________________
153
jain
કથાસાર (૧૨) દિશા - પોતાના સ્થાનથી ચારે દિશામાં સ્વાભાવિક કેટલા કિલોમીટરથી આગળ આવવું જવું નહિ તેની મર્યાદા કરવી. ઊંચી | દિશામાં પહાડ ઉપર અથવા ત્રણ–ચાર માળના મકાન પર જવાનું હોય તો તેની મર્યાદા કરવી. નીચી દિશા– ભોયરા આદિમાં જવું હોય તો તેની મર્યાદા મીટર અથવા ફૂટમાં અલગ કરી લેવી જોઈએ. વિશેષ પરિસ્થિતિમાં પાંચ નવકાર મંત્રના આગારથી મર્યાદા કરવી કી.મી. અથવા પ્રાંતમાં. સ્વભાવિક વસ્તીની જમીન ઊંચી નીચી હોય તેનો આગાર. તાર, ચિટ્ટી, ટેલીફોન પોતે કરવાની મર્યાદા કરવી. કિ.મી. માં અથવા આખા ભારત વર્ષમાં અમુક-અમુક દેશ અર્થાત્ પ્રાંતમાં સંખ્યામાં પણ મર્યાદા કરી શકાય છે. (૧૩) સ્નાન :- આખા શરીર પર પાણી નાખીને સ્નાન કરવું “મોટું સ્નાન” છે આખા શરીરને ભીના કપડાથી લુછવું તે “મધ્યમ સ્નાન” છે અને હાથ, પગ, મોઢું ધોવું નાનું સ્નાન” છે. તેની મર્યાદા કરવી તથા જ્ઞાનમાં કેટલું પાણી લેવું તેની મર્યાદા કરવી. લીટર અથવા ડોલમાં. તળાવ, નળ, વર્ષા અથવા માપ વગર પાણીનો ત્યાગ. રસ્તે ચાલતા નદી, વરસાદ આવી જાય તો ચાલવાનો આગાર અથવા જાણી જોઈને ન્હાવાનો ત્યાગ. લોકાચારનો આગાર. (૧૪) ભોજન:- દિવસમાં કેટલીવાર ખાવું તેની મર્યાદા કરવી. અર્થાત્ ભોજન દૂધ, ચા, નાસ્તો, સોપારી, ફળ, આદિને માટે જેટલી વાર મોઢું ચાલુ રાખે તેની ગણતરી કરવી. કોઈ વ્યસન હોય તો તેને છોડી દેવું જોઈએ અથવા ગણી શકાય તો ગણવું અથવા આગાર કરી શકે છે. બીજો કોઈ આગાર અથવા ધારણા કાયમ કરી શકાય છે.
[ઉપરના ચૌદ નિયમો સિવાય પરંપરાથી નીચેના નિયમ ઉમેર્યા છે. મૂળ પાઠમાં દ્રવ્યાદિ શબ્દ હોવાથી અને સંખ્યાનો નિર્દેશ ન હોવાથી તેમજ આ નીચે પ્રમાણેના બોલોની મર્યાદા કરવી દિનચર્યામાં આવશ્યક હોવાથી આ બોલ યોગ્ય જ છે.] (૧૫) પૃથ્વીકાય- માટી, મુરડ, ખડી, ગેરુ, હિંગળો, હરિતાલ આદિ પોતાના હાથથી આરંભ કરવાની મર્યાદા જાતિ વજનમાં કરવી અથવા સંપૂર્ણ ત્યાગ કરવો. ખાવામાં ઉપરથી નિમક લેવાનો ત્યાગ અથવા મર્યાદા કરવી. પોતાના હાથથી નિમકનો આરંભ કરવાની મર્યાદા વજનમાં કરવી. (૧૬) અકાય:- (૧) પાણી પીવું, સ્નાન કરવું, કપડા ધોવા, ઘર–કાર્ય આદિ માં પોતાના હાથથી વાપરવું, આરંભ કરવો, તેની કુલ મર્યાદા કરવી. સ્પર્શનું અહીં-તહીં રાખવાનું, નાખવાનું, બીજાને દેવાનું અથવા પીવડાવવાનો આગાર. (૨) પાણીયારા- કેટલી જગ્યાનું પાણી પીવું તેની મર્યાદા પણ ગણતરી માં કરવી. (૧૭) તેઉકાય:- (૧) પોતાના હાથથી અગ્નિ જલાવવી કેટલીવાર તેની મર્યાદા કરવી. (ર) વીજળીના બટન ચાલુ-બંધ કરવાની ગણતરી નંગમાં કરવી. (૩)ચલા–ચોકા કેટલી જગ્યા ઉપરાંતની બનેલી ચીજનો ત્યાગ અથવા ચલાની ગણતરી કરવી. ઘરની બનેલી ચીજનો એક ચૂલો-ચોકો ગણી શકાય છે. ભોજન કેટલાય ચૂલા સગડી સ્ટવ આદિ પર બનેલી હોય. બહારની, પૈસાથી ખરીદેલી ચીજની બરાબર ખબર ન પડવાથી પ્રત્યેક ચીજનો એક ચૂલો ગણી શકે છે અર્થાત્ જેટલી ચીજ ખરીદીને લાવે તેના તેટલા ચૂલાની ગણતરી કરવી. બીજાને ઘરે જ્યાં ભોજન આદિ કરે તો તેના ઘરની ચીજોનો એક ચૂલો ગણવો અને વેચાતી ચીજો ધ્યાનમાં આવી જાય તો તેનો પ્રત્યેક ચીજના હિસાબથી અલગ ચૂલો ગણવો. (૧૮) વાયકાય :- પોતાના હાથથી હવા નાખવાના સાધનોની ગણતરી નંગમાં કરવી. વીજળીના બટન. પંખા. પટ્ટા. નોટબક. કપડા આદિ કોઈપણ વસ્તુથી હવા નાખવાનો પ્રસંગ આવે તો તેની ગણતરી કરવી. પોતે કરાવે તેને પણ ગણવા. સીધા સામે આવી જાય તો તેનો આગાર. ઝૂલા, પારણા આદિ પોતે કરે તેને પણ ગણવા. એક બટનને અનેક વાર કરવું પડે તો નંગમાં એકજ ગણી શકાય છે. કુલર, એર કંડીશનનો ત્યાગ મર્યાદા કરવી. (૧૯) વનસ્પતિકાય:- લીલા શાકભાજી, ફૂટ આદિનો ત્યાગ મર્યાદા કરવી, ખાવાની તેમજ આરંભ કરવાની. સ્પર્શ આદિનો આગાર કરવો. સુવિધા હોય તો લીલોતરીના નામ તેમજ વજનનું સ્પષ્ટીકરણ પણ કરી શકાય છે. (૨૦) રાત્રિ-ભોજન:- ચૌવિહાર અથવા તિવિહાર કરવો અથવા રાત્રિ ભોજનની મર્યાદા કરવી. રાત્રે કેટલીવાર ખાવું, પીવું કેટલીવાર, અથવા કેટલા વાગ્યા પછી ખાવાનો ત્યાગ અને પીવાનો ત્યાગ. સવારે સૂર્યોદય સુધી અથવા નવકારશી અથવા પોરસી સુધીનો ત્યાગ. | (૨૧) અસિ:- પોતાના હાથથી જેટલા શસ્ત્ર ઓજાર આદિ કામમાં લેવા તેની મર્યાદા નંગમાં કરવી જેમ કે– સોય, કાતર, પત્રી, ચાકુ, છુરી આદિ હજામતના સાધનોને આખો એક સેટ પણ ગણી શકે છે અને હજામ કરે તો તેની ગણતરી થઈ શક્તી ન હોવાથી આગાર રાખી શકે છે. માટે શસ્ત્ર તલવાર, બંદૂક, ભાલા, બરછી પાવડા, કોદાળી આદિનો ત્યાગ કરવો અથવા મર્યાદા કરવી. (૨૨) મસી:- દુકાન, ધંધાનો પ્રકાર, નોકરી વગેરેની મર્યાદા કરવી. (૨૩) ખેતી-વ્યાપાર - ખેતી હોય તો તે સંબંધમાં એટલા વીઘા ઉપરાંતનો ત્યાગ અથવા સંપૂર્ણ ત્યાગ. અન્ય વ્યાપારોની મર્યાદા જાતિમાં કરવી, નોકરી હોય તો તે સિવાય બધા વ્યાપારનો ત્યાગ કરવો. ઘર ખર્ચમાં મર્યાદા કરવી. (૨૪) ઉપકરણ - ઘડીયાળ, ચશ્મા, કાચ, દાંતિયા, થાળી, વાટકા, ગ્લાસ, લોટા, બેગ, બોક્સ, કબાટ, બાજોઠ, રેડિયો આદિની મર્યાદા કરવી પોતાના ઉપયોગને માટે રોજ કામમાં આવે તેનો આગાર કરીને નવાની મર્યાદા કરી શકે છે. (૨૫) આભૂષણ – શરીર પર પહેરવાના સોના-ચાંદીના આભૂષણની મર્યાદા જાતિ અથવા જંગમાં કરવી અથવા નવા પહેરવાનો ત્યાગ કરવો.
એક ગ્રામ સોનું એકગ્રામ સોનું મેળવવા માટે હજારો કિલો માટી જમીનમાંથી કેટલાંક કિલોમીટર નીચેથી ઉલેચવામાં આવે છે.કયાંકતો ગ્રેનાઈટ જેવા ખડકમાંથી તેનું પાવડર જેવું બારીક ચૂર્ણ કરી પછી તેના પર દસ ગણા પાણીથી પ્રક્રિયા કરવામાં આવે છે.ભઠીમાં નાખવામાં આવે છે. પાઈપવાટે ખાણિયા મજદુરોને હવા પહોંચાડવામાં આવે છે. કયારેક તેમનાં ખોદકામ કરતાં થતાં અકસ્માતમાં મૃત્યુ પણ થાય છે. વિસ્ફોટ કરીને પથ્થરો તોડવામાં આવે છે. આવી રીતે મહાઆરંભ કરીને મેળવેલું સોનું ત્યાર પછી પણ જયારે પહેરવામાં આવે છે, ત્યારે માન અહંકાર ઈર્ષા અને અંતે ભયનું કારણ બને છે. કોઈને સોનાના કારણે જીવ ખોવાનો વખત પણ આવે છે.