________________
jain
ન કરતાં તેના ચમકતા દાંતની પ્રશંસા કરી હતી.
શ્રી કૃષ્ણ વાસુદેવ આગામી ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં ૧૨મા 'અમમ' નામના તીર્થંકર બનશે. ત્યાં તેઓ સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ પરમાત્મા બનશે.
53
કથાસાર
અનુત્તરોપપાતિક
અનુત્તરોપપાતિક દશા સૂત્ર દ્વાદશાંગીનું નવમું અંગ સૂત્ર છે. શ્રેષ્ઠ ઉત્તમ વિમાનને અનુત્તર વિમાન કહેવાય છે. બાર દેવલોક પછી નવપ્રૈવેયક વિમાન છે તેની ઉપર વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ આ પાંચ અનુત્તર વિમાન છે. જે સાધક પોતાના ઉત્કૃષ્ટ તપ–સંયમની સાધનાથી ત્યાં ઉત્પન્ન થાય છે તેને અનુત્તરોપપાતિક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર કહ્યા છે. તેઓનું વર્ણન જે શાસ્ત્રોમાં હોય તેને અનુત્તરોપપાતિક સૂત્ર કહેવાય છે. 'દશા' શબ્દ અવસ્થા અથવા દશની સંખ્યા સૂચક છે. દશ સંખ્યાનો આશય એ છે કે આ સૂત્રના પ્રથમ વર્ગમાં દશ અધ્યયન છે. બીજી અપેક્ષાએ આ સૂત્ર પૂર્વે દશ અધ્યયનાત્મક રહ્યો હશે. વર્તમાનમાં ઉપલબ્ધ આ સૂત્રમાં ત્રણ વર્ગ છે અને કુલ (૧૦+૧૩+૧૦) ૩૩ અધ્યયન છે. જેમાં પ્રથમ બે વર્ગના ૨૩ અધ્યયનમાં શ્રેણિકના ૨૩ દીકરાઓનું વર્ણન છે. આ સૂત્રમાં વર્ણિત ૩૩ જીવોએ અપાર સુખ–વૈભવનો ત્યાગ કરી, વિવાહિત સ્ત્રીઓનો ત્યાગ કરી ચરમ તીર્થંકર પાસે દીક્ષા અંગીકાર કરી અંતે એક માસના પાદોપગમન સંથારાથી અનુત્તર વિમાનમાં દેવભવને પ્રાપ્ત કર્યો. ત્યાર પછી મનુષ્યપણે ઉત્પન્ન થઈ મોક્ષે પધારશે.
પ્રથમ વર્ગ : જાલિકુમાર
:
રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામની રાણી હતી. તેણીએ એકદા અર્ધરાત્રે સિંહનું સ્વપ્ન જોયું. કાલાંતરે પુત્ર થયો. તેનું નામ જાલિકુમાર રાખવામાં આવ્યું. યૌવન પ્રાપ્ત થતાં આઠ કન્યાઓ સાથે વિવાહ થયા. લગ્ન બાદ પિતાએ ભવનાદિ બધું આઠની સંખ્યામાં આપ્યું. આઠ કરોડ સુવર્ણ અને ચાંદીની મહોરો આદિ જાલિકુમારને પ્રીતિદાનના રૂપે આપ્યું; જે બધી પત્નીઓને વહેંચી દીધું. ત્યાર પછી તે જાલિકુમાર પોતાના ભવનમાં નાટક, ગીત આદિ મનુષ્ય સંબંધી સુખોનો ઉપભોગ કરતો રહેવા લાગ્યો.
એકદા ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરીના લોકો વંદન – પર્યુપાસના કરવા ગયા. શ્રેણિક રાજા પણ ભગવાનની સેવામાં ગયા. જાલિકુમાર પણ ગયા. વૈરાગ્ય વાસિત ભરપૂર ધર્મ દેશના સાંભળી સંસારથી વિરકત થયા. ઘરે આવી માતા–પિતા પાસે સંયમની અનુમતિ મેળવી દીક્ષિત થયા.
સંયમ પર્યાયમાં આવશ્યક સૂત્રના અધ્યયન પછી અગિયાર અંગોને કંઠસ્થ કર્યા. ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરી. ભિક્ષુની બાર પ્રતિમાઓ વહન કરી. અંતિમ સમય નિકટ આવેલો જાણી ભગવાનની પાસે ઉપસ્થિત થયા અને અનશન કરવાની અનુજ્ઞા મેળવી. ભગવાનની અનુમતિથી કરીને જાતે મહાવ્રતોનું ઉચ્ચારણ કર્યું અને સ્થવિર ભગવંતોની સાથે વિપુલ નામના પર્વત ઉપર ધીરે ધીરે ચઢી યોગ્ય સ્થાને જઈ પાદોપગમન સંથારો કર્યો. એક મહિના સુધી સંથારો ચાલ્યો. ત્યાર પછી કાળધર્મ પામતાં સ્થવિર ભગવંતોએ પરિનિર્વાણનો કાયોત્સર્ગ કર્યો. તેમના ભંડોપકરણ લઈ ભગવાન પાસે આવ્યા. પ્રભુને વંદન-નમસ્કાર કરી જાલિકુમારના કાળધર્મના સમાચાર આપ્યા; અને તેના ઉપકરણ ભગવાનને સોંપ્યા.
ત્યારપછી ગૌતમ ગણધરના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું કે જાલિકુમાર વિજય નામના પ્રથમ અનુત્તર વિમાનમાં બત્રીસ સાગરોપમની સ્થિતિએ દેવ બન્યા છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી માનવભવ પ્રાપ્ત કરી સંપૂર્ણ કર્મનો ક્ષય કરશે.
આ પ્રમાણે શેષ નવે ભાઈઓનું વર્ણન છે. તે બધા શ્રેણિકના જ પુત્ર છે. સાતકુમારોની માતા ધારિણી હતી. વેહલ અને વેહાયસની માતા ચેલણા હતી. અભયકુમારની માતા નંદા હતી.
પ્રથમ પાંચનો સોળ વર્ષનો દીક્ષા પર્યાય હતો.તે પછીના ત્રણનો બાર વર્ષનો અને અંતિમ બે નો પાંચ વર્ષનો દિક્ષા પર્યાય હતો. પ્રથમ પાંચ અધ્યયનમાં વર્ણિત અણગાર ક્રમશઃ વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધમાં ઉત્પન્ન થયા. આગળના પાંચ અણગાર ક્રમશઃ સર્વાર્થસિદ્ધ, અપરાજિત, જયંત, વિજયંત અને વિજય નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. અંતે જાલિકુમારની જેમ બધા જીવ મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યભવ પ્રાપ્ત કરી મોક્ષે પધારશે.
બીજો વર્ગ
આ વર્ગમા તેર અધ્યયન છે. જેમાં દીર્ઘસેન આદિ શ્રેણિકના પુત્ર અને ધારિણીના અંગજાત તેર જીવોનું વર્ણન છે. આ બધા સગા ભાઈ હતા. યૌવનવયમાં રાજકન્યાઓનો ત્યાગ કરી ભગવાનની પાસે દીક્ષિત થયા અને સોળ વર્ષ સુધી સંયમ તપનું પાલન કર્યું. અંતે એક મહિનાનો સંથારો કરી, કાળધર્મ પામી અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. તેમના શ્રુત અધ્યયન અને તપ આદિનું વર્ણન જાલિકુમારની જેમ સમજવું.
આ તેરમાંથી ક્રમશઃ બે વિજય અનુત્તર વિમાનમાં, બે વિજયંતમાં, બે જયંતમાં, બે અપરાજિતમાં ઉત્પન્ન થયા, શેષ અંતિમ પાંચ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. તેર ભાઈઓ દેવાયુ પૂર્ણ થતાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે અને યથાસમય તપ–સંયમનું પાલન કરી સંપૂર્ણ કર્મોનો ક્ષય કરી સિદ્ધ—બુદ્ધ–મુકત થશે.
ત્રીજો વર્ગ
પ્રાચીનકાળે કામંદી નામની સમૃદ્ધ નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં ભદ્રા નામની શેઠાણી રહેતી હતી. તેને ધન્યકુમાર નામનો પુત્ર હતો; જે અનેક શ્રેષ્ઠ લક્ષણોથી સંપન્ન હતો. પાંચ ધાવમાતાઓથી તેનું લાલન પાલન થયું. કળાચાર્યની પાસે રહી ૭૨ કળાઓમાં, અનેક ભાષાઓમાં અને શાસ્ત્રોમાં પારંગત થયા. માતાએ તેના માટે તેત્રીસ ભવનો તૈયાર કરાવ્યા. ખૂબ આડંબરથી તેના બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓ સાથે લગ્ન થયા.