________________
આગમ-કથાઓ
220 સ્વાધ્યાય તથા તેના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન કલાકો સુધી થઈ શકે છે. વ્યુત્સર્ગરૂપ કાયોત્સર્ગ અને મૌનવ્રત લાંબા સમય સુધી શક્તિ અનુસાર, સ્થિરતા(દઢતા) અનુસાર થઈ શકે છે, પરંતુ ધ્યાન ક્ષણિક હોય છે. તે મિનિટ, બે મિનિટ અથવા ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે, તેથી વધુ ન રહી શકે. જાપ અને લોગસ્સ:- જાપ અને લોગસ્સ આદિનું પુનરાવર્તન કરવું તે વ્યત્સર્ગ પણ નથી. તે પ્રવર્તન આગમ આધારે નથી પણ પરંપરા માત્ર છે. જો કે તે સાધકની માત્ર પ્રાથમિક ભૂમિકા રૂપે સ્વીકારેલ છે.
નમસ્કાર અથવા વિનય પ્રવર્તન મર્યાદાથી થાય છે. દા.ત. ગુરુ કે માતા- પિતા આદિને પ્રણામ, ચરણ સ્પર્શ, વંદન યથાસમયે જ થાય છે. તેનું કોઈ રટણ કરે, વારંવાર પ્રણામ કરે તે અનુપયુક્ત છે. ગુણકીર્તન પણ યથા સમયે એક વખત પ્રગટ રૂપે કરવું યોગ્ય છે. વારંવાર કરવું તે આગમ સંમત કે ઉન્નતિશીલ પ્રવર્તન નથી તેમજ ધ્યાન આદિરૂપ પણ(વાસ્તવમાં) નથી. પરંતુ આ જાપ પ્રવૃત્તિ આશ્રવ ત્યાગ સાધક છે અને સામાન્ય સાધકોની છે; પ્રાથમિક અવસ્થારૂપ છે; તેમજ સ્વાધ્યાય આદિ કરવાની યોગ્યતા રહિત વ્યક્તિ માટે આલંબનરૂપ છે. સર્વથાત્યાજ્ય નથી અને સદાને માટે તેમાં જ રોકાઈ જવાય નહીં. યથાશક્ય સ્વાધ્યાય અને ધ્યાનની વૃદ્ધિ કરવામાં પ્રયત્નશીલ બનવું જોઈએ. ધ્યાનાદિના આસન - સામાન્ય સાધુઓનો અધિક સમય સ્વાધ્યાય અને તેના અનુપ્રેક્ષણરૂપ જ્ઞાનધ્યાનમાં વ્યતીત થાય છે. છદ્મસ્થ તીર્થકર, જિનકલ્પી અને પ્રતિમાધારી આદિ શ્રમણો અધિક સમય વ્યત્સર્ગમાં પસાર કરે છે. કાયોત્સર્ગ વ્યુત્સર્ગનું જ અંગ છે. તે વિધિથી તો ઊભા-ઊભા જ કરવામાં આવે છે. અપવાદમાં બેઠા કે સૂતાં પણ કરાય છે. સ્વાધ્યાયના અનુપ્રેક્ષણરૂપ ધ્યાન ઉત્કટુક આસનથી(ખમાસમણા દેવાના આસને) કરવું તે મુખ્ય વિધિ છે. શેષ સામાન્ય વિધિના આસન છે.
ધ્યાન પધાસન, પર્યકાસન, સુખાસન, ઉત્કટુકાસન આદિ આસનથી કરી શકાય છે. સ્વાધ્યાય વિનયયુક્ત કોઈપણ આસનથી કરી શકાય છે. કાયોત્સર્ગ શબ્દ કાયાની મુખ્યતાથી કહેવામાં આવેલ છે તોપણ ત્રણે યોગોનો શક્ય વ્યુત્સર્ગ કરવો એમાં અન્તર્ભાવિત સમજવો જોઈએ. એક તપમાં બીજું તપઃ- કોઈ પણ તપની સાથે અન્ય તપ કરવાનો નિષેધ નથી. દા.ત. સ્વાધ્યાય કરતાં-કરતાં આત્મ ધ્યાનમાં લીન થઈ શકાય છે અથવા કાઉસગ્નમાં સ્વાધ્યાયનું ચિંતન કરી શકાય છે. એકનું અસ્તિત્વ અને નિરૂપણ બીજામાં એકમેક ન કરવું અને
એકના અભાવમાં બીજાનો નિષેધ પણ ન કરવો. દા.ત. ઉપવાસમાં પૌષધ થઈ શકે છે. પણ પૌષધ વિના ઉપવાસ નથી થતો, આ | નિષેધ અનુચિત છે. તેમજ ઉપાવસ વિના,પૌષધ નથી થતો તે નિષેધ પણ આગમ વિરુદ્ધ છે.
આહાર ત્યાગ પણ એક વ્રત પ્રત્યાખ્યાન તપ છે. તો સાવધયોગ ત્યાગ પણ વ્રત છે. બંને સાથે થઈ શકે છે. તેમના મહત્ત્વ અને નામ જુદા જુદા છે. એકાંત આગ્રહ રાખવો જિનમાર્ગ વિરુદ્ધ છે. જે સાધકને જે રુચિ, યોગ્યતા અને અવસર હોય તે એક યા અનેક ધર્મક્રિયા કે તપ આદિ સાથે કે જુદા-જુદા કરી શકે છે. કોઈ સાધક ઉચ્ચ કક્ષાની સાધના કરે છે તો કોઈ અન્ય કક્ષાની પણ. શ્રદ્ધા અને જ્ઞાન શુદ્ધ છે, તો કોઈ પણ કક્ષાની આગમોક્ત ક્રિયાને એકાંત દષ્ટિકોણથી ખરાબ યા ખોટી કહેવી કે સમજવી યોગ્ય નથી. સમન્વયદષ્ટિથી કે આગમના અનુપ્રેક્ષણથી કોઈપણ વ્યક્તિની કે પ્રવૃત્તિની કસોટી મધ્યસ્થતાની સાથે કરવી જોઈએ.
પરંપરા યા એકાંતિક દૃષ્ટિથી કોઈની કસોટી કરવી તે સંકચિત દૃષ્ટિકોણ છે. તેમ કરનાર સ્વઆત્મામાં કે અન્યમાં રાગદ્વેષની વૃદ્ધિ કરવાવાળો બને છે. જેથી સમભાવ અને પરમશાંતિમાં ક્ષતિ થાય છે, વૃદ્ધિ થતી નથી. અન્યની ઉપેક્ષા ન કરવી – અન્ય ધર્મમાં યોગાભ્યાસ છે તે જૈન ધર્મમાં વ્યુત્સર્જનરૂપ કાઉસગ્ગ તપ કહેલ છે. જે સાધકમાં સમ્યજ્ઞાન, શ્રદ્ધા સુરક્ષિત છે તે સાધક માટે તપ રૂપ યા અનાશ્રવ રૂપ કોઈ પણ ક્રિયા હિતકર સિદ્ધ થઈ શકે છે. તેમાં કોઈને હીન સમજવું અવિવેક કહેવાય.
આચારાંગ શ્રત સ્કંધ-૨, અધ્યયન–૧ માં ભિન્ન પ્રકારની સાત પિંડેષણાઓ કહી છે. તેના અંતમાં કહ્યું છે કે જેને જેમાં સમાધિ ઉપજે તે કરે; પણ એમ ન વિચારે કે હું જ શ્રેષ્ઠ કરી રહ્યો છું, બીજા નહીં', પણ એમ વિચારે કે “જેને જેમાં સમાધિ અને રુચિ છે તે તેમ કરે છે, બધા જિનાજ્ઞામાં ઉપસ્થિત છે.'
તેથી જિનાજ્ઞા બહારની કોઈ પણ સાધના અસમ્યક કહી શકાય પરંતુ જિનાજ્ઞામાં રહેતાં કોઈ ગમે તે એક યા અનેક સાધના કરે તેને દોષ દષ્ટિથી જોવું યોગ્ય નથી.
તાત્પર્ય કહેવાનું એ છે કે પોતાના સ્થાન ઉપર આયંબિલનું મહત્ત્વ છે તો ઉપવાસનું મહત્વ પણ તેના સ્થાન ઉપર છે.
સ્થાને સ્વાધ્યાયનું મહત્ત્વ છે તો સેવાનું મહત્વ પણ ઓછું નથી. પોતાના સ્થાને સ્વતંત્ર વિહારી બનવાનું બીજો શ્રમણ મનોરથ છે તો સમૂહની સારણા-વારણા કરવી આચાર્ય માટે શીઘ મોક્ષફળ અપાવનારી બને છે. આગમમાં જિનકલ્પ અને અચેલ ચર્ચા પણ બતાવામાં આવી છે તો વસ્ત્ર યુક્ત સંયમની આરાધના પણ કહી છે. તેથી સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ બધા તપો પોત-પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. તેને વખોડવા ન જોઈએ; ચાહે પોતાના હોય કે પરાયા. અનિમેષ દૃષ્ટિ વિચારણા - આગમમાં કાયોત્સર્ગને માટે જે “અનિમેષ દષ્ટિ યા એક પુદ્ગલ દષ્ટિ' શબ્દનો પ્રયોગ છે તેને ભાવાત્મક પણ સમજી કાયાનો વ્યુત્સર્ગ કરવો છે, તો તેમાં આંખોને બંધ પણ કરી શકાય છે. સામાન્ય સાધકોને આંખો ખુલી રાખવાથી અનેક વિકલ્પો ઉત્પન્ન થાય છે.
અંધારી રાત્રે, સ્મશાનમાં કે કોઈ ગુફામાં કાયોત્સર્ગ કરવામાં આવે ત્યારે ઉક્ત અનિમેષ દષ્ટિ શબ્દનો અર્થ– આત્મ દષ્ટિને એક વસ્તુ યા એક ક્રિયા ઉપર કેન્દ્રિત કરી શેષનું ભાવથી વ્યુત્સર્જન કરી દેવું તેમ સમજવો. શું “રિસર્ચ ધ્યાન છે? – રિસર્ચરૂપ અધ્યયન પ્રણાલીને સ્વાધ્યાયના અનુપ્રેક્ષણ રૂપ ચોથા વિભાગની કક્ષામાં સમજવી પરંતુ તેની સાથે સમ્યક દર્શન ન હોવાથી તે પ્રવૃત્તિ મોક્ષમાર્ગમાં ગણાતી નથી. નહીં કે ધ્યાન તપના ભેદમાં.