Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 415
________________ ૩૮૦ અનુવાદ : શ્રેયોર નિ.....નિર્મિતિ - મંગલની શ્રેણિથી શોભતા એવા રાજનગરમાં, પ્રખ્યાત હેમશ્રેષ્ઠિના પુત્ર તારાચંદ્રથી કરાયેલી પ્રાર્થનાને કારણે, ગ્રંથરચનાના વિષયમાં વ્યાસંગનો પરિહાર થવાથી=પરમાર્થને પકડવામાં અન્યમનસ્કતાનો પરિહાર થવાથી, આનંદને સ્પર્શનારા એવા શ્રી યશોવિજયવાચકની નયમાર્ગ વડે કરીને સમર્થન કરાયેલ છ સ્થાનકોની વ્યાખ્યાવાળી લોકભાષા વડે કરાયેલી આ કૃતિ સંઘના આનંદ માટે થાઓ. ભાવાર્થ - આ શ્લોક દ્વારા ગ્રંથકાર એ બતાવે છે કે, આ ગ્રંથની રચના અમદાવાદ નગરમાં થઈ છે, અને આ ગ્રંથની રચના હેમશ્રેષ્ઠિના પુત્ર તારાચંદ્રની પ્રાર્થનાથી ગ્રંથકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કરેલી છે. તેમની પ્રાર્થનાને કારણે પોતાને ગ્રંથ રચવાનો ઉત્સાહ થયો છે, અને આ કૃતિ લોકભાષામાં= ગુજરાતી ભાષામાં કરેલી છે. આ કૃતિ સમ્યક્ત્વનાં છ સ્થાનકની વ્યાખ્યારૂપ છે, જે વ્યાખ્યા નયમાર્ગથી સમર્થન કરાયેલી છે. તેથી આ ગ્રંથમાં માત્ર સમ્યક્ત્વનાં છ સ્થાન બતાવ્યાં નથી, પરંતુ તે તે નયદષ્ટિથી ચાલનારાં છે તે દર્શનોની યુક્તિઓ બતાવીને, તે તે દર્શનની યુક્તિઓમાં જે ખામીઓ છે તેનું નિરાકરણ કરીને, સાચા નયમાર્ગની સ્થાપના દ્વારા આ છ સ્થાનકોની વ્યાખ્યા ગ્રંથકારશ્રીએ કરેલી છે. સંવત-૧૭૪૧ વર્ષમાં આસો સુદ ૧૦ના આ ગ્રંથ પૂર્ણ થયો છે. • શ્રેયોરન.....મિતિ | સુધીનો પાઠ છે, એ સ્થાનમાં અન્ય પ્રતિમાં આ પ્રમાણે પાઠ છે - श्री राजनगर अहम्मदाबाद नगरनइ विषइ तिहां प्रसिद्ध जे हेम श्रेष्ठि सुत श्री ताराचंदनाम्ना तेहनी प्रार्थना थकी लोकभाषाइ करी नयप्रस्थान कहितां नयमार्ग तिणि करी षट्स्थानकनी व्याख्या, संघने हर्षने काजै श्री यशोविजयनी कृति जाणवी ।।१।। भावरत्नेन स्तबुकार्थो लिपीकृत: संवत् १७६१ फाल्गुनि शुक्ल प्रतिपदि । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422