________________
કથાસાર
jain
303
કષાય ભાવ મન, વચન, કાયાનાં યોગ અયતનાથી અને અશુભ રીતે પ્રવર્તાવવા એટલે પ્રમાદ અને હિંસા. અશુભ ભાવોને પ્રકટ કરવા એ ક્રોધ. અશુભ ચિંતન એ આર્તધ્યાન. આત્મામાં અશુભ ભાવ રાખવા એ દૃશ. અશુભ ભાવોને છુપાવી સારા પ્રકટ કરવા એ માયા. આજનું શાંત દેખાતું જીવન બહુધા ઉપશમ ભાવ હોય છે, આત્મામાં કષાયો કેટલા ક્ષીણ થયા છે એ અવસરે સમજાય છે.
વધારે ઓછી ક્રિયા કરવાનાં કે ન કરવાનાં કારણો એકજ જીવનકાળ દરમિયાન પણ અનેક કારણોથી ધર્મકરણીમાં ચઢાવ ઉતાર આવે છે. તેથી નીરાશ ન થવું,પણ સમયક જ્ઞાન ઉપયોગથી પુરુષાર્થરતા રહેવું. અને પોતાનું સતત નિરીક્ષણ કરતાં રહેવું કે હું કયા માર્ગે જઈ રહયો છું. કોઈ કારણથી મારી ધર્મકરણી બાધીત તો નથી થઈ રહીને.! કેટલાક અસર પાડી શકતા કારણોજ્ઞાન અભ્યાસ ઓછો હોવાથી. સમયક કે મિથ્યા વિચાર વાળાઓનાં સંગથી. સારીખરાબ લેગ્યાઓ નાં પ્રભાવથી. આર્ય કે અનાર્ય ક્ષેત્રનાં પુદગલોનાં પ્રભાવથી. પ્રમાદથી – રતિ અરતિથી. ચારિત્ર મોહ કર્મનાં અલગ અલગ પ્રકારનાં ક્ષયોપશમથી કે ઉદયથી. ધારણાઓ અને વિચારધારાનાં ભેદથી. વૃધ્ધાવસ્થા કે બિમારીથી . આત્મપરિણામો, આત્મબળ માં ભિન્નતાથી (દુસમકાળમાં શરીર ભલે નબળું મળ્યું પણ આત્મા ત્રિકાળ એવોજ બલવાન છે) પૂર્વનાં અભ્યાસ, અનુભવથી, કોઈની પ્રેરણાથી. દીર્ઘ આયુષ્ય વાળાને ધર્મકરણી કરવાની શકયતા વધારે મળે છે. છકાય જીવોની દયા પાળવાથી જીવ દીર્ઘ આયુષ્ય બાંધે છે.
રીધી ગારવેણું , રસ ગારવણ , સાયા ગારવણ . અનંત ભવ સાગરમાં જીવ નરક અને ત્રિયંચનાં દુખ સહન કરી આવ્યો. દાસ પણે માન અપમાન પણ સહન કર્યા. પુણ્ય વધતાં જીવ મનુષ્ય જન્મ પામે છે, ત્યારે આ બધુ ભુલી, નાના એવા દુખો કે અપમાનને સહન કરવાની શકિત ગુમાવે છે અને કષાય કે હિંસાના ભાવોમાં જઈ સંસાર વધારી લે છે. પુણ્યનાં ઉદયને પચાવવું મહા મુશકેલ છે. સાધારણ માનવી મનુષ્ય જન્મ પામી, ત્યાથી પાછો વળી જાય છે. અને ફરી પાછો ત્રિપંચ કે નરકનાં ભવોમાં પરિભ્રમણ કરે છે.
રણથી ઉચા માનવોનાં પણ પુણ્ય જયારે વધી જાય છે, અનેક અનકળતાઓ અને સાતા કર્મ નો ઉદય હોય છે. તપ-ઉપવાસ પછી આહાર પણ સ્વાદ વાળ લાગવા માંડે છે. ત્યારે રસ આસ્વાદનમાં ન મુંજાતા, એકેન્દ્રીય જીવોનાં કલેવર છે, અને જીવ હજી અણાહારી નથી થયો, એવું વિચારી ક્ષોભ કરવો. આવું જ શરીરની શાતા માટે છે, તથા રીધી, ખ્યાતી, પ્રભાવ વધતાં અનુકુળતાઓ વધતી જાય છે. અને જીવ કયારે માન અને અહંકારના ડુંગર પર ચઢી જાય છે તેની ખબર રહેતી નથી.
રીધી, રસ અને સાતામાં ગરકાવ થઈને ધણા જીવો સામાન્ય કરતાં થોડી વધારે પ્રગતિ કરીને પાછા વળી જાય છે. અનંતર દેવનો ભવ તો મળે છે, પણ મોક્ષનું લક્ષ્ય ચકી જવાય છે. માટે અનકળતાઓ માં પણ સંસાર પ્રત્યે પ્રિતી ન થવી જોઈએ. અહિ જીવને વિશેષ સાવધાની અને ઉપયોગ દશા રાખવાની છે. એજ પડિકમામી તિન્હીં ગારવણ નો અર્થ છે.
આવી અનુકુળતાઓ માં જયારે કોઈ પરિસ્થીતી કે વ્યકિત પ્રતિકુળ થાય, તો તેનો ઉપકાર જાણી આભાર માનવો જોઈએ.
કંઠસ્થ કરવા માટે ગાથા- અર્થ સાથે જયં ચરે, જયં ચિટઠે, જયં આસે, જયં સએ
જયં ભુજંતો ભાસંતો, પાવ કર્મ ન બંધઈ છે - દશવૈકાલીક. જતનાથી ચાલે, જતનાથી ઉભો રહે, જતનાથી બેસે, સુએ. જતનાથી ભોજન કરતાં, બોલતાં, પાપકર્મનો બંધ નથી થતો. કર્મ અને પાપકર્મ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે પાપકર્મ અશુભ અનુબંધ વાળા હોય છે. જેનાથી કર્મોની પરંપરા ચાલુ રહે છે. જેવી રીતે બીજ વાળા ફળોમાંથી નવો વૃક્ષ કે વેલો થાય છે. શુભ અનુબંધ વાળા કર્મોની પરંપરા હોતી નથી. બી વગરનાં ફળ જેવા.