________________
jain
૩. સાડી કર્મો– વાહન બનાવીને વેચવા.
૪. ભાડી કમ્મૂ– વાહન ચલાવીને ભાડાની કમાણી કરવી, વ્યાપાર રૂપે.
૫. ફોડી કમ્મે ખેતીને માટે હળ ચલાવવું. ખાણ ખોદવી અને તેમાંથી નીકળેલ પદાર્થને વેચીને આજીવિકા ચલાવવી. કુવા, વાવડી, તળાવ, સડક આદિ બનાવવાનો ઠેકો લેવો.
147
કથાસાર
૬. દંત વાણિજજે– ત્રસ જીવોના શરીરના અવયવનો વ્યાપાર હાથીદાંત, રેશમ, કસ્તૂરી, શંખ, કેશ, નખ, ચામડું, ઊન, સીધા ખરીદવા અથવા ઓર્ડર દેવો.
૭. લખ વાણિજ્યું– જે વસ્તુઓને તૈયાર કરવામાં ત્રસ જીવોની હિંસા થાય અથવા સાડવવી પડે એવા કેમિકલના વ્યાપાર અથવા લાખ આદિ વેચવા, ગળી, સોડા, સાબુ, મીઠું, સાજીખાર, રંગ આદિનો વ્યાપાર.
૮. ૨સ વાણિજ્યું – દારૂનો ધંધો, તથા ઘી, તેલ, ગોળ, સાકર આદિ રસ પદાર્થનો ધંધો કરવો. દૂધ, દહીં વેચવા.
૯. કેશ વાણિજ્યું– વાળવાળા જાનવર કે દાસ–દાસી વેચવા—ખરીદવાનો વેપાર. ઘેટા કે ઉનનો વેપાર .
=
૧૦. વિષ વાણિજ્યું – જેનો ઉપયોગ જીવોને મારવાનો હોય એવા પદાર્થ અથવા શસ્ત્રનો વ્યાપાર જેમ કે – બંદૂક, તલવાર, ડી.ડી.ટી. પાઉડર આદિ.
૧૧. યંત્ર પીલન કર્મ– તેલ અથવા રસ કાઢવો તથા ચરખામિલ, પ્રેસમિલ, ઘંટી આદિ ચલાવવા, વીજળીથી ચાલે તેવા કારખાના ચાલવવા.
૧૨. નિલંછણ કમ્પે– નપુંસક બનાવવાનો ધંધો કરવો, અંગોપાંગનું છેદન કરવું, ડામ આપવા વગેરે.
૧૩. દવગ્નિ દાવણયા– જંગલ, ખેત, ગામ આદિમાં આગ લગાડવી.જમીન સાફ કરવી, કરાવવી . (મોટા પાયે.)
૧૪. સરદહ તલાગ રિસોસણયા– ખેતી આદિ કરવાને માટે ઝીલ, તળાવ આદિના પાણીને સૂકવવા.
૧૫. અસઈ જણ પોષણયા– શોખ, શિકાર અથવા આજીવિકા નિમિત્તે હિંસક જાનવર તથા દુશ્ચરિત્ર સ્ત્રીઓનું પોષણ કરવું . કે ઉગરાણી વગેરેને માટે, જમીન ખાલી કરાવવા માટે ગુંડાઓ ને પાળવા પોષવા .
(૮) આઠમું વ્રત : અનર્થદંડ વિરમણ ઃ
ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અનુસાર, વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ; જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ.
આ પ્રકારના ત્યાગ કરવા :- (૧) હોળી રમવી નહિ. (૨) ફટાકડા ફોડવા નહિ.(૩) જુગાર રમવો નહિ.(૪) સિનેમા (૫) પાન (૬) સાત વ્યસન (૭) ધુમ્રપાન (૮) તંબાકુ ખાવું સુંઘવું નહિ.(૯) માપ વગર પાણીથી સ્નાન કરવું નહિ.જેમ કે—– કુવા, વાવડી, તળાવ, નદી, વરસાદમાં અથવા નળની નીચે. તેનો ત્યાગ કરવો અથવા મર્યાદા ( ) વાર વરસમાં. લોકાચારનો આગાર (૧૦) ગાળ્યા વગરનું પાણી પીવાનો ત્યાગ અથવા કામમાં લેવાનો ત્યાગ.
ચાર પ્રકારના અનર્થદંડ :
(૧) અવજજાણા ચરિએ :- · ખોટું ખોટું ચિંતન કરવું. જેમ કે— બીજાને મારવાનો કે પોતે મરવાનો, નુકસાનનો, રોગ આવવાનો, આગ લાગી જવાનો કોઈપણ રીતે દુઃખી થવાનો ઈત્યાદિ વિચાર કરવો. અથવા આ કાર્ય પોતે જ કરવાનો વિચાર કરવો. બીજા પણ અનેક આર્ટરૌદ્ર ધ્યાન કરે જેમ કે– બીજાના દોષ જુએ, નિંદા કરે, બીજાની લક્ષ્મી ઇચ્છે, સંયોગ વિયોગના સંકલ્પ વિકલ્પ કરે, બીજાના દુઃખમાં ખુશ થાય, ખોટું આળ આપે, ખોટી અફવા ઉડાડે. મિશ્ર ભાષા બોલીને કોઈના પ્રત્યે ભ્રમ ફેલાવે ઇત્યાદિ આ બધી પ્રથમ અનર્થ દંડની પ્રવૃત્તિઓ છે.
(૨) પમાયાચરિએ :– પ્રમાદ પૂર્વક પ્રવૃત્તિ કરવી. વિવેક ન રાખતા આળસ, બેપરવાહી આદિ તરલ પદાર્થ જેમ કે– પાણી, દૂધ, ઘી આદિના વાસણ ઉઘાડા રાખવા. મીઠા પદાર્થોને વિવેક વગર રાખવા તથા કઈ વસ્તુને ક્યાં, કેવી રીતે રાખવી, તેનો વિવેક ન રાખવો. વિવેક વગર બોલી જવું, વિવેક વગર ચાલવું, બેસવું વગર પ્રયોજને પૃથ્વી ખોદવી; પાણી ઢોળવું, અગ્નિ પેટાવવી, હવા નાખવી, હાથ પગ વસ્તુ હલાવવી; પંખા લાઈટ ચાલુ મૂકીને ચાલ્યા જવું, નળ આદિ ખુલ્લા રાખીને જવું, વિવેક ન રાખવો. લીલી વનસ્પતિ, ઘાસ તોડવું; તેના ઉપર બેસવું; ચાલવું; માપ વગર પાણીનો ઉપયોગ કરવો અથવા પાણીમાં તરવું; અનેક મનોરંજનની પ્રવૃત્તિઓ પણ અનર્થદંડમાં ગણવામાં આવે છે. દીપક, ચૂલા, ગેસ ઉઘાડા રાખી દેવા. સંમૂóિમ ખાર, ફૂલણ આદિનું ધ્યાન રાખ્યા વગર ચાલવું. વૃક્ષ પર ઝૂલો બાંધવો આ બધી પ્રવૃત્તિઓ બીજા અનર્થદંડની છે.
=
(૩) હિંસપ્પયાણું હિંસાકારી શસ્ત્ર કોઈને પણ આપવા અથવા અવિવેકીને આપવા તથા એવા સાધનોનો અધિક સંગ્રહ કરવો. શસ્ત્ર, તલવાર, બંદૂક, છરી, કોદાળી, પાવડા આદિ. હિંસક જાનવરોનું પોષણ કરવું, ડી.ડી.ટી. પાવડર આદિનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો આદિ ત્રીજા અનર્થદંડ છે.
-
(૪) પાવકમ્મોવએસે :– પ્રયોજન વગર અથવા જવાબદારી વિના જ બીજાઓને પાપકાર્યોની પ્રેરણા કરવી. જેમ કે– સ્નાન, શાદી, મકાન બનાવવું, વ્યાપાર કરવો, મોટરગાડી ખરીદવી, કૂવો ખોદાવવો, ખેતી કરવી, જાનવરનો સંગ્રહ કરવો. વનસ્પતિ કાપવી, ઉકાળવી આદિ પ્રેરણા કરવી અથવા એવા સંકલ્પ–વિકલ્પ કરવા. કોઈપણ ચીજોને અથવા સ્થાનોને જોવા જવું તેમજ કોઈ પણ વસ્તુના વખાણ અથવા પ્રશંસા કરવી. ખોટા શાસ્ત્ર રચવા તેમજ ખોટી પ્રરૂપણા કરવી; ઇત્યાદિ આ બધા ચોથા અનર્થદંડ છે. આગાર :– જે આદત જ્યાં સુધી પૂર્ણરૂપે ન સુધરે ત્યાં સુધી તેનો આગાર. આદતને સુધારવાનો પૂરો પ્રયત્ન કરીશ. લક્ષ રાખીને વિવેકજ્ઞાન વધારીશ.
અતિચાર :- (૧) કામ વિકાર ઉત્પન્ન થાય તેવી કથા કરવી. (૨) ભાંડોની જેમ બીજાઓને હસાવવા માટે કાયાની કુચેષ્ટા કરવી. અંગોપાંગોને વિકૃત કરવા. (૩) નિર્લજ્જતાપૂર્વક નિરર્થક બોલવું, અસત્ય અને અટપટુ અથવા હાસ્યકારી બોલવું (૪) ઉખલ–મૂસલ આદિ ઉપકરણોને એક સાથે રાખવા જેનાથી સહજ રીતે વિરાધના થાય તથા શસ્ત્રોનો અધિક સંગ્રહ કરવો.