________________
આગમ-કથાઓ
86
(૮) ઠાંસી ઠાંસીને ન ખાવું. (૯) શરીરની વસ્ત્ર આદિથી શૃંગાર શોભા ન કરવી, વિભૂષાવૃત્તિનો ત્યાગ કરવો. (૧૦) શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ પાંચે મનોજ્ઞ વિષયોની આસક્તિનો ત્યાગ કરવો. પાંચે ઇન્દ્રિયનો નિગ્રહ કરવો.
આ પ્રમાણે બ્રહ્મચર્ય-સંયમના બાધક સ્થાનોનો ત્યાગ કરવો. પુર્ણ સમાધિ ભાવયુક્ત દુષ્કર બ્રહ્મચર્યનું પાલન કરનારા મુનિને દેવ દાનવ પણ નમસ્કાર કરે છે. બ્રહ્મચર્યના પાલનથી જીવ સંયમની આરાધના કરી મુક્ત બની જાય છે.
સત્તરમું અધ્યયન : પાપી શ્રમણ પરિચય જે સંયમ સ્વીકાર કર્યા બાદ સાધનાથી વ્યુત થઈ વિપરીત આચરણ કરે છે, તેને આ અધ્યયનમાં “પાપી શ્રમણ” ની સંજ્ઞાથી સૂચિત કરવામાં આવ્યા છે. (૧) જે શ્રત અધ્યયનમાં તલ્લીન રહેતા નથી. (૨) નિદ્રાશીલ હોય એટલે ખાઈ, પીને દિવસે પણ સૂઈ રહે. (૩) આચાર્ય-ઉપાધ્યાય કોઈ સૂચના પ્રેરણા કરે ત્યારે ક્રોધ કરે, તેમનો સમ્યફવિનય, સેવા-ભક્તિ ન કરે ઘમંડી બને. | (૪) જીવ રક્ષા અને યતનાનું લક્ષ ન રાખનારા. (૫) ભૂમિનું પ્રતિલેખન કર્યા વિના જ્યાં-ત્યાં બેસનારા. જોયા વિના ગમનાગમન કરનારા. (૬) શીઘ અને ચપલગતિએ ચાલનારા. (૭) પ્રતિલેખનની વિધિનું પાલન ન કરનારા. (૮) માયાવી, લાલચી, ઘમંડી, વાચાળ, મન અને ઈન્દ્રિયોનો નિગ્રહ ન કરનારા, અસંવિભાગી અને અપ્રિય સ્વભાવવાળા. (૯) વિવાદ, કલહ અને કદાગ્રહશીલ સ્વભાવવાળા. (૧૦) જ્યાં ત્યાં ફરતા રહેનાર, અસ્થિર આસનવાળા. (૧૧) શયનવિધિનું પાલન ન કરવાવાળા અર્થાત્ ઉતાવળે સૂઈ જનારા. (૧૨) વિગયોનું વારંવાર સેવન કરવા છતાં તપશ્ચર્યા ન કરનારા. (૧૩) સવારથી સાંજ સુધી ખાનારા. (૧૪) અસ્થિર ચિત્ત થઈ ગણ–ગચ્છમાં વારંવાર પરિવર્તન કરનારા. (૧૫) નિમિત બતાવનારા યંત્ર, મંત્ર, તંત્ર તથા વિદ્યા આદિનો પ્રયોગ કરી ગૃહસ્થોને બતાવનારા. (૧૬) સામુદાનિક(અનેક ઘરોની ભિક્ષા ન કરનારા, નિત્ય એક જ ઘરથી આમંત્રણ સ્વીકારી આહાર–પાણી લેનારા, ગૃહસ્થના આસન શયનનો ઉપયોગ કરનારા. - ઉક્ત આચરણ કરનારા પાપી શ્રમણ” કહેવાય છે. તેઓ આ લોકમાં નિન્દા પાત્ર થતાં શિથિલાચારી કહેવાય છે અને આ લોક તથા પરલોકને બગાડે છે. તેનાથી વિપરીત એટલે શુદ્ધ સંયમ પાલન કરનારા અર્થાત્ ઉક્ત દોષોનો પરિત્યાગ કરનારા સુવતી મુનિ આ લોકમાં અમૃતની સમાન પૂજિત બને છે અને પરલોકના આરાધક બને છે.
અઢારમું અધ્યયન : સંયતિ મુનિ પ્રાસંગિક - એકદા સંયતિ રાજા હરણનો શિકાર કરી રહ્યા હતા, હરણ ભયભીત થઈ દોડી રહ્યું હતું. ઉદ્યાનમાં પ્રશાંત ચિત્ત મુનિને જોઈ હરણ તેના શરણમાં બેસી ગયું. સંયતિ રાજા તે હરણને શોધતાં-શોધતાં આવ્યા. મુનિ પાસે મૃગને બેઠેલો જોઈ રાજાને થયું–નક્કી આ ઋષિનો મૃગ હશે. હવે તે મને શ્રાપ આપશે તો? તેઓએ ભયભીત થઈ મુનિ પાસે ક્ષમાની પ્રાર્થના કરી. ત્યારબાદ મુનિનો ઉપદેશ સાંભળી તેઓએ સંયમ ગ્રહણ કર્યો. સંયમમાર્ગમાં વિચરણ કરતાં તેમનો ક્ષત્રિય રાજર્ષિ સાથે સમાગમ થયો. તે ક્ષત્રિય રાજર્ષિએ આત્મીયતા વ્યક્ત કરી અને તેમને ઉદાહરણો દ્વારા તપ-સંયમમાં સદા સ્થિર રહેવાની શિક્ષા-પ્રેરણા કરી (૧) આ જીવને બીજા નિરપરાધી પ્રાણીઓને મારતી વખતે સહેજ પણ વિચાર નથી આવતો પરંતુ જ્યારે પોતાની ઉપર આંશિક આપત્તિની સંભાવના પણ હોય તોપણ ગભરાઈને દીનતાનો સ્વીકાર કરી લે છે. (૨) અનિત્ય એવા આ જીવનમાં સ્વયંનું મૃત્યુ પણ અવશ્ય થવાનું છે, કોઈ અસર નથી રહેવાનું, તેથી હિંસ આદિમાં મગ્ન રહેવાથી કોઈ લાભ નથી. (૩) સર્વસ્વ છોડી એક દિવસ અવશ્ય જવું તો પડશે જ, આ જીવન વિજળી સમાન ચંચળ છે; છતાં પ્રાપ્ત થયેલ રાજ્ય આદિમાં પ્રાણી આસક્ત થઈ પરલોકનો વિચાર કરતો નથી, તે અજ્ઞાન દશા છે. (૪) સગા-સંબંધીનો સાથ પણ જ્યાં સુધી માણસ જીવતો છે
ત્યાં સુધી જ છે. મૃત્યુ બાદ કેવલ શુભ અશુભ કર્મજ સાથે આવે છે. પરિવારના સભ્યો પણ મૃત્યુ પછી ઘરમાં રાખતા નથી. (૫) સંસારમાં અનેક એકાંતવાદી ધર્મ છે. એકાંત હોવાથી તેનું કથન યુક્તિ સંગત નથી હોતું, તેથી સમ્યક્ તત્ત્વોની શ્રદ્ધા સાથે સમ્યકુ ધર્મમાં સ્થિર રહેવું જોઈએ. ટૂંકમાં સાર એ છે કે-કોઈપણ સિદ્ધાન્તવાળા હોય પણ જો પાપકાર્યમાં અનુરક્ત રહે તો દુર્ગતિને પ્રાપ્ત કરે છે અને જે પાપનો ત્યાગ કરી અહિંસક, દયામય, આર્યધર્મનું આચરણ કરે છે તે દિવ્યગતિને પ્રાપ્ત કરે છે. (૬) લોકમાં દેખાતા વિભિન્ન એકાન્તવાદી સિદ્ધાન્ત મિથ્યા છે અને નિરર્થક છે; તેવું જાણી સ્યાદ્વાદમય સમ્યનિષ્પાપ માર્ગનું અનુસરણ કરવું જોઈએ. (૭) દસ ચક્રવર્તી રાજાઓએ પણ સંપૂર્ણ રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરી સંયમ–તપની આરાધનાથી મુક્તિ મેળવી. બે ચક્રવર્તીએ (આઠમા સુભૂમ અને બારમા બ્રમદત) સાંસારિક સુખમાં આસક્ત બની સંયમ અંગીકાર ન ક્યું તો તેઓ આસક્ત દશામાં જ મૃત્યુ પામી નરકમાં ગયા. (૮) દશાર્ણભદ્ર રાજા, નમિ રાજા, કરકંડુ, દુર્મુખ, નગતિ રાજા, ઉદાયન રાજા, શ્વેત રાજા, વિજય, મહાબલ ઇત્યાદિ મોટા મોટા રાજાઓએ સંયમ ધારણ કરી આત્મ કલ્યાણ ક્યું.
આ પ્રમાણે જાણીને શુરવીર મોક્ષાર્થી સાધકે મોક્ષ માર્ગમાં દઢતાપૂર્વક પરાક્રમ કરવું જોઈએ.
ઓગણીસમું અધ્યયનઃ મૃગાપુત્ર પ્રાસંગિક – સંત દર્શનથી મૃગાપુત્રને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમાં નરક આદિ ભવોને જોઈને ભોગોથી વિરક્ત થાય છે. દીક્ષાની અનુમતિ માંગતા માતા-પિતા સાથે થયેલ રોચક સંવાદનું વર્ણન તથા નરકગતિના દુઃખોનું ભયાનક વર્ણન આ અધ્યયનમાં કરવામાં