________________
૨૧૬
પણ લક્ષણ માનવું પડે. અને પ્રકૃતિમાં શાંતવાહિતા પ્રગટી=દિક્ષાથી વિરુદ્ધ એવી શાંતવાહિતાનો પરિણામ પ્રગટ્યો, તે ભિન્નકાળમાં થાય છે; તેથી જેમ તે પ્રકૃતિનો પરિણામ છે તેમ કાળનો પણ માનવો પડે. તેથી એ પ્રાપ્ત થાય કે દિક્ષા કે શાંતવાહિતા પ્રત્યે પ્રકૃતિ કારણ છે તેમ કાળ પણ કારણ છે, પરંતુ એકાંતે પ્રકૃતિ જ કારણ છે તેમ માની શકાય નહિ. તેથી સાંખ્યમાન્ય એકાંતવાદનો ભંગ થાય છે, અને જ્યારે બંને કારણો પ્રકૃતિ અને કાળ, સાંખને યુક્તિથી સ્વીકારવાં પડે, ત્યાં અન્ય અશેષ નય વળગે, તે આ રીતે –
જેમ પ્રકૃતિને કારણે દિક્ષા કે શાંતવાહિતા થઈ, તેમ કાળને કારણે પણ આ બે પરિણામો થયાં. અને પ્રકૃતિ જડ છે, તેથી તે ભાવો કરવા પ્રત્યે તેને કોઇ પ્રયોજન નથી, પરંતુ ચેતનને જ્યારે દિક્ષા થઈ ત્યારે પ્રપંચ પેદા થાય તેવો યત્ન કર્યો, અને જ્યારે આ પ્રપંચ ક્લેશકારી દેખાય છે ત્યારે તેનાથી છૂટવા માટે શાંતવાહિતામાં યત્ન કરે છે. માટે શિક્ષા કરવામાં પ્રયત્ન કરનાર રૂપે કે શાંતવાહિત કરવામાં પ્રયત્ન કરવા રૂપે પુરુષકારને પણ માનવો પડે. તે જ રીતે કોઇકનો દિદક્ષા કરવાનો સ્વભાવ હતો, તેમ શાંતવાહિત કરવાનો પણ સ્વભાવ હતો; માટે પૂર્વમાં દિક્ષા કરવાના સ્વભાવને કારણે પ્રયત્નથી દિક્ષા થઈ, અને પાછળથી શાંતવાહિતા થવાનો સ્વભાવ હોવાથી પ્રયત્નથી શાંતવાહિતા પ્રગટી; કેમકે જે સ્વભાવ વસ્તુમાં કે વ્યક્તિમાં ન હોય ત્યાં પ્રયત્નથી પણ તે પ્રગટે નહિ. જેમ કોરડા મગમાં રંધાવાનો સ્વભાવ નથી તો પાકક્રિયાથી પણ રંધાતા નથી. માટે દિદક્ષાને અનુકૂળ અને શાંતવાહિતાને અનુકૂળ એવો કાર્યના અધિકરણમાં સ્વભાવ માનવો જોઈએ. અને તે જ રીતે નિયતિ પણ માનવી જોઈએ, કેમ કે જે કાળે જે રીતે જે નિયત હોય છે તે કાળે તે રૂપે તે કાર્ય થાય છે. તેથી જ કોઈ યોગીને શાંતવાહિતા પ્રગટે છે, તે અનંતકાળમાં પૂર્વે ક્યારેય પ્રગટી નહિ, પણ વર્તમાનકાળમાં નિયત સામગ્રીને પામીને નિયત ક્રમથી પ્રગટી, તેનું કારણ કાર્ય નિષ્પત્તિ કરવા પ્રત્યે નિયતિ પણ કારણ છે તેમ માનવું પડે. આ રીતે સર્ગરૂપ કાર્ય પ્રત્યે કે મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પ્રકૃતિ કારણ છે, તેમ કાળ પણ કારણ છે, તેમ પુરુષકાર, સ્વભાવ અને નિયતિ પણ કારણ છે તેમ માનવું જોઈએ. અને તે સર્વના સર્વકારણના, અર્થનો-કાર્યનો, અનુગ્રહ કરવા માટે પાંચ કારણનો સમવાય માનવો તે ઉચિત છે, અને ત્યારે કર્તા તે મુખ્યપણે આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org