Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 410
________________ ૩૭૫ પાળનારાઓને તેવો મૌનભાવ નથી. તેવો મૌનભાવ નહિ હોવાને કારણે સમ્યક્ત્વ પણ તેમને નથી. માટે ચારિત્રના સારને તેઓ પામ્યા નથી, કેમ કે સમ્યકત્વ વગર મૌન આવી શકે નહિ. માટે આચારાંગસૂત્રના આ કથનથી એ નક્કી થાય છે કે, સ્વદર્શન અને પરદર્શનના અભ્યાસથી ગીતાર્થ થયેલાને મૌનભાવની પ્રાપ્તિ થાય છે, પરંતુ પજીવનિકાયના સમ્યફ પાલનમાં યત્ન કરનાર એવા પૂલબોધવાળા જીવોને મૌનભાવ હોતો નથી. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે, આ રીતે તો જેઓ સ્વ-પરદર્શન ભણેલા નથી, તેમને ચારિત્ર સંભવશે નહિ. તેથી કહે છે - અનુવાદ : રૂમ વદતાં.....વારિત્ર દોરું ન - એમ કહેતાં, અગીતાર્થ સાધુ ક્રિયાવંત છે, તેને ચારિત્ર ન આવે, એમ કોઇ કહે છે, તેને કહે છે – ન આવે છે, જો ગીતાર્થનિશ્રા ન હોય; અને ગીતાર્થનિશ્રિતને તો ઉપચારથી ચારિત્ર હોય જ. ૩૪ ૨ - તેમાં ઓઘનિર્યુક્તિની સાક્ષી આપતાં કહે છે – યત્યો...રૂત્યાર TI૧રરૂપી - (એક) ગીતાર્થનો વિહાર અને બીજો ગીતાર્થનિશ્રિતનો વિહાર કહેવાયો છે. આનાથી ત્રીજો વિહાર ભગવાન વડે અનુજ્ઞાત નથી, ઇત્યાદિ સાક્ષી છે. ll૧૨૩ ભાવાર્થ - ઉપરમાં વ્યાપ્તિ બાંધી કે સૂક્ષ્મબોધવાળાને જ ભાવચારિત્ર હોઇ શકે, પરંતુ પજીવનિકાયના યથાર્થ બોધથી ચારિત્ર પાળનારને પણ સૂક્ષ્મબોધ ન હોય તો ભાવચારિત્ર નથી. એમ સ્વીકારીએ તો, સ્વ-પરદર્શનના અભ્યાસથી જેઓ ગીતાર્થ થયા છે, તેવા સાધુ ક્રિયાવાળા હોય તો તેમને ચારિત્ર આવે; તે સિવાય જે અગીતાર્થ છે તેવા સાધુ ક્રિયાવાળા છે તો પણ તેમને ચારિત્ર ન આવે, એમ કોઇ આપત્તિ આપે, તેને ગ્રંથકાર ઉત્તર આપે છે કે, ક્રિયાવાળા પણ અગીતાર્થ સાધુને ચારિત્ર ન જ આવે, જો તે ગીતાર્થનિશ્રામાં ન હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422