________________
jain
[ઉપવાસ] ઉગ્ગએ સૂરે, અભત્તત્રં પચ્ચક્ખામિ, ચઉલ્વિ ં પિ આહારં અસણં, પાણં, ખાઈમં, સાઈમં; ૧ અણુત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ પારિાવણિયાગારેણં ૪ મહત્તરાગારેણં ૫. સવ્વસમાહિ-વત્તિયાગારેણ વોસિરામિ .
[દિવસ ચરિમ] દિવસચરિમં પચ્ચક્ખામિ, ચઉવિહં પિ આહારં અસણં, પાણં, ખાઈમં, સાઈમં; ૧ અણુત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ મહત્તરાગારેણં ૪ સવ્વસમાહિ– વત્તિયાગારેણ વોસિરામિ .
સિદ્ધ સ્તુતિ પાઠ (સ્તવ સ્તુતિ મંગલ પાઠ) :– (નમોત્થણું અરિહંતાણં ભગવંતાણં
[અભિગ્રહ] અભિગ્ગહં પચ્ચક્ખામિ, ચઉહિં પિ આહારં અસણં પાણં, ખાઈમં, સાઈમં; ૧ અણુત્થણાભોગેણં, ૨. સહસાગારેણં ૩ મહત્તરાગારેણં ૪ સવ્વસમાહિ– વત્તિયાગારેણ વોસિરામિ .
ઉપસંહાર : અંતિમ મંગલ
(૧) છ કાયા (૨) પાંચ મહાવ્રત (૩) રાત્રિ ભોજન
183
..ઠાણે સંપત્તાણું નમો જિણાણં જિયભયાણં .) સૂત્ર સિવાયના પ્રચલિત ગુજરાતી પાઠો
(૬) ચૌદ સંમૂર્છિમ
(૭) પચ્ચીસ મિથ્યાત્વ
(૮) ક્ષમાપના પાઠ (૯) કાયોત્સર્ગ આજ્ઞા
(૪) સમિતિ ગુપ્તિ
(૫) સંલેખના—સંથારા (૧૦) તપ ચિંતન
કથાસાર
(૧૧) પ્રત્યાખ્યાન (૧૨) પ્રતિક્રમણ શુદ્ધિ (૧૩) અઢાર પાપ (૧૪) જ્ઞાનના અતિચાર (૧૫) દર્શનના અતિચાર
અતિચાર ચિંતન વિધિ [ પ્રથમ આવશ્યકમાં ]
અતિચાર ચિંતનની બે પ્રકારની વિધિ છે. જેમ કે– (૧) દિનચર્યા ચિંતન વિધિ (૨) છ કાય, મહાવ્રત, સમિતિ ગુપ્તિના સ્વરૂપને આધારે અતિચાર ચિંતન વિધિ.
(૧) સવારે સૂર્યોદય પછી મુહપત્તિ પ્રતિલેખનથી લઈને જે કાંઈ દૈનિક કાર્ય, વચન પ્રયોગ વગેરે કર્યા હોય, તેનું ક્રમથી સ્મરણ કરતાં કરતાં વિચારવું કે તેમાં ક્યાંય કોઈપણ સંયમ કલ્પવિધિમાં અતિચાર દોષ લાગ્યો નથી ને ? કોઈ અવિધિ તો થઈ નથી ને ? આમ ક્રમશ સાંજનું પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાંના બધા કાર્યક્રમોમાં ઉપયોગ લગાવીને અનુપ્રેક્ષણ કરવું,આ દિનચર્યા ચિંતન વિધિ છે (૨) છ કાય, પાંચ મહાવ્રત સ્વરૂપ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, એમ જ્ઞાન દર્શન, ચારિત્ર તપના સ્વરૂપના આધારે અનુપ્રેક્ષણ કરવું કે આ સંયમના મુખ્ય નિયમ, ઉપનિયમોમાં કાંઈ સ્ખલના તો થઈ નથી ને ?
નોંધ : । :– આ બંને ચિંતન વિધિનો નિર્દેશ આવશ્યક નિયુક્તિ ભાષ્ય ટીકામાં ઉપલબ્ધ છે.
આ ચિંતન પ્રવૃત્તિઓ ભાવાત્મક રૂપથી પરંપરામાં ચાલવાથી તત્સંબંધી સ્વતંત્ર કોઈ પણ મૂળપાઠ આવશ્યક સૂત્રમાં નથી પરંતુ તેનો વિધિ રૂપ સંકેત ઉત્તરાધ્યયન સૂત્ર આદિમાં છે.
આજકાલ ચિંતન વિધિ પ્રાયઃ લોપ જ થઈ રહી છે. કેવળ પરંપરાથી પ્રાપ્ત પાઠનું પુનરાવર્તન માત્ર કાઉસ્સગ્ગમાં કરી લેવામાં આવે છે અને આત્મ- નિરીક્ષણ, અવલોકન, તેમજ ભાવાત્મક ચિંતનનું લક્ષ્ય ગૌણ થઈ ગયું છે. આત્માર્થી સાધકોએ આ વિષયમાં અવશ્ય સુધારો કરવો જોઈએ. બીજા પ્રકારે ચિંતન વિધિ માટે પાઠ આ રીતે છે.
છ કાયનો પાઠ :–
પૃથ્વીકાય - - રસ્તામાં વિખરાયેલી સચિત્ત માટી, મુરડ, રેતી, બજરી, કાંકરી પથ્થરના ટુકડા અથવા ચૂરો, પત્થરના કોલસા અથવા ચૂરો, મીઠાં આદિ પૃથ્વીકાયના જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
અપ્લાય :– ઘરમાં ઢોળાયેલું પાણી, ધોયેલું પાણી, રસ્તામાં ફેંકાયેલું પાણી; નળ, પરબ વગેરે પાસે ઉછળતું પાણી; વર્ષા, ઝાકળ, ધુમ્મસ અને સૂક્ષ્મ દૃષ્ટિ કાયનું પાણી; નદી, નાળાં, કુવા, વાવડી, તળાવ આદિનું પાણી ઇત્યાદિ સચિત્ત અથવા મિશ્ર પાણીનો સંઘટ્ટો, વિરાધના થઈ હોય અને ધોવણની ગવેષણા આદિમાં અપ્કાય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ. તેઉકાય : ગોચરી જવાના પ્રસંગમાં કોઈપણ પ્રકારની અગ્નિની વિરાધના થઈ હોય, રસ્તે ચાલતાં બીડી આદિ, સ્કુટર, ટેક્સી આદિનો સંઘટ્ટો ઇત્યાદિ રૂપે તેઉકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
વાઉકાય ઃ– શરીરના અંગોપાંગ, હાથ, પગ, મસ્તક વગેરેને ઉપદેશ, વાતચીત આદિ કાર્યમાં, પ્રતિલેખન, પ્રમાર્જનમાં તીવ્રગતિથી, ઝાટકાથી, ઉતાવળથી ચલાવ્યાં હોય; આ જ રીતે કોઈપણ ઉપકરણ, રજોહરણ, પાત્ર વસ્ત્ર, પુંજણી આદિને તીવ્રગતિથી, ઝાટકાથી, ઉતાવળથી ચલાવ્યાં હોય, પટક્યું ફેંક્યું હોય અથવા ઉપકરણ શરીર આદિને શાંતિથી યતનાપૂર્વક હલાવવાનું ધ્યાન રાખ્યું ન હોય; મુહપત્તિ વિના બોલાયું હોય; ઉતરવું, ચઢવું, ચાલવું તીવ્રગતિથી કુદકા અથવા ઠેકડાં મારતા કર્યું હોય, જેનાથી વાઉકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
વનસ્પતિકાય :– લીલું ઘાસ, અંકુરા, લીલાપાન, ફૂલ, બીજ, શાક વગેરેના છોતરાં અથવા ટુકડાં, મરચાના બી, અનાજ, ગોટલી વગેરેની રસ્તામાં, ઘરોમાં વિરાધના થઈ હોય, શેવાળ, ફુલણનો સંઘટ્ટો થયો હોય અથવા તેનું ઉલ્લંઘન કરવું પડ્યું હોય ઇત્યાદિ વનસ્પતિકાયની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
બેઇન્દ્રિય ઃ– નાની મોટી લટ, કૃમિઓ વગેરે બેઇન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.
તેઇન્દ્રિય :– લાલ કીડી, કાળી કીડી, મકોડા, પુસ્તકોમાંના નાના મોટા જીવ, જમીન જેવા રંગના કંથવા, ઈતડી, ઉધઈ, કાચા મકાનમાં અને વૃક્ષની નીચે અનેક પ્રકારના જીવ, ચાંચડ, માંકડ, હૂં, લીખ આદિ તેઇન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય તો મારું પાપ મિથ્યા થાઓ.