________________
આગમ-કથાઓ
288
મૂલક છે. માટે તુલનાત્મક દૃષ્ટિથી પણ આગમોક્ત સિદ્ધાંત વિશેષ આદરણીય, ભ્રમ રહિત એવં વિશાળ દૃષ્ટિકોણવાળા છે. એવા જ્ઞાન મૂલક સિદ્ધાંતોને વિજ્ઞાનના કલ્પના મૂલક કથનોથી પ્રત્યક્ષીકરણનું જ ખોટું આલંબન લઈને બાધિત કરવું અને ગલત કહેવું, સમજ ભ્રમ માત્ર છે.
ચંદ્ર લોકની યાત્રા વ્યર્થ :– વૈજ્ઞાનિકોની ચંદ્રલોક યાત્રા અને એના પ્રયાસ માટે કરેલ ખર્ચ અત્યાર સુધી સફળ થયો નથી. એમને અસફળતા સિવાય કાંઈ પણ હાથ લાગ્યું નથી. વાસ્તવમાં મૂળ દૃષ્ટિકોણ સુધાર્યા વગર વૈજ્ઞાનિકોને જ્યોતિષ મંડલના સંબંધમાં કોઈ પણ પ્રકારની ઉપલબ્ધિ નથી થઈ શકવાની, એ દાવા સાથે કહી શકાય છે. કારણ કે જ્યોતિષ મંડલ વૈજ્ઞાનિકોની શક્તિ સામર્થ્યથી બાહ્ય સીમામાં છે અને એના સંબંધી વૈજ્ઞાનિકોની કલ્પનાઓ પણ સત્યથી ઘણી દૂર છે. માટે કલ્પનાઓમાં વહેતા રહેવામાં જ તેઓને સંતોષ માનવાનું રહેશે. પૃથ્વી સંબંધી શોધ કરતાં આગળને આગળ કોઈ ક્ષેત્રની ઉપલબ્ધિ એમને થઈ શકે છે. કોઈ નવા—નવા સિદ્ધાંતોની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પરંતુ દૈવિક વિમાનરૂપ જ્યોતિષ મંડલ જે અતિ દૂર છે એને આગનો ગોળો કે પૃથ્વીનો ટુકડો માનીને ચાલવાથી કાંઈ નહીં વળે, વ્યર્થ જ મહેનત થાય અને દેશને ખર્ચ થાય.
--
પુનશ્વ ઃ– પૃથ્વી સ્થિર છે. અસંખ્ય યોજનમય એક રાજુ પ્રમાણ વિસ્તૃત છે. સૂર્ય ચંદ્ર આદિ ગતિમાન છે. સદા ભ્રમણશીલ છે. સદા એક જ ઊંચાઈ પર રહેતાં પોત–પોતાના મંડલો(માર્ગો)માં ચાલતા રહે છે. આપણે જોઈએ છીએ તે સૂર્ય, ચંદ્ર, તારા આદિ જ્યોતિષી દેવોના ગતિમાન વિમાન છે. તે આપણને પ્રકાશ એવં તાપ આપે છે. દિન રાત રૂપ કાલની વર્તના કરે છે. તે જુદી–જુદી ગતિવાળા છે. માટે તે એક બીજા ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે ચાલતા જોવા મળે છે. આ સંબંધી વિવિધ વર્ણન પ્રસ્તુત જ્યોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં બતાવેલ છે, જેનું ધ્યાનપૂર્વક અધ્યયન મનન તેમજ શ્રદ્ધાન કરવું જોઈએ.
છ કે ત્રણ મહિનાનાં દિવસ-રાતનું રહસ્ય
રશિયાના સાયલેરીયામાં ખોદકામ કરતાં બરફ નીચેથી હાથીઓના ઝૂંડ મળી આવ્યા છે. જે બતાવે છે કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો હતા. જે સૂર્ય પ્રકાશ વગર સંભવ નથી. અાર્ટીકા પર અમેરિકાનાં તેલનાં વા છે. તેલ એ મૃત પ્રાણીઓનાં શરીરની ચરબી જ હોય છે. તો જ્યાં પહેલા સૂર્ય પ્રકાશ પહોંચતો હતો ત્યાં હવે કેમ નહિ? જ્વાબ છે ધૂળનાં રજ્કશો. કાર્બન ડાયોક્સાઈડ અને પ્રદુષણ જેનું પ્રમાણ એક ક્યુબીક મિટરે ૦.૧ ગ્રામનું ગણો તો પણ સૂર્ય જ્યારે દક્ષિણાયનમાં હોય છે ત્યારે પહેલાં કરતા ૬૦૦૦ કી.મી. દક્ષિણ તરફ ખસે છે. એટલે કે ૬૦,૦૦,૦૦૦ મીટર. આથી ૬૦ કીલો ધૂળ માટી અને કાર્બનનું પ્રમાણ એક સ્ક્વેર મીટર દીઠ વધે છે. જેને ભેદીને સૂર્ય પ્રકાશ ધ્રુવ પ્રદેશ પર પહોંચતો નથી. ઉત્તરાયણમાં દિવસ મોટો હોય છે તથા હજારો કે લાખો માઈલ સુધી ફેલાયેલો બરફની ચાદરને કરાશે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી પણ લાંબા સમય સુઘી પ્રકાશ રહે છે. બરફની ચાદરનાં દૂરના ભાગમાં પણ ક્યાંક પ્રકાશ પડે તો આખી ચાદર ગ્લાસ ઇફેકટથી પ્રકાશીત થઇ જાય છે. અને ત્રણ કલાક જેટલી રાત્રી તો ત્યાં પણ હોય છે. આમ જ્યાં સૂર્યના દર્શન પણ દુર્લભ છે. ત્યાં પ્રકાશને જ દિવસ ગણી લેવામાં આવે છે. કાળનાં પ્રભાવથી પુદગલોનું રુક્ષ-રાખ જેવા થઈ જ્વાથી પ્રદુષણ વધ્યું છે ( અદિઠા પુગલ સૂરિયસ લેસં પડિહાંતિ ) પ્રાકૃત પાંચમું - સૂર્ય પ્રશ્નપતિ. નરી આંખે નહીં દેખાતા પુદગલોથી પણ સૂર્યનો પ્રકાશ પ્રતિઘાત પામે છે.
પૃથ્વીની પ્રદક્ષિણા એક ભ્રમણા
એક પુઠા જેવા કાગળમાં ડૉક્ટરની લાલ ચોકડીની નિશાની જેવો આકાર કાપો. અને તેની ચારે દિશાઓ અણિયાળી બનાવો. પછી સામ સામેના છેડે ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ લખો. આ તમારો હોકાયંત્ર છે. જેની મદદથી આજ સુધીની બધી પૃથ્વીની પ્રદક્ષિણાઓ થઇ છે, હવે કોઇ એક બીંદુ જ્મીન પર દોરી તેને ઉત્તરધ્રુવ-ચુંબકીય ક્ષેત્ર તરીકે સ્થાપો. તેનાથી અડધો ફૂટ દૂર તમારા બનાવેલા હોકાયંત્રને એવી રીતે રાખો કે જેથી તેનો ઉત્તર લખેલો છેડો તમારા સ્થાપેલા ચુંબકીય ક્ષેત્ર તરફ રહે. હવે પૂર્વ કે