________________
કથાસાર
jain
221, પાંચમો આવશ્યક - પ્રતિક્રમણનો પાંચમો આવશ્યક કાયવ્યત્સર્જન છે.
લોગસ્સનો પાઠ આગમમાં અનેક જગ્યાએ કાઉસગ્ન પછી બોલવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તે સ્તુતિ-કીર્તનનો પાઠ છે. કીર્તનને પ્રગટરૂપે બોલવાથી જ ભક્તિ પ્રદર્શિત કરી શકાય છે. કાયોત્સર્ગમાં લોગસ્સ બોલવાનું આગમ પ્રમાણ ન હોવાથી અને તર્ક સંગત પણ ન હોવાથી પ્રાથમિક સ્ટેજમાં બનાવેલી પરંપરા માત્ર છે એવું સમજવું. સારાંશ :- સારાંશ એ છે કે સમિતિ અલગ છે. ગુપ્તિ અને વ્યુત્સર્ગમાં પણ થોડીક ભિન્નતા છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણમાં તથા ધ્યાનના અનપેક્ષણમાં પણ ફરક છે. સ્વાધ્યાય, ધ્યાન અને વ્યત્સર્ગ ત્રણે અલગ અલગ દસમ, અગિયારમું તથા બારમું તપ છે. જાપ અને લોગસ્સ આદિનું રટણ પણ એક પ્રાથમિક સ્ટેજ માટે ચાલુ કરાયેલી પરંપરા છે. તેને વિશાળ દષ્ટિથી સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
વર્તમાનના પ્રેક્ષાધ્યાન આદિ શું છે ઉક્ત બધા સ્થળોનો વિચાર કરવાથી નિર્ણય થાય છે કે વર્તમાનમાં પ્રચલિત પ્રેક્ષા ધ્યાન, નિર્વિકલ્પ ધ્યાન અને વિપશ્યના ધ્યાન' આદિનો વ્યુત્સર્ગ તપમાં સમાવેશ થાય છે. તેમાં જે ધ્યાન શબ્દ રૂઢ કરી દેવામાં આવ્યો છે તે અશુદ્ધ છે. કારણ કે તે પ્રણાલિકામાં મન, વચન અને કાયાનું વ્યત્સર્જન જ શીખવાડવામાં આવે છે. સ્વાભાવિક ચાલવાવાળી કાયપ્રવૃત્તિ શ્વાસોચ્છવાર આત્મભાવ રૂપ જ્ઞાતા-દષ્ટાની વૃત્તિથી થાય છે. યોગોના ત્યાગને જ અપેક્ષાએ કાયોત્સર્ગ કહ્યો છે. તેથી તેને 'હઠયોગ' પણ કહેવાય છે. આ સંપૂર્ણ પ્રકારના યોગોના ત્યાગરૂપ ધ્યાન વ્યત્સર્ગ તપ છે.
જે પ્રકારે મિથ્યાદષ્ટિના ઉપવાસ, સામાયિક, સંવર આદિ તપ–સંયમ તો કહેવાય પણ સમ્યકદષ્ટિ ન હોવાથી મોક્ષના કારણરૂપ બનતા નથી. માસખમણનું તપ પણ મિથ્યાત્વીનું તપ જ કહેવાય છે પરંતુ તેને મોક્ષનો હેતુ હોતો નથી. તે પ્રમાણે વર્તમાનમાં પ્રચલિત યોગ–બુત્સર્જન પ્રવૃત્તિ અધ્યાન છે અર્થાત્ ધ્યાન રહિત અવસ્થા છે. તેની સાથે સમ્યક તત્ત્વજ્ઞાન, આગમશ્રદ્ધા, સમ્યક સંયમ ભાવ હોય તો તે વ્યુત્સર્જન નામનું બારમું તપ છે, મોક્ષના હેતુરૂપ છે, અજ્ઞાન તપ નથી.
વર્તમાનકાળના અનેક ધ્યાન કર્તાઓમાં સમ્યક શ્રદ્ધાની શુદ્ધિ હોતી નથી. તેઓ વ્રતોનું યથાશક્તિ પાલન ન કરતાં ઉપેક્ષા ભાવ રાખે છે. તેઓ વ્યુત્સર્જન સિવાયના સ્વાધ્યાય, ધ્યાન આદિ તપોને મહત્ત્વ આપતા નથી, એકાંત વ્યુત્સર્ગ ધ્યાનનો આગ્રહ રાખી, તેને જ વીતરાગતા પ્રાપ્તિનો ઉપાય માને છે અને અન્ય તપનો નિષેધ કરે છે, તે સાધકો મોક્ષમાર્ગની આરાધનામાં ગણાઈ શકાતા નથી.
શ્રાવકોમાં કોઈ એક—બે અથવા બાર વ્રતનું પાલન કરે છે. કોઈ અન્ય વ્રત પ્રત્યાખ્યાન લે છે, તેવી રીતે અનેક ભિન્નતાઓમાં પણ અંતે બધા શ્રાવક જ કહેવાય છે.
સાધઓમાં પણ કોઈ અધ્યયનમાં રુચિ રાખે છે તો કોઈ અનશન તપમાં વૃદ્ધિ કરે છે. કોઈ ભિક્ષાચરી તો કોઈ વૈયાવચ્ચમાં આનંદમાને છે. કોઈ સ્વાધ્યાયમાં, કોઈ ધ્યાનમાં તો કોઈ વ્યત્સર્જનમાં સ્થિર થાય છે. બધા પોતાની યોગ્યતાનુસાર આત્મ સાધના અને તપ નિર્જરામાં ગણાય છે, તેમાં કોઈ પણ સાધનાને એકાંત વીતરાગ માર્ગ માની અન્યનો નિષેધ કરવો, એ ઉચિત નથી જ.
વાસ્તવમાં વર્તમાનની ધ્યાન પ્રણાલી પ્રાયઃ કરીને સુત્સર્ગ તપનું એક વિકૃત રૂપ છે. એના સાધક પ્રાયઃ અન્ય સાધનાઓનું મહત્ત્વ માનતા નથી તથા વ્યુત્સર્ગ તપ તો ઊભા રહીને શરીરના મમત્વ અને સંસારના ત્યાગના સંકલ્પથી થાય છે પરંતુ વર્તમાન
ધકોનું ધ્યાન ગમે તે આસનથી થાય છે. શરીરના મમત્વનો ત્યાગ પણ તેમાં આવશ્યક હોતો નથી. કાયોત્સર્ગ તપ શરીર નિરપેક્ષ હોય છે, કિંતુ વર્તમાનના પ્રચલિત ધ્યાન શરીર સાપેક્ષ હોય છે. આ પ્રકારે બન્નેમાં અંતર છે. તેથી આ વર્તમાન ધ્યાન પ્રણાલિકાઓ ધ્યાન નથી પણ અધ્યાન-ધ્યાન રહિત અવસ્થા છે અર્થાત્ વ્યુત્સર્ગ તપનું વિકૃત પરિશેષરૂપ છે, એમ સમજવું જોઈએ. પ્રશ્ન:- કાય ફ્લેશ, ધ્યાન તથા વ્યુત્સર્ગ આ ત્રણેને બાર પ્રકારના તપમાં જુદું જુદું સ્થાન આપ્યું છે તો તેમાં શી ભિન્નતા છે ? ઉત્તર:- કાયાને કોઈ પણ આસન પર સ્થિર કર્યા પછી ઉત્પન્ન થતી અશાતાવેદનાને દીનતા, ભય આદિથી રહિત બની સહન કરવું તે કાય ફ્લેશ તપ છે. વાયુ વિનાના સ્થાનમાં જેમ દીપકની શિખા સ્થિર રહે છે તેમ મનને સ્થિર કરવું તથા સૂર્યના કિરણોને જેમ બહિર્ગોળ કાચમાં કેન્દ્રિત કરવામાં આવે છે તેમ મનને કેન્દ્રિત કરવું ધ્યાન છે.
મનની સ્થિરતાની જેમ વચન, કાયાની એકાગ્રતા પણ ધ્યાનનું અંગ છે. ધ્યાન બળથી કાયાની વેદનાને પરાઈ સમજવી, તુચ્છ સમજવી, શરીર ઉપરથી મમતા હટાવી તેને નિષ્પષ્ટ કરવું, તેવી જ રીતે વચન અને મનને પણ ચેષ્ટા રહિત કરવું; એવી આત્મ સ્થિતિનું હોવું અને આત્મસ્થ થઈ જવાના કારણે કાયાની વેદનાનો અહેસાસ ન થવો અથવા મંદ અનુભવ થવો આ ત્રણે યોગોનું શક્ય વ્યુત્સર્જન કરવું તે જ કાયોત્સર્ગ છે.
પ્રશ્ન:- નિર્વિકલ્પ ધ્યાનનો સંભવ છે ? ઉત્તર – જૈનાગમની દષ્ટિએ આ અશુદ્ધ વાક્ય પદ્ધતિ છે. નિર્વિકલ્પ હોવું કે તેનો અભ્યાસ કરવો તે વ્યુત્સર્ગ તપ છે. જેમાં વચન અને કાયાની સાથે મનનો અર્થાત્ ચિંતનનો ત્યાગ કરવામાં આવે છે. આ રીતે નિર્વિકલ્પ હોવું સંભવ છે. કારણ કે વ્યત્સર્ગ તપ પણ સંભવ છે જ. કોઈ પણ યોગનું અંતર પડી શકે છે. ગાઢ નિદ્રામાં, બેહોશ દશામાં પણ મનોયોગનું અંતર પડે જ છે. અધ્યવસાય તો અરૂપી છે. તે સદાય શાશ્વત રહે છે. પણ મન તો પુગલ પરિણામી અને વિરહ સ્વભાવી છે તેથી નિર્વિકલ્પ સાધનાનો નિષેધ ન કરવો. નિર્વિકલ્પ સાધના ધ્યાન નથી પરંતુ ધ્યાનથી આગળની સાધના છે. ધ્યાન અગિયારમું તપ છે જ્યારે નિર્વિકલ્પ સાધના વ્યુત્સર્ગરૂપ બારમું તપ છે.
જેમ જિનમત વિરુદ્ધ તાપસાદિના માસ, બે માસના સંથારા પણ આગમમાં પાદોપગમન સંથારા કહેવાય છે. તેવી જ રીતે જિનમતમાં શ્રદ્ધા ન રાખવાવાળાના ઉપવાસ આદિને તપ, અને વ્યુત્સર્ગ રૂપ નિર્વિકલ્પ સાધનાને વ્યુત્સર્ગ તપ જ કહેવાય છે. પરંતુ