________________
આગમ-કથાઓ
36. વય વગેરે સરખાં છે. અને સુખ વૈભવનો ત્યાગ કરી અરિહંત અરિષ્ટનેમિની પાસે દીક્ષિત થયા છીએ.દીક્ષા દિનથી જ આજીવન છઠના પારણે છઠનું તપ કરીએ છીએ. સાથો-સાથ અનેક પ્રકારના તપથી સંયમની આરાધના કરી રહયા છીએ. આજ અમારે છએ ભાઈઓનું એક સાથે છઠનું પારણું આવ્યું. ભગવાનની આજ્ઞા લઈને બબ્બેના સંઘાડામાં નીકળ્યા છીએ. સહજ સ્વાભાવિક તમારા ઘેર ત્રણેય સંઘાડાનું આવવાનું થઈ ગયું છે. એટલા માટે હે દેવકી રાણી! પહેલાં આવેલા મુનિઓ અન્ય હતા અને અમે પણ અન્ય મુનિઓ છીએ. દ્વારિકામાં ભિક્ષા નથી મળતી એવી વાત નથી અને અમે પુનઃપુનઃ આવ્યા એવું પણ નથી. એક સરખા, સગા ભાઈઓ હોવાને કારણે તમને એવો આભાસ થયો છે.
આવી રીતે સમાધાન કરીને મુનિ ચાલ્યા ગયા. આ વાર્તાલાપ વચ્ચે જે સમય પસાર થયો તેમાં દેવકીએ મુનિઓના અલૌકિક રૂપ લાવણ્યને જોયું. તેના ચિંતનથી તેને(દેવકીને) પૂર્વેની ઘટના યાદ આવી ગઈ. જે આ પ્રમાણે છે દેવકીની બીજી શંકા અને ભગવાન અરિષ્ટનેમિ દ્વારા સમાધાનઃ
એક વાર મને અતિમુકત મુનિએ જણાવ્યું હતું કે "તું આઠ અલૌકિક નલ કુબેર સમાન પુત્રોને જન્મ આપીશ. એવા પુત્રોને સમગ્ર ભારતમાં જન્મ આપનારી બીજી કોઈ પણ સ્ત્રી નહિ હોય.' પરંતુ મને તો એ સાક્ષાત્ દેખાઈ રહ્યું છે કે મેં તો એવા આઠ પુત્રોને જન્મ આપ્યો જ નથી અને બીજી કોઈ સ્ત્રીએ જ આવા છ અલૌકિક પુત્રોને જન્મ આપ્યો છે. આથી શું મુનિની વાણી મિથ્યા સાબિત થઈ? આ પ્રકારની આશંકા તેના મનમાં ઘૂમવા લાગી. સમાધાન માટે તે ભગવાન અરિષ્ટનેમિની પાસે પહોંચી અને વંદન નમસ્કાર કર્યા.
ભગવાન અરિષ્ટનેમિએ સ્વતઃ દેવકીના મનની શંકા પ્રગટ કરતાં કહ્યું કે – હે દેવકી! તમને આવા પ્રકારની શંકા થઈ છે? દેવકીએ પ્રસન્નતા પૂર્વક એનો સ્વીકાર કર્યો. ભગવાને તેનું સમાધાન કરતાં ફરમાવ્યું – ભદિલપુર નગરીમાં નાગ ગાથાપતિની સુલસા નામની પત્ની છે. તેને બાળ પણમાં જ કોઈ નિમિતકે (લક્ષણથી જોનારે) કહ્યું હતું કે તને મરેલા પુત્ર થશે આ કારણે
બાળપણથી જ તે હરિણગમેષી દેવની પૂજા કરતી હતી. દેવ તેના પર પ્રસન્ન થયા. દેવે તેના હિત માટે પોતાના અવધિજ્ઞાનમાં | ઉપયોગ મૂકીને તમને (દેવકીને) જોયાં અને જોયા પછી એવો ઉપાય કર્યો કે તમારો (દેવકીનો) અને સુલસાનો પ્રસૂતિનો સમય એક સમાન થઈ જાય. તમે જન્મ આપેલા પુત્રોને દેવ પોતાની શકિતથી ક્ષણભરમાં સુલસા પાસે પહોંચાડી દેતો અને તેના મૃત પુત્રોને તમારી પાસે મૂકી દેતો. દૈવિક પ્રક્રિયાને કારણે તમને એની ખબર પડતી નહિ. આ કારણે હે દેવકી! આ છએ અણગાર વાસ્તવમાં સુલતાના પુત્ર નથી પરંતુ તમારા જ પુત્રો છે. અતઃમુનિની વાણી અસત્ય નથી થઈ. દેવકીનો પુત્ર પ્રેમ - ભગવાનના શ્રી મુખેથી સમાધાન મેળવીને દેવકી ખૂબ જ ખુશ થઈ. છ અણગારોની પાસે આવીને તેમને વંદન નમસ્કાર કર્યા. મુનિ દર્શનમાં તેનો અત્યંત મોહ ભાવ અને વાત્સલ્ય ભાવ હતો. તે અનિમેષ નયને મુનિઓને નીરખવા લાગી અને પોતાના જ પુત્રો છે એવો અનુભવ કરવા લાગી. ઘણીવાર સુધી આ જ પ્રકારે તેમને નિરખતી ઉભી રહી. પછી વંદન નમસ્કાર કરી પોતાના ભવનમાં આવી ગઈ. શય્યા પર આરામ કરતાં-કરતાં તેને આ પ્રકારનો વિચાર આવ્યો. મોહભાવનો અતિરેક અને આર્તધ્યાન- મેં છ પુત્રોને જન્મ આપ્યો પરંતુ નાનપણમાં એમનું મોટું પણ નથી જોયું. સાતમો પુત્ર કૃષ્ણ થયો તો તેનું બાલ્યકાળ પણ મેં નથી જોયું. તેનું લાલન-પાલન નથી કર્યું. જગતની તે માતાઓને ધન્ય છે કે જેમણે પોતાના પુત્રની બાલ્યાવસ્થાના અનેક પ્રકારના બાલ્ય-ભાવ સુખોનો અનુભવ કર્યો છે. તેમને લાડ લડાવ્યાં હશે. પ્રેમ કર્યો હશે. ખવડાવ્યું હશે. પીવડાવ્યું હશે. પોતાની ગોદમાં રાખ્યાં હશે. મેં આવું કંઈ પણ સુખ નથી જોયું. મારું તો આવા અલૌકિક પુત્રોને જન્મ આપવાનું પણ નિરર્થક થયું છે. અને આ કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડનો સ્વામી છે. તે પણ છ માસે આવે છે. અર્થાત્ તેને મારી પાસે આવવાની અને બેસવાની ફુરસદ જ કયાં છે. આ પ્રકારે મોહ ભાવોથી પ્રેરાઈને દેવકી રાણી સંકલ્પ-વિકલ્પ કરતી આર્તધ્યાનમાં મગ્ન બની ગઈ અને પોતાની ઇચ્છા અને પુત્ર મોહમાં ડૂબીને, રાજસી વૈભવને ભૂલી જઈને સંતાન દુ:ખનો અનુભવ કરવા લાગી. કૃષ્ણ વાસુદેવ માતાની પાસે :- કૃષ્ણ વાસુદેવ સવારે માતાને પ્રણામ કરવા તેમના મહેલમાં ગયા. માતાને આ પ્રકારે આતંધ્યાન કરતાં જોયાં. તેમણે માતાને પ્રણામ કર્યા પરંતુ દેવકી રાણી દુઃખમાં ડૂબેલી હતી. તેમણે કૃષ્ણની સામે પણ ન જોયું કે તેમને ન આશીર્વચન કયા અને તેમના આગમન પર પ્રસન્નતા પણ વ્યકત ન કરી. તે પોતાના વિચારોની વણજારમાં ખોવાયેલી હતી. શ્રી કૃષ્ણ આગ્રહ પૂર્વક માતાને દુઃખનું કારણ પૂછ્યું દેવકીએ આખાયે ઘટના ચક્ર અને મનોગત સંકલ્પનું સ્પષ્ટીકરણ શ્રી કૃષ્ણ પાસે કર્યું. | મુનિઓની ગોચરી પધાર્યાની વાતથી માંડીને આર્તધ્યાનની બધી જ હકીકત સાંભળીને શ્રી કૃષ્ણ વાસુદેવ સમજી ગયા કે આઠ પુત્રની વાત તો સાચી જ હશે. માટે હજી મારો એક ભાઈ અવશ્ય થશે. તેમ છતાં હરિણગમૈષી દેવ તેને અહીંથી ત્યાં પરિવર્તન ન કરી દે, તેનો ઉપાય કરી લેવો જોઈએ. કૃષ્ણ વાસુદેવે દઢ નિશ્ચય પૂર્વક માતાને આશ્વાસન આપ્યું કે હું એવો પ્રયત્ન કરીશ કે મારો આઠમો નાનો ભાઈ થશે અને તે તેની બાલ્યાવસ્થાનો અને બાલ્યક્રીડાનો અનુભવ કરીશ. માતાને પૂર્ણ આશ્વાસન આપીને કૃષ્ણ વાસુદેવ પૌષધશાળામાં ગયા. વિધિ પૂર્વક પૌષધ ગ્રહણ કર્યો. અને હરિણગમૈષી દેવની મનમાં આરાધના કરવા લાગ્યા. દેવદર્શન અને દેવકીનું પ્રસન્ન ચિત્ત - સમયની અવધિ પૂર્ણ થતાં દેવ પ્રસન્ન થઈ પ્રગટ થયો અને શ્રી કૃષ્ણને યાદ કરવાનું કારણ પૂછયું. કૃષ્ણ વાસુદેવે પોતાનો આશય સ્પષ્ટ કરતાં કહ્યું કે મને સહોદર નાનો ભાઈ આપો. દેવે શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું હે દેવાનુપ્રિય ! તમને નાનો ભાઈ થશે. જે દેવલોકમાંથી ચ્યવન કરીને આવશે અને યુવાનીમાં પ્રવેશ કરતાં ૦
(શ્રી કૃષ્ણ વાસુદેવનો ભાઈ માંગવાનો આશય સ્પષ્ટ હતો કે ફરીને કયાંય હરિણગમૈષી દેવ હરણ કરીને અન્યત્ર ન લઈ જાય તેથી તેની પાસે જ માંગી લેવું જોઈએ. દેવના શબ્દોમાં પણ સ્પષ્ટતા હતી કે હું કોઈ આપનાર નથી." પરંતુ એક જીવ દેવલોકમાંથી ચ્યવને આવશે અને તમારો ભાઈ બનશે.)
કૃષ્ણ વાસુદેવ હરિણગમૈષી દેવને મળીને માતાની પાસે આવ્યા. અને પ્રણામ કરીને માતાને કહ્યું કે નકકી મારો નાનો ભાઈ થશે. આ પ્રમાણે ઈષ્ટ અને કર્ણપ્રિય, મનોજ્ઞ વાકયોથી માતાને સંતુષ્ટ કરીને શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાની રાજય સભામાં ચાલ્યા ગયાં.