________________
આગમ-કથાઓ
(૬) છઠ્ઠું વ્રત : દિશા પરિમાણ :
પોત પોતાના સ્થાનથી ચારે દિશામાં ( ) કિલોમીટર ઉપરાંત જવાનો ત્યાગ અથવા ભારત ઉપરાંત જવાનો ત્યાગ ( ) અથવા વિદેશ સંખ્યા ( ) ઉપરાંત ત્યાગ. વિદેશ નામ ( ); ઉપરની દિશામાં કિ.મી. ( ), નીચેની દિશામાં ફૂટ ( ) ઉપરાંત જવાનો ત્યાગ, એક કરણ ને ત્રણ યોગથી જીંદગી પર્યંત. તાર, ચિઠ્ઠી, ફોન આદિ પોતે કરવાની મર્યાદા ( ), દેશની સંખ્યા ( ) ઉપરાંતનો ત્યાગ. આગાર :– સ્વાભાવિક જમીન ઊંચી નીચી હોય તો તેનો આગાર. જે વાહન ખુલ્લા રાખ્યા છે તે જેટલા ઊંચા નીચા જાય તેનો આગાર. આવેલા તાર, ચિઠ્ઠી, ફોન, રેડિયો, ટી.વી. આદિનો આગાર. નોકરી અથવા શારીરિક કારણ આદિ વિશેષ પરિસ્થિતિનો આગાર. રાજ્ય સંબંધી, દેવ સંબંધી સ્થિતિનો આગાર. પુત્રાદિ મર્યાદિત ક્ષેત્રથી બહાર ચાલ્યા જાય તો તેના સંબંધે વિશેષ પરિસ્થિતિનો આગાર. બનતી કોશિશ બધી પરિસ્થિતિઓથી બચવાનું ધ્યાન રાખીશ.
અતિચાર :– (૧–૩) ઉર્ધ્વ, અધો અને તિરછી દિશા સંબંધી અજાણપણે અને મર્યાદાને ભૂલી જવાના કારણે ઉલ્લંઘન થયું હોય (૪) એક દિશાના પરિમાણને ઘટાડીને બીજી દિશાનું પરિમાણ વધાર્યું હોય. બંને દિશાઓનો સરવાળો તેટલો જ રહે છે માટે અતિચાર છે (૫) યાદ ન રહે અને અંદાજથી જેટલી મર્યાદા ધ્યાનમાં (સ્મૃતિમાં) આવે, તેનું ઉલ્લંઘન કરે; ત્યારપછી ખબર પડે કે વાસ્તવમાં મર્યાદાનું ઉલ્લંઘન થયું નથી, તોપણ તે અતિચાર છે. (૭) સાતમું વ્રત : ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત –
નોંધ : ૨૬ બોલોની મર્યાદાને ૧૫ બોલોમાં સંક્ષિપ્ત કરી છે.
146
૧. દાતણ – સચિત ( ), અચિત ( ), પ્રતિદિન ( ).
૨. સાબુ ન્હાવાનો ( ) જાતિ. ધોવાનો જાતિ ( ), પોતાની અપેક્ષાએ.
૩. વિલેપન – તેલ, ચંદન, પીઠી, પાવડર, ક્રીમ આદિની જાતિ ( ).
૪. સ્નાન – રોજ નંગ ( ) માસમાં નંગ / દિવસ ( ) વરસમાં નંગ / દિવસ ( ) એક વખતના સ્નાનમાં પાણી ( ) લીટર, વગર
=
માપના પાણીથી સ્નાન કરવાનો ત્યાગ અથવા મર્યાદા ( ). લોકાચારનો આગાર. મહિનામાં ( ) દિવસ સ્નાન કરવાનો ત્યાગ.
૫. વસ્ત્ર – ૧ સૂતર, ઊન આદિ જાતિ ( ) જાવજીવ સુધી (૨) વસ્ત્ર જોડ અથવા નંગ ( ) ઉપરાંત એક સાથે રાખવાનો ત્યાગ. રેશમી વસ્ત્રનો સંપૂર્ણ ત્યાગ. (રેશમના કીડાઓને જીવતા ગરમ પાણીમાં નાખી તાતણાં ભેગા કરાય છે.)
૬. શયન – સુવા બેસવાના નંગ રોજ ().
૭. કુસુમ (ફૂલ) – સૂંઘવાના ફૂલોની જાતિ ( ), અત્તરાદિ જાતિ (), માળા જાતિ (), ભૂલનો, દવાનો અને પરીક્ષાનો આગાર.
૮. આભૂષણ – ઘડિયાળ આદિ એક સાથે શરીર પર પહેરવાની જાતિ ( ) નંગ ( ) સંભાળીને રાખવા માટે અથવા પરીક્ષણને માટે પહેરવાનો આગાર.
૯. ધૂપ કરવો – જાતિ ( ), અગરબત્તી, લોબાન, કપૂર, ઘી, તેલ આદિ. અગરબત્તીની જાતિ ( ).
૧૦. લીલા શાકભાજી ફળ આદિ ( ) કંદમૂળ ( ) જાતિ ઉપરાંત ત્યાગ.( કંદમૂળ નો આજીવન ત્યાગ કરવાનો લક્ષ્ય રાખવો .) ૧૧. સૂકોમેવો – જાતિ ( ) ઉપરાંત ત્યાગ અથવા અમુક ચીજનો ત્યાગ.
૧૨. સવારી – હવાઈ જહાજનો ત્યાગ અથવા મર્યાદા જીવનમાં ( ) વાર, સમુદ્રમાં જહાજનો ત્યાગ અથવા મર્યાદા ( ). પશુની સવારી—તેની પીઠ પર બેસીને જવાનો ત્યાગ અથવા મર્યાદા, જાતિ ( ), સ્થૂલ ક્ષેત્રની સવારી અમુક( ) કી.મી.ઉપરાંત નો ત્યાગ. ૧૩. ચંપલ – (જૂતા), રબર ચામડા આદિ જાતિ ( ), બૂટ સેંડલ આદિ જાતિ ( ) જાવજીવ. એક સાથે રાખવા ની કુલ જોડી ( )
=
ઉપરાંત ત્યાગ.
( ચામડાનાં જૂતા કે અન્ય પટા, પાકીટ વગેરેનો આજીવન ત્યાગનો લક્ષ્ય રાખવો કે જેથી અશાતા વેદનીયનો બંધ ન થાય .)
૧૪. સચિત – ખાવાની જાતિ ( ), જાવજીવ, રોજ જાતિ ( ) ઉપરાંત ત્યાગ.
(
૧૫. દ્રવ્ય – રોજ જાતિ ( ), જાવજીવ પર્યંતની જાતિ ( ) ઉપરાંત ત્યાગ.
=
દ્રવ્ય :– (૧) લીલા શાક (૨) સૂકા સાક (૩) દાળ (૪) મુખવાસ (૫) મીઠાઈ (૬) પીવાલાયક પદાર્થ (૭) સૂકો મેવો (૮) વિગય (૯)ભોજન, રોટલી, ખીચડી આદિ, (૧૦) તળેલા પદાર્થ (૧૧) અન્ય પદાર્થ.
વ્યાપાર જાતિ ( ) ઉપરાંતનો ત્યાગ. કર્માદાન સંખ્યા ( ) નો ત્યાગ.
આગાર :– ઉપરના નિયમોમાં ભૂલનો આગાર, દવાનો આગાર, બીજા કરી દે તો આગાર, નોકરી સંબંધી આગાર, ઘરને માટે આવેલી વસ્તુમાંથી કોઈ વેચવાનો પ્રસંગ આવી જાય તો આગાર. પુત્રાદિ આજ્ઞા વગર અથવા સલાહ વગર કંઈ કરી લે તો સ્વભાવ અનુસાર તેમાં સલાહ–સૂચન—ભાગનો આગાર. ઉપર કહેલી સર્વે ય મર્યાદાઓ ઉપરાંત એક કરણ ને ત્રણ યોગથી ત્યાગ. અતિચાર પાંચ :– (૧) ત્યાગ કરેલો હોવા છતાં પણ સચિત ને અચિત સમજીને અથવા ભૂલથી ખાવું તથા કોઈપણ સચિત વસ્તુ સ્વાદ લઈને આસકતીથી,પાપને પાપ સમજયા વગર ઉપયોગ રહિત થઈને ખાવી, તે પણ અતિચાર છે (૨) સચિત ગોટલી આદિથી લાગેલા ફળોને ખાય પછી ગોટલીને ફૂંકવી અથવા તત્કાલ એટલે કે તરતજ ગોટલી આદિ કાઢીને ખાવું (૩) પાકું સમજી ને અપક્વ સચિત ખાવું (૪) અચિત સમજીને અધૂરા પાકેલા અથવા સેકેલા પદાર્થને ખાવા (૫) જેમાં ઝાઝું સચિત ખાવાનું હોય અને થોડોક જ અચિત ભાગ ખાવાનો હોય અથવા જેમાં ફેંકવાનું થૂંકવાનુ અધિક હોય અથવા જેમાં પાપક્રિયા વધારે લાગે અને ખાવાનું ઓછું હોય એવી તુચ્છ વસ્તુઓ ખાવી પીવી. જેમ કે− કંદમૂળ; બીડી, સિગારેટ, તંબાકુ, ભાંગ; સીતાફળ, શેરડી આદિ.
પંદર કર્માદાનનું સ્વરૂપ
૧. ઈંગાલ કમ્મૂ– અગ્નિનો આરંભવાળો ધંધો, ધોબીકામ,રંગાટકામ,ગાળવાનું કામ,સુખડિયા,ભાંડભુંજા,સોની,લુહાર આદિના ધંધા ૨. વણ કમ્મૂ– વનસ્પતિના આરંભનો વ્યાપાર અથવા કર્મ, ખેતી, લીલા શાકભાજી બાફીને સૂકવવા વેચવાનો ધંધો.