________________
આગમ-કથાઓ
254
આ દેવકરુયુગલિક ક્ષેત્રનું વર્ણન અધિકાંશતઃ ઉત્તર કુરુક્ષેત્રના સમાન પૂર્ણ થયું. (૧૧) વિજય વર્ણન ૧૭ થી ૨૪ સુધી – વિદ્યુ—ભ વક્ષસ્કારની પાસે પશ્ચિમમાં, નિષધ પર્વતથી ઉત્તરમાં, સીતોદા નદીની દક્ષિણમાં ૧૭ મી પમ વિજય છે. એના પછી ક્રમશઃ ૧૮ થી ૨૪ સુધી વિજય છે. એની વચમાં ૩ નદીઓ અને ચાર પર્વત પૂર્વવર્ણન સમાન છે. એના નામ આ પ્રકારે છે– વિજય - ૧૭. પહ્મ ૧૮. સુપÆ ૧૯. મહાપમ, ૨૦. પહ્મકાવતી ૨૧. શંખ ૨૨. કુમુદ ૨૩. નલિન ૨૪. નલિનાવતી(સલિલાવતી). એની રાજધાનીઓ - ૧. અશ્વપુરી ૨. સિંહપુરી ૩. મહાપુરી ૪. વિજયપુરી પ. અપરાજીતા ૬. અરજા ૭. અશોકા ૮. વીતશોકા. વક્ષસ્કાર પર્વતઃ– ૧. અંકાવતી ૨. પક્ષમાવતી ૩. આર્શીવિષ ૪. સુખાવહ. નદિઓ:- ૧. ક્ષીરોદા, ૨. શીતસોતા નદી ૩. અંતરવાહિની. (૧૨) સીતોદા મુખવન - સીતોદા નદીનું જ્યાં લવણ સમુદ્રમાં પ્રવેશ સ્થાન છે એના બંને તરફ ૨૪ મી અને ૨૫ મી વિજયની લંબાઈની સમાંતરે ઉત્તરી અને દક્ષિણી સીતોદા મુખ વન છે. એનું વર્ણન સીતા મુખવનની સમાન છે. અન્યત્ર આવેલ વર્ણનો અનુસાર આ બંને વન તથા ૨૪મી અને ૨૫મી વિજય નીચા લોકમાં છે. અર્થાત્ ૧000 યોજન ઊંડે છે. (૧૩) વિજય ૨૫ થી ૩ર સુધી – ઉત્તરી સીતોદા મુખવનની પાસે પૂર્વમાં ૨૫મી વિજય છે. એ વિજયની ઉત્તરમાં નીલવંત પર્વત છે. પછી ક્રમશઃ ૨૬મીથી ૩ મી વિજય પણ પૂર્વ-પૂર્વમાં છે. એની વચમાં ચાર પર્વત અને ૩ નદિઓ પૂર્વવત્ છે. એના નામ આ પ્રકારે છે.– વિજય - ૨૫. વપ્રા ૨૬. સુવપ્રા ૨૭. મહાવપ્રા ૨૮. પ્રાવતી ૨૯. વલ્ગ ૩૦. સુવઘૂ ૩૧. ગંધિલ ૩૨. ગન્ધિલાવતી. રાજધાની - ૧. વિજય ૨. વેજયંતી ૩. જયંતિ ૪. અપરાજિતા પ. ચક્રપુરી ૬. ખગપુરી ૭. અવધ્યા ૮. અયોધ્યા. પર્વત – ૧. ચન્દ્ર પર્વત ૨. સૂર્ય પર્વત ૩. નાગ પર્વત ૪. દેવ પર્વત. નદિઓ – ૧. ઉર્મિમાલિની ૨. ફેણમાલિની ૩. ગંભીરમાલિની. (૧૪) મંદર મેરુ પર્વત - આ પર્વતનું નામ "મંદર" છે. એનો અર્થ છે કેન્દ્રસ્થાન, મધ્યસ્થાન. આ પર્વત પણ જમ્બુદ્વીપની બધી દિશાઓથી મધ્યમાં છે, અઢી દ્વીપની મધ્યમાં છે, તિચ્છા લોકની મધ્યમાં છે અને આ મહાવિદેહ ક્ષેત્રની પણ લંબાઈ અને પહોળાઈ બંને અપેક્ષાથી મધ્યમાં છે. અર્થાત્ આ પર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં મહાવિદેહ ક્ષેત્ર ૪૫000 યોજન છે. ઉત્તરમાં અને દક્ષિણમાં ૧૧૮૪૨ યોજન છે. વચમાં આ પર્વત ૧0000 યોજનનો ભૂમિ પર લાંબો પહોળો ગોળાકાર છે. ત્રણ ગણી સાધિક પરિધિ છે. ૯૯ હજાર યોજન ભૂમિથી ઊંચો છે. ૧000 યોજન ભૂમિમાં ઊંડો છે. શિખર તલ પર ૧000 યોજન લાંબો પહોળો ગોળાકાર સમતલ છે. વચમાં ક્રમશઃ વિષ્કમ ઓછા થતા ગયા છે જે ૧૦000 થી ઘટતાં-ઘટતાં શિખર સુધી 1000 યોજન થાય છે. સમભૂમિ પર આ પર્વત વન ખંડ અને પદ્મવર વેદિકાથી ઘેરાએલો છે.
આ પર્વત પર ચાર શ્રેષ્ઠવન છે. ૧. ભદ્રશાલ વન ૨. નંદન વન ૩. સોમનસ વન ૪. પંડક વન. (૧) ભદ્રશાલવનઃ આ વન ઉપવન સમભૂમિ પર મેરુની ચારે તરફ પથરાયેલું છે. ઉત્તર દક્ષિણમાં મેથી ૫૦૦-૫૦૦ યોજના પ્રમાણ છે. મેરુથી પૂર્વમાં ૨૨000 યોજન પ્રમાણ છે. એટલો જ પશ્ચિમમાં છે. આ ભદ્રશાલ વનમાં ચારે ય વક્ષસ્કાર(ગજદંતા) પર્વત પણ મેરુને સ્પર્શ કરી રહ્યા છે. સીતા સીતોદા બંને નદિઓ પણ મેરુના બે યોજન પાસેથી નીકળી રહી છે. આ પ્રકારે ચાર પર્વતોથી ચાર વિભાગ થાય છે અને આ ચારે ય વિભાગોમાં એક એક નદી બે બે વિભાગોમાં જવાથી ચારે વિભાગોના બે બે ખંડ કરે
છે. માટે ચાર પર્વત અને બે નદીથી આ ભદ્રશાલ વનના ૮ વિભાગ થઈ ગયા છે. આ આઠે વિભાગોની એક દિશામાં નદી અને એક | દિશામાં વક્ષસ્કાર પર્વત છે અને એક દિશામાં મેરુપર્વત છે. ચોથી દિશા વિસ્તૃત છે જેમાં આગળ જઈને વિજયો છે. અથવા નિષધ–નીલ પર્વત છે.
આ વનમાં મેરુથી આઠ દિશાઓમાં (૪ દિશા ૪ વિદિશામાં) સિદ્ધાયતન અને પુષ્કરણિઓ છે. તે આ પ્રકારે છે– પૂર્વ આદિ ચાર દિશાઓમાં મેથી ૫૦ યોજન દૂર એક એક સિદ્વાયતન છે અને વિદિશાઓમાં ૫૦-૫૦ યોજન દૂર ચાર ચાર પુષ્કરણિઓ છે. એ ચારેની વચમાં એક–એક પ્રાસાદાવતંસક(મહેલ) છે. ચાર પ્રાસાદોમાંથી બે શક્રેન્દ્રના અને બે ઈશાનેન્દ્રના છે. મહાવિદેહની મધ્યરેખાથી ઉત્તરવાળા બંને ઈશાનેન્દ્રના છે અને દક્ષિણવાળા બંને શક્રેન્દ્રના છે.
આ વનમાં રહેલા આઠેય વિભાગોમાં વિદિશામાં એક એક હસ્તિકૂટ છે. જે પોત પોતાના ખંડની મધ્યમાં હોવા સંભવ છે. એના નામ આ પ્રકારે છે. ૧. પદ્યોતર ૨. નીલવંત ૩. સુહસ્તી ૪. અંજનાગિરિ ૫. કુમુદ ૬. પલાસ ૭. અવતંસ ૮. રોચનાગિરિ. ચુલ્લહિમવંત પર્વતના કૂટો જેવી એની ઊંચાઈ આદિ છે. આ વન ચારે દિશામાં કિનારા પર પાવર વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે. ઉત્તર દક્ષિણનું ભદ્રશાલવન દેવકુ ઉત્તરકુરુક્ષેત્રમાં અવસ્થિત છે અને તે પૂર્વમાં પહેલી, ૧૬ મી વિજય સુધી અને પશ્ચિમમાં ૧૭ મી, ૩ર મી વિજય સુધી વિસ્તૃત છે. (૨) નંદનવન - સમભૂમિથી ૫૦૦ યોજન ઉપર નંદનવન છે. જે ૫૦૦ યોજન પહોળું વલયાકાર મેરુની ચારેતરફ છે. અહીંયા પર આવ્યંતર પર્વતનો ૮૯૫૪ યોજન વિષ્કમ છે અને નંદનવનની બહારની અપેક્ષા પર્વતનો વિખંભ ૯૯૫૪ યોજન છે. આ વનની ચારે તરફ પાવર વેદિકા અને વનખંડ છે. ભદ્રશાલ વનની સમાન આમાં પણ ચાર દિશાઓમાં સિદ્ધાયતન વિદિશાઓમાં વાવડીઓ પ્રાસાદ તથા ૮ ફૂટ છે. કૂટોના નામ- (૧) નન્દનવન ફૂટ (૨) મંદર કૂટ (૩) નિષધ ફૂટ (૪) હિમવંતકૂટ (૫) રજતકૂટ (૬)
ચકકૂટ. (૭) સાગરકૂટ (૮) વજશૂટ. આ ઉપરાંત એક બલ નામક નવમો ફૂટ ઉત્તરપૂર્વમાં વિશેષ છે. જે હજાર યોજન ઊંચો છે. અર્થાત્ હરિસ્સહકૂટના સદશ પરિમાણવાળો છે. આઠ કૂટોના સ્વામી દેવીઓ છે. નવમાં "બલ" કૂટનો સ્વામી બલ નામક દેવ છે.