________________
jain
31
કથાસાર ધર્મ કરી સ્વર્ગ પ્રાપ્ત કરવાથી વધુ શું લાભ થશે? જો કે તમે મારી સાથે પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવતા નથી. તો એનાથી વધુ સ્વર્ગ અને મોક્ષમાં શું લાભ થશે? આ પ્રકારે બે-ત્રણ વખત કહી મોહાસકત પ્રયત્ન કર્યો, પણ તેને નિષ્ફળતા મળી. મહાશતક મૌની સમાન અડગ રહ્યા. લેશ માત્ર પણ રેવતીનો પ્રભાવ તેના ઉપર ન પડયો. ધન્ય છે તે મહાશતકની વૈરાગ્યપૂર્ણ સાધનાને કે જે સ્વયં પત્નીના લોભામણા હાવભાવ આદિ અનુકૂળ ઉપસર્ગમાં પણ વિજયી બન્યા. રેવતી હારીને ચાલી ગઈ. મહાશતકજીએ શ્રાવકની અગિયાર પડિમા સ્વીકારી. અંતે સંખના કરી આત્મસાધનામાં ઝૂલવા લાગ્યા.
પવિત્ર પરિણામોથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ તરફ રેવતી માંસ અને મદિરામાં લુબ્ધ બની. ફરીથી મહાશતકજીને વ્રતોથી શ્રુત કરવા પૌષધશાળામાં પહોંચી અને અનેક પ્રકારની કુચેષ્ટાઓનો પ્રારંભ કર્યો. શ્રમણોપાસકની ઘીરજ ખૂટી. અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી રેવતીનું ભવિષ્ય જોયું અને તેને ઉપાલંભ આપતા કહ્યું કે તું સાત દિવસમાં ભયંકર રોગથી દુઃખી થઈ આર્તધ્યાન કરતી મૃત્યુ પામી પહેલી નરકમાં ઉત્પન્ન થઈશ. આ સાંભળતાં જ રેવતીનો નશો ઉતરી ગયો. નજરની સમક્ષ મોત દેખાવા લાગ્યું. સાતમા દિવસે મૃત્યુ પામી નરકમાં ઉત્પન્ન થઈ.
સંયોગવશાત્ ભગવાન મહાવીરનું પદાર્પણ થયું. તેઓએ ગૌતમ ગણધર દ્વારા મહાશતકજીને સાવધાન કરાવ્યા કે – સંથારામાં અમનોજ્ઞ કથન ન કરવું જોઈએ. તેથી તમે તેનું આલોચના પ્રાયશ્ચિત કરી વિશુદ્ધ બનો. મહાશતક શ્રમણોપાસકે તેનો સહર્ષ સ્વીકાર કર્યો. યથાસમયે સમાધિપૂર્વક પંડિત મરણે દેહનો ત્યાગ કરી પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. શિક્ષા – પ્રેરણા -(૧)અશુભ કર્મના સંયોગે કોઈ દુરાત્માનો સંયોગ થઈ જાય તો તેની ઉપેક્ષા કરતાં આત્મ-સાધનામાં લીન બનવું, એ આદર્શ મહાશતકજીએ પુરવાર કરી બતાવ્યો. વિચાર તો કરો કે કેટલી હદે રેવતીની દુષ્ટ પ્રવૃત્તિ હતી. મધ-માંસમાં લોલુપ, બાર શોકયને મારવાવાળી, પીયરથી નવજાત વાછરડાઓના માંસ મંગાવવાવાળી, પૌષધના સમયે પતિ સાથે નિર્લજ વ્યવહાર કરવાવાળી,અહો! આશ્ચર્ય છે કર્મની વિચિત્રતા અને વિટંબણાઓનો! બંનેનું મરણ લગભગ સાથે જ થયું. (૨) વ્યસનીનું પતન અવશ્ય થાય છે. ઘોરાતિઘોર પાપકાર્યમાં તે ફસાઈ જાય છે. તેથી વ્યસનથી દૂર રહેવું જોઈએ. સાત વ્યસન ત્યાજય છે જુગાર, શિકાર, વેશ્યાગમન, પરસ્ત્રીગમન, ચોરી, મધ,(દારૂ) માંસ. (૩)જિન શાસનમાં અંશમાત્ર પણ કટુતા અને અમનોજ્ઞ વ્યવહાર ક્ષમ્ય નથી. ભલે સામેવાળો ગમે તેટલો પાપી આત્મા કેમ ન હોય ? ભગવાને તે ભૂલને સુધારવા જ ગૌતમ ગણધરને મહાશતક પાસે મોકલ્યા હતા. હકીકતમાં લોઢું, લાકડું, પીતળ અને ત્રાંબામાં જેમ લોઢાની મેષ ક્ષમ્ય થઈ શકે છે પણ સોનાના પાત્રમાં લોઢાની નાની મેષ પણ અક્ષમ્ય છે. જેવી રીતે સુકોમળ પગમાં નાનો કાંટો પણ સહન નથી થતો. તે આખા શરીરની સમાધિને લૂંટી લે છે. તે જ રીતે સર્વોચ્ચ સાધનામય જીવનમાં પાપી વ્યકિત પ્રત્યે પણ કરવામાં આવેલી કટુતા, અમનોજ્ઞતા અક્ષમ્ય છે. તે સુધારવા માટે તીર્થકર, ગણધરને પણ અવશ્ય પ્રયત્ન કરવો પડે છે તો ગૃહસ્થની તો વાત જ શી? આ છે જિનશાસનનો મહાન આદર્શ. (૪) જિન શાસનની સાધનામાં લાગેલા બધા સાધકોએ પોતાના જીવન-વ્યવહારોનું સૂક્ષ્મતાથી અવલોકન કરવું જોઈએ અને કોઈ પણ વ્યકિત પ્રત્યે પોતાના માનસમાં કટુ ભાવ હોય, કટુ વ્યવહાર યા અમનોજ્ઞ વ્યવહાર હોય તો તેને પોતાની જ ભૂલ સમજીને સ્વીકાર કરવી જોઈએ અને તેને સુધારવાની પ્રવૃત્તિને પોતાની આરાધના માટે આવશ્યક સમજવી જોઈએ. (૫) આજકાલ સાધકોના મનમાં ન જાણે કેટ-કેટલાની પ્રત્યે કટુતા, અમનોજ્ઞતા, અપ્રસન્નતા, અમૈત્રીના સંકલ્પ ચકકર ફર્યા જ કરે છે. અર્થાત્ કોઈને કોઈ તરફ અમનો ભાવ અને અમનોજ્ઞ વ્યવહારના ચક્ર ચાલ્યા કરે છે. તે બધા સાધકોએ આત્માને જગાડી સાવધાન થવું જોઈએ. અન્યથા બાહય ક્રિયા કલાપ અને વિચિત્ર વિકટ સાધનાઓ સફળતાની શ્રેણિ સુધી પહોંચાડી શકશે નહીં. તેના માટે બધા શ્રમણોપાસકોએ અને વિશેષ કરીને નિગ્રંથ સાધના કરવા વાળાઓએ ફરી ફરીને આત્મસાક્ષી પૂર્વક મનન–ચિંતન
અને સંશોધન અવશ્ય કરવું જોઈએ. | (૬) કેટલાય ધર્મ શ્રદ્ધાળુ માણસો વ્રતોની પ્રેરણા મળ્યા પછી પણ ઘરની પરિસ્થિતિને આગળ કરીને વ્રત નિયમ અને સાધનાઓથી વંચિત રહી જાય છે તેઓને મહાશતકના આદર્શને નજર સમક્ષ રાખવો જોઈએ કે તેર પત્નીઓ હોવા છતા પણ ભગવાનની પાસે વ્રતધારણ કરવામાં તેમણે શરમ કે ખોટા બહાના બતાવ્યા નહીં પરંતુ આત્મીયતાથી ધર્મમાર્ગ સ્વીકાર્યો.
૫ રેવતી પત્ની દ્વારા થવા છતાં પણ તે શ્રાવકે પોતાની સામાયિક અને મહિનામાં છ પૌષધ આદિ સાધના ન છોડી. તેની મુખ્ય પત્નીનો માંસાહાર અને મદ્યસેવન ન છૂટી શક્યું. તો પણ તેઓ સાધનાની પ્રગતિ કરતા જ ગયા. (૭) રેવતીની વિલાસિતા અને આસકિત વધતી જ ગઈ તો પણ મહાશતકની સાધના વીસ વર્ષમાં અવિરામ સંથારા સુધી પણ પહોંચી જ ગઈ. કેટલી ઉપેક્ષા, કેટલી એકાગ્રતા અને શાંતિ, સમભાવ રાખ્યા હશે મહાશતક શ્રમણોપાસકે કે એવી વિકટ સંયોગજન્ય સ્થિતિમાં પણ તેમણે ગૃહસ્થ જીવનમાં અવધિજ્ઞાન અને આરાધક અવસ્થા પ્રાપ્ત કરી લીધી.આ મહાન શ્રમણોપાસકના શાંત અને ધર્મ સંયુકત સાધનામય જીવનથી પ્રેરણા લઈ આપણે અનેકાનેક ગુણોને પ્રાપ્ત કરીને પોતાના જીવનને ઉજ્જવળ બનાવવું જોઈએ. (૮) આજકાલ અધિકતર લોકો દુર્ઘટનાઓના વાતાવરણથી વ્યાખ થઈને વ્યકિતના દોષથી પણ ધર્મને બદનામ કરવા લાગી જાય છે, આ તેઓની ભાવુકતા અને અજ્ઞાન દશાથી થવાવાળી ગંભીર ભૂલ છે. આધ્યાત્મ ધર્મ કોઈને પણ અકૃત્ય કરવાની પ્રેરણા નથી કરતો. ધાર્મિક સંસ્કારોવાળા વ્યકિતના પરિવારમાં જો કોઈ અકૃત્ય થઈ પણ જાય તો તે પારિવારિક સદસ્યની ધાર્મિકતાથી નહીં પરંતુ વ્યકિગત વિષય, કષાય, મૂર્ખતા અને સ્વાર્થ અન્ધતાના દૂષણોનું અથવા પૂર્વકૃત કર્મોનું પ્રતિફળ છે, એમ સમજવું જોઈએ. ધર્મ અને ધાર્મિક વ્યકિત તો આવા સમયમાં પણ પોતાના આદર્શ અને સિદ્ધાંતમાં અડગ રહે છે. કહ્યું છે કે -
કિંમત ઘટે નહીં વસ્તુની, ભાંખે પરીક્ષક ભૂલ જેનો જેવો પારખી, કરે મણિ નો મૂલ /