________________
આગમ-કથાઓ
176
અર્થાત્ ઉપર્યુક્ત ગુણ સંપન્ન સમસ્ત અરિહંતોને, સમસ્ત સિદ્ધોને, સમસ્ત આચાર્યોને, સમસ્ત ઉપાધ્યાયોને તથા સમસ્ત સાધુ–સાધ્વીઓને આ નમસ્કાર મંત્રમાં વંદન નમસ્કાર કરવામાં આવે છે.
પ્રથમ આવશ્યક(અધ્યયન) સામાયિક સૂત્ર :
(૧) આ સૂત્ર સામાયિક ગ્રહણ કરવાનું પ્રતિજ્ઞાસૂત્ર છે. સામાયિકમાં સાવધ યોગોનો ત્યાગ કરવામાં આવે છે.
(૨) સાવધ યોગનો અર્થ થાય છે કે બધા જ પ્રકારના કુલ ૧૮ પ્રકારના પાપકાર્યો. આ ૧૮ પ્રકારના પાપોનો યાવજ્જીવન ત્યાગ કરવાથી આજીવન સામાયિક થાય છે, આથી યાવજ્જીવનની સામાયિકને ગ્રહણ કરનારને સાધુ કહેવામાં આવે છે. એક મુહૂર્ત માટે આ અઢારપાપોનો ત્યાગ કરવાથી શ્રાવકની સામાયિક થાય છે.
(૩) આ પાપોના ત્યાગની સાથે સામાયિકમાં વધુમાં વધુ સમભાવની પ્રાપ્તિ થવી એ પણ 'સામાયિક' શબ્દનો સાચો તાત્પર્યાર્થ છે. (૪) સાધુઓની આવી આજીવન સામાયિકમાં ત્રણ કરણ અને ત્રણ યોગથી પાપ કાર્યોનો ત્યાગ હોય છે.
(૫) પાપ કરવું નહિ, કરાવવું નહિ અને પાપ કર્મ કરવાવાળાને અનુમોદન ન આપવું તેને ત્રણ કરણનો ત્યાગ કહેવામાં આવે છે. ૬) મનથી, વચનથી, શરીરથી આ ત્રણેયથી પાપ કાર્ય ન કરવું, તેને ત્રણ યોગથી પાપ કાર્યનો ત્યાગ કહેવામાં આવે છે.
(૭) આ પ્રકારે આ સામાયિક પ્રતિજ્ઞાસૂત્રથી સામાયિક ગ્રહણ કરનાર, અઢાર પાપોને મન, વચન તથા કાયાથી કરતા નથી. બીજાઓને આ પાપ કાર્યો કરવાની પ્રેરણા કે આદેશ પણ આપતા નથી અને પાપ કાર્યો કરવાવાળાની પ્રશંસા કરતા નથી, તેમના કૃત્યોને સારા પણ જાણતા નથી. પાપ કાર્યોથી ઉપાર્જન થયેલ પદાર્થોની પણ પ્રશંસા કરતા નથી.
(૮) તે અઢાર પાપ આ પ્રમાણે છે– ૧. હિંસા ૨. જૂઠ ૩. ચોરી ૪. કુશીલ ૫. પરિગ્રહ–ધનસંગ્રહ ૬. ગુસ્સો ૭. ઘમંડ ૮. કપટ ૯. લાલચ-તૃષ્ણા ૧૦. રાગ ૧૧. દ્વેષ ૧૨. કલેશ–ઝઘડા ૧૩. કલંક લગાડવું ૧૪. ચુગલી ૧૫. પરિનિંદા ૧૬. હર્ષ-શોક ૧૭. ધોખા—ઠગાઈ અથવા કપટ યુક્ત જૂઠ ૧૮. અસત્ય સમજ, ખોટી માન્યતા, ખોટા સિદ્ધાંતોની માન્યતા–પ્રરૂપણા.
એક મુહૂર્તની કે આજીવન સામયિક ગ્રહણ કરનાર, પોતાની તે સામાયિક અવસ્થા દરમ્યાન હિંસાદિ પાપ કે ગુસ્સો, ઘમંડ, નિંદા, વિકથા, રાગ–દ્રેષ અથવા ક્લેશ, કદાગ્રહ આદિ કદાપિ કરી શકતા નથી. તે વિચારોથી પરમ શાંત અને પવિત્ર હૃદયી બની હંમેશા પોતાની જાતને આવા પાપોના ત્યાગમાં સાવધાન રાખે છે. ત્યારે જ તે સામાયિકવાન સાધુ અને સામાયિકવ્રતવાળા શ્રમણોપાસક (શ્રાવક) કહેવામાં આવે છે.
બીજો આવશ્યક(અઘ્યયન) ચોવીસ જિન સ્તુતિ સૂત્ર :
(૧) આ સૂત્ર ‘લોગસ્સ’ શબ્દથી શરૂ થાય છે, તેથી તેનું પ્રસિદ્ધ નામ ‘લોગસ્સનો પાઠ’ છે. ગ્રંથોમાં તેને ‘ઉત્કીર્તન’ નામથી કહેલ છે. કારણ કે તેમાં તીર્થંકર ભગવંતોના ગુણકીર્તન કરવામાં આવેલ છે. આગમમાં આ સૂત્રના ‘જિન સંસ્તવ’ અને ‘ચતુર્વિશતિસ્તવ’ એવા નામ મળે છે.
(૨) આ સૂત્રમાં સાત ગાથાઓ છે. પ્રથમ ગાથામાં તીર્થંકર ભગવાનના પરિચયની સાથે તેમના કીર્તનની પ્રતિજ્ઞા છે. ત્યાર પછીની ત્રણ ગાથાઓમાં ચોવીસ તીર્થંકરોને નામની સાથે સન્માનપૂર્વક વંદન કરવામાં આવ્યા છે. અંતિમ ત્રણ ગાથાઓમાં તીર્થંકરોના ગુણ તેમજ મહાતમ્ય(મહત્ત્વ)નું કથન કરેલ છે. અંતમાં ઉપસંહારરૂપે સભક્તિ મોક્ષ પ્રદાન કરવાની પ્રાર્થના પણ કરેલ છે. (૩) ચોવીસ તીર્થંકર ધર્મ તીર્થની સ્થાપના કરી, લોકમાં ભાવ પ્રકાશ કરાવનારા હોય છે અને સ્વયં સર્વજ્ઞાની, રાગ–દ્વેષ વિજેતા હોય છે.
(૪) ૧. આરોગ્ય બોધિ – સમ્યજ્ઞાન તેમજ શ્રદ્ધા, ૨. શ્રેષ્ઠ ભાવ સમાધિ અર્થાત્ સમભાવ અને પ્રસન્નતાની ઉપલબ્ધિ, ૩. સિદ્ધિ – મુક્તિ – મોક્ષ અવસ્થા, આ ત્રણ વસ્તુની માંગણી–પ્રાર્થના પ્રભુ પાસે કરેલ છે. આ પ્રાર્થના કેવળ પોતાના આદર્શ ભાવોની અભિવ્યક્તિ માત્ર છે. વાસ્તવમાં સિદ્ધ પ્રભુ કાંઈપણ દેવાવાળા નથી, પરંતુ એવા ભાવ ભક્તિયુક્ત ગુણ કીર્તન દ્વારા સાધક સ્વયં પોતાના કર્મોની નિર્જરા કરી ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત કરે છે અથવા તેવી શક્તિ પ્રગટ કરી શકે છે.
(૫) ચોવીસ તીર્થંકરો બધા જ વર્તમાનમાં સિદ્ધ અવસ્થામાં છે, તેથી તેમને સિદ્ધ શબ્દથી સંબોધન કરેલ છે.
(૬) તીર્થંકર પ્રભુને ત્રણ ઉપમા આપવામાં આવેલ છે. ૧. ચંદ્રમાથી પણ અતિ નિર્મળ ૨. સૂર્યથી પણ અધિક પ્રકાશ કરવાવાળા ૩. સાગર સમાન અતિ ગંભીર ધૈર્યવાન હોય છે.
ત્રીજો આવશ્યક(અધ્યયન) ઉત્કૃષ્ટ ગુરુ વંદન સૂત્ર :
(૧) આ સૂત્ર ઇચ્છામિ ખમાસમણો શબ્દથી શરૂ થાય છે, તેથી તેને "ઇચ્છામિ ખમાસમણોનો પાઠ" પણ કહેવામાં આવે છે. આ સૂત્રથી પ્રતિક્રમણના સમયે ગુરુને પ્રતિક્રમણ યુક્ત વંદન કરવામાં આવે છે. બાકીના સમયે કયારે ય પણ શાંત મુદ્રામાં સ્થિત પૂ. સાધુ–સાધ્વીજીને તિક્ષુતોના પાઠથી વંદન કરવામાં આવે છે, એવું અનેક આગમોના વર્ણનથી સપ્રમાણ સિદ્ધ છે. ગતિમાન મુદ્રામાં અર્થાત્ ચાલતા જતા સાધુ-સાધ્વીને કેવળ ‘મર્ત્યએણં વંદામિ’ શબ્દનો ઉચ્ચારણ કરતાં થોડા દૂર રહીને જ વંદન કરવામાં આવે છે. [નોંધ :- કોઈ પરંપરામાં અન્ય સમયે પણ સાધુઓને તિતોના પાઠથી ગુરુવંદન નહીં કરતાં આ જ પાઠના ૪–૫ શરૂઆતના શબ્દ બોલી તિ′′તોના પાઠના અંતિમ શબ્દો "મર્ત્યએણે વંદામિ' બોલી દેવામાં આવે છે, જે એક સંક્ષિપ્ત સંકલન માત્ર છે.
=
(૨) ગુરુના સીમિત અવગ્રહક્ષેત્રમાં પ્રવેશ કરીને આ સૂત્રથી વંદન કરવામાં આવે છે અર્થાત્ અતિ દૂર કે અતિ નિકટથી વંદન કરવામાં આવતાં નથી.
(૩) ઉભડક આસનથી બેસી બે વાર આ પાઠનું ઉચ્ચારણ કરવામાં આવે છે.
(૪) ચાર વાર ત્રણ-ત્રણ આવર્તન કરવામાં આવે છે. ચાર વાર મસ્તક ઝુકાવીને વંદન કરવામાં આવે છે. કુલ ૧૨ આવર્તનથી વંદન પૂર્ણ કરવામાં આવે છે.