________________
આગમ-કથાઓ
294
(૧) શરીર ઉપકરણ સંબંધી પ્રમાદ વૃત્તિઓ તથા સંયમ સ્વાધ્યાય વગેરે યોગોમાં જાગૃતિની કમીને કારણે થતાં આચરણો સિવાય સંયમની મૂળગુણ ઉત્તરગુણની આગમોક્ત બધી પ્રવૃત્તિઓનું યથાવતું પાલન કરનારા તથા સાચી પ્રરૂપણા કરવાવાળા “ બકુશ નિયંઠા'ની સીમામાં ગણાય છે.
(૨) પરિસ્થિતિવશ ઉત્સર્ગ અપવાદનું ધ્યાન રાખીને, તેની સીમા અને ક્ષેત્રકાળનો વિવેક રાખીને, મૂળગુણમાં કે ઉત્તરગણોમાં અત્યાવશ્યક દોષ લગાડનારા અને તેને યથાસમયે છોડીને શદ્ધિ કરવાની ભાવનાવાળા, પ્રતિસેવના કુશીલ નિયંઠાની સીમામાં ગણવામાં આવે છે. આમાં પણ જ્ઞાનના સંબંધમાં મૂળ ગુણ અને ઉત્તરગુણમાં દોષ લગાડનારા અને ફરી દોષને છોડીને શુદ્ધિ કરવાનો સંકલ્પ રાખનારાને જ્ઞાન પ્રતિસેવના કુશીલ ગણવામાં આવે છે વિશેષ ધ્યાન એ રાખવું જોઈએ કે સીમિત આવશ્યક દોષ સિવાય અન્ય બધા સંયમ વિધિ વિધાનોનું આગમોક્ત વિધિથી પાલન કરનારા હોય અને સાચી પ્રરૂપણા કરનારા હોય, તે પ્રતિસેવના કુશીલ નિગ્રંથ કહેવાય છે. (૩) કષાય કુશીલ નિગ્રંથ શુદ્ધ નિરતિચાર સંયમ પાલન કરે છે, કોઈ પણ નિમિત્તથી કોઈપણ રીતે સંયમને દૂષિત કરતા નથી.
સ્વગચ્છીય સમાચારી પાલન જિગ્નેશ :- પોતાના ગચ્છની સમાચારી ન પાળવાથી શિથિલાચારી બને છે. કે અન્ય ગચ્છોની સમાચારીને ન પાળવાથી પણ શિથિલાચારી બને છે, અથવા ફક્ત આગમોક્ત સમાચારીનું પાલન ન કરવાથી જ શિથિલાચારી બને છે? જ્ઞાનચંદ :- આગમોક્ત સમાચારીના અપાલનથી જ શિથિલાચારી બને છે. અન્ય ગચ્છોની સમાચારીનું પાલન–અપાલનથી | શિથિલાચારીનો કોઈ સંબંધ ન ગણવો જોઈએ.
સ્વગચ્છ સમુદાય કે પોતાના સંઘની સમાચારીનું પાલન ન કરવું, જેની નિશ્રામાં, આજ્ઞામાં વિચરવાનું હોય તેની જ ઉપેક્ષા કરવી, તે મહાન અપરાધ છે. આવું કરનારા નાના સાધુ હોય કે મોટા સાધુ, અનુશાસ્તા હોય કે અનુશાસિત હોય, તે શિથિલાચારીની સાથે-સાથે સ્વચ્છંદાચારી પણ છે. આવું કરવું તે નૈતિકતાની બહાર છે. એટલે જે સમુદાય કે સંઘમાં સાધુએ રહેવાનું હોય, તેના નિર્ણિત પ્રત્યેક સમાચારીનું નિષ્ઠાપૂર્વક ઇમાનદારીથી પાલન કરવું જોઈએ. શિથિલાચારીની પરિભાષામાં આવતા કોઈ નિયંઠા હોય છે અને નિયંઠાની પરિભાષામાં શિથિલાચારી પણ આવે છે ? તથા આ શિથિલાચારી અને નિયંઠાવાળા પરસ્પર વંદન વ્યવહાર પણ કરે છે ખરાં? નિયંઠાવાળા, નિયંઠાવાળાના વંદન વ્યવહાર બંધ કરાવી શકે અથવા શિથિલાચારી બીજા હીનાવિક શિથિલાચારીને વંદન કરી શકે ખરા? શિથિલાચારી કહેવાને યોગ્ય વ્યક્તિ નિયંઠાવાળા ન કહી શકાય પરંતુ નિયંઠાને અભિમુખ હોઈ શકે ખરાં અને કોઈ પણ નિયંઠાની પરિભાષામાં ગણાતા શિથિલાચારી ન ગણાય, પણ તે શિથિલાચારીની અભિમુખ હોઈ શકે ખરાં. વ્યવહારની વંદન વ્યવસ્થા વ્યવહારપક્ષને અનુરૂપ હોય છે અને ભાવવંદના ભાવ સંયમવાન ગુણવાનોને ભાવથી જ થઈ જાય છે.
શ્રાવક શાસ્ત્ર વાંચન વિચારણા વિજય - ત્રણ વર્ષના દીક્ષા પર્યાય પહેલાં સાધુઓએ પણ શાસ્ત્ર વાંચવાની મનાઈ છે તો ગૃહસ્થ તો ક્યારેય શાસ્ત્ર વાંચી જ ન શકાય ને? તેમને તો વાંચવાનો અધિકાર જ ન હોય ને? ઘણી જગ્યાએ આગમ વિધાનના અર્થની પરંપરા બરોબર જળવાઈ નથી એટલે તેમાં વિકૃતિ ઘર કરી ગઈ છે. શાસ્ત્રમાં ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળાને ઉપાધ્યાય પદ આપી શકાય તેવું વિધાન છે અને ત્રણ વર્ષની દીક્ષાવાળાને ઉપાધ્યાય બનવા માટે બહુશ્રુત હોવું પણ આવશ્યક જણાવ્યું છે. એટલે ત્રણ વર્ષની દીક્ષાના સમય પહેલાં શાસ્ત્રાધ્યયન ન કરી શકાય એવો અર્થ ખોટો છે. તે સૂત્રોનો એવો અર્થ સમજવો જોઈએ કે ત્રણ વર્ષવાળા યોગ્ય સાધુને ઓછામાં ઓછો એટલો અભ્યાસ (શાસ્ત્રમાં કહ્યા મુજબનો) કરાવી લેવો જોઈએ; યોગ્યતા હોય તો વધારે કરાવી શકાય તેનો કોઈ નિષેધ ન સમજવો જોઈએ.
ગૃહસ્થને માટે શાસ્ત્ર વાંચવા સંબંધી નિશીથમાં પ્રાયશ્ચિત્ત કહેલ છે, તેનો અર્થ પણ ભાષ્યકારે મિથ્યાદષ્ટિની અપેક્ષાએ કર્યો છે અને કહ્યું છે કે તે તેનો દુરુપયોગ કરશે. પરંતુ જિનેશ્વર ભગવાન પ્રતિ જે અનુરક્ત છે અને જે શ્રાવક છે, તેને માટે કદાપિ નિષેધ ન સમજવો જોઈએ. નંદી સૂત્ર અને સમવાયાંગ સૂત્રમાં જે રીતે સાધુઓ માટે શાસ્ત્ર અધ્યયન અને ઉપધાનનું કથન છે, તેવું જ કથન શ્રાવકો માટે પણ છે. અન્ય આગમોના વર્ણનોથી યોગ્ય શ્રદ્ધાળુ શ્રાવક પણ આગમજ્ઞાની, બહુશ્રુત, કોવિદ, જિનમતમાં નિપુણ થઈ શકે છે. આગમમાં પણ શ્રાવક, સાધુને સમાન રૂપે તીર્થ રૂપ કહ્યાં છે તથા ચાર પ્રકારના શ્રમણ સંઘમાં પણ શ્રાવકોને ગણાવ્યા છે, એટલે આગમકારની દષ્ટિથી શ્રાવકોને માટે આગમ અધ્યયનનો નિષેધ કે અનધિકાર નથી તેથી ઉક્ત એકાંતિક આગ્રહ પણ અવિવેક પૂર્ણ છે. આવા શ્રાવક તો જિનશાસનના તીર્થરૂપ છે. તેમને શાસ્ત્રના પઠન માટે દોષ હોઈ ન શકે, ઉલટું તેથી મહાન લાભ જ થાય તેમ છે. એટલે વિવેક એટલો જ સમજવો જોઈએ કે યોગ્ય સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા શાસ્ત્રનું અધ્યયન કરે અથવા કરાવે.
મુખવસ્ત્રિકા વિચારણા શાસ્ત્રમાં કહેલ ચૌદ પ્રકારના સંમૂર્છાિમ મનુષ્યના બોલમાં, તે વડીનીત, પેશાબ, કફ, શ્લેષ્મ, લોહી, રસી(પરુ), વીર્ય, ક્લેવર વગેરે બધા નામો સ્પષ્ટ કહ્યાં છે. થેંકનું નામ તો કફ, શ્લેષ્મની સાથે પણ નથી કહ્યું એટલે ઘૂંકમાં સંમૂર્છાિમ મનુષ્યની ઉત્પત્તિ કહેવી તે અતિપ્રરૂપણા દોષરૂપ છે.