________________
jain
171
કથાસાર
પુનશ્ચ સારભૂત ચાર વાક્ય:(૧) પ્રવૃત્તિરૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર છે. (૨) પરિસ્થિતિ કે અપવાદ માર્ગરૂપે આગમ વિપરીત આચરણ શિથિલાચાર નથી. (૩) પૂર્વધરો સિવાય તે પછીના જમાનાના અન્ય આચાર્ય વગેરે દ્વારા બનાવાયેલ, આગમથી વધારાના નિયમોથી વિપરીત આચરણ કરવું શિથિલાચાર નથી. (૪) જે ગચ્છમાં કે સંઘમાં રહેવું હોય તે ગચ્છ કે સંઘના નાયકની સંયમ પોષક આજ્ઞા અને તે ગચ્છની કોઈપણ સમાચારીનું પાલન ન કરવું તે શિથિલાચાર જ નહિ સ્વચ્છંદાચાર પણ છે.
સર્વનું મૂળ શું? –
૧ સર્વ ગુણોનું મૂળ વિનય. ૨ સર્વ રસોનું મૂળ પાની. ૩ સર્વ ધર્મોનું મૂળ દયા. ૪ સર્વ રોગનું મૂળ અજીર્ણ પ સર્વ કલેશનું મૂળ હાંસી
સર્વ બંધનું મૂળ રાગ. ૭ સર્વ દુઃખનું મૂળ શરીર. ૮ સર્વ શરીરનું મૂળ કર્મ. ૯ સર્વ કર્મોનું મૂળ ૧૮ પાપ. ૧૦ સર્વ પાપનું મૂળ લોભ.
મહા પાપીના બાર બોલ:
૧. આત્મઘાતી મહાપાપી. ૨. વિશ્વાસઘાતી મહાપાપી. ૩. ગુરુ દ્રોહી મહાપાપી. ૪.ઉપકારીનો ઉપકાર ભૂલનાર કે અપકાર કરનાર . ૫. જૂઠી સલાહ દેનાર મહાપાપી. ૬. હિંસામાં ધર્મ બતાવનાર મહાપાપી.
૭. જૂઠી સાક્ષી દેવા વાળો મહાપાપી. ૮. સરોવરની પાળ તોડનાર મહાપાપી. ૯. વનમાં આગ લગાડનાર મહાપાપી. ૧૦. લીલા વન કપાવનાર મહાપાપી. ૧૧. બાલ હત્યા કરનાર મહાપાપી. ૧૨. સતી સાધ્વીનું શીલ લૂંટનાર મહાપાપી.
દસ બોલ દુર્લભઃ
૧. મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. ૨. આર્ય ક્ષેત્ર મળવું દુર્લભ છે. ૩. ઉત્તમ કુલ મળવું દુર્લભ છે. ૪. શરીર નિરોગી મળવું દુર્લભ છે. ૫. લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે.
૬. સંપૂર્ણ ઈદ્રિયો મળવી દુર્લભ છે. ૭. સાધુ મુનિરાજોની સેવા મળવી દુર્લભ છે. ૮. સૂત્ર સિદ્ધાંતની વાણી સાંભળવા મળવી દુર્લભ છે. ૯. ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ થવી દુર્લભ છે. ૧૦. સાધુ ધર્મ કે શ્રાવક ધર્મનું આચરણ મળવું દુર્લભ છે.
નવ દુષ્કર :૧. આઠ કર્મોમાંથી મોહનીય કર્મને જીતવું મહામુશ્કેલ. ૨. પાંચ મહાવ્રત માંથી ચોથા મહાવ્રતનું પાલન મહામુશ્કેલ. ૩. ત્રણ જોગ માંથી મન જોગને સ્થિર રાખવું મહામુશ્કેલ. ૪. શક્તિ છતાં ક્ષમા કરવી મહામુશ્કેલ. ૫. પાંચ ઈદ્રિયો માંથી રસ ઈદ્રિયને જીતવી મહામુશ્કેલ.
૬. છ કાય જીવો માંથી વાયુકાયના જીવોની રક્ષા કરવી મહામુશ્કેલ. ૭. ભર યૌવનમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન મહામુશ્કેલ. ૮. કંજૂસ દ્વારા દાન કરાવવું મહામુશ્કેલ. ૯. પાંચ સમિતિમાંથી ભાષા સમિતિનું પાલન મહામુશ્કેલ.
જ્ઞાન વૃદ્ધિના અગિયાર બોલ:
૧. ઉદ્યમ કરવાથી જ્ઞાન વધે. ૨. નિદ્રા તજે તો જ્ઞાન વધે. ૩. ઉણોદરી તપ કરે તો જ્ઞાન વધે. ૪. ઓછું બોલે તો જ્ઞાન વધે. ૫. જ્ઞાનીની સંગત કરે તો જ્ઞાન વધે.
૬. વિનય કરવાથી જ્ઞાન વધે. નહીં... નહીં.....નહીં.... -
૧. ક્રોધ સમાન વિષ નહીં. ૨. ક્ષમા સમાન અમૃત નહીં. ૩. લોભ સમાન દુઃખ નહીં. ૪. સંતોષ સમાન સુખ નહીં.
૭. કપટ રહિત તપ કરવાથી જ્ઞાન વધે. ૮. સંસારને અસાર જાણવાથી જ્ઞાન વધે. ૯. જ્ઞાનવંત પાસે ભણવાથી જ્ઞાન વધે. ૧૦. જ્ઞાનીઓ સાથે જ્ઞાન ચર્ચા કરે તો જ્ઞાન વધે. ૧૧. ઈદ્રિયોના આસ્વાદ તજવાથી જ્ઞાન વધે.
પ. પાપ સમાન વૈરી નહીં. ૬. ધર્મ સમાન મિત્ર નહીં. ૭. કુશીલ સમાન ભય નહીં. ૮. શીલ સમાન શરણભૂત નહીં.