________________
આગમ-કથાઓ
જિન વચનોમાં સમ્યગ્ શ્રદ્ધાના અભાવમાં તેઓનું તે તપ મોક્ષ સાધનરૂપ અથવા આરાધનારૂપ નથી થતું. કારણ કે સમ્યક્ત્વ વિના સમસ્ત ક્રિયાઓ અલૂણી છે; પૂર્ણ ફળદાયક નથી થઈ શકતી.
222
ધર્મ ધ્યાનનું ચિંતન
[નોંધ :– ગુજરાતમાં કેટલાક સમુદાયોમાં પાંચમા આવશ્યકના કાયોત્સર્ગમાં આ પ્રમાણે ચિંતન કરવામાં આવે છે.] (૧) પહેલો ભેદ—આણા વિચય :— આણા વિચય કહેતાં વીતરાગની આજ્ઞાનો વિચાર ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે સમકિત સહિત બાર વ્રત, અગિયાર પડિમા, સાધુજીના પાંચ મહાવ્રત, બાર ભિક્ષુની પડિમા, શુભ ધ્યાન, શુભ જોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા; તેની આરાધના કરવી; તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો તેમજ ચતુર્વિધ સંઘના ગુણોનું કીર્તન કરવું; આ ધર્મ ધ્યાનનો પહેલો ભેદ કહ્યો.
(૨) બીજો ભેદ–અવાય વિચય :– અવાય વિચય કહેતાં જીવ સંસારમાં દુઃખ શા માટે ભોગવે છે તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ, અઢાર પાપસ્થાનક અને છકાય જીવની હિંસા; તેનાથી જીવ દુઃખ પામે છે. માટે એને દુ:ખનું કારણ જાણી, તેનો ત્યાગ કરી, સંવર માર્ગ આદરવો. જેથી જીવ દુ:ખ ન પામે; આ ધર્મ ધ્યાનનો બીજો ભેદ કહ્યો. (૩) ત્રીજો ભેદ–વિવાગ વિચય :- વિવાગ વિચય કહેતાં જીવ સંસારમાં સુખ અને દુ:ખ ભોગવે છે તે શા થકી, તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે જીવે જેવા ૨સે કરી પૂર્વે જેવા શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્જન કર્યા છે તે કર્મના ઉદયથી જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતા થકા કોઈ ઉપર રાગદ્વેષ ન આણી, સમતાભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત શ્રી જૈન ધર્મને વિષે પ્રવર્તીએ, જેથી નિરાબાધ પરમ સુખને પામીએ; આ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો.
શુભાશુભ
(૪) ચોથો ભેદ–સંઠાણ વિચય :- સંઠાણ વિચય કહેતાં ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈદક(સરાવલા)ને આકારે છે. લોક જીવ અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્ય ભાગે અસંખ્યાત યોજન પ્રમાણ તીરછો લોક છે. તેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાત વાણવ્યંતરના નગરો છે. અસંખ્યાત જ્યોતિષીના વિમાનો છે. દેવતાઓની રાજધાનીઓ છે, તે તિરછાલોકની મધ્યમાં અઢીદ્વીપ છે. તેમાં જઘન્ય તીર્થંકર વીસ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ અથવા ૧૭૦ હોય. સામાન્ય કેવળી જઘન્ય અનેક ક્રોડ, ઉત્કૃષ્ટ હોય તો પણ અનેક ક્રોડ, સાધુ સાધ્વી જઘન્ય અનેક હજાર ક્રોડ, ઉત્કૃષ્ટ પણ અનેક હજાર ક્રોડ હોય છે. તેમને વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણ, મંગલ, દેવમં, ચેઈયં, પન્નુવાસામિ, તેમજ તિરછા લોકમાં અસંખ્યાત શ્રાવક શ્રાવિકાઓ છે તેમના ગુણગ્રામ કરવા.
તિરછા લોકથી અધિક મોટો ઉર્ધ્વલોક છે. તેમાં બાર દેવલોક, નવ ગ્રેવયેક અને પાંચ અનુત્તર વિમાન છે. તે સર્વના મળીને કુલ ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે. તે ઉપર લોકાગ્રે સિદ્ધશિલા છે. ત્યાં સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને વંદામિ નöસામિ સક્કારેમિ સમ્માણેમિ કલ્લાણં મંગલં દેવયં ચેઈયં પજજુવાસામિ .
તે ઉર્ધ્વલોકથી કંઈક અધિક(મોટો) અધોલોક છે. તેમાં સાત નરકના ૮૪ લાખ નરકાવાસા છે. ૭ કરોડ, ૭૨ લાખ ભવનપતિના ભવનો છે. એવા ત્રણે લોકના સર્વસ્થાનો સમકિત રહિત કરણી કરીને આ જીવે અનંતી–અનંતી વાર જન્મ મરણે કરી સ્પર્શી મૂકયા છે. તો પણ આ જીવને જન્મ-મરણનો અંત આવ્યો નથી. એવું જાણી સમક્તિ સહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર અમર નિરાબાધ પરમ સુખને પામીએ. આ ધર્મ ધ્યાનનો ચોથો ભેદ કહ્યો.
પરિશિષ્ટ : આત્મશાંતિનો સાચો માર્ગ
(સોહી ઉજજુય ભૂયમ્સ, ધમ્મો સુદ્રસ્સ ચિઠ્ઠઈ .) – ઉત્તરા૦ અ૦ ૩ ગાથા-૧૧.
સરળતા ગુણ યુક્ત આત્માની જ શુદ્ધિ થાય છે અને સરળતા ગુણથી શુદ્ધ બનેલ આત્મામાં જ ધર્મ ટકી શકે છે. સરળતા ગુણની પ્રાપ્તિને માટે અથવા કપટ પ્રપંચથી દૂર રહેવાને માટે નીચે કહેલ વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ–
૧. હું કપટ જૂઠ કરું છું તેને મારો આત્મા જાણે જ છે ૨. અરિહંત-સિદ્ધ ભગવાન પણ જાણી રહ્યા છે ૩. નવા કર્મોનો બંધ થઈ રહ્યો છે ૪. પાપ છિપાયા ના છિપે, છિપે ન કર્મ વિપાક, દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ ।। અર્થાત્ છુપાવેલા પાપનું ફળ વધારે વધીને પ્રગટ થશે આ ભવમાં અથવા પરભવમાં ૫. બચાવ કરીને બીજાઓને ભ્રમમાં રાખવા તે ખરેખર આત્માની સાથે કરેલી ઠગાઈ છે ૬. કપટ કરી ઇજ્જત અને યશ રાખવો તે પણ એક ભ્રમણા છે. વાસ્તવમાં આત્મા ભારે થઈને બગાડને વધારે પ્રાપ્ત છે ૭. ઉચ્ચ ક્ષયોપશમવાળા બુદ્ધિમાન અનુભવી સાચી વાતને જાણી લે છે ૮. અંદરના અવગુણને ઢાંકવા– વાળો આત્મા અંદરથી ઘણી અશાંતિને પ્રાપ્ત કરે છે. આ પ્રકારનું ચિંતન કરી સરળતાના ગુણને ધારણ કરવો જોઈએ.
દૃષ્ટાંત :– તપસ્યાને માટે કરાયેલી માયાએ પણ મલ્લિનાથ ભગવાનના જીવને છેક મિથ્યાત્વમાં ધકેલી દીધો હતો. તેનું ફળ સ્ત્રીપણે ભોગવવું પડયું.
=
કોહો પીઈ પણાસેઈ, માણો વિણય નાસણો .- માયા મિત્તાણિ નાસેઈ, લોહો સવ્વ વિણાસણો । ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો વિનાશ કરે છે અને લોભ બધા ગુણોનો નાશ કરે છે. – દશવૈકાલિક અ૦–૮.
પોતાની અંદર રહેલા અનેક અવગુણો અને ગુણોની ખામીઓનું વારંવાર સ્મરણ અથવા ચિંતન કરતા રહેવાથી માનની અલ્પતા રૂપ નમ્રતા અંતરમાં જાગૃત થાય છે. જેનાથી અપમાન, અપશયના પ્રસંગે પણ મનમાં કોઈ જાતની ગ્લાનિ અથવા અશાંતિ થતી નથી. નિંદા અથવા અપયશમાં સાંભળવાની ક્ષમતા વધે છે. તેનાથી ક્રોધને ઉત્પન્ન થવાની જડ નબળી બનતી જાય છે.