________________
267
કથાસાર
jain બીજા છ મહીનાનો અંતિમ દિવસ પહેલા મંડલમાં સહુથી મોટો દિવસ હોય છે. સહુથી મોટો દિવસ ૧૮ મુહૂર્તનો વર્ષમાં એકવાર આવે છે અને સહુથી નાનો દિવસ ૧૨ મુહૂર્તનો વર્ષમાં એકવાર હોય છે. બાકીના સર્વ મધ્યમ દિવસો વર્ષમાં બે વાર હોય છે. કેમ કે પ્રથમ અને અંતિમ મંડલમાં સૂર્યના એકવાર ચાલવાથી આ બન્ને નાના અને મોટા દિવસો એક વાર હોય છે. બાકીના મંડલોમાં આવવાના અને જવાના સમય એમ સૂર્યના બે વાર ચાલવાથી મધ્યમ સર્વે દિવસો બે બે વાર હોય છે. રાત કેટલી વાર?:- દિવસની જેમ જ નાની અને મોટી રાત ૧૨ અને ૧૮ મુહૂર્તની પ્રથમ અને અંતિમ મંડલમાં એક એક વાર હોય છે અને બાકીની વચ્ચેની રાત વચ્ચેના મંડલોમાં હોવાથી બે-બે વાર હોય છે.
બીજો પ્રતિ પ્રાભૃત અર્ધ મંડલગતિ - આ જંબુદ્વીપમાં બે સૂર્ય છે. બંને મળીને એક દિવસમાં એક મંડલ પૂરું કરે છે. સંવત્સર(વર્ષ) ની શરૂઆતના સમયમાં એક સૂર્ય પશ્ચિમ દિશાના અંતમાં હોય છે. અર્થાત્ ત્યાંથી ભ્રમણની શરૂઆત કરે છે. બીજો સૂર્ય પૂર્વ દિશાના અંતમાં હોય છે. તે ત્યાંથી ભ્રમણની શરૂઆત કરે છે.
પહેલા દિવસે ૩0 મુહૂર્તમાં બને સૂર્ય બીજા મંડલને પાર કરે છે. અર્થાત્ પશ્ચિમમાં સ્થિત ઐરાવતીય સૂર્ય ઉત્તર અર્ધ મંડલમાં ચાલીને પૂર્વ દિશાના અંતમાં આવીને બીજા મંડલનાં અંતિમ સ્થાને પહોંચે છે, જ્યારે પૂર્વ દિશામાં રહેલ ભારતીય સૂર્ય દક્ષિણી અર્ધ મંડલમાં ચાલીને પશ્ચિમ દિશાના અંતમાં બીજા મંડલના અંતિમ સ્થાને પહોંચે છે. આ રીતે બને સૂર્ય અર્ધા–અર્ધા મંડલ પાર કરી બીજા દિવસના પ્રારંભમાં ત્રીજા આદિ મંડલમાં પ્રવેશ કરે છે. આ રીતે બીજા દિવસે બન્ને સૂર્ય મળીને અર્ધા–અર્ધા ત્રીજા મંડલ પાર કરે છે. ત્યારે પૂર્વી સૂર્ય પુનઃ પોતાની શરૂઆતના સ્થાનની સીધમાં આવી જાય છે. એવી જ રીતે પશ્ચિમી સૂર્ય પણ પોતાની શરૂઆતના સ્થાનની સીધમાં આવી જાય છે. આ રીતે પશ્ચિમી સૂર્ય બીજા મંડલના અર્ધા ઉત્તરી વિભાગને અને ત્રીજા મંડલના અર્ધા દક્ષિણી વિભાગને પાર કરે. જ્યારે પૂર્વી સૂર્ય બીજા મંડલના દક્ષિણી અર્ધ વિભાગને અને ત્રીજા મંડલના ઉત્તરી અર્ધ વિભાગને પાર કરે. આ રીતે અર્ધા–અર્ધા મંડલ સામ સામે દક્ષિણી, ઉત્તરી વિભાગોના બને સૂર્ય મળીને પાર કરી પોતે અર્ધા ચક્કર પછી આગલા મંડલમાં પ્રવેશ કરી જાય છે. કયા દિવસે કયા મંડલનો કયો વિભાગ પાર કરે? – વર્ષના પહેલા દિવસે પશ્ચિમી(ઐરાવતીય) સૂર્ય બીજા મંડલનો ઉત્તર વિભાગ પાર કરે છે અને છઠ્ઠા મહિનાના અંતિમ ૧૮૩મે દિવસે ૧૮૪માં મંડલના અર્ધ ઉત્તરી વિભાગને પાર કરે છે. જ્યારે પૂર્વી(ભારતીય) સૂર્ય પહેલા દિવસે બીજા મંડલનો દક્ષિણી અધ વિભાગ પાર કરે છે અને અંતિમ ૧૮૩માં દિવસે ૧૮૪માં મંડલનો દક્ષિણી અર્ધા વિભાગ પાર કરે છે.
અંદર પ્રવેશ કરતા બીજા છ મહિનાના પ્રથમ દિવસે તે પશ્ચિમી (ઐરાવતીય) સૂર્ય ૧૮૩માં મંડલના દક્ષિણ વિભાગને પાર કરે છે અને વર્ષનાં અંતિમ દિવસે પહેલા મંડલના દક્ષિણી વિભાગને પાર કરી પોતાના પશ્ચિમી સ્થાન પર પુનઃ પહોંચી જાય છે. આ જ પ્રકારે પૂર્વી(ભારતીય) સૂર્ય પણ બીજા છ મહીનાની શરૂઆતમાં ૧૮૩માં મંડલના ઉત્તર વિભાગને પાર કરે છે અને વર્ષના અંતિમ દિવસે પહેલા મંડલના ઉત્તર વિભાગને પાર કરી પોતાના સ્થાન પર પુનઃ પહોંચી જાય છે. આ પ્રકારે બન્ને સૂર્ય મળીને અર્ધા–અર્ધા મંડલ પાર કરી એક વર્ષમાં એક પ્રદક્ષિણા પૂર્ણ કરી પુનઃ પોતાના સ્થાને પહોંચી જાય છે.
ત્રીજો પ્રતિ પ્રાભૃત બે સૂર્ય - જંબૂઢીપમાં બે સૂર્ય છે– (૧) ભારતીય સૂર્ય (૨) ઐરાવતીય સૂર્ય. જે વર્ષના શરૂઆતના દિવસે પશ્ચિમ કેન્દ્ર સ્થળથી રવાના થઈને ઉત્તરી ઐરાવત ક્ષેત્રની તરફ જાય છે તેને ઐરાવતીય સૂર્ય કહે છે અને જે સૂર્ય વર્ષની શરૂઆતના દિવસે પૂર્વીય કેન્દ્ર સ્થળથી રવાના થઈને દક્ષિણ ભરતક્ષેત્ર તરફ જાય છે તેને ભારતીય સૂર્ય કહે છે. ચલિત અચલિત માર્ગ :- અંદરથી બહાર જતા બન્ને સૂર્ય પોત પોતાના માર્ગથી અર્ધા અર્ધા મંડલ પાર કરે છે. કોઈ પણ ચલિત
થી કરતા અર્થાત સ્વતંત્ર માર્ગથી તેઓ આગળને આગળ વધતા જાય છે. એ જ પ્રકારે બહારથી અંદર આવતા સમયે પણ સ્વતંત્ર માર્ગથી આગળના મંડલમાં પહોંચતા રહે છે. કોઈના પણ અંદર આવતા સમયે ચાલેલા માર્ગમાં નથી ચાલતા. પરંતુ અંદર આવતા સમયે પહેલાના બહાર જતા સમયે ચાલેલા માર્ગને પુનઃ કાપતા જતા એ માર્ગોમાં અવશ્ય ચાલે છે. એ અપેક્ષાથી એ બને સૂર્ય અંદર આવતા સમયે પહેલાના સ્વયંના ચાલેલા માર્ગોને અને અન્યના ચાલેલા માર્ગોને કાપતા જતા તેના પર થોડું ચાલે છે.
એક જગ્યા જૂના માર્ગને કાપતા જતા એ સૂર્ય પોતાના મંડલના ૧૨૪માં ભાગમાંથી ૧૮ ભાગ જેટલા ચાલેલા ક્ષેત્ર પર ચાલે છે. પછી એને છોડીને અલગ(અંદરની બાજુમાં) સરકી જાય છે.
ચોથો પ્રતિ પ્રાભૃત બંને સૂર્યનું અંતર – અંદરથી બહાર જતા અને બહારથી અંદર આવતા સમયે બંને સૂર્યનું પરસ્પરનું અંતર ક્રમશઃ ૫ યોજન વધે છે અને ઘટે છે. યથા
અત૨.
પહેલા મંડલમાં | બીજા મંડલમાં ત્રીજા મંડલમાં અંદરથી બહાર જતા સમયે | ૯૯૬૪) યો. | ૯૯૬૪૫ + (અધિક) | ૯૯૬૫૧ + (અધિક). બહારથી અંદર આવતા | ૧૦૦૬ ૬૦ યો. ૧૦૦૬૫૪ + (અધિક) ૧૮૦૬૪૮+ (અધિક)