________________
jain
145
કથાસાર અતિચાર :- (૧) ગુસ્સામાં આવીને નિર્દયતા પૂર્વક ગાઢ બંધનથી કોઈને બાંધવુ (૨) ગુસ્સામાં આવીને નિર્દયતાપૂર્વક મારપીટ કરવી (૩) ગુસ્સામાં આવીને નિર્દયતાપૂર્વક કાન, નાક, હાથ, પગ આદિ અવયવ કાપવા (૪) સ્વાર્થવશ શક્તિ ઉપરાંત કોઈપણ પ્રાણી ઉપર અધિક ભાર નાખવો. જેનાથી તેને અત્યંત પરિતાપ પહોંચે અથવા પ્રાણ સંકટમાં પડી જાય. (૫) ગુસ્સામાં આવીને કોઈ પણ પ્રાણીના નિર્દયતાપૂર્વક આહાર, પાણી બંધ કરવા. આ પાંચ અતિચાર છે. આગાર:- પોતાના અથવા પોતાને આશ્રિત જીવોને ઉપચાર કરાવવામાં કોઈ વિગલેન્દ્રીય ત્રસ જીવોની હિંસા રોકી ન શકાય તો તેનો આગાર. તેમજ સાંસારિક કાર્ય અથવા વ્યાપારિક કાર્ય કરતાં તથા વાહન પ્રયોગ કરતાં ત્રસ જીવોની હિંસા થઈ જાય તો તેનો આગાર. જીવોની ઉત્પત્તિની પહેલા અથવા પછી તેના નિવારણનો કોઈ ઉપાય અપનાવવો પડે તો આગાર. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી અહિંસક ઉપાય કરવાનું ધ્યાન રાખીશ. અવિવેક અને ભૂલનો આગાર. આદત ન સુધારવાથી કોઈ પ્રવૃત્તિ થઈ જાય તેનો આગાર. આદતને સુધારવાનો પ્રયત્ન કરીશ. (૨) બીજું વ્રત: સ્થૂલ મૃષાવાદ વિરમણ(મોટા જૂઠનો ત્યાગ):
પાંચ પ્રકારના મોટકા જૂઠું બોલવાનો મારી સમજ તેમજ ધારણા અનુસાર ઉપયોગ સહિત બે કરણ ત્રણ યોગથી જીવન પર્યંત ત્યાગ. અતિચારોને બનતી કોશીશ ટાળવાનો પ્રયત્ન કરીશ. પાંચ પ્રકાર :- (૧) કન્યા–વર સંબંધી અર્થાત્ મનુષ્ય સંબંધી (૨) પશુ સંબંધી (૩) ભૂમિ–સંપત્તિ સંબંધી (૪) થાપણ સંબંધી (૫) ખોટી સાક્ષી સંબંધી(વ્યાપાર તેમજ પરિવાર સંબંધી આગાર). મોટકા (સ્થૂલ) જૂઠની પરિભાષા - રાજદંડે, લોકભંડે(ધિક્કારે) બીજાઓની સાથે ધોખો થાય, વિશ્વાસઘાત થાય, વગર અપરાધે કોઈને ભારે નુકસાન ભોગવવું પડે, ઇજ્જત તેમજ ધર્મને ઠેસ પહોંચાડવી, જીવન કલંકિત થાય, આવું જૂઠ મોટું– ધૂલ હોય છે. તે શ્રાવકને માટે છોડવા યોગ્ય છે. આગાર – વ્યાપાર સંબંધી પ્રવૃત્તિનો આગાર. અવિવેક અથવા ભૂલનો આગાર. કોઈ આદત–દેવ સુધરી ન શકે ત્યાં સુધી આગાર. બને ત્યાં સુધી આદત સુધારવાની કોશિશ કરીશ. સ્વપર પ્રાણ રક્ષાનો તેમજ સામાજીક પરિસ્થિતિઓનો આગાર. સરકારી કાયદાનું પાલન થાય નહિ ને કોઈ કારણસર જૂઠું બોલવું પડે તો આગાર. અતિચાર:- (૧) વગર વિચાર્યે આક્ષેપ લગાવવો (૨) એકાંતમાં વાતચીત કરતી વ્યક્તિઓ પર આરોપ લગાવવો (૩) પોતાની સ્ત્રી અથવા પુરુષના મર્મને ખોલવા (૪) અહિતકારી, ખોટી સલાહ આપવી (૫) વિશ્વાસઘાત કરીને ખોટા લેખ લખવા. આ પાંચ અતિચાર છે. (૩) ત્રીજું વ્રત: સ્થૂલ અદત્તાદાન વિરમણ(મોટકી ચોરીનો ત્યાગ) :પાંચ પ્રકારની મોટી ચોરીનો બે કરણ ત્રણ યોગથી જીવનપર્યત ત્યાગ પાંચ અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની કોશિશ કરીશ.
સ્થૂલ ચોરીના પાંચ પ્રકાર:- (૧) ભત, દરવાજા આદિમાં છિદ્ર કરીને અથવા તોડીને (૨) વસ્ત્ર, સૂત(ધાગા), સોના આદિની ગાંઠ, પેટી ખોલીને ચોરી કરવી, ખિસ્સા કાપવા આદિ (૩) તાળા તોડીને અથવા ચાવી લગાવીને ચોરી કરવી. (૪) માર્ગમાં ચાલતાને લુંટવા (પ) કોઈની માલિકીની કિમતી વસ્ત ચોરીની ભાવનાથી લેવી. અતિચારઃ- (૧) જાણી બૂઝીને પાંચ પ્રકારની ચોરીની વસ્તુ ખરીદવી. (૨) પાંચ પ્રકારની ચોરી કરવાવાળાને સહાયતા આપવી (૩) રાજ્યનિયમ વિરુદ્ધ આચરણ કરવું (૪) જાણીને ખોટા તોલ અને ખોટા માપ કરવા (૫) વેચવા માટે ચીજ દેખાડ્યા પછી નક્કી કરેલી ચીજને બદલાવીને અથવા મિશ્રણ કરીને આપવી. આ પાંચ અતિચાર છે. આગાર - ત્રીજા અતિચારનું પાલન થઈ શકે નહીં તો તેનો આગાર. બીજાપણ જે અતિચાર પ્રવૃત્તિમાં છે અને તે ન છૂટી શકે તેવા છે તો તેનો પણ આગાર; બનતી કોશિશ તેને છોડવાનો પ્રયત્ન કરીશ. (૪) ચોથ વ્રત : સ્વદાર સંતોષ, પરદાર વર્જન(પોતાની સ્ત્રીની મર્યાદા, પરસ્ત્રીનો ત્યાગ):
(૧) સંપૂર્ણ મૈથુન સેવનનો ત્યાગ અથવા મહિનામાં (C) દિવસ મૈથુન સેવનનો ત્યાગ (૨) પરસ્ત્રી અને વેશ્યાનો ત્યાગ | (૩) ૪૮ વર્ષની ઉમર પછી લગ્ન કરવાનો ત્યાગ (૪) દિવસમાં મૈથુન સેવનનો ત્યાગ. એક કરણ એક યોગથી તેમજ સોઈ દોરાના
ન્યાયથી જિંદગી સુધી. પાંચ અતિચારોને બને ત્યાં સુધી ટાળવાની શક્ય કોશિશ કરીશ. અતિચારઃ- (૧) નાની ઉમરની પોતાની કે થોડા સમય માટે શુલ્ક આપેલી પોતાની કરેલી સ્ત્રીની સાથે કુશીલ (મૈથુન) સેવન કરવું (૨) સગાઈ કરેલી કન્યાની સાથે વિવાહ પહેલાં મૈથુન સેવન કરવું (૩) અશુદ્ધ રીતથી મૈથુન સેવન કરવું. (૪) પોતાના બાળકો કે પોતાને આશ્રીત ભાઈ–બહેન સિવાય બીજાના લગ્ન કરાવી આપવા (૫) ઔષધિ આદીથી વિકાર ભાવને વધારવો. (૫) પાંચમું વ્રત: પરિગ્રહ પરિમાણ:
(૧) ખેતી ઘર વિઘા () વ્યાપાર સંબંધી વિઘા () (૨) મકાન દુકાન કુલ નંગ () (૩) પશુની જાતિ () નંગ (), સવારી જાતિ ( ) નંગ (), શેષ કુલ પરિગ્રહ (રૂ.) જેનું સોનું () કિલો પ્રમાણ ચાંદી () કિલો પ્રમાણ. આ મારો અધિકતમ પરિગ્રહ થયો. તે ઉપરાંત પરિગ્રહ રાખવાનો એક કરણ ત્રણ યોગથી ત્યાગ. નવા મકાન () ઉપરાંત બનાવવાનો ત્યાગ. સ્પષ્ટીકરણ - બીજાની ઉધાર પૂંજી જે વ્યાપારમાં લાગેલી છે તેને મારી નહિ ગણું. જે ચીજની માલિકી વાસ્તવમાં ઘરમાં કોઈ વ્યક્તિની અલગ કરી દીધી હોય તેને મારા પરિગ્રહમાં ગણીશ નહિ. સરકારમાં નામ અલગ-અલગ હોય અને ઘરમાં એકજ હોય તેને હું પરિગ્રહમાં ગણીશ. ભાગીદારીના વ્યાપારમાં બીજાની સંપત્તિને મારી નહિ ગણું. પુત્રવધુની પોતાની વસ્તુ અથવા સામાનને મારા પરિગ્રહમાં નહિ ગણું. પોતાની પત્નીની સંપતિ મારા પરિગ્રહમાં ગણીશ. મકાન, જમીન, પશુ અને વાહનની કિંમત નહિ કરું પરંતુ સંખ્યામાં જ પરિગ્રહનું માપ રાખીશ. મારે આધીન ન ચાલે એવા પુત્રાદિ કંઈપણ કરે તો તેનો આગાર.
જે જે મર્યાદા રાખી છે તેનો અવિવેકથી અજાણપણે તેમજ હિસાબ કરવાનો રહી જતાં કાંઈ ઉલ્લંઘન થયું હોય તો તે બધાને અતિચાર સમજવા અને જાણીને લોભ સંજ્ઞાથી ઉલ્લંઘન થાય તો તેને અનાચાર સમજવો.