________________
૧૨
ઉત્પન્ન થાય છે તેમ કહેતો નથી, પરંતુ પાણીમાં પરપોટો પૂર્વે હતો તે પવનની સામગ્રીથી અભિવ્યક્ત થયો તેમ કહે છે. તે જ રીતે માટીમાં ઘડો પૂર્વે હતો, આમ છતાં દેખાતો ન હતો તે દંડાદિ સામગ્રી પામીને અભિવ્યક્ત થયો.
સ્યાદ્વાદીના મતે દ્રવ્યાસ્તિકનયથી માટીમાં ઘડો શક્તિરૂપે હતો અને સામગ્રીથી અભિવ્યક્ત થાય છે; અને પર્યાયાસ્તિકનયથી માટી પિંડાવસ્થામાં ઘટરૂપે ન હતી પિંડરૂપે હતી, પરંતુ સામગ્રીને પામીને ઘટાવસ્થા=ઘટપર્યાય, ઉત્પન્ન થયો, અર્થાત્ પૂર્વના પિંડપર્યાયનો નાશ થયો અને ઘટપર્યાયની ઉત્પત્તિ થઈ. સ્યાદ્વાદીને આ રીતે ઉત્પત્તિપક્ષ અને અભિવ્યક્તિપક્ષ બંને માન્ય હોવા છતાં, ચાર્વાક આ રીતે યુક્તિથી પ્રસિદ્ધ એવા ઉત્પત્તિ પક્ષ અને અભિવ્યક્તિ પક્ષને આશ્રયીને પાંચ ભૂતોમાંથી ચેતનાની ઉત્પત્તિ કહે છે કે ચેતનાની અભિવ્યક્તિ કહે છે, તે બંને માન્ય નથી, પણ જીવ શરીરથી પૃથક્ દ્રવ્યરૂપે માન્ય છે. 11911
અવતરણિકા :
ચાર્વાકે શરીરના પરિણામરૂપે ચેતનાને સ્થાપન કરી. હવે તે જીવ શરીરના પરિણામરૂપ છે, તેથી લોકમાં પ્રસિદ્ધ પરલોક આદિ પણ નથી. તે બતાવવા ચાર્વાક કહે છે -
ચોપઈ -
नहि परलोक न पुण्य न पाप, पाम्युं ते सुख विलसो आप । वृकपदनी परि भय दाषवइ, कपटी तप-जपनी मति चवइ ||८|| ગાથાર્થ :
વૃકપદની જેમ=ચીતરેલાં વરુનાં પગલાં હોવા છતાં તે જેમ વાસ્તવિક વરુનાં પગલાં નથી, તેમ પરલોક નથી, પુણ્ય નથી, પાપ નથી; જે સુખ પામ્યા છો તે તમે વિલસો=ભોગવો, (માતા જેમ બાળકને ભય દેખાડે છે તેમ) નરકાદિનો ભય દેખાડી કપટી તપ-જપની મતિ કરે છે. લા
બાલાવબોધ :
ए चार्वाकनइं मतङ्गं परलोक नथी, पुण्य नथी, पाप नथी । ते इम कहइ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org