________________
આગમ-કથાઓ
296 એટલા માટે જૈન સાધ્વાચાર સંબંધી નિયમો માટે, ઊંડું શાસ્ત્ર-ચિંતન કર્યા વિના ફક્ત ગ્રંથો, ઇતિહાસ અને ઉદાહરણો તથા શિલાલેખોમાંથી અથવા કથાઓમાંથી કોઈ પણ એકાંત કલ્પના કરવી યુક્તિ સંગત નથી. ઓછામાં ઓછું બે અંગ સૂત્ર, ચાર છેદ સૂત્ર અને બે મૂળસૂત્ર એમ કુલ આઠ આચાર સૂત્રોનું ચિંતનયુક્ત અનુભવ જ્ઞાન રાખવું અને તેને સામે રાખી ચિંતન કરવાનું પર્યાપ્ત થઈ જાય છે. અર્થાત્ આટલું ધ્યાન રાખી લેવાથી પણ અર્થ વગરની વર્તમાન સાધુઓની નબળાઈઓ જણાવવાની સ્થિતિ પેદા થાય નહી. વાસ્તવમાં એવી કલ્પિત અવાસ્તવિક નબળાઈઓ દેખાડવાથી ધર્મશ્રદ્ધા અને ઉત્સાહમાં કોઈ પણ પ્રકારે લાભ થવાની શક્યતા નથી.
સર્વજ્ઞોની વાણીમાં અને તેમાં પણ આચાર સંબંધી વિધાનોમાં તો બધાય પ્રકારના સાધકોને ધ્યાનમાં રાખીને અનેક દરજ્જાના વિધાનોનો સમાવેશ કરાય છે. જઘન્ય દરજ્જાની પણ પોતાની એક સીમા હોય છે, એટલે ભગવતી સૂત્રમાં કહ્યું છે કે બકુશ અને પ્રતિસેવના નિયંઠાવાળા પણ વૈમાનિક દેવો સિવાય ક્યાંય પણ જઈ શકતા નથી તેમના જઘન્ય ચારિત્ર પર્જાવા પણ પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પજવાથી અનંત ગણા વધારે હોય છે ત્યારે તો તે નિયંઠાવાળા ટકી શકે છે અન્યથા નીચે પડતાં વાર શી? અર્થાત્ અસંયમ અવસ્થા પ્રાપ્ત કરી લે.
સ્વયં ભગવાન મહાવીર સ્વામીના છઘર્થીકાળનું વર્ણન, આચારાંગ સૂત્રમાં છે. તેને જો ધ્યાનથી વાંચી, સમજી લઈએ તો રહેઠાણ સંબંધી સાચી સ્થિતિનો ખ્યાલ આવી જાય.
એટલે વ્યર્થમાં એવી ભ્રમણાઓ કે- પહેલાંના વખતના સાધુઓ પહાડોમાં, વનમાં ચોમાસું કરતાં અને વસતિવાસ પાછળથી શરૂ થયો; એ સ્પષ્ટપણે આગમ વિપરીત પ્રરૂપણા છે. આજકાલ ઉત્કૃષ્ટતાની આવી ઘણી બધી ફાલતુ વાતો ઇતિહાસ કે આગમના નામે ઠોકી દેવાય છે. પરંતુ હકીકત તો એ છે કે પહેલાંના જમાનામાં પણ આવી ઉત્કૃષ્ટતા વાળા અનેક સાધકો થતા હતા અને સામાન્ય સાધકો પણ થતા હતા. તેમ છતાં તેઓની તે ઉત્કૃષ્ટતાને આગમ પ્રમાણ વગર ફક્ત ઉદાહરણને ખાતર ઈતિહાસમાં અને
ઘસાડીને તે સંબંધી એકાંતિક કથન કરવું અનચિત કહેવાય. સાધના આચાર હોય કે પછી જૈન સિદ્ધાંતના મખ્ય તત્ત્વો હોય, પ્રમાણિક પૂર્વધારીઓના આગમોમાંથી જ કસોટીની એરણ પર તેને ચડાવી તેનું યોગ્ય ચિંતન-મનન કરવું જોઈએ. એજ નિરાબાધ માર્ગ છે.
આપણા આગમો નગ્નતાનું ખંડન અને અવહેલના કરતાં નથી. સચેલકતાનું પણ વિસ્તૃત કથન કરે છે અને અચલકતાને પણ પ્રશસ્ત કહે છે. તેજ પ્રમાણે આગમોમાં ત્રણ જાતિના પાત્ર કહ્યાં છે. અસમર્થ સાધુ ત્રણે જાતિના પાતરાં એક સાથે રાખે છે. સામર્થ્યવાન સાધુ ફક્ત એક જાતના જ પાત્ર રાખી શકે છે. સ્થવિરકલ્પી સાધુનું વર્ણન કરતાં કહ્યું છે કે તે પોતાના પાત્રમાં, પોતાના માત્રકમાં (પલાસકમાં) પોતાના કમંડળમાં કે પોતાના હસ્તયુગલમાં (ખોબા)માં આહાર લઈ ખાઈ શકે છે. આવું વ્યવહાર સૂત્રમાં છે. એવી જ રીતે વધારે પાતરાં રાખવા સંબંધી કે તેમાં ગોચરી આરોગવા સંબંધી, હાથમાં લેવા સંબંધી ઘણાં વર્ણનો આપેલાં છે. જો ઉણોદરી કરવાની હોય તો એક વસ્ત્ર રાખવાનું કે પરિત્યક્ત ઉપકરણ જ લેવાનો નિર્દેશ પણ કરેલો છે, પરંતુ એકાંત દષ્ટિથી એક પાતરું રાખવાની પ્રરૂપણા કરી નથી.
દવા વગેરે ઔષધની ઇચ્છા માત્રનો (પરિષહ સહન કરવાની અપેક્ષાએ) નિષેધ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય.—૨ તથા ૧૯માં કરવામાં આવ્યો છે. તેમ છતાં નિશીથ સૂત્રમાં સ્વસ્થ સાધુને ઔષધ સેવનનું પ્રાયશ્ચિત્ત પણ કહ્યું છે અને અસ્વસ્થ સાધુ માટે ત્યાં પ્રાયશ્ચિત્ત કહ્યું નથી તેમજ એજ ભવે મોક્ષે જનારા સાધુઓ માટે ઔષધ ઉપચાર કરાવ્યાંના વર્ણનો પણ આગમમાં આપ્યાં છે.
સાધુની મર્યાદાઓમાં સંયમ, સમિતિ–ગુપ્તિ, મહાવ્રત સુરક્ષિત રહે એ જ મુખ્ય છે. બાકી અન્ય વિધિઓમાંથી કેટલીક તો લોકોની દષ્ટિએ વ્યવહારિક પણ છે, તો કેટલીક અવ્યવહારિક જેવી લાગતી વિધિઓ પણ આગમ સિદ્ધ છે, જેમ કે– અદંત ધાવન વગેરે. તેના સંબંધમાં પણ કોઈ માત્ર વ્યવહાર દષ્ટિ રાખીને તેની મજાક કરે તો તે વ્યક્તિગત અસભ્યતા અને અવિવેક જ છે જેનો કોઈ ઈલાજ નથી.
દુનિયામાં બધી જાતના લોકો રહે છે. સાધુએ વ્યવહારનું પણ ધ્યાન રાખવું જોઈએ અને તે રાખે જ છે. પરંતુ ભગવદાશા, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ તથા આગમ સંબંધી બધા નિયમોની ઉપેક્ષા કર્યા વગર વ્યવહાર કરવો જોઈએ કારણ કે પોતાના નિયમોમાં ભગવદ આજ્ઞા મુજબ રહેવું, તે સાધુનું પરમ કર્તવ્ય છે.
પરઠવા સંબંધી જ્ઞાન : દ્વિદળ, માખણ શ્રમણ સૂત્રના ચોથા પાઠના પાંચમી સમિતિના પ્રસંગે વિવેચનમાં આચાર્ય હરિભદ્ર સૂરિએ અન્યત્રથી સંપૂર્ણ પરિઠાવણિયા | નિયુક્તિ પોતાની ટીકામાં ઉદ્ધત કરી છે. જેમાં અજીવ અને જીવ, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોના પરઠવાના પ્રસંગ તેમજ વિધિ બતાવી છે ધોવણમાં પાણીના જીવ હોય તો (ધાવન જલે પૂતરેષ સત્સુ) ગાળીને થોડા પાણીમાં તે જીવોને લઈ અપકાયમાં યતનાથી પરઠી દેવું જોઈએ.
પાણીમાં જીવંત કડીઓ પડી જાય તો તુરંત ગાળીને વિવેક કરવો. માખી હોય તો જોઈને જ કાઢી નાખવી અને ગાળીને ઉપયોગ કરવો – આવશ્યક હરિભદ્રીય ટીકા : પારિઠાવણિયા નિયુક્તિ. સારાર્થ:- (૧) પાણીમાં દેડકાં કે માછલાં આવી જાય તો તેને પાણીમાં રાખી, બીજા પાણીમાં પરઠી આવવા (૨) પશુ પક્ષીના મૃત ક્લેવર ઉપાશ્રયમાં હોય તો વિવેકપૂર્વક યથાસ્થાને પરઠવા (૫) પાણીમાં, પાણીના જીવ હોય તો તેને થોડા પાણીમાં કાઢીને બીજા જળમાં યતનાથી પરઠી દેવું (૬) રસજ જીવોત્પતિ યુક્ત આહાર હોય તો પરઠી દેવું અને એવું પાણી આવી જાય તો પાત્ર સાથે પરઠી દેવું અથવા માટીના વાસણમાં નાખી પરઠી આવવું (૭) પાણીમાં કીડી પડી જાય તો તરત જ વિવેકથી કાઢી નાખવી, માખી પડે તો કાઢી નાખી, પછી ઉપયોગમાં લઈ શકાય. ચીકણો પદાર્થ હોય તો માખીને કાઢી રાખમાં નાખી દેવી (2) કીડી, માખી આદિ