Book Title: Samyaktva Shatsthana Chaupai
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 418
________________ સંભવજિન સ્તવનનો ભાવાર્થ આ પ્રમાણે : સંમનિન.....લ્યો દો।।9।। = સંભવજિન જ્યારે નયણથી મળ્યા ત્યારે પૂર્વ પુણ્યના અંકુરો પ્રગટ થાય છે. 3.3 અહીં સાક્ષાત મૂર્તિરૂપે સંભવનાથજનને જોવામાં આવ્યા હોય, અને સત્શાસ્ત્રોથી છ સ્થાનો જેના હૈયામાં સ્થિર થયાં હોય, તેને ભગવાન માત્ર મૂર્તિના આકારરૂપે દેખાતા નથી, પરંતુ શુદ્ધ સન્માર્ગના પ્રરૂપકરૂપે દેખાય છે. અને તે જ તેમને નયણથી જોવારૂપ છે, અને તેના કારણે ભૂતકાળમાં કરાયેલ પુણ્યના અંકુરો પ્રગટ થાય છે; અર્થાત્ પુણ્યાનુબંધીપુણ્ય જાગ્રત થવાથી આ છ સ્થાનો પ્રત્યેની રુચિ સ્થિર થાય છે, તેના કારણે ત્યારથી મારો દિવસ સફળ બન્યો છે. જ્યારે ભગવાનની વીતરાગમુદ્રા દેખાય, અને ભગવાનના વચનરૂપ આ છ સ્થાનો બુદ્ધિમાં જોડાય, ત્યારે જીવને એ સ્થિર થાય છે કે, વિષયોના કાદવમાં લંપટ થવાથી સંસારમાં બધી કદર્થના થાય છે, તેનાથી દૂર રહેવાથી જ જીવ વીતરાગ જેવો બને છે. આ પ્રકારે ભગવાનની મૂર્તિનાં દર્શનથી જીવને જણાય છે, તેથી ગ્રંથકાર કહે છે કે, હવેથી વિષયરૂપ કાદવના કલણમાં=વિષયના સેવનમાં, વારંવાર હું કલ્યો નહિ જાઉં=વારંવાર હું એમાં રંગાઇ નહિ જાઉં, કેમ કે આ છ સ્થાનોને મેં સારી રીતે જાણ્યાં છે. ૧૧] બળદે.....ત્યો હો ।।૨।।= વીતરાગની મુદ્રાને જોયા પછી એ જ ભાવ સતત મારા હૈયામાં ગુંજી રહ્યો છે, તેથી કરીને મારા આત્મારૂપી આંગણમાં અમૃતનો મેહુલો-મેઘ, વરસ્યો છે, જેનાથી કષાયોના તાપનો વ્યાપ ગળી ગયો છે. અને ભગવાનનાં દર્શનથી ભૂતકાળમાં જે બોધિનું બીજ વપન કરેલું તે અત્યારે અંકુરારૂપે પ્રગટ થયું છે. આથી જ ભગવાન ભગવાનરૂપે દેખાય છે અને ભગવાને બતાવેલ આ છ સ્થાનો હૈયામાં યથાર્થરૂપે પ્રતિભાસમાન થાય છે. આ સંભજિન ત્રણે જગતમાં જે જે જીવોને આ રીતે નયણથી મળે છે, તે સર્વ જીવોનાં બોધિબીજ પ્રગટ થાય છે, અને આત્મારૂપી ખેતરમાં તપસંયમરૂપ ફળો ખીલવા લાગે છે. જો કે આ તપ-સંયમરૂપ ફળ મુખ્યત્વે સાક્ષાત્ મનુષ્યલોકમાં ખીલે છે, તો પણ દેવતાઓ આદિ પણ ભગવાનના શાસનને પામીને તપસ્વી અને સંયમીની ભક્તિ કરીને ભાવિમાં તપ-સંયમની ભૂમિકાને ખીલવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422