્થિર રાખી ભગવદાશામાં, સંસાર કે લોક સ્વરૂપ વગેરેની ભાવનામાં એકાગ્રતા રાખવી તે ધર્મ ધ્યાનની સાધના છે. આવી રીતે સમજપૂર્વક ધર્મ ધ્યાનની સાધના કરવી જ શ્રેયસ્કર છે. અધ્યાન વિચારણા - સંક્ષેપમાં અધ્યાનના બે પ્રકાર કહ્યા છે- શાંત, સુખ, ચિત્ત અવસ્થા તથા ચંચલચિત્ત અવસ્થા. અન્ય પરિભાષાવાળાઓના ધ્યાનનો સમાવેશ આ અધ્યાન અવસ્થામાં થાય છે. આગમ નિરપેક્ષ થઈ કોઈ તેને પાંચમું ધ્યાન કહે અથવા વાસ્તવિક ધ્યાન આ જ છે અન્ય ચારે અધ્યાન છે એમ કહે તો તેનું કથન બુદ્ધિ કલ્પિત કહેવાશે. તેને જૈનાગમ અથવા જૈનધર્મના ધ્યાનના નામે ઓળખવું– સમજવું તે ભ્રમણા છે.