________________
jain
85
કથાસાર
(૧) સંયમ લેતાં પૂર્વે માતા–પિતાની અનુમતિ મેળવવી આવશ્યક છે. તે જ પ્રકારે પતિ-પત્નીએ પણ પરસ્પર સ્વીકૃતિ લેવી આવશ્યક છે.
(૨) વેદોનું અધ્યયન ત્રાણભૂત થતું નથી. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી નરક– ગમનમાંથી મુક્તિ મળી શકતી નથી અને કુપાત્ર સંતાન સદ્ગતિ આપી શકતા નથી.
(૩) કામ ભોગો ક્ષણ માત્રનું સુખ અને બહુકાળનું દુઃખ આપનારા છે. તે દુઃખરૂપ અનર્થોની ખાણ છે. મુક્તિમાં જતાં જીવોને અવરોધરૂપ છે.
(૪) કામભોગોમાં અતૃપ્ત માનવ રાત-દિન ધન પ્રાપ્તિની શોધમાં વ્યસ્ત રહે છે ; અંતે કાળના પંજામાં ફસાઈ જાય છે. તેથી ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરવો જોઈએ.
(૫) આ લોક કે પરલોકના ઐહિક સુખો મેળવવાના લક્ષે ધર્મ કરવો નહી પરંતુ ધર્મ સંપૂર્ણ કર્મક્ષય કરવા અને ભવ પરંપરાનું છેદન કરવા માટે ધર્મ કરવામાં આવે છે. આત્માની પૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ કરવાના હેતુએ તપ–સંયમનો સ્વીકાર કરવામાં આવે છે. (૬) અરણીના લાકડામાં અગ્નિ, તલમાં તેલ અને દૂધમાં ઘી ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે પરંતુ આત્માનું આ સ્વરૂપ નથી, તે તો અરૂપી હોવાથી ઇન્દ્રિયગ્રાહ્ય નથી અને અમૂર્ત હોવાથી નિત્ય શાશ્વત છે. આત્મ પરિણામોથી જ નવા કર્મબંધ થાય છે અને કર્મબંધ જ સંસારનો હેતુ છે. તેથી કર્મક્ષય કરવા સંયમ–તપનો સ્વીકાર કરવો ૫૨મ આવશ્યક છે.
(૭) આ સંપુર્ણ સંસાર મૃત્યુથી પીડિત અને જરાથી ઘેરાયેલ છે. વ્યતીત થયેલા દિવસ–રાત ફરીને આવતા નથી. તેથી વર્તમાનમાં જ ધર્મ કરી લેવો.
કેળવી નથી, મૃત્યુનું નિશ્ચય જ્ઞાન મેળવ્યું નથી; તેણે
(૯) જે રીતે સર્પ કાંચળીનો ત્યાગ કરી નિરાસક્ત ભાવે ચાલ્યો જાય છે તે રીતે વિરક્તમુનિ સંસારના સમસ્ત સંયોગો અને ભોગોને છોડી દે છે.
(૮) જેણે મૃત્યુની સાથે મિત્રતા બાંધી નથી, મૃત્યુથી પલાયન થવાની શક્તિ ધર્મને કયારે ય પછીના ભરોસે છોડવો નહી.
(૧૦) રોહિત મત્સ્ય જાળ કાપીને બહાર નિકળી જાય છે, તેમ ધીર પુરુષ મોહ જાળને કાપી મુક્તવિહારી શ્રમણ બની જાય છે. (૧૧) એકબીજાના નિમિત્તે પણ સંયમ પ્રાપ્તિ થઈ શકે છે. તેથી નિમિત્ત મળતાં સંયમથી વંચિત ન રહેવું. (૧૨) ધન અને કામભોગોને છોડી જીવે અવશ્ય એકલા જ જવું પડે છે.
(૧૩) ભૌતિક સુખો પક્ષીના મુખમાં રહેલા માંસના ટુકડા સમાન દુ:ખદાયી છે. માંસના ટુકડાનો ત્યાગ કરવાથી પક્ષી કલહ રહિત થઈ શકે છે. તે પ્રકારે પરિગ્રહ મુક્ત મુનિ પણ પરમ સુખી બને છે. (ઉતરાધ્યન સૂત્રના ૩૬ અધ્યયન ભાષાંતર વાળા મૂળ સૂત્રોમાં થી વાંચવા . અત્યંત જ્ઞાનપૂર્ણ અને રસપ્રદ કથાઓ સાથેના એ અધ્યયનો ને સંક્ષિપ્ત કરવા કઠીન છે. વૈરાગ્યથી ભરેલી એની કેટલીક ગાથાઓ કંઠસ્થ કરવાથી જીવને ઉતમ જ્ઞાન અને પરમ શાંતિનો અનુભવ થાય છે. દિવાના અજવાળે તથા ઉગાળે મોઢે જ્ઞાન આરાધના ન કરવી . ભગવદ આજ્ઞા પ્રમાણે જ જ્ઞાન પ્રાપ્ત કરવું આત્માને માટે ક્ષેયકર હોય છે.)
પંદરમું અધ્યયન : ભિક્ષુ ગુણ
આ અધ્યયનમાં ભિક્ષુના અનેક વિશિષ્ટ તેમજ સામાન્ય ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) ભિક્ષુ સરલ આત્મા, જ્ઞાનાદિ સહિત, સંકલ્પ–વિકલ્પોનું છેદન કરનાર, પરિચય અને ઇચ્છાઓને ન વધારનાર, અજ્ઞાત ભિક્ષાજીવી, રાત્રિ આહાર-વિહારથી મુક્ત, આગમના જાણકાર, આત્મારક્ષક અને મૂર્છા રહિત હોય છે.
(૨) આક્રોશ અને વધને સમ્યક્ પ્રકારે સહન કરનારા અને હર્ષ શોક ન કરનારા ભિક્ષુ હોય છે.
(૩) શયન—આસન, શીત–ઉષ્ણ, ડાંસ–મચ્છરથી વ્યગ્ન ન થનારા, વંદન–પ્રશંસાની અપેક્ષા ન રાખનારા, આત્માર્થી, તપસ્વી, મોહોત્પાદક સ્ત્રી પુરુષોની સંગતિ ન કરનારા, કુતૂહલ રહિત ભિક્ષુ હોય છે.
(૪) પાપ શાસ્ત્રો અર્થાત્ જ્યોતિષ, મંત્ર-તંત્ર, ઔષધ–ભેષજ નો પ્રયોગ ન બતાવનારા, રોગ આવવા છતાં કોઈ વૈદ્ય આદિનું શરણ ન લેનારા, ચિકિત્સાનો પરિત્યાગ કરનારા ભિક્ષુ કહેવાય છે.
(૫) રાજા આદિ ક્ષત્રિયો તથા શિલ્પીઓ કે અન્ય ગૃહસ્થો સાથે ઐહિક પ્રયોજને સંપર્ક—પરિચય ન કરે તો ભિક્ષુ છે.
(૬) આહાર આદિ ન દેવા પર અપ્રસન્ન ન થાય, દેનારા ઉપર પ્રસન્ન થઈ આશીર્વચન ન કહે, નિરસ એટલે સામાન્ય આહાર મળતાં નિંદા ન કરે, સામાન્ય ઘરોમાં ભિક્ષાર્થે જાય, તે ભિક્ષુ કહેવાય છે.
(૭) ભયાનક શબ્દોથી અને ભયસ્થાનોથી ભયભીત ન બને તે ભિક્ષુ છે.
(૮) જીવોના દુઃખોને જાણી તેને આત્મવત્ સમજનારા, આગમ જ્ઞાનમાં કોવિદ, પરીષહ વિજેતા, ઉપશાંત, મંદ કષાયી, કોઈને અપમાનિત કે ખેદિત ન કરનારા, અલ્પભોજી, ઘરને છોડી એકત્વભાવમાં લીન રહી વિચરણ કરે તો તે ભિક્ષુ છે.
સોળમું અધ્યયન : બ્રહ્મચર્ય સમાધિ
બ્રહ્મચર્ય વ્રતની સુરક્ષા માટે અને આત્મસમાધિ ભાવોને કેળવવા માટે નીચે બતાવેલ સાવધાનીઓ રાખવી જરૂરી છે. (૧) સ્ત્રી આદિ સાથે એક મકાનમાં ન રહેવું. (૨) રાગવૃદ્ધિ કરવાવાળી સ્ત્રી–સંબંધી વાર્તા ન કરવી તેમજ ન સાંભળવી. (૩) સ્ત્રીઓ સાથે વારંવાર વાર્તા તેમજ અધિક સંપર્ક ન કરવો. (૪) સ્ત્રીઓના અંગોપાંગ એકીટશે ન જોવા. (૫) સ્ત્રીના રુદન, હાસ્ય, ગીત, ક્રંદન આદિ શબ્દ શ્રવણમાં આસક્ત ન થવું.
(૬) પૂર્વાશ્રમનું સ્ત્રી સંબંધી વિષયોનું સ્મરણ, ચિંતન, મનન ન કરવું. (૭) શીઘ્ર વાસનાની વૃદ્ધિ કરાવનારા ઉત્તેજક, પૌષ્ટિક ખાદ્યપદાર્થ, રસાયણ– ઔષધિઓનું સેવન ન કરવું. દૂધ, ઘી આદિ વિગયોનો અમર્યાદિત તથા નિરંતર ઉપયોગ ન કરવો.