________________ આગમ-કથાઓ 304 કેટલીક ગાથાઓનાં અર્થ અને સુવાક્યો. સર્વ ગીત વિલાપરુપ છે, સર્વ નાટક વિટંબણા છે. સર્વ આભારણો ભારરુપ છે, સર્વ કામભોગ દુઃખ ઉપજાવનારા છે. અર્થાત - સંસારમાં કોઈ પણ સ્થળે સુખ નથી. - ઉતરાધ્યન. અ. 13. ચિતસંભૂતિ માંથી. જેમ પક્ષીની ચાંચમાં જયાં સુધી માંસનો ટુકડો હોય ત્યાં સુધી બીજા પક્ષીઓ તેને હેરાન કરે છે, પરંતુ માંસને છોડી દીધા પછી કોઈ તેને હેરાન કરતું નથી. તેમ ધન ધાન્ય, સ્ત્રી આદી પરિગ્રહને છોડી દેવાથી સંસારનાં તમામ બાહય દુઃખો, કલહ દૂર થાય છે. અ૧૪ હે દારિદ્રય, તને નમસ્કાર. તારા કારણથી હું ચમત્કારી પુરુષ થયો છું.(અહં સર્વસું પશ્યામી, મા કોપિન પશ્યતિ–ભાવનાશતક) હું બધાને જોઈ શકું છું, પણ મને કોઈ જોઈ શકતું નથી.(આ મારો કાકો છે, આ મારો ભાઈ છે. પણ મારી સામે કોઈ જોતું નથી) પાપી જીવ ભયભીત થઈ અંત સમયે અસમાધિ ભોગવે છે. દુર્ગતિમાં જવાના ડરે શરીરને વળગી રહે છે, જયારે ધર્માત્મા સહજ સમાધિ ભાવે શરીર તજી દે છે. અરુચીથી ઉભો રહેનારને ભાર વધારે લાગે છે, સતત ગતિવાનને ભાર હળવો લાગે છે. તેથી ધર્મકાર્યમાં કદી પ્રમાદ કે અરૂચી ન કરી સાધુ ધર્મ વીધીથી પ્રાપ્ત, પરિમીત માત્રામાં, ઉચીત સમય પર, સંયમ નિર્વાહનાં અર્થે, શાંત ચિતે ભોજન કરે. કષાયોની મંદતાજ ધર્મનું અંતિમ પરિણામ છે. અપરિગ્રહવૃતિ અને ભાવોમાં સરલતા તેનાં લક્ષ્ય છે. પુનરકતિ કોઈ દોષ નથી, ફરી ફરી એજ વાંચન, સ્વાધ્યાય કરવાથી જ્ઞાનની નવી નવી પર્યાયો આત્મામાં ઉપસ્થીત થાય છે. અને એવું કરતાં જો કંઠસ્થ થઈ જાય, તો એનાથી રૂડું પછી આચરણ હોઈ શકે. આચારમાં શીથીલતાં હોવા છતાં સુધ્ધ પરુપણા કરતાં રહેવાથી, આચારસુધ્ધીની સંભાવના રહેલી છે. જે વૃધ્ધાવસ્થા આવશે ત્યારે ધર્મ કરીશું, પછી કરીશું પછી કરીશું એમ કહે છે, તે અનુભવ અને અભ્યાસ ન હોવાથી પછી પણ ધર્મ કરી શકતો નથી અને પહેલાં પણ કરી શકતો નથી. અંતે તે હાયવોય કરતો , આર્તધ્યાનમાં જ રામશરણ થઈ જાય છે. સાધુને સચિત, બહુમુલ્યવાન વસ્ત, કલાકૃતિઓ (જેને જોઈને મોહ ઉપજે, બીજાને એ મેળવવાનું મન થાય) રાખવી કલપતી નથી અચિત વસ્તુ પણ આકર્ષણ થાય તેવી નથી કલપતી. શરીર પણ આકર્ષણ થાય તેવું નથી કલપતું. (નાની ઉંમરની સાધ્વીઓએ પીઠમાં કાપડનો ગોળો મુકી, શરીરને ખુંધવાળું બેડોળ બનાવી, વિહાર કરવો કે ગોચરીએ જવું.) અબ્રમ અને પરિગ્રહ એકબીજાનાં પુરક છે. કામભોગો માટે પરિગ્રહ કરાય છે અને પરિગ્રહથી કામભોગો થાય છે. કામભોગનું સેવન એ પુરુષમાં રહેલું સ્ત્રીત્વ છે. તેથી વિરતિ એ સ્ત્રી કરે તોય પુરુષાર્થ છે. સ્ત્રીમાં રહેલું પુરુષત્વ છે. ક્રોધ હિંસાને જન્મ આપે છે. માનથી અભ્રમ સેવાય છે. માયાથી અદતાદાન, અસત્ય થાય છે. લોભથી પરિગ્રહ થાય છે. 1. સંસ્કૃત આત્મા કમાન પર ચઢાવેલા તીર જેવો, લક્ષ્યવાળો, ગતિ,દિશા,બેલ વાળો, મકકમ, બીજાને ઉપકારી હોય છે. અસંસ્કૃત રસ્તામાં પડેલા કાંટા જુવો,બીજાને પીડાકારી,લક્ષ્ય,ગતિ, દિશા,બલ વગરનો, સહેલાઈથી ભાંગી શકાય તેવો, દયાને પાત્ર હોય છે. 2. જેમ એકાગ્રતા વગર અને દૃષ્ટિ હટી જવાથી નિશાન ચૂકી જવાય છે. તેમ મિથ્યાત્વનાં અલ્પ સેવનથી પણ જીવ મોક્ષથી દૂર રહે છે આર્યક્ષેત્ર : શુભ લેશ્યા પુદગલોથી શુભમન અને ધર્મકરણી માટે ઉત્સાહ મળે છે. અનાર્યક્ષેત્રનાં પુદગલોથી આત્મામાં પ્રમાદ અને અરતિ પ્રાપ્ત થાય છે. તેથી ધંધાર્થે ભલે મુંબઈ જેવા શહેરોમાં રહેતાં હોઈએ, પણ તેમાંથી સમય કાઢી આર્યક્ષેત્રમાં જવું જોઈએ. છે મિચ્છામી દુક્કડમ છે જીન માર્ગથી ઓછું– અધિક– વિપરીત લખવાની કોઈ ઈચ્છા-હેતુ–પ્રયત્ન ન હોવા છતાં પ્રમાદ,અજ્ઞાન,મોહ, કે કષાયના કારણે કાંઈ લખાયું હોય તો અનંતા સિધ્ધ-કેવલી–ગુરુ ભગવંતની સાંખે તસ–મિચ્છા-મી-દુકડમ. કથાસાર પૂર્ણ.