________________
આગમ-કથાઓ
178 | ઇત્યાદિ શયન, નિદ્રા અને સ્વપ્ન સંબંધી દોષો અતિચારોનું આ સૂત્રથી ચિંતન-સ્મરણ કરી પ્રતિક્રમણ કરવામાં આવે છે.
ગોચરી પ્રતિક્રમણ સૂત્ર :(૧) ગાયના ચરવાની ક્રિયા સમાન એક ઘરેથી અલ્પમાત્રામાં આહારાદિ લેવાની પ્રક્રિયાના કારણે તેનું નામ “ગોચરી – ગોચર ચરિયા છે. અનેક ઘરોથી ફરીને આહારાદિ પ્રાપ્ત કરવાના કારણથી તેને “ભિક્ષા ચરિયા' કહેવામાં આવે છે. (૨) અહિંસા મહાવ્રત આદિની રક્ષા હેતુ આ ચરિયામાં વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે. આ નિયમોને ગવેષણા, એષણા આદિ નામોથી ઓળખવામાં આવે છે. આ નિયમોમાં જાણતાં-અજાણતાં કોઈ અતિચરણ થયું હોય, ઉલ્લંઘન થયું હોય તેનું પ્રતિક્રમણ આ સૂત્રથી કરવામાં આવે છે. (૩) એમ તો એષણાના ૪૨ દોષ કહેવામાં આવે છે તેમજ સૂત્રમાં તે સિવાય પણ અનેક દોષોનું કથન છે પરંતુ પ્રસ્તુત સૂત્રમાં સંખ્યા | નિર્દેશ કર્યા વગર અનેક દોષોનું સંકલન કરવામાં આવેલ છે. (૪) પ્રતિક્રમણ યોગ્ય કથિત અતિચાર આ મુજબ છે– ૧. ઘરના દ્વાર ખોલવું કે આજ્ઞા વગર ખોલવું ૨. કૂતરા, વાછરડા, બાળકો આદિનું સંઘટ્ટન થઈ જવું કે સ્ત્રી આદિનો સ્પર્શ થઈ જવો ૩. ઈતેજારીયુક્ત વ્યવસ્થિત જુદા રાખેલ આહારાદિમાંથી લેવું ૪. બલિ કર્મ યોગ્ય યા પૂજાનો આહાર લેવો ૫. ભિક્ષાચર યાચક અથવા શ્રમણો માટેના સ્થાપિત અર્થાત્ તેઓને દેવા માટે જ નક્કી કરેલ આહારમાંથી વહોરવો ૬. નિર્દોષતામાં શંકા હોય તેવી વસ્તુ લેવી ૭. ભૂલથી સદોષ આહારાદિ લેવા ૮. અયોગ્ય, અનેષણીય આહાર, પાણી, બીજ, લીલોતરી આદિ ખાવા ૯. પશ્ચાત્કર્મ અને પૂર્વ કર્મ દાન દેવાની પહેલા કે પછી હાથ આદિ ધોવાનો દોષ ૧૦. અભિહત– સામે ન દેખાય તેવી જગ્યાએથી લાવીને આપવામાં આવેલ વસ્તુ લેવી ૧૧. પૃથ્વી, પાણી આદિથી લિપ્ત કે સ્પર્શિત વસ્તુ લેવી ૧૨. ઢોળતાં થકા કે ફેંકતા થકા અર્થાત્ ભિક્ષા દેતી વખતે જળ, કણ, બુદ આદિ ઢોળતા થકા ભિક્ષા દેતા હોય તેવી ભિક્ષા લેવી ૧૩. ભિક્ષા દેતી વખતે વચ્ચે-વચ્ચે કંઈક ફેંકવા યોગ્ય વસ્તુને, પદાર્થને ફેંકી દે અને એવું કરતા થકા ભિક્ષા દે તે લેવી અથવા પરઠવા યોગ્ય પદાર્થને ભિક્ષામાં લેવા ૧૪. વિશિષ્ટ ખાદ્ય પદાર્થોને માંગીને કે દીનતા કરીને લેવા અથવા જે પદાર્થ સ્વાભાવિક રીતે
જ્યાં સુલભ ન હોય તેવા પદાર્થની યાચના કરવી ૧૫. એષણાના ૪૨ દોષોમાંથી કોઈ દોષથી યુક્ત આહારાદિ લેવાં. (૫) આ દોષો જો અજાણતા લાગે, તો તેની પ્રતિક્રમણથી શુદ્ધિ થાય છે. કોઈ વિશિષ્ટ દોષ(આધાકર્મી સચેત આદિ)થી યુક્ત આહાર ભૂલથી આવી જાય તો ખબર પડવા છતાં ખાવો એ પણ સ્વતંત્ર દોષ છે. તેથી તેવા આહાર આદિને યોગ્ય સ્થાનમાં પરઠવામાં આવે છે પરંતુ ખાવામાં આવતા નથી. () જાણીને લગાડેલ દોષોને સ્વતંત્ર પ્રાયશ્ચિત્ત (તપ આદિ) પણ હોય છે. (૭) પ્રતિક્રમણના સમય સિવાય અર્થાત્ ગોચરીએથી આવ્યા પછી પણ આ પાઠનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. સ્વાધ્યાય પ્રતિલેખન-પ્રતિક્રમણ સૂત્ર :(૧) સ્વાધ્યાય સમાપ્તિ તથા પ્રતિલેખન સમાપ્તિ બાદ કાયોત્સર્ગ કરી આ સૂત્ર પર ચિંતન કરી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૨) દિવસ–રાત્રિના પ્રથમ અને અંતિમ પ્રહર, એમ ચારેય પ્રહર સ્વાધ્યાય કરવાનો કાળ છે. તેમાં યથાસમયે સ્વાધ્યાય ન કરવો તેને પણ અહીં અતિચાર દર્શાવેલ છે. આ ચારેય સમયે સાધુ-સાધ્વીજીએ સૂત્રોનો સ્વાધ્યાય અવશ્ય કરવો જોઈએ.
કે પણ ઉપકરણ–વસ્ત્ર, પાત્ર, રજોહરણ. પંજણી આદિ તથા પસ્તક, પાના આદિ સકારણ રાખવામાં આવતાં ઉપકરણોની બંને સમય પ્રતિલેખના કરવામાં આવે છે– ૧. સવારે અને ૨. સાંજે અર્થાત પ્રથમ પ્રહરમાં અને ચોથા પ્રહરમાં (૪) પ્રતિલેખન જતનાપૂર્વક તથા વિધિપૂર્વક કરવામાં આવે છે, આવું વિધિયુક્ત પ્રતિલેખન સર્વથા ન કર્યું હોય કે અવિધિ, અજતનાથી કરેલ હોય તો તેનું પ્રતિક્રમણ તથા પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે. તેમજ સ્વાધ્યાય ન કરવાથી તથા અવિધિએ કે નિષેધ કરેલ સમયે સ્વાધ્યાય કરવાથી પણ પ્રાયશ્ચિત્ત આવે છે. તે જ રીતે પ્રમાર્જન (પૂંજવા સંબંધી) પ્રતિક્રમણ પણ આ સૂત્રથી થાય છે. તેત્રીસ બોલ પ્રતિક્રમણ સૂત્ર :(૧) સાધુ આચારના અનેક પ્રકીર્ણક વિષયોને અહિંયા ૧ થી ૩૩ સુધીની સંખ્યાના આધારે સંગ્રહ કરેલ છે. (૨) આ બધા જ બોલોમાં કહેવામાં આવેલ આચારના વિધિ નિષેધરૂપ વિષયોમાં કોઈ પ્રકારની સ્પલના થઈ હોય, અતિચાર દોષ લાગ્યા હોય તો તેનું ચિંતન-સ્મરણ કરી આ સૂત્રથી પ્રતિક્રમણ કરવામાં આવે છે. (૩) વિધિરૂપ વિષય- સમિતિ, ગુપ્તિ, મહાવ્રત, બ્રહ્મચર્યની ૯ વાડ, યતિ ધર્મ, પડિમાઓ શ્રમણની તથા શ્રાવકની, પચ્ચીસ ભાવના, સત્તાવીસ અણગાર ગુણ, અઠયાવીસ આચાર પ્રકલ્પ તથા બત્રીસ યોગ સંગ્રહ આદિ. (૪) નિષેધરૂપ વિષયઅસંયમ, દંડ, બંધ, શલ્ય, ગર્વ, વિરાધના, કષાય, સંજ્ઞા, વિકથા, ક્રિયા, કામગુણ, ભય, મદ, ક્રિયાસ્થાન, અબ્રહ્મ, સબળ દોષ, અસમાધિ સ્થાન, પાપ સૂત્ર, મહામોહ બંધ સ્થાન, તેત્રીસ આશાતના. (૫) શેય વિશેય વિવેક રૂપ વિષય- કાયા, ઇલેશ્યા, જીવના ચૌદ ભેદ, પરમાધામી, સૂયગડાંગ સૂત્રના અધ્યયનો, જ્ઞાતા સૂત્રના અધ્યયનો, ત્રણ છેદ સૂત્રોના ઉદ્દેશક(અધ્યયન), ૨૨ પરીષહ, ૨૪ દેવતા, ૩૧ ગુણ સિદ્ધોના. આ ભેદ તથા અધ્યયન જાણવા યોગ્ય તેમજ વિવેક કરવા યોગ્ય છે. (૬) ઉભય– ચાર ધ્યાનમાં બે ધ્યાન વિધિરૂપ છે, બે ધ્યાન નિષેધરૂપ છે. આ પ્રકારે તેત્રીસ બોલ સુધી સમગ્ર આચારના સંગ્રહિત વિષયોમાં જાણવા યોગ્ય જાણ્યા ન હોય, આચરણ કરવા યોગ્યનું આચરણ ન કર્યું હોય, ત્યાગવા યોગ્યનો ત્યાગ ન કર્યો હોય, વિવેક કરવા યોગ્યનો વિવેક ન કર્યો હોય, સહન કરવા યોગ્યને સહન ન કર્યું હોય ઈત્યાદિક આપણી વિવિધ ભૂલોનું અને કર્તવ્યોનું જ્ઞાન કરાવનાર આ તેત્રીસ બોલનું સૂત્ર છે. આ બોલોના વિસ્તાર માટે જુઓ પૃષ્ટ,૨૪૧.
નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન, નમન અને પ્રતિક્રમણ સૂત્ર –