________________
jain
39
કથાસાર ઘર, કુટુંબ, પરિવારનો ત્યાગ કર્યા પછી શરીરના મમત્વનો પણ ત્યાગ કરવો અને સંયમની આરાધના માટે શરીરને જીવિત અવસ્થામાં આ રીતે વિસર્જિત કરવું કંઈ નાની સૂની કે અલ્પ મહત્વની વાત નથી. મહાન અને સારા અભ્યાસી સાધકો પણ અહીં આવીને ડગમગી જાય છે. પરંતુ ધન્ય છે એ નવદીક્ષિત મુનિને, કૃષ્ણ વાસુદેવના ભાઈ હોવાં છતાં પણ એક દિવસની દીક્ષામાં જ એવો આદર્શ દાખલો ઉપસ્થિત કર્યો કે જેમાંથી પ્રેરણા લઈને કેટલાય મુમુક્ષુ પ્રાણીઓ પોતાના આત્મોત્થાનમાં
અગ્રેસર થવાની મહાન ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકે છે. (૨) શૂરવીર પુરુષો સિંહ વૃત્તિથી ચાલે છે. સિંહની જેમ જ વીરતા પૂર્વક સંયમ ગ્રહણ કરે છે, પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે, અને સંકટ
સમયે પણ સિંહની જેમ જ તેના પર વિજય મેળવે છે. સિંહવૃત્તિ અને શ્વાનવૃત્તિ વિશે એમ કહેવામાં આવે છે કે સિંહ બંદૂકની ગોળી ઉપર તરાપ નથી મારતો પરંતુ તેના અવાજ પરથી મૂળ સ્થાનને ઓળખી લે છે અને તેને જ પોતાનું લક્ષ્ય બનાવે છે પરંતુ કુતરાને કોઈ લાકડી મારે તો તે લાકડીને જ પકડવાની કોશિષ કરે છે. આજ રીતે આપણે દુઃખનું મૂળ કારણ એવાં પોતાના કર્મોનો જ વિચાર કરવો જોઈએ અને સમભાવમાં સ્થિર રહેવું જોઈએ. આ જ સિંહવૃત્તિ છે તેનાથી વિપરીત દુ:ખના ક્ષણિક નિમિત્તરૂપે રહેલાં કોઈપણ પ્રાણી પર રોષ કરવો અથવા બદલો લેવો, તે શ્વાનવૃતિ છે. પ્રત્યેક મુમુક્ષુ આત્માઓએ ગજસુકુમારના જીવનમાંથી સિંહવૃત્તિનો આદર્શ શીખવો જોઈએ. "દેહં પાતયામિ વા કાર્ય સાધયામિ " નો દઢ સંકલ્પ હોવો જોઈએ; ત્યારે જ મુકિત પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એવો સંકલ્પ ન હોવો જોઈએ કે – ખાતા પીતા મોક્ષ મળે, તો મને પણ કહિજો!
માથા સાટે મોક્ષ મળે, તો દૂર હી રહિજો . (૪) ભૌતિક ઈચ્છાઓનો ત્યાગ અને જીવનનો ભોગ આપ્યા વિના સહજ પણે જ મુકિત મળી જવી સંભવ નથી. તેથી મોક્ષની
પ્ત માટે આપણે ગજસુકુમાર મુનિના આદર્શને સામે રાખીને આપણું જીવન જીવીએ તથા આવી વીરતાના સંસ્કારોથી આત્માને બળવાન બનાવીએ તો સંયમના આનંદને પ્રાપ્ત કરી શકીએ. કહ્યું છે કે –
સભી સહાયક સબલ કે, કોઉન નિબલ સહાય – પવન જગાવત આગકો, દીપ હી દેત બુજાયા (૫) પોતાના સંસ્કાર જો મજબૂત હોય, બળવાન હોય તો બધા સંયોગો હિતકર બની જાય છે. સોમિલ બ્રાહ્મણ જેવી નિર્દય
વ્યકિત, અને ધગધગતા અંગારાના સંયોગો પણ મુકિત પ્રાપ્ત કરાવી શકે છે. તેથી આપણે જ્યારે આપણી સાધનાને સબળ અને વેગવાન બનાવશું અને સહનશીલતાને ધારણ કરશું ત્યારે જ આપણું આવા મહાપુરુષોનું જીવન-ચરિત્ર સાંભળવાનું કે
વાંચવાનું સાર્થક થશે. કષાય ભાવોથી મુકત થઈ જવું એ જ મોક્ષ પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ અને સફળ સાધના છે. ભગવાન અરિષ્ટનેમિથી કૃષ્ણનો વાર્તાલાપ :- ગજસુકુમાર અણગારની દીક્ષાના બીજા દિવસે કૃષ્ણ વાસુદેવ અરિષ્ટનેમિ અને પોતાના ભાઈ સહિત બધા જ મુનિઓના દર્શન કરવા ભગવાન પાસે ગયા. ભગવાનના દર્શન–વંદન કર્યા. અન્ય મુનિઓનાં પણ દર્શન–વંદન કર્યા. અહીં-તહીં જોયું પરંતુ પોતાના ભાઈ ગજસુકુમાર મુનિના દર્શન ન થયાં ત્યારે ભગવાનને પૂછયું- હે ભંતે ! ગજસુકુમાર અણગાર કયાં છે? ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે અર્થાત્ તેઓ મોક્ષે પધાર્યા છે. કૃષ્ણ વાસુદેવે ફ
દેવે કરીથી પ્રશ્ન કર્યો કે હે પ્રભ! ગજસકમારે કેવી રીતે પોતાનું કાર્ય સિદ્ધ કરી લીધું છે? ત્યારે ભગવાને ભિક્ષુની બારમી પડિમાની આજ્ઞા માંગવાથી કરીને નિર્વાણ સુધીની બધી જ વાત સંભળાવી. સોમિલ બ્રાહ્મણનું નામ ન કહેતાં એમ કહ્યું કે એક પુરુષ ત્યાં આવ્યો અને તેણે આ પ્રકારે કર્યું. હે કૃષ્ણ! આમ, ગજસુકુમાર મુનિએ પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે. કૃષ્ણ વાસુદેવનો કોપ -કૃષ્ણ વાસુદેવે આ વૃતાન્ત સાંભળીને રોષ ભર્યા શબ્દોમાં પ્રશ્ન કર્યો કે હે ભગવાન્ ! એવી હીન પુણ્ય અને દુષ્ટ વ્યકિત કોણ હતી? જેણે મારા સગા નાના ભાઈના અકાળે જ પ્રાણ હરી લીધા? ભગવાને કૃષ્ણને શાંત કરતાં કહ્યું કે હે કૃષ્ણ! તમે એ પુરુષ પર ગુસ્સો કે દ્વેષ ન કરો કારણકે એ પુરુષે તો તમારા ભાઈ ગજસુકુમાર અણગારને સહાયતા પ્રદાન કરી છે. સોમિલની સહાયતા દષ્ટાંત દ્વારા -કૃષ્ણ ફરીથી પ્રશ્ન કર્યો – હે ભંતે! તેણે સહાયતા કેવી રીતે આપી? ભગવાને સમાધાન કરતાં ફરમાવ્યું - હે કૃષ્ણ! આજે જ્યારે તમે દર્શન કરવા માટે આવી રહ્યાં હતા ત્યારે માર્ગમાં એક વૃદ્ધ પુરુષ પોતાના ઘરની બહાર પડેલા ઈટના મોટા ઢગલામાંથી એક–એક ઈટ લઈને ઘરમાં લઈ જઈને મૂકી રહ્યો હતો. તેને જોઈને તમે એ ઢગલામાંથી હાથી પર બેઠાં-બેઠાં જ એક ઈટ ઉપાડી અને એના ઘરમાં નાખી દીધી. તરત જ અન્ય રાજપુરુષોએ પણ તેનું અનુકરણ કરી, એક–એક ઈટ કરી આખોય ઢગલો એના ઘરમાં પહોંચાડી દીધો. તે વૃદ્ધ વ્યકિતના આંટા મારવાનું અને બધી જ મુશ્કેલી દૂર થઈ ગઈ. તેનું દિવસો અને કલાકોનું કામ માત્ર મિનિટોમાં જ પૂર્ણ થઈ ગયું. જે રીતે આ તમારો પ્રયત્ન તે વૃદ્ધ માટે સહાય રૂપ બન્યો; તે જ રીતે તે પુરુષે ગજસુકુમાર અણગારના લાખો ભવ પૂર્વેના સંચિત કર્મોની ઉદીરણા અને, ક્ષય કરવામાં સહાયતા પ્રદાન કરી છે. જેનાથી શીઘ્રતા પૂર્વક મિનિટોમાં જ તેમનું સંસાર ચક્ર સમાપ્ત થઈ ગયું છે. હત્યારાને જાણવાની ઉત્કંઠા:- કૃષ્ણ વાસુદેવની ઈચ્છા ન હોવા છતાં પણ ગુસ્સાને શાંત કરવો પડ્યો. પરંતુ અંદર દમિત થયેલ મોહ અને કષાયને કારણે તેઓએ ભગવાનને ફરીથી પૂછી લીધું કે હે ભંતે! હું તે વ્યકિતને કેવી રીતે જાણી શકીશ? ભગવાને ફરમાવ્યું કે હમણાં દ્વારિકામાં જતી વખતે જે વ્યકિત અચાનક તમારી સામે આવીને, ભયભીત થઈને સ્વતઃ જ પડી જાય અને મરી જાય, ત્યારે તમે સમજી લેજો કે આ તે જ પુરુષ છે. આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને નગરીમાં જવા માટે પ્રસ્થાન કર્યું. સોમિલનું મૃત્યુ - બીજી બાજુ, સોમિલ બ્રાહ્મણના મનમાં વિચાર આવ્યો કે કૃષ્ણ વાસુદેવ ભગવાનના દર્શન કરવા ગયા છે અને અરિષ્ટનેમિ ભગવાન સર્વજ્ઞ સર્વદર્શી છે. તેનાથી કંઈ પણ અજાણ્યું કે છૂપું નથી. તે અવશ્ય કૃષ્ણને મારા કુકૃત્યની માહિતી આપશે. ત્યારે કૃષ્ણ વાસુદેવ રોષે ભરાઈને ન જાણે શું સજા કરશે? કેવી રીતે કમોતે મારશે? એ ભયથી ભયભીત થઈને તે ઘેરથી નીકળ્યો કે કૃષ્ણના પાછા ફરવા પહેલા હુ કયાંક જઈને છુપાઈ જાઉં.
ભાઈના મૃત્યુને કારણે કૃષ્ણ વાસુદેવને તરત જ પાછા ફરવાનું થયું. સોમિલનું સમય અનુમાન ખોટું કર્યું. કૃષ્ણ વાસુદેવ