________________
47
jain
કથાસાર
તેમની હીનતા, નિંદા, ગર્હ કે અપમાન આદિ ન કરો. ભગવાનના વચનોનો સ્વીકાર કરીને શ્રમણોએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો. શ્રમણ ભગવાનને વંદના નમસ્કાર કર્યા અને એવંતા મુનિનું ધ્યાનપૂર્વક સંરક્ષણ કરવા લાગ્યા અને ભકિત પૂર્વક યોગ્ય આહાર–પાણી વગેરે દ્વારા તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા.
એવંતા મુનિનું મોક્ષગમન :– એવંતા મુનિએ યથા સમય અગિયાર અંગોનું અધ્યયન કંઠસ્થ કર્યું. વિવિધ તપશ્ચર્યામાં પોતાની શકિતનો વિકાસ કર્યો. ભિક્ષુની બાર પડિમા અને ગુણ રત્ન સંવત્સર તપની આરાધના કરી; ઘણાં વર્ષો સુધી દીક્ષાનું પાલન કરીને અંતે એક માસનો સંથારો કરીને સંપૂર્ણ કર્મોનો ક્ષય કર્યો અને મોક્ષમાં બિરાજમાન થઈ ગયા.
શિક્ષા–પ્રેરણા : -
(૧)ભાગ્યશાળી હશુકર્મી જીવોને સહજ રીતે જ સુસંયોગ અને ધર્માચરણની પ્રાપ્તિ થઈ જાય છે અને સમ્યક્ પુરુષાર્થ દ્વારા તેઓ પોતાને પ્રાપ્ત થયેલા તે સુસંયોગને સફળ બનાવી દે છે. આપણને પણ માનવભવ, શાસ્ત્ર શ્રવણ, મુનિસેવા આદિનો અવસર મળ્યો છે, તે અવસરને સફળ કરવા, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા આળસ, બેદરકારી અને ઉપેક્ષાના ભાવાને હટાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૨) એક નાનકડો બાળક પણ જીવન અને ધર્મના સાર પૂર્ણ તથ્યને સરળતાથી સમજી શકે છે અને તેનું સાચા અર્થમાં વિશ્લેષણ કરી શકે છે તો શું આપણે આ નાની શી વાતને પણ હૃદયંગમ ન કરી શકીએ કે – જે જન્મ્યો છે તેને મરવું અવશ્ય પડશે જ. કયારે, કેવી રીતે મોત આવશે એની કોઈને જ ખબર નથી. જીવ જેવું આચરણ કરશે તે અનુસાર જ ભવિષ્યની ગતિ મળશે તે પણ નક્કી જ છે. આ મામૂલી જેવી લાગતી વાતને આપણે લક્ષ્યપૂર્વક તથા બાળમુનિનો આદર્શ સામે રાખીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.પોતાની યોગ્યતા અને અવસર અનુસાર જીવન સુધારવામાં, ધર્માચરણમાં અને ભવિષ્યને કલ્યાણમય બનાવવામાં યથા શકિત હંમેશા પુરુષાર્થ વધારતાં રહેવું જોઈએ.
(૩)એવંતાકુમારની બુદ્ધિમતા અને ઉત્સાહ :– ૧. ૨મત છોડીને રસ્તે ચાલ્યા જતાં મહાત્માને તેમનો પરિચય પૂછવો. પરંતુ તેની મશ્કરી ન કરવી. ૨. ભિક્ષાની વાત જાણીને તરત જ પોતાના ઘેર લઈ જવા માટે નિવેદન કરવું. ૩. ભિક્ષા લઈને નીકળતા મુનિને વિવેકપૂર્વક તેમના નિવાસસ્થાન વિશે પૂછવું. ૪. નિવાસસ્થાન અને ભગવાનનો પરિચય મળતાં તત્કાળ જ તેમની સાથે ચાલી નીકળવું. ૫. ભગવાન પાસે પહોંચીને વિધિવત્ વંદન કરવાં. ૬. શાંતિથી બેસી જવું. ૭. ધર્મ અને સંયમની રુચિને ભગવાન સમક્ષ રાખવી. ૮. માતા–પિતા પાસે સ્વંય આજ્ઞા પ્રાપ્તિ માટે નિવેદન કરવું. ૯. ભગવાન પાસેથી મળેલા જ્ઞાનના આધારે ચમત્કારિક જવાબ આપવો. ૧૦. વહેતાં પાણીમાં નાવ તરાવવા માટે પહેલાં પાણી રોકીને પછી પાત્રીને પાણીમાં છોડવી. એવું ન કરે તો પાત્રીની પાછળ પાછળ દોડવું પડે. ૧૧. શ્રમણોને આવતાં જોઈને તે રમતમાંથી તરત જ નિવૃત થઈને ચાલવા માટે તૈયાર થઈ જવું. (૪)વર્ષાઋતુમાં પણ સંતો શૌચ નિવૃતિ માટે બહાર જઈ શકે છે એવું સ્પષ્ટ ઉદાહરણ પ્રસ્તુત અધ્યયનમાં છે. ઉચિત નિર્દોષ ભૂમિ હોવી જરૂરી છે.
(૫) બાલ દીક્ષાનો એકાંત વિરોધ કરવો એ અનઆગમિક છે. વિવેકની આવશ્યકતા સર્વત્ર સ્વતઃ સિદ્ધ છે. અનેકાંત સિદ્ધાંતોને પામીને કોઈપણ વ્યવહારિક પ્રવૃત્તિમાં એકાંત આગ્રહ ન રાખવો જોઈએ.
૮ વર્ષ, ૧૬ વર્ષ, પાછળી વય અર્થાત્ હજાર વર્ષની ઉંમરમાં પણ માત્ર ૧૦–૨૦ વર્ષ સંયમ પાળનાર વ્યકિતઓના ઉદાહરણો આ આગમમાં છે. શેઠ, રાજા, રાણી, રાજકુમાર, માળીના દીક્ષિત થવાના અને મોક્ષ જવાના ઉદાહરણો પણ આ આગમમાં છે. અન્ય આગમ સૂત્રોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનું સંયમ લેવા વિશે અને મોક્ષ જવાનું વર્ણન છે. માટે આગમ આજ્ઞા સિવાય કોઈ પણ એકાંત આગ્રહ રાખવો કે કરવો ભગવાનની આજ્ઞા નથી. તે માત્ર વ્યકિતગત આગ્રહ રૂપે જ છે. (૬) આ અધ્યયનની નીચે મુજબની વાતો ધ્યાનમાં લેવી જોઈએ.
૧. એવંતાનું ગૌતમ સ્વામીને રમતના મેદાનમાંથી નિમંત્રણ આપીને સાથે લઈ જવું. ૨. આચાર્ય કરતાં પણ વિશિષ્ટ મહત્વવાળી ગણધરની પદવી ધારણ કરનાર ગૌતમ સ્વામીની આંગળી પકડીને ચાલવું. ૩. છોકરાને ઘર બતાવવા માટે સાથે ચાલવા દેવો. ૪. ઉપાશ્રયમાં પણ સાથે આવવા તૈયાર થવું. ૫. બાલમુનિનો કાચા પાણી સાથે સ્પર્શ (અડવાનું) થયું હોવાનું જાણીને પણ તેમની સાથે અભદ્ર વ્યવહાર ન કરવો. ૬. ભગવાન દ્વારા પણ એવંતા મુનિને બોલાવીને ઠપકો ન આપવો પરંતુ શ્રમણોને જ સેવા ભાવ માટે અને સાર–સંભાળ તેમજ શિક્ષણ, સંરક્ષણ માટે પ્રેરણા આપવી.
આમ બધા ઉદારતાપૂર્ણ વ્યવહાર ચિંતન–મનન કરવા જેવા છે. તેનાથી ‘ઉદાર’ ભાવોમાં વૃદ્ધિ કરવાની પ્રેરણા મળે છે અને આવા ઉદાર ભાવોના વ્યવહારથી કેટલાય જીવોને ઉન્નતિ કરવાની પ્રેરણા, અવસર અને સુસંયોગ મળે છે અને આવી વૃતિથી(ઉદારવૃતિથી) માનવમાં સમતા ભાવ ની વૃદ્ધિ થાય છે.
(૭) માતાએ એવંતાને એકલાને જ બગીચામાં જવા દીધો. જરા પણ રોકટોક ન કરી. ગૌતમ સ્વામી અથવા બીજા કોઈ સંત તેને પાછો ઘેર પહોંચાડવા ન આવ્યા. તેથી તેમની ઉંમર નાસમજ બાળક જેટલી ન હતી. અને આંગળી પકડીને ચાલવાની પ્રકૃતિ પરથી તેમને અધિક ઉંમરના પણ ન માની શકાય.સવા આઠ વર્ષની ઉંમર ધરાવતાં બાળકને દીક્ષા આપવાનું વિધાન પણ આગમમાં છે. તેથી એવંતાએ દીક્ષા લીધી ત્યારે તેમની ઉંમર આઠ–નવ વર્ષની આસપાસ હશે. મૂળ પાઠમાં ઉંમરનું અલગથી કોઈ પણ જાતનું વર્ણન કરવામાં આવ્યું નથી.
(૮) આ અધ્યયનમાંથી આપણે પણ જીવનમાં સંયમ ગ્રહણ કરવાની પ્રેરણા લેવી જોઈએ, એક બાળક પણ માનવ ભવનું આટલું ઉચ્ચ મૂલ્યાંકન કરી શકે છે તો આપણે તો પ્રૌઢ ભવિષ્યમાં પહોંચ્યા છીએ. અને શ્રાવકનો બીજો મનોરથ, સંયમ લેવાનો પણ સદા સેવીએ છીએ. તેને સફળ કરવાનો પ્રયત્ન પણ કયારેક કરવો જોઈએ. આવા આદર્શ દષ્ટાંતો સાંભળીને તો અવશ્ય જીવનમાં નવો વળાંક લાવવો જોઈએ અને અધ્યાત્મ માર્ગમાં આગેકૂચ કરવા માટે દ્રઢ સંકલ્પ કરવો જોઈએ.
શ્ર પરિનંદા– અવગુણ ગાવા કરવું એ પણ ૧૫મું પાપસ્થાન છે.