________________
177
jain
કથાસાર (૫) ગુરુદેવની સંયમ યાત્રાની સુખશાતા પૂછવામાં આવે છે અને પોતાના અપરાધોની અથવા કોઈ પણ પ્રકારના અવિનય, અશાતનાઓની ક્ષમાયાચના કરવામાં આવે છે. મન, વચન અને કાયાથી અથવા ક્રોધ આદિના વશમાં કોઈ પણ ભગવદ આજ્ઞા કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થયું હોય તો તેનું સમુચ્ચય રૂપે પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૬) બાર આવર્તન- ૧. અહો ૨. કાયં ૩. કાય ૪. જત્તાભે ૫. જવણિજર્જ ૬. ચ ભે; આ છ શબ્દો ઉપર ૬ આવર્તન પ્રથમ વારમાં થાય છે અને છ આવર્તન પુનઃ બીજીવારના ઉચ્ચારણમાં કરવામાં આવે છે. તે રીતે કુલ ૧૨ આવર્તન થાય છે. (૭) આવર્તનથી ગુરુદેવની ભક્તિ તેમજ બહુમાન કરવામાં આવે છે. આ ક્રિયા આરતી ઉતારવાની જેમ જ ગુરુની જમણી બાજુથી ડાબી બાજુ તરફ હાથની અંજલિ ફેરવીને કરવામાં આવે છે. આ સૂત્રમાં ગુરુ માટે અત્યધિક બહુમાન સૂચક 'ક્ષમાશ્રમણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવેલ છે. [નોધ:- ઘણા લોકો ડાબીથી જમણી તરફ આવર્તન કરવા રૂપ અંજલિ (હથેળી સંપુટ) ફેરવે છે. વંદના ગુરુ પ્રત્યે બહુમાન અને વિનય થી તથા ભાવપૂર્વક કરવાનું લક્ષ્ય હોવું જોઈએ.જેનો ભાવ અર્થ છે, તમને કેન્દ્ર સ્થાને સ્થાપી બધી ક્રિયા કરીશ. ડાબેથી કે જમણેથી, કયાંયથી પણ પરિક્રમા કરતાં કેન્દ્રસ્થાન એજ રહે છે. મુખ્ય જરુર છે આત્મામાં ભાવોની,વિનયની, અહોભાવની.] ચોથો આવશ્યક(અધ્યયન) મંગલ સૂત્ર:(૧)લોકમાં ૧.અરિહત ૨.સિદ્ધ ૩.સાધુ અને ૪. સર્વજ્ઞો દ્વારા ઉપદિષ્ટ ધર્મ એ ચારેય ઉત્તમ છે, મંગલ સ્વરૂપ છે અને શરણભૂત છે (૨) નમસ્કાર મંત્રમાં કહેવામાં આવેલ પાંચ પદ અહિંયા ત્રણ પદમાં કહેવામાં આવ્યા છે અને એ પાંચ પદોને પ્રાપ્ત કરાવનાર ધર્મને ચોથા પદથી કહ્યું છે. (૩) આ રીતે ધર્મને નમસ્કરણીય વંદનીય પદોમાં એટલે નમસ્કારમંત્રમાં કહેવામાં આવેલ નથી પરંતુ લોકમાં ઉત્તમ, મંગલ અને શરણભૂત પદોમાં એટલે આ પાઠમાં ધર્મને લેવામાં આવેલ છે. (૪) મતલબ કે શરણભૂત તો ધર્મ તથા ધર્મી આત્માઓ બંને હોય છે, પરંતુ નમસ્કરણીય તો ધર્મી આત્માઓ જ હોય છે, ધર્મ નમસ્કરણીય હોતો નથી. (૫) અરિહંત, સિદ્ધ,સાધુ અને સર્વજ્ઞ કથિત ધર્મ સિવાય જે કાંઈપણ લોકમાં ઉત્તમ કે મંગલ અથવા શરણભૂત માનવામાં આવે છે તે લૌકિક દષ્ટિએ કે બાલ દષ્ટિએ હોય છે, પરંતુ તે સર્વે, આધ્યાત્મ દષ્ટિથી વાસ્તવમાં મંગલરૂપ કે શરણભૂત હોતા નથી. (૬) આ સૂત્રને “મંગલપાઠી, “માંગલિક', “મંગલિક આદિ નામો દ્વારા ઓળખવામાં આવે છે. સમુચ્ચય અતિચાર પ્રતિક્રમણ સૂત્ર:(૧) આ સૂત્રમાં ઈચ્છામિ ઠામિ એ પ્રથમ પદ તેથી તેને ઇચ્છામિ ઠામિનો પાઠ પણ કહેવામાં આવે છે. (૨) આ સૂત્રમાં સંક્ષિપ્તમાં પ્રતિક્રમણ કરવા યોગ્ય સ્થાનોનું સંકેતપૂર્વકનું વર્ણન છે, જેમ કે- (અ) ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મન, વચન, કાયાની પ્રવૃતિ, (બ) અયોગ્ય, અકથ્ય આચરણ, દુર્ગાન, માઠું ચિંતન (ક) જ્ઞાન-દર્શન–ચારિત્રમાં અતિચરણ (ડ) શ્રત જ્ઞાન, સામાયિક, ગુપ્તિ, મહાવ્રત પિંડેષણા તથા બ્રહ્મચર્યની નવ વાડ, દસ શ્રમણધર્મ આદિમાં અતિચરણ (ઈ) કષાય વિજયમાં અને છ કાય રક્ષણમાં અલના. આ પ્રકારે આ પાઠમાં સાધુ ગુણોના અતિચારનું દેવસીય સંક્ષિપ્ત પ્રતિક્રમણ છે. (૩) શ્રાવક પ્રતિક્રમણ સૂત્રની અપેક્ષા આ પાઠમાં મહાવ્રત આદિની જગ્યાએ ૧૨ વ્રતના અતિચારની વિશેષતા છે, શેષ સમાનતા છે. ગમનાગમન પ્રતિક્રમણ સૂત્ર :(૧) આ સૂત્રનો પ્રથમ શબ્દ ઇચ્છાકારેણં હોવાથી તેને ઇચ્છાકારેણંનો પાઠ કહેવામાં આવે છે. માર્ગમાં ચાલવાથી કે બીજી અન્ય શારીરિક ક્રિયાઓ કરવામાં નાના-નાના જીવોની જાણતા-અજાણતા વિરાધના થતી રહે છે, તેનું પ્રતિક્રમણ-શુદ્ધિકરણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૨) તે જીવોના આ પ્રકાર છે- ૧. પ્રાણી-કીડી, મકોડી, કંથવા આદિ ૨. અનેક પ્રકારના બીજ ૩. લીલું ઘાસ, ફૂગ અન્ય વનસ્પતિ, અંકુરા આદિ ૪. પાણી, ઝાકળ બિંદુ આદિ ૫. સચિત માટી, નમક આદિ અથવા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય તથા પંચેન્દ્રિય. (૩) જીવ વિરાધનાના પ્રકાર– ૧. તેમની ગતિમાં અવરોધ કરવો ૨. ધૂળ, વસ્ત્ર આદિથી ઢંકાઈ જવું, ઢાંકી દેવા ૩. મસળવા, રગદોળવા ૪. એક જ જગ્યાએ અનેક જીવોને સરકાવીને એકઠા કરવા ૫. ચોટ લગાડવી ૬. પરિતાપ-કષ્ટ આપવું ૭. કિલામના - અધિક કષ્ટ આપવું ૮.ઉપદ્રવિત – ભય પમાડવો ૯. એક સ્થળેથી બીજે સ્થળે ખસેડવા, સ્થાન ભ્રષ્ટ કરવા ૧૦. જીવન રહિત, પ્રાણ રહિત કરવા, મારી નાખવા. આ પ્રકારે આ ક્રમમાં વિશેષ-વિશેષ જીવ વિરાધનાના બોલ સમજવા જોઈએ. નિદ્રા પ્રતિક્રમણ સૂત્ર:(૧) આ સૂત્રમાં સાધુઓની શયનવિધિમાં થતાં અતિક્રમણોનો નિર્દેશ છે તથા સ્વપ્નાવસ્થા દરમ્યાન સંયમ મર્યાદાનું ઉલ્લંઘન થવાનો નિર્દેશ પણ છે. (૨) શયન દોષ– ૧. વધુ સમય સુધી સૂવું ૨. વારંવાર સૂવું કે દિવસે સૂવું ૩. પથારી પર બેસતાં-સૂતાં, હાથ–પગ આદિ અંગોપાંગોને ફેલાવવા–સંકોચવા આદિ ક્રિયા કરતી વખતે પોજવાનો વિવેક ન રાખવો. ૪. જૂ આદિનો સંઘટ્ટો થવો ૫. છીંક, બગાસા સંબંધી અયતના થવી ૬. ઉઘમાં બોલવું, દાંત પીસવા ૭. આકુળ- વ્યાકુળ થવું એટલે ઉતાવળથી સૂઈ જવું, શયનવિધિરૂપ કાયોત્સર્ગ આદિ ન કરવા. (૩) સ્વપ્નાવસ્થાના દોષ- ૧. અનેક સંકલ્પ-વિકલ્પોની જંજાળરૂપ સ્વપ્ન જોવું ૨. સ્ત્રી આદિના સંયોગ સંબંધી -સંયમ વિપરીત સ્વપ્ન જોવું અથવા સ્ત્રી વિકાર, દષ્ટિ વિકાર કે મનો વિકાર સંબંધી સ્વપ્ન જોવું ૩. આહાર–પાણી, ખાવા-પીવા સંબંધી સંયમ મર્યાદા વિરુદ્ધ સ્વપ્ન જોવું, જેમ કે રાત્રિએ ખાવું, અકલ્પનીય વસ્તુ લાવવી, ખાવીકે ગૃહસ્થના ઘેર ખાવું, અદત્ત વસ્તુ લાવવી, ખાવી.