________________
263
કથાસાર
jain નોંધ:- વિશેષ જાણકારી માટે આ સૂત્રના અનુવાદ યુક્ત અને વિવેચન યુક્ત સંસ્કરણોનું તથા જંબુદ્વીપના નકશાનું અધ્યયન કરવું જોઈએ.
છે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર સારાંશ સંપૂર્ણ
બિંબ એટલે પ્રતિકૃતી ગ્રંથોમાં સૂર્ય-ચંદૂનાં બિંબો કહેવાયા છે. બિંબ શબ્દ પ્રતિકૃતીના માટે વપરાય છે, જેમકે ભગવાનને મેરુ પર્વત પર જન્મ અભિષેક માટે લઈ જવાનાં પાઠમાં માતા પાસે ઈન્દ્રતેમનું બિંબ મુકીને બાળકને ઉપાડી લે છે. પ્રતિબિંબ જોઈને તીર ચલાવવાની ક્ષમતાનાં કારણે શ્રેણિક બિંબસાર તરીકે પણ ઓળખાય છે. બિંબ શબ્દ ભ્રમણાનું સુચક છે. બિંબો પ્રતિકૃતી કે વિક્રય રુપ હોય છે.
જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂિર્યચન્દ્ર પ્રજ્ઞપ્તિ] પ્રસ્તાવના:- પ્રત્યેક પ્રાણી આ સંસારચક્રથી મુક્ત થવા ઈચ્છે છે. તો પણ ભાગ્યથી જ કોઈ કોઈ જીવોને સાચા મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. જેને શાસ્ત્રોમાં નિર્વાણ સાધનાના સાધકો માટે વિવિધ વિષયોનું સંકલન કરવામાં આવ્યું છે. જેનાથી એમને આત્મ સ્વરૂપનું અને આજુબાજુ રહેલ પુદ્ગલ–અજીવ સ્વરૂપનું તથા સાથે જ જે ક્ષેત્રમાં, લોકમાં તે સુસ્થિત છે ત્યાંની લોક સંસ્થિતિનું,
નું પણ એને પરિજ્ઞાન થાય અને એનાથી તે પોતાના આત્માની લોકગત વિવિધ અવસ્થાઓનું જ્ઞાન કરી શકે અને અધ્યાત્મ ચિંતન પ્રાપ્ત કરી શકે.
આ જ ક્રમમાં કાલમાન પરિજ્ઞાનના હેતુભૂત જયોતિષીમંડલ સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર અને ગ્રહ તારાઓ સંબંધી પરિજ્ઞાનની સંકલના પણ જૈન આગમોમાં કરાઈ છે. પ્રાચીનકાળમાં ગણધર કૃત અંગ શાસ્ત્રોમાં પ્રમુખ રૂપમાં દષ્ટિવાદમાં આ વિષયની વ્યવસ્થા ઉપલબ્ધ રહી છે અને સામાન્ય રૂપમાં ભગવતી આદિ સૂત્રોમાં પણ જ્યોતિષી મંડલનો વિષયાવબોધ રહ્યો છે. સૂત્ર નામ :- કાલાંતરથી અંગબાહ્ય સૂત્રોની રચના ક્રમમાં પૂર્વ શાસ્ત્રોના આધારથી આ “જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ” સૂત્રની સંકલના બહુશ્રુત આચાર્યો દ્વારા કરાઈ છે. આ સૂત્રની પ્રારંભિક ગાથાઓમાં નામ નિર્દેશપૂર્વક કથન પૃચ્છા કહેવાઈ છે એનાથીએ સ્પષ્ટ છે કે આ આગમ જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર અથવા જ્યોતિષ રાજ પ્રજ્ઞપ્તિના નામથી જ બનાવવામાં આવ્યું છે.
જ્યોતિષીમંડળ ના રાજા અર્થાત્ ઈન્દ્ર રૂપમાં ચન્દ્ર અને સૂર્ય બન્નેનો સ્વીકાર આ સૂત્રમાં કરાયો છે. માટે જ વ્યવહાર અને પરિચયમાં કયારેક એના માટે સૂર્ય પ્રજ્ઞપ્તિ યા ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સંજ્ઞારૂપ નામ પણ પ્રયુક્ત થવા લાગ્યા છે. કારણ કે આ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિમાં ચંદ્ર અને સૂર્ય અને સંબંધી પ્રાયઃ બધા વિષયોનું સંકલન છે.
કોઈ વ્યક્તિને એક અથવા અનેક નામ હોય છે. એ જ કાલાંતરથી ભ્રમના કારણે બે ભિન વ્યક્તિ માની લેવાય છે અને કયારેક કોઈ બે સમાન નામવાળા જુદા જુદા વ્યક્તિઓને પણ કાલાંતરે ભ્રમથી એક માની લેવાય છે, એવો ભ્રમ થવો સ્વાભાવિક છે અને કેટલાય ઐતિહાસિક તત્ત્વોમાં પણ એવું થયું છે. - આ જ પ્રકારે આ આગમ સમ્મત સુસ્પષ્ટ નામવાળા જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રના પણ સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એમ નામ પ્રચલિત થયા છે અને આ પ્રચલનના પ્રવાહમાં આ સૂત્રમાં સ્પષ્ટ ઉપલબ્ધ નામ ભુલાઈ ગયું છે અને પર્યાય રૂપથી પ્રચલિત નામે જ પૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. કાલાંતરથી સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ બે જુદા સૂત્ર પણ માનવામાં આવે છે. એક જ આ આગમમાં પૂર્ણ સમન્વયની સાથે સૂર્ય ચન્દ્ર સંબંધી બંને પ્રકારના વિષયોનું સાંગોપાંગ પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું છે રચનાકાલ અને રચનાકાર :- ગણધર પ્રભુ દ્વારા રચિત બારમા દષ્ટિવાદ અંગમાં વર્ણિત (આવેલ) જ્યોતિષ સંબંધી જ્ઞાનના આધારથી પૂર્વજ્ઞાનધારી કોઈ બહુશ્રુત આચાર્ય દ્વારા આ સૂત્રની રચના કરાઈ છે. ઇતિહાસમાં એ મહાન સૂત્રકારનું નામ પ્રાપ્ત થતું નથી. સાથે જ આની રચના વીર નિર્વાણ પછી કયારે થઈ એ પણ અજ્ઞાત છે.
સંભવતઃ પૂર્વોનું જ્ઞાન જ્યાં સુધી નિરાબાધ ચાલે છે ત્યાં સુધી અંગ બાહ્ય તત્ત્વજ્ઞાન વિષયક શાસ્ત્રોની રચનાની આવશ્યકતા ઉત્પન્ન થતી નથી, એ જ્ઞાનની પૂર્તિ ત્યાંથી જ થઈ જાય છે. અતઃ સંપૂર્ણ પૂર્વ વિચ્છેદ જવાની આસપાસના કે નજીકના પૂર્વના કાલમાં આવા તત્ત્વજ્ઞાનવાળા ઉપાંગ શાસ્ત્રોની પૃથક રૂપમાં સંકલના-રચના કરાય છે. તળુસાર દેવદ્ધિગણી(દેવવાચક) કૃત નંદીસૂત્રની પૂર્વે કે સમકાલમાં આવા આગમોની રચના થઈ ગઈ હતી અને એને દેવર્ધ્વિગણિ દ્વારા શ્રુતજ્ઞાનની સૂચિમાં સ્વીકાર કરવામાં આવેલ છે. માટે આ જૈનશાસનની શ્રુત નિધિનું એક પ્રામાણિક શાસ્ત્ર છે. કાલાંતરમાં આનું મુખ્ય સૂત્રોક્ત નામ જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ ગૌણ થઈને સૂર્ય પ્રજ્ઞપ્તિ અને ચન્દ્ર પ્રજ્ઞપ્તિ એ નામ પ્રમુખ બની ગયા છે અને બે સૂત્ર માનવાને કારણે નંદીમાં પણ બે નામ લિપિ- કાલથી સંપાદિત કરવામાં આવે છે. આ પ્રકારે આ શાસ્ત્ર અજ્ઞાત આચાર્યના દ્વારા અજ્ઞાતકાલમાં રચવામાં આવ્યું છે અને જેનાગમમાં પ્રામાણિક રૂપથી સ્વીકાર કરવામાં આવ્યો છે. જે આજે પરિવર્તિત નામથી પ્રચલિત છે. આકાર સ્વરુપ :- આ સૂત્ર એક શ્રુત સ્કંધ રૂપ છે. આના અધ્યયન વિભાગોને “પાહુડ-પ્રાભૃત” સંજ્ઞાથી કહેવાયા છે. આના અધ્યયનોના અવાંતર વિભાગ પણ છે અને પ્રાભૃત-પ્રાભૃત અર્થાત્ પ્રતિપ્રાત કહેવાયું છે. આ શાસ્ત્ર પૂર્ણરૂપથી પ્રશ્નોત્તર શૈલીમાં છે. પ્રશ્રની અને ઉત્તરની ભાષા શૈલી પણ એક વિલક્ષણ પ્રકારની “તકાર” પ્રયોગપૂર્વક છે. ભાષા અને શૈલી સદા રચનાકારના એ સમયના માનસ પર નિર્ભર રહે છે. અનેક પ્રકારની ભાષા શૈલી અને પદ્ધતિઓના જ્ઞાતા વિદ્વાન પણ પોતાના તાત્કાલિક માનસના અનુસાર જ રચના તૈયાર કરે છે. માટે આગમ ભાષા શૈલીથી કોઈ પ્રકારની એકાંતિક કલ્પના ન કરવી જોઈએ.
આ સૂત્રમાં ૨૦ પ્રાભૃત છે. કોઈક પ્રાભૃતમાં પ્રતિપ્રાભૃત પણ છે. દસમા પ્રાભૃતમાં ૨૨ પ્રતિપ્રાભૃત છે. એના પછી ૧૧ થી ૨૦ સુધીમાં પ્રતિપ્રાભૃત નથી.
ગણિત વિષયમાં સ્વાભાવિક જ થોડી વ્યક્તિઓને રસ પડે છે. માટે આ આગમનું અધ્યયન પ્રચલન ઓછું જ રહ્યું છે. જેનાથી આ સૂત્રના અર્થ પરમાર્થના જ્ઞાનમાં વધારે કઠિનતાનો અનુભવ થાય છે. સાથે જ આ વિષયનો પરિચય અલ્પ હોવાને કારણે