________________
આગમ-કથાઓ
212 | (૮) નિષ્મિત ઉખિત ચરએ કોઈ વાસણમાં કાઢેલા ભોજનને બીજા વાસણમાં લેનાર પાસેથી આહાર લેવો. (૯) વર્જિમાણ ચરએ- કોઈના માટે ભોજન પીરસાણું હોય તેમાંથી લેવું. (૧૦) સાહરિજ઼માણ ચરએ– અન્યત્ર કયાંય લઈ જનારથી આહાર લેવો. (૧૧) ઉવણીય ચરએ– આહારની પ્રશંસા કરી દેનાર પાસેથી લેવું. (૧૨) અવાણીય ચરએ– આહારની નિંદા કરી દેનાર પાસેથી આહાર લેવો. (૧૩) ઉવણીય અવણીય ચરએ-જે દાતા પહેલાં આહારની પ્રશંસા કરે અને પછી નિંદા કરે તેના પાસેથી આહાર લેવો. (૧૪) અવણીય ઉવણીય ચરએ– જે દાતા આહારની પહેલાં નિંદા કરે અને પછી પ્રશંસા કરે તેના હાથે આહાર લેવો. (૧૫) સંસટ્ટ ચરએ લેપાયેલ હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. (૧૬) અસંસટ્ટ ચરએ– અલિપ્ત હાથ, પાત્ર કે ચમચાથી આહાર લેવો. આમાં દાતા તથા વસ્તુનો વિવેક રાખવો જોઈએ. જેથી પશ્ચાત્કર્મ દોષ ન લાગે. (૧૭) તજ્જાય સંસ ચરએ દેય પદાર્થથી ખરડાયેલ હાથ, પાત્ર કે ચમચી દ્વારા આપવામાં આવતા આહારને લેવાનો અભિગ્રહ કરવો. (૧૮) અનાય ચરએ– અજ્ઞાત સ્થાન- ૧.જ્યાં ભિક્ષુની પ્રતીક્ષા ન કરતા હોય તથા તેના આવવાનું કોઈ અનુમાન ન હોય ત્યાંથી આહાર લેવાનો અભિગ્રહ કરવો. ૨. પોતાની જાતિ, કુળની ઓળખાણ આપ્યા વિના આહાર લેવો. ૩. અજ્ઞાત, અપરિચિત વ્યક્તિના ઘરેથી આહાર લેવો. (૧૯) મૌન ચરએ– મૌન રહી આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૦) દિટ્ટ ચરએ– સામે દેખાતો જ આહાર લેવો. | (૨૧) અદિ ચરએ–દેખાતો ન હોય એટલે કે પેટી, કબાટ આદિમાં બંધ કરી રાખેલો આહાર સામે જ ખોલીને આપે તે લેવો. (રર) પુદ ચરએ- “તમને શું જોઈએ છે?' એ પ્રમાણે પૂછીને આહાર આપે. (૨૩) અપુષ્ટ ચરએ– પૂછયા વિના આહાર આપવા લાગે તે લેવો. (૨૪) ભિષ્મ લાભિએ– યાચના કરવા પર દેનાર પાસેથી આહાર લેવો. (રપ) અભિન્મેલાભિએ– યાચના કર્યા વિના, સાધુને આવેલા જોઈને જાતે જ આહાર આપે તેવો આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૬) અન્નગિલાયએ – ઉઝિત ધર્મવાળા, અમનોજ્ઞ અને બીજા, ત્રીજા દિવસના આહારાદિ લેવા. | (૨૭) ઓવણીએ - બેસી રહેલા દાતાની સમીપે પડેલો આહાર લેવો. (૨૮) પરિમિય પિંડવાઈએ - પરિમિત દ્રવ્યો કે પરિમિત(અત્ય૫) માત્રામાં આહાર લેવાનો અભિગ્રહ કરવો. (૨૯) સુદ્ધસણીએ– એસણામાં કોઈ પણ અપવાદનું સેવન ન કરવાનો અભિગ્રહ. (૩૦) સંપાદરીએ– દત્તિનું પરિમાણ નિશ્ચિત કરીને આહાર ગ્રહણ કરવાનો અભિગ્રહ કરવો.-પપાતિક સૂત્ર
ભિન્ન પિંડપાતિક– ટુકડા કરેલા પદાર્થોની ભિક્ષા લેવાવાળા, અખંડ પદાર્થ– મગ, ચણા આદિ ન લેવાવાળા.-ઠિાણાંગ–]
રસપરિત્યાગ તપના નવ પ્રકાર : (૧) નિર્વિકૃતિક– વિગય રહિત આહાર કરવો. નીવી તપ કરવું. (૨) પ્રણીતરસ પરિત્યાગ– અતિ સ્નિગ્ધ અને સરસ આહારનો ત્યાગ. (૩) આયંબિલ– મીઠું આદિ ષસ તથા વિગય રહિત એક દ્રવ્યને અચિત પાણીમાં પલાળી દિવસમાં એક વખત વાપરવું. (૪) આયામ સિકથભોજી– અતિ અલ્પ(એકાદ કણ) લઈ આયંબિલ કરવી. (૫) અરસાહાર–મસાલા વિનાનો આહાર કરવો. | (૬) વિરસાહાર- ઘણા જુના અનાજનો બનાવેલો આહાર લેવો.(૭)અન્નાહાર-ભોજન કરી લીધાં પછી પાછળ વધેલો આહાર લેવો. (૮) પ્રાન્તાહાર- તુચ્છ ધાન્યથી બનાવેલો આહાર કરવો. (૯) રુક્ષાકાર– લૂખો-સૂકો આહાર કરવો.
કાયક્લેશ તપના નવ પ્રકારઃ (૧) સ્થાનસ્થિતિક- એક આસને સ્થિર ઊભા રહેવું. બેસવું નહીં. (૨) ઉત્કટકાસનિક– બન્ને પગ ઉપર બેસી મસ્તક પર અંજલી કરવી. (૩) પ્રતિમા સ્થાયી– એક રાત્રિ આદિનો સમય નિશ્ચિત કરી કાઉસગ્ગ કરવો. (૪) વીરાસનિક–ખુરશી ઉપર બેઠેલ વ્યક્તિની નીચેથી ખુરશી કાઢી લેવાથી જે સ્થિતિ થાય છે, તે આસને સ્થિર રહેવું. (૫) ઔષધિક– પલાંઠીવાળી બેસવું અને સમયની મર્યાદા કરવી. (૬) આતાપક– તડકા આદિની આતાપના લેવી. (૭) અપ્રાવૃતક- શરીરના ઉપરી ભાગથી ખુલ્લા શરીરે રહેવું. (૮) અકંડૂયક– ચળ આવવા છતાં શરીરને ખણવું નહીં. (૯) અનિષ્ઠીવક– કફ, ઘૂંક આવ્યા છતાં ઘૂંકવું નહીં. (૧૦) સર્વગાત્ર પરિકર્મ અને વિભૂષા વિપ્રમુક્ત–દેહના તમામ સંસ્કાર તથા વિભૂષાદિથી મુક્ત રહેવું. (૧૧) દંડાયતિક- દંડની સમાન લાંબા પગ કરી સૂવું. (૧૨) લગંડશાયી– (૧) માથું અને પગની એડીને જમીન પર ટેકવી બાકીના શરીરને ઊંચું કરી સૂવું. (૨)પડખુંવાળી સૂઈ જવું અને કોણી પર ઊભા રાખેલા હાથની હથેળી પર માથું રાખીને, ઊભા રાખેલ એક પગના ઘુંટણ ઉપર બીજા પગની એડી મૂકવી. આ આસનમાં શિર રાખેલા હાથની કોણી જમીન ઉપર રહે છે અને એક પગનો પંજો ભૂમિ ઉપર રહે છે. એક પડખું જમીન ઉપર રહે છે (૧૩) સમપાદપુતા– બંને પગ અને પૂઠાને ભૂમિ ઉપર ટેકવી બેસવું.(૧૪) ગોદોહિકા- ગાય દોહવાના આસને બેસવું. (૧૫) અપ્રતિશાયી– શયનનું ત્યાગ કરવું. ઊભા રહેવું અથવા કોઈ પણ આસને બેઠા રહેવું.