________________
૩પ૬ માળી કરે છે; તેમ સમ્યગ્દષ્ટિ જીવ સિદ્ધદર્શનને વિષે સ્યાદ્વાદથી યોજનમાત્ર વ્યાપાર કરે છે, અને તેટલા માત્રથી=સ્યાદ્વાદમાત્રથી જ તેણે જગત જીતી લીધું છે. ભાવાર્થ :
છૂટાં રત્નો પણ રત્ન હોવા છતાં સમ્યગૂ રીતે ગૂંથાયેલાં હોય તો માળાપર્યાયને પામે છે અને પરસ્પર શોભાની વૃદ્ધિ કરે છે; તેમ દર્શનો એકેક નય ઉપર ચાલે છે, તેથી રત્ન જેવાં હોવા છતાં સમ્યગુ રીતે પરસ્પર જોડાય નહિ ત્યાં સુધી માળાપર્યાયને પામે નહિ; અને સ્યાદ્વાદસૂત્રથી=સ્યારૂપી દોરાથી જ્યારે સમ્યગુ જોડાય ત્યારે તે રત્નો શોભાયમાન થાય છે. અને તે સર્વ દર્શનો જ્યારે માળાપર્યાયવાળાં નથી ત્યારે એકાંત અભિનિવેશવાળાં હોય છે, ત્યારે તે સાચાં કહેવાતાં નથી, કેમ કે પોતાના સ્થાનમાં સાચાં હોવા છતાં પરસ્થાનમાં જઇને પણ પોતાનું સ્થાપન કરવા પ્રયત્ન કરે છે. આથી જ અન્ય દર્શન તેનું ખંડન કરીને તેને પ્લાન કરે છે, અને પોતે પણ એકાંત અભિનિવેશવાળા અન્ય દર્શનનું ખંડન કરીને તેને પ્લાન કરે છે, તેથી તેઓ પરસ્પર વગોવાય છે. અને જ્યારે સ્યાદ્વાદસૂત્રથી તે રત્નોને સમ્યગુ ગૂંથવામાં આવે, ત્યારે તે નવો સ્વસ્થાનમાં જ પોતાની પ્રરૂપણા કરે છે અને પરસ્થાનમાં મૌન લે છે; અને તે રીતે બધાં દર્શનોનાં વક્તવ્યો પરસ્પર વિનાશનું કારણ બનતાં નથી, પણ સ્વસ્થાનમાં રહીને સાચા પદાર્થનો બોધ કરાવે છે. તેથી કહ્યું કે સ્યાદ્વાદસૂત્રથી ગૂંથાયેલાં એવાં તે દર્શનરત્નો સમ્યગ્દર્શન કહેવાય છે; કેમ કે સ્યાદાદથી એકાંતનો અભિનિવેશ ટળી જાય છે, તેથી પરસ્થાનમાં પ્રવેશ કરીને પોતે વિડંબના પામતાં નથી. વિશેષાર્થ :
જે નયો ઉપર ચાલનાર દર્શનો પોતાનું સ્થાન સમ્યગુ જાણતાં હોય, પરંતુ તેમાં એકાંત અભિનિવેશ હોવાને કારણે પરસ્થાનમાં જાય છે, તે નયો ઉપર ચાલનાર દર્શનો છૂટાં રત્નો જેવાં છે. અને જે વ્યક્તિને કોઇ એક નયનો યથાર્થ બોધ નથી, અને કોઇ નયને પકડીને પરસ્થાનમાં કે આડીઅવળી પ્રરૂપણા કર્યા કરે અને સ્વસ્થાનને પણ જાણતો ન હોય, તો તેની પ્રરૂપણા નય નથી; તેથી છૂટા રત્નોરૂપ નથી; પરંતુ યથાતથા પ્રરૂપણામાત્ર છે. જ્યારે સર્વદર્શનો કોઇ એક એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org