________________
238
આગમ-કથાઓ કરશે. આ પ્રકારે આ નય નિરૂક્ત અર્થની પ્રધાનતાએ શબ્દનો પ્રયોગ તે પદાર્થ માટે કરે છે તથા આવો પ્રયોગ કરવો ઉપયોગી માને છે. એ પર્યાય શબ્દને અલગ-અલગ પદાર્થનો બોધક માને છે. જિન,અહંત, તીર્થકર, કેવળી એ ભિન્ન-ભિન્ન ગુણવાળા ના બોધક છે. એવંભૂત નય :- જે શબ્દનો જે અર્થ છે અને તે અર્થ જે પદાર્થનો બોધક છે તે પદાર્થ જ્યારે એ અર્થનો અનુભવ કરાવે, એ અર્થની ક્રિયાશીલ અવસ્થામાં હોય ત્યારે એ માટે એ શબ્દનો પ્રયોગ કરવો, એ આ એવંભૂત નયનો આશય છે. અર્થાત્ જે દિવસે જે સમયે તીર્થની સ્થાપના કરી તે સમયે તીર્થકર શબ્દનો પ્રયોગ કરવો. જે સમયે સુરાસુર દ્વારા પૂજા કરાય છે તે સમયે અર્વત્ કહેવું, કલમથી
જ્યારે લખવાનું કાર્ય કરાય છે ત્યારે એને માટે લેખની’ શબ્દનો પ્રયોગ કરવો. સમભિરુઢ નય નિરુક્ત અર્થવાળા શબ્દનો સ્વીકાર કરે છે અને એવંભૂત નય પણ એનો સ્વીકાર કરે છે. પરંતુ એ ભાવ થા ક્રિયામાં પરિણત વસ્તુ માટે એ શબ્દનો પ્રયોગ કરવાનો સ્વીકાર કરે છે; એ એની વિશેષતા છે. આ પ્રકારે આ નય કેવળ શુદ્ધ ભાવ નિક્ષેપનો જ સ્વીકાર કરવાનું કથન કરે છે.
આ સાતે નય પોતપોતાની અપેક્ષાએ વચન પ્રયોગ અને વ્યવહાર કરે છે, એ અપેક્ષાએ જ એ નય કહેવાય છે. અન્ય અપેક્ષાનો સ્પર્શ કરતા નથી, ઉપેક્ષા રાખે છે, માટે તે નય કહેવાય છે. જો એ નયો બીજી અપેક્ષાનું ખંડન, વિરોધ કરે તો એ નય વચન નયની સીમાનું ઉલ્લંઘન કરીને દર્નય બની જાય છે અર્થાત એની નય૩પતા કનયતામાં બદલાઈ જાય છે. આવા કનયને ? વિવાદ તથા મત મતાંતર કેનિન્દવ આદિ ઉત્પન્ન થાય છે. નયમાં ક્લેશ ઉત્પાદકતા નથી. દર્નયમાં કલેશોત્પાદકતા છે. યથા
બે વ્યક્તિઓએ એક ઢાલ જોઈ. બન્ને અલગ અલગ દિશામાં દૂર ઉભા હતા. ઢાલ એક બાજુ સુવર્ણ યુક્ત હતી તો બીજી બાજુ ચાંદીના રસયુક્ત બનાવેલી હતી. જો આ બન્ને વ્યક્તિ નથી બોલે તો એક કહેશે ‘ઢાલ સુર્વણ મય છે તો બીજો કહેશે “ઢાલ ચાંદીમય છે'. આમ કહી બન્ને પોતાના કથનના અનુભવમાં શાંત રહે તો એ નય છે. એક બીજાની નિંદા કરે કે અરે તું ગાંડો થઈ ગયો છે, જોતો નથી આ ઢાલ પીળી સોનાની દેખાય છે. બીજો કહેશે તારી આંખોમાં પીળિયો (કમળો) છે, ઢાલ તો ચાંદી જેવી સ્વચ્છ સફેદ દેખાય છે, તો આ દુર્નય છે. દુર્નયમાં ઝઘડા છે, લડાઈ છે.
અહીંયા જો સ્યાદ્વાદ, અનેકાંતવાદ આવીને ઊભો રહી જાય તો તે કહેશે કે ઢાલ સફેદ પણ છે, પીળી પણ છે. સોનારૂપ પણ છે, ચાંદીરૂપ પણ છે; તો શાંતિ થઈ જશે. આ પ્રકારે નય અને દુર્નયને ઓળખીને નય સુધી સીમિત રહેવું જોઈએ અથવા એના પર સર્વ રીતે ચિંતન કરીને અનેકાંતવાદમાં જવું જોઈએ. પરંતુ એકાંતવાદ અથવા દુર્નયનો આશરો કયારે ય ન લેવો જોઈએ. દુર્નયરૂપ એકાંતવાદના મિથ્યાત્વથી ક્લેશ તથા દુઃખની પ્રાપ્તિ થાય છે અને નયવાદ, અનેકાંતવાદથી શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.
એક વ્યક્તિ કોઈનો પિતા છે તો પત્રની અપેક્ષાએ તેને પિતા કહેવ નય છે. પરંતુ એ પિતા જ છે. કોઈનો ભાઈ. પત્ર. મામા. આદિ નથી એવું કથન કરવું એ દુર્નય છે. મોક્ષમાર્ગમાં શ્રદ્ધાનું સ્થાન અતિ મહત્ત્વશીલ બતાવ્યું છે, એ નય છે. પરંતુ જ્ઞાન યા ક્રિયાનું ખંડન, નિષેધ કરવો, એ દુર્નય છે. એ પ્રકારે જ્ઞાનનું મહત્ત્વ બતાવતાં તે કથનનો વિસ્તાર કરવો નય છે, પરંતુ તેની સાથે ક્રિયાનો નિષેધ નહીં હોવો જોઈએ. ક્રિયાનો નિષેધ જો જ્ઞાનના મહત્ત્વ કથનની સાથે આવી જાય છે તો તે દુર્નય છે. અથવા કયારેક ક્રિયાનું મહત્ત્વ બતાવી વિસ્તારથી તેનું કથન કરી શકાય. પણ તેની સાથે જ્ઞાનનો નિષેધ કરે કે તેને નિરર્થક કહે તો તે પણ દુર્નય થઈ જાય છે.
માટે પોતાની અપેક્ષિત કોઈપણ અપેક્ષાનું કથન કરવું નય છે. બીજાની અપેક્ષાઓને વિષયભૂત ન બનાવવો એ પણ નય છે. પરંતુ અન્યની અપેક્ષાને લઈને વિવાદ કરવો, અન્ય સર્વે અપેક્ષાઓને અથવા કોઈ પણ અપેક્ષાને ખોટી યા નિરર્થક કહેવી દુર્નય છે. સ્યાદ્વાદ-અનેકાંતવાદ જૈનધર્મની સમન્વય મૂલકતાનો બોધક છે, તે નયોનો સમન્વય કરે છે. પ્રત્યેક વિષય કે વસ્તુને અનેક ધર્મોથી, અનેક અપેક્ષાથી જોઈ–જાણીને એનું ચિંતન કરવું અને નિર્ણય લેવો એ સમ્યગૂ અનેકાંત સિદ્ધાંત છે અને એનાથી સમભાવ સામાયિકની પ્રાપ્તિ થાય છે.
અનેકાંતવાદ, નયથી સ્વયંની ભિન્ન વિશેષતા રાખે છે. તે બન્નેને એક નહીં સમજવા જોઈએ. કારણ કે નય સ્વયંની અપેક્ષા દષ્ટિને મુખ્ય બતાવી, અન્ય દષ્ટિને ગૌણ કરી વસ્તુનું પ્રતિપાદન કરે છે; અન્ય દષ્ટિની ઉપેક્ષા કરે છે. જ્યારે સ્યાદ્વાદ, અનેકાંતવાદ સર્વ દષ્ટિઓને સન્મુખ રાખીને, સર્વ સત્ય આશયોને અને વિભિન્ન ધર્મોને અપેક્ષાએ જુએ છે; કોઈને ગૌણ કે કોઈને મુખ્ય પોતાની દષ્ટિએ કરતો નથી.
ટૂંકમાં, નય પોતાનામાં મસ્ત છે, બીજાની અપેક્ષા નથી રાખતો તેમજ તિરસ્કાર પણ નથી કરતો અને અનેકાંતવાદ બધાની અપેક્ષા રાખીને એની સાથે ઉદારતાથી વર્તે છે; જ્યારે દુર્નય સ્વને સર્વસ્વ સમજીને અન્યનો તિરસ્કાર કરે છે. આ પ્રકારે નય, દુર્નય એવં અનેકાંતવાદને સમજીને સમન્વય દષ્ટિ પ્રાપ્ત કરી સમભાવ રૂપ સામાયિકની પ્રાપ્તી(પર્યાપ્તી) કરવી જોઈએ. ઉદાહરણ: નરક ત્રણનાં આધારે રહેલ છે.– પૃથ્વી, આકાશ અને આત્માઓ. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયથી પૃથ્વીનાં આધારે. ઋજસુત્ર નયથી આકાશનાં આધારે. શબ્દ, સમભિરુઢ અને એવંભુત નયથી આત્માઓ નાં આધારે નરક રહેલ છે.
ચોથો નય દ્વાર સંપૂર્ણ અનુયોગદ્વાર સંપૂર્ણ
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ પ્રસ્તાવના :
આ લોક ૧૪ રાજુ પ્રમાણ છે. તેમાં જીવ પરિભ્રમણ કરતો રહે છે. ઉર્ધ્વલોક, તિછલોક અને અધોલોકમાં પણ પરિભ્રમણ કરી રહ્યો છે. તિરછાલોકમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે, તેમાં પણ જીવો જન્મ-મરણ કરી રહ્યા છે. પરંતુ તે દ્વિીપ સમુદ્રોની મધ્યમાં અઢીદ્વિીપ અને બે સમુદ્રો છે. તેમાં જીવો જન્મ મરણ પણ કરી રહ્યા છે અને મુકત પણ થઈ શકે છે. આ અઢીદ્વીપની વચ્ચોવચ્ચ અથવા બધા દ્વીપ સમુદ્રોની વચ્ચેના કેન્દ્રસ્થાને જંબુદ્વીપ છે. આ સંપૂર્ણ તિરછાલોકની પણ મધ્યમાં છે અને તેમાં જ આપણું નિવાસ સ્થાન દક્ષિણ ભારતનો પ્રથમ ખંડ છે. તેથી મુક્તિ પ્રાપ્ત કરવા યોગ્ય આ ક્ષેત્રરૂપ આપણા નિવાસસ્થાન સંબંધિત ભૌગોલિક